________________
તેમાં પણ વિશેષ કરીને તે અરસામાં પ.પૂ.આ. વિજયનેમિસૂરીશ્વરજી મ. પાટણ હતા. ત્યારેT આજના દક્ષસૂરિજીની દીક્ષા થઈ હતી અને દીક્ષામાં તેમના કુટુંબે કાગારોળ મચાવી હતી તેની જાણ થતાં! 'મારે માટે ખૂબ ચિંતા થઈ કે રખે આ છોકરાને પણ કોઈ સાધુ દીક્ષા તો નહિ આપી દે ને? શ્રી પ્રભુદાસભાઈને ! કહેતા કે, “સાહેબ, સાચવજો હો, છોકરી સાધુઓની સોબતે ન ચડી જાય.| પિતા અકિંચન હતા. આમ વંશપરંપરાગત કુટુંબની ખાનદાનીનો વારસો હતો, જેને લઈને આવી jપરિસ્થિતિમાં પણ તે કાળે લક્ષાધિપતિ ગણાય તેવા ઊંચા ખાનદાન બહોળા કુટુંબવાળા, જ્ઞાતિના આગેવાન
શ્રી માધવજી છગનની આંખમાં અમે વસ્યા. તેમણે કચ્છ – ગિરનારના સંઘમાં ગયેલાં તેમનાં પુત્રવધૂ પાસેથી! 'મારી હકીકત મેળવી, અને પોતાના પુત્ર શ્રી મોહનલાલની બે પુત્રીઓના માગાં અમે બે ભાઈઓ માટે તેમના નજીકના પિત્રાઈ દાજીભાઈ સાથે મોકલ્યાં. તે વખતે વીશીમાં ભી અષ્ટાપદની ધર્મશાળામાં બપોરના સમયે મારા પિતા આરામ કરતા હતા.
પિતાશ્રીને આ જોઈ આશ્ચર્ય થયું. મારી પાસે વીશીના મહિને ચાર રૂપિયા પણ આપવાની સગવડ Iનથી તો આ ધનિકની બે પુત્રીઓનું માનું સ્વીકારી હું લગ્ન કેવી રીતે નક્કી કરું ? નજર સમક્ષ તો કોઈI Tઉછીના સો રૂપિયા આપે તેવું દેખાતું નથી. મારા પિતાએ આવનાર મહેમાન સાથે પેટછૂટી વાત કરીઃ “મારી/ આ સ્થિતિ છે. બે નહિ, એક માગું હું સ્વીકારું છું.”
આગંતુકે કહ્યું “અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. બે સ્વીકારો તો જ કરવાનું છે. વિમાસણમાં પડયા : સારા ઘેરથી માગું આવેલ છે. છોકરો હાલ કંઈ કમાતો નથી. મારી પાસે નાણું નથી. રહેવા ઘર નથી. સગપણ કર્યા પછી તુર્ત લગ્ન લેવાની વાત કરે છે મારી દશા શી થાય?” પિતાને મનની મૂંઝવણ હતી.] Jપણ પછીથી મુશ્કેલી પડે તે વિચારી કહ્યું, “બે માગાં તો હું સ્વીકારી શકું તેમ નથી.” આવનાર પાછા ગયા..
મહિનાઓ સુધી કોઈ વાવડ આવ્યા નહિ. પિતાની ઊંઘ હરામ થઈ. પસ્તાવાનો પાર ન રહ્યો. તેઓ વિચારે ! ચડ્યા : જે માણસ સગપણ કરવા આવે છે તે બધું જોઈ-વિચારીને જ માગું નાખતા હશે ને ! તો મારે ના કહેવાની શી જરૂર હતી ? આમ કરતાં થોડા મહિના વીત્યા.
વિ.સં. ૧૯૮૪નો માગસર માસ ચાલતો હતો. જે બે ગૃહસ્થ - દાજીભાઈ અને જગજીવન શેઠ -1 પહેલાં આવેલા તેઓ ફરી મારા પિતાજી પાસે અષ્ટાપદની ધર્મશાલામાં આવ્યા. મળીને ફરી કહ્યું, “માધુશેઠનાT પુત્ર મોહનલાલની બે પુત્રીનાં તમારા બંને પુત્રો માટે અમે વેવિશાળના રૂપિયા આપીએ છીએ.”
દુકાનથી એકવાર ગ્રાહક ઉતરી ગયા પછી ફરી તે જ દુકાને તે જ વસ્તુની માગણી કરતો ગ્રાહક આવે ત્યારે દુકાનદાર જરા મક્કમ બને તે રીતે મારા પિતાશ્રી મક્કમ બન્યા અને કહ્યું, “શેઠજી, આપ સારી ' રીતે જાણો છો કે મારે બે છોકરાનું વેવિશાળ કરવું પાલવે તેમ નથી. તો હું એક જ માગું સ્વીકારી શકું તેમ છું.'
આવેલા ગૃહસ્થોએ કહ્યું, “તમે અમારી સાથે ઉનાવા માધુશેઠ પાસે ચાલો. અને તમારે તેમને જેT કહેવું હોય તે કહેજો . અમે તો તે અમારા વડીલની આજ્ઞાથી આવ્યા છીએ.” જગજીવનદાસ મારા પિતાના! મોટાભાઈ વાડીલાલના જમાઈ થતા હતા. તેથી ખાસ ભલામણપૂર્વક અને નમ્રતાથી કહ્યું. “તમે જ માધુશેઠને 'સમજાવો. મને મુશ્કેલીમાં ન મૂકો.” પરંતુ તેમણે બંનેએ મક્કમતાથી આગ્રહ કર્યો અને મારા પિતા તેમની
સાથે ઉનાવા ગયા. ઉનાવા, માધુશેઠ અને તે વખતની અમારી જ્ઞાતિનો થોડો પરિચય આવશ્યક છે તો તેનું lહવે જોઈએ. =====
=================== ૨૮]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા