________________
૧૯. લગ્ન
ઉનાવા ગામ ઉંઝાથી એક ગાઉ દૂર આવેલ છે. એ જમાનામાં પાટણ આવનારને ઉનાવા જવા માટે! મણુંદ૨ોડ સ્ટેશને ઉતરી પાંચ ગાઉનું અંતર કાપવું પડે.
આ ગામમાં પાટીદાર - બ્રાહ્મણ - વાણિયા - બારોટ વગેરેની મુખ્ય વસતી છે. અહીં મુસ્લિમોની વસતી ઓછી હોવા છતાં મુસ્લિમોના પ્રસિદ્ધ યાત્રાધામ મીરાં દાતારનું સ્થાન છે. દૂર દૂરથી યાત્રાએ આવતા । મુસ્લિમો માટે મુસાફરખાનાં છે. વળગાડ દૂર કરાવવા હિંદુઓ અને જૈનો (રાજસ્થાનના) આવે છે. આને I કારણે મીરાં દાતારની આસપાસ મોટું બજાર જામેલું છે.
આ મીરાં-દાતારની દરગાહમાં પ્રવેશે ત્યારે કાચા-પોચા હૃદયનો માનવી તો ભયભીત થઈ જાય કેમ હું કે ભૂતપ્રેતથી છલિત થયેલ, સાંકળે બાંધેલા, કોઈક ત્રાડ નાખતા હોય, કોઈક સ્રીઓ છૂટા વાળ રાખી ધૂણતી |હોય, પછાડ ખાતી હોય આવાં દૃશ્યો જોવા મળે.
આ ગામમાં ભીડાભંજન પાર્શ્વનાથનું દેરાસર છે. દેરાસરને અડીને મેડીબદ્ધ પાયચંદગચ્છનો ઉપાશ્રય છે અને બીજો તપાગચ્છનો મોટો ઉપાશ્રય પણ છે.
-
શ્રી ઉદયરત્નગણિ જેમણે “પાસ શંખેશ્વરા સાર કર સેવકા” અને ક્રોધ, માન, માયા, લોભ વગેરેની સજઝાયો તેમજ સ્તવનો બનાવ્યા છે તેઓશ્રી અહીં ઘણો વખત ચાતુર્માસ રહેલા. ધમ્મિલના રાસમાં – “રહી ઉનાઉઆ ગામમાં ભીડભંજન પાસ પસાય' વગેરે લખી આ ગામનો ઉલ્લેખ અને ભીડભંજન પાર્શ્વનાથની સ્તુતિ કરી છે.
આ ઉનાવામાં દશાશ્રીમાળી જૈનોનાં ૭૦ ઘરો છે. અને તેમાંનાં કેટલાંક ઘરો તો પેઢી દર પેઢીનાંI ગર્ભશ્રીમંત ઘરો છે. દશાશ્રીમાળી જ્ઞાતિના બાવીસી અને પાંત્રીસી બંને ગોળના સ્થાપક આ ગામના વતનીઓ છે. આ ગામમાં સાંકળા જોઈતારામ, પટવા શેરીવાળા, શંભુશેઠવાળા, તલાટી કુટુંબ અને સરૈયા કુટુંબ મુખ્ય છે.
વીસમી સદીના પ્રારંભમાં ઘણી ઘણી મુશ્કેલીઓ હોવા છતાં આ કુટુંબોએ કન્યાવિવાહ વ. પ્રસંગોમાં પોતાની ખાનદાની સાચવી રાખેલી અને તે ખાનદાની અણીશુદ્ધ રહે તે આશયે ગોળની રચના કરેલી.
મારા પિતા ઉનાવા ગયા. આ વૃદ્ધ પુરુસ્સે ઊભા થઈને મારા પિતાને તેમની પૌત્રીઓ માટે બે રૂપિયા આપવા માંડયા. મારા પિતાએ હાથ જોડીને કહ્યું, “શેઠ માફ કરો. મારા સંજોગો બે રૂપિયા (બે માગાં) સ્વીકારવાના નથી. મોટા દીકરા માટેનો એક રૂપિયો લઉં છું.”
“સારું” કહી તેમણે આગ્રહ ન કર્યો, પણ સાથે સાથે કહ્યું કે તમારા બીજા પુત્ર માટે રૂપિયો લો ત્યારે મને પૂછવાનું રાખજો.” મારા પિતાએ “હા” કહી હળવાશ અનુભવી.
જેની સાથે સગપણ કરવાનું હતું તે કન્યાના માતા-પિતાએ આ વૃદ્ધ વડીલની આમન્યા જાળવી. દુઃખાતા દિલે પુત્રીનું સગપણ થવા દીધું. કારણ કે તેમણે ત્રણેમાંથી કોઈએ જમાઈને કોઈ દિવસ નજરે જોયેલ નહિ, જેને ઘર, ખેતર કે ઓથ નથી એવા જમાઈ સાથે પોતાની દીકરી અપાઈ હતી. સગપણની સાકર વહેંચાઈ.
લગ્ન]
[૨૯