SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ | આ માટે તેમણે તેમના ગુરૂ ચંદ્રસાગરજી મ.ને પ્રભાસ પાટણ અનુમતિ માટે કાગળ લખ્યો. તે કાગળ મનેT I જોવા મોકલ્યો. આ કાગળમાં હું સમંત ન થયો. મેં તેમના કાગળ સાથે ચંદ્રસાગરજી મ.ને લખ્યું કે તમે! એ સંમતિ આપશો નહિ. અને ધર્મસાગરજી મ.ને જણાવ્યું કે તમારું શરીર દુર્બળ છે. ૧૫-૨૦ ઉપવાસ બાદ વાતાવરણ ગરમ થાય ત્યારે તમે ચાલ્યા જશો, અને ફળ કાંઈ નહીં આવે. તો તમે મહિનો-દોઢ મહિનો ખેંચી i શકે તેવા ઉપવાસીને શોધો. તેમનું કહેવું થયું કે ‘‘આ વાત બરાબર નથી. હું બીજાને ઉપવાસ કરાવું તો, I લોકો મને કહેશે કે તમે બીજાને મારવા તૈયાર થયા છો, તમે કેમ કરતા નથી ? એટલે બીજાને ઉપવાસ બરાબર નથી”. આ પછી તે વખતના ચંદ્રોદયસાગરજી વિગેરે દ્વારા અમદાવાદમાં મિટિંગો] I કરી. આગેવાનોની એક મિટિંગ લવારની પોળે બોલાવી. આ મિટિંગમાં ટ્રસ્ટ એક્ટનો વિરોધ કરવો તે નક્કી. થયું. પણ તેની આગેવાની લેનાર કોઈ દેરાસર-ઉપાશ્રયનો ટ્રસ્ટી હોવો જોઈએ. તે ટ્રસ્ટી અમને અમદાવાદમાંથી | કોઈ મળ્યો નહિ. ધર્મસાગરજી મ.ને મેં જણાવ્યું કે તમે કોઈ દેરાસર- ઉપાશ્રયનો એવો ટ્રસ્ટી શોધી આપો, jકે જે આની આગેવાની લે. એમને પણ કસ્તુરભાઈના વિરોધ સામે ટકી શકે તેવો કોઈ જડ્યો નહિ. તેમણે Tછેવટે મને વેજલપુરનાં રતિલાલ પાનાચંદનું નામ સૂચવ્યું. આ રતિલાલની ઉંમર તે વખતે ૨૧-૨૨ વર્ષની હતી, તે વેજલપુર દેરાસર-ઉપાશ્રયના ટ્રસ્ટી હતા. હું રતિલાલને વડોદરા સ્ટેશને મળ્યો. તે તૈયાર થયા. હું! તેમને લઈ મુંબઈ ગયો. તિથિ-ચર્ચાના કેસને લઈને મુંબઈના સોલિસીટરો સાથે પરિચય હતો. તેમજ ; ધર્મસાગરજી મ.ને જીવાભાઈ શેઠ સાથે પરિચય હતો. જીવાભાઈ શેઠ ટ્રસ્ટ એક્ટ થાય તે વાજબી માનતા; 1 નહોતા. આ રીતે ધર્મસાગરજી મ.ના લીધે જીવાભાઈ શેઠનો અમને ટેકો મળ્યો. અને તેમના જ દ્વારા | મુંબઈની મધ્યસ્થ કમિટી અને તેના ભોગીલાલ લહેરચંદનો પણ ટેકો મળ્યો. અમે મુંબઈમાં સોલિસિટરો દ્વારા | એક ક્વેરી તૈયાર કરાવી. તેમાં આ ટ્રસ્ટ એક્ટથી જૈન સંઘને શું નુકસાન થાય, કયા ક્યા કાયદાઓ કેટલી ! ખતરનાક છે વિગેરે માટે આના નિષ્ણાત બેરિસ્ટરનો અભિપ્રાય લેવાનો નક્કી કર્યો. ધર્મસાગરજી મ.ને પ્રભુદાસભાઈ ઉપર અટલ વિશ્વાસ હતો. અને તે જે કહે તે સાંભળી બૅરિસ્ટરો અભિપ્રાય આપે તેવી તેમની ઇચ્છા હતી. આથી મુલ્લા ઍન્ડ મુલ્લા કંપનીના શ્રીયુત દેસાઈ પાસે અમે જવાનું નક્કી કર્યું. પ્રભુદાસભાઈએ ગાંધીજીએ આફ્રિકામાંથી ગુજરાત આવ્યા, ત્યાં સુધીનું બે દિવસ, કલાક-I કલાક વર્ણન કર્યું. મુલ્લા કંપનીનાં દેસાઈએ મને કહ્યું, તમારે બોલવું હોય એટલું ભલે બોલો, પણ એ સમજીએ રાખો કે મારો કલાકનો ૧૦૦૦ રૂા. ચાર્જ છે. મેં એ દિવસે રાતે પ્રભુદાસભાઈને કહ્યું કે તમે મુદ્દાઓ લખાવો. આમ તો તમને સાંભળવામાં જ મોટી રકમનો ખર્ચ થઈ જશે અને પરિણામ કાંઈ નહીં આવે. તે કબૂલ થયા. મુદ્દાઓ લખી દેસાઈને આપ્યા. અને તેની પાસે પ્રશ્નો રજૂ કરી તે વખતના સારા ગણાતા બૅિરિસ્ટર એન્જિનિયર વિગેરેનો અભિપ્રાય લીધો. તઉપરાંત કલકત્તા હાઈકોર્ટના રિટાયર્ડ જજ પી.આર.I દાસના કુટુંબી જજનો અભિપ્રાય લીધો. આ બધાના લેખિત અભિપ્રાય કેટલી કલમો કેવી ખતરનાક છે તે ! | અને આ ટ્રસ્ટ ઍક્ટથી જૈન સમાજને શું-શું શોષવું પડશે તે અંગે હતા. અને સરકાર સામે ટ્રસ્ટ એક્ટની | વિરુદ્ધ કેસ કરવાનું નક્કી કર્યું. આ કાર્યમાં અમને ભોગીલાલ લહેરચંદ તથા જીવાભાઈનો પૂરો સાથ મળ્યો. i ધર્મસાગરજી મ. પણ વિહાર કરી મુંબઈ આવ્યા. કોટમાં ચોમાસું રહ્યા. આ દરમ્યાન, અમે, હિંદુ મહાસભાનો I સંપર્ક સાધ્યો, હિંદઓના હવેલીવાળા મહારાજનો સંપર્ક સાધ્યો, લાલબાગમાં પ્રેમસરિજી મહાર મહારાજની નિશ્રામાં ==== ============ ======== === ===== બૉમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ [૧૧૭] — — — — — — — | — | — ___
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy