SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - - - થત હતા, ઉનાવા છોડતા પહેલાં મારા પિતા મારા સાસુ-સસરાને મળ્યા. પરંતુ તેમના દિલમાં આનંદ ન હતો. વૃદ્ધ પિતાની આમન્યાને લીધે કશું બોલ્યા નહિ, પરંતુ દિકરીના ભાવિ અંગે તેમને ચિંતા હતી. પિતાજી રણુંજ મારા કાકા પાસે આવ્યા. મારા કાકા તે વખતે સુખી માણસ ગણાતા. તેમને મારા સગપણની વાત કરી. કાકાએ કહ્યું, “રાજા રીઝયો તો હાથી આપ્યો પણ વિચાર કર્યો કે હાથીને ક્યાંj Tબાંધશો ?” પિતાએ કહ્યું, “જેણે હાથી આપવાનો વિચાર કર્યો છે તે બંધાવવાનો વિચાર કરશે.” પિતા ત્યાંથી નીકળી પાટણ આવ્યા પણ તેમને કંઈ ચેન ન પડ્યું. તેમને આશા હતી કે ભાઈ કંઈક |આશ્વાસન આપશે પણ તેમના આ બોલથી તેઓ બધું પામી ગયા. 1 દિવસો પસાર થવા લાગ્યા. ચિંતા વધવા લાગી. તેમણે ન્યારે કોર નજર કરી. ભાઈ તરફથી કોઈ આશા ન હતી, તેમ અમારે મોસાળ કે કોઈ એવું સગું ન હતું કે કોઈ જાતની મદદ કરે. વેપાર-ધંધો તો ઘણા વર્ષોથી બંધ હતો. સમય પસાર થાય તેમ પિતાની ઊંઘ ઊડતી ગઈ. મહા મહિનાનો સવારનો સમય હતો. ખેતરવસીના મહોલ્લામાં મારા પિતા તેમની ફોઈને ઘેરી રહેતા હતા, તે ઘરનું બારણું પૂર્વ દિશા તરફ પડતું હતું. દાતણ-પાણીથી પરવારી બહારના ઓટલા પર બેઠા હતા. છેક અગિયાર વાગે વીશીમાં જમવા જવાનું હતું તે સિવાય બીજું કોઈ કામ કે ઉતાવળ ન હતી. માત્ર 1 ચિંતા મૂંઝવણ એ કરતા હતા કે લગ્નનો દિવસ નજીક આવે જાય છે ને કોઈ જગ્યાએથી ૧૦૦ રૂા. પણ Iઉછીના મળે તેવું નહોતું. વિ.સં. ૧૯૮૪ના વૈશાખ સુદ ૧૧ નાં લગ્ન લેવાનાં હતાં. તે વખતે ફાગણ માસ ચાલતો હતો.' ત્યાં ગાડીમાં એક પાઘડીવાળા શેઠ નામે પોપટલાલ જોઈતારામ, રણુંજવાળા ઝવેરચંદ ગુલાબચંદનું નામ પૂછતા આવ્યા. મારા પિતા ઓટલા પર બેઠા હતા. નામ પૂછી, ઓળખણ કરી ને તેમણે હાથમાં રૂા. ૫૦૦ આપ્યા. મારા પિતાએ પૂછ્યું, “શાના?” તો તેમણે કહ્યું, “ઉનાવૉના માધુશેઠે મને તમને આપવા જણાવ્યું છે” પિતાજીએ અચકાતા દિલે લીધા. 1 થોડા દિવસ પછી મારા સસરા મોહનલાલ આવ્યા. તે મારા ભાઈને લઈ સાકર બદલો કરી આવ્યા! અને થોડા દિવસ બાદ મારા પિતાને અમદાવાદ લઈ જઈને જરૂરી સામાન સામગ્રી ખરીદી. આ રૂ. ૫૦૦માં; મારા લગ્નના દાગીના, કપડાં અને ઘરવખરી આવ્યું. | વિક્રમ સંવત ૧૯૮૪ના મહા મહિનામાં મારું સગપણ થયા પછી અને તે વર્ષના વૈશાખ સુદ ૧૧ના, દિવસે લગ્નનું નક્કી થયાનું જાણ્યા પછી પ્રભુદાસભાઈએ વિચાર કર્યો કે આ વિદ્યાર્થી માટે કંઈને કંઈ વિચાર! કરવો પડશે. તે માનતા હતા કે આ વિદ્યાર્થીનું આમ ઓચિંતુ સગપણ થાય અને અભ્યાસ અટકે તે સંભવિત નહોતું. છતાં સંભવિત થવાથી વિદ્યાર્થીનો અભ્યાસ આગળ ચાલે તે માટે તેમણે મને ત્રણ કલાક ભણાવવાનું કાર્ય સોંપ્યું. તે પેટે માસિક રૂપિયા યાદ છે તે મુજબ રૂપિયા પચ્ચીશ નક્કી કર્યા. જો કે આ સમયે વિદ્યાભવન અને પ્રભુદાસભાઈ બન્નેની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. કેમકે જે| પૈિસા સંસ્થા ચલાવવા માટે તેમને મળ્યા હતા તે ખર્ચાઈ ગયા હતા. નવા પૈસાની વ્યવસ્થા હતી નહિ એટલેT સંસ્થા આગળ ચલાવવી તે તેમને માટે મુશ્કેલ હતી. તે પોતે પણ બચરવાળ હતા. તેમના ઘરના ખર્ચ માટે =============================== ૩૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ------------------- II |
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy