________________
મિટિંગો ભરી. શ્યામપ્રસાદ મુકરજીને ભોગીલાલ લહેરચંદ તથા ધર્મસાગરજી સાથે મેળવી આપ્યા. અને, મુંબઈમાં ટ્રસ્ટ એક્ટ વિરોધી વાતાવરણ ગાજતું કર્યું.
રતિલાલ પાનાચંદે વેજલપુર સંઘ તરફથી બોમ્બે ટ્રસ્ટ એક્ટ અસ્ટ્રાવાયર કરાવવા માટે મુંબઈ હાઈકોર્ટમાં મુંબઈ સરકાર સામે કેસ દાખલ કર્યો. આ માટે બૅરિસ્ટરોની શોધ કરતાં મુંબઈમાંથી કોઈ સારો | પ્રસિદ્ધ બૅરિસ્ટર કેસ લડવા તૈયાર ન થયો. કેમકે તે બધા એમ માનતા હતા કે ટ્રસ્ટ એક્ટ જરૂરી છે. ધાર્મિકI ખાતાના વહીવટદારો પૈસાની ગોલમાલ,તથા આપખુદ વહીવટ કરે તેને માટે ટ્રસ્ટ એક્ટ આવશ્યક છે. આથી! એક મુંબઈના વૃદ્ધ કાંગા બૅરિસ્ટર અને એક મદ્રાસના બૅરિસ્ટરને રોક્યા. આ કેસ મુંબઈ હાઈકોર્ટના ચીફ જજ ચાગલા અને જે. સી. શાહ બૅન્ચ આગળ ચાલ્યો. કાંાએ જોરદાર દલીલો કરી. અને મદ્રાસના i બૅરિસ્ટરે પણ જોરદાર રજૂઆત કરી. પણ ચાગલા અને જે. સી. શાહે આ કેસને કાઢી નાખ્યો. આ કેસમાં Tચાલતો હતો ત્યારે હું, પ્રભુદાસભાઈ તથા વડોદરાવાળા વકીલ મુંબઈ પ્રતાપભાઈનાં બંગલે ઊતર્યા હતા.
ત્યાં ભોગીભાઈ અમારી સવારસાંજ પૂરી સંભાળ રાખતા. આ કેસમાં લગભગ પંદરેક હજાર (૧૫000 રૂા.) રૂ.નું ખર્ચ થયું હશે. ધર્મસાગરજી મ.ને કેસ નિષ્ફળ ગયો, એટલે લોકો તરફથી પૈસા નહિ મળે તેની ચિંતા હતી. મને કહ્યું કે તમે જીવાભાઈ, ભોગીભાઈને વાત કરો. મેં જીવાભાઈને કહ્યું કે આ કેસમાં ૧૫0001 રૂા. જેટલો ખર્ચ થયો છે, અને હજી આગળ આ કેસ સુપ્રિમમાંથી લડવાનો છે. તો તેના પૈસાની વ્યવસ્થા Iકરવી પડશે. મહારાજનું કહેવું છે કે જીવાભાઈ, ભોગીભાઈ શેઠને વાત કરો. જીવાભાઈએ મને કહ્યું કે તમે Iભોગીભાઈની વાત કરો છો પણ ભોગીભાઈ હાથ મૂકવા નહિ દે, છતાં તમારે પ્રયત્ન કરવો હોય તો કરો.'
ભોગીભાઈ આપશે તેટલી રકમ હું આપીશ. હું ભોગીભાઈ પાસે ગયો. મેં તેમને વાત કરી. તેમને વાત ગળે! ઊતરી. તેમણે સારી રકમ જીવાભાઈને ત્યાં મોકલી અને કહેવડાવ્યું કે તમે આનો હિસાબ વિગેરેની વ્યવસ્થા રાખજો. ટૂંકમાં મુંબઈ હાઈકોર્ટનાં ખર્ચની ચિંતા ટળી ગઈ.
મુંબઈના કેસ દરમ્યાન થયેલ ખર્ચ અને તેની પતાવટનું કાર્ય જીવાભાઈ સંભાળતા હતા. તેમણે મને! કહ્યું કે કાંગાની ફી વગેરે પંડિતજી, તમે પતાવજો. કેમકે મારાથી ઓછું આપવાનું તેમને નહીં કહેવાય. મેં!
જીવાભાઈને કહ્યું, “સારું”. હું કાંગાની ઓફિસમાં ગયો. તેમને કહ્યું આપણે કેસમાં હારી ગયા છીએ.' jઅમારે બેરિસ્ટરોને જે પૈસા આપવાના છે તે દેવદ્રવ્યના છે. અને આ દેવદ્રવ્ય અમારે ત્યાં એટલું બધું મહત્ત્વનું Tગણાય છે કે ચકલા પણ દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો સારી ગતિ ના થાય. કાંગા એકદમ બોલી ઊઠ્યા : તું, Iમને એવા પૈસા ન આપીશ કે મારી દુર્ગતિ થાય. તારે જે પૈસા આપવા હોય તે આપજે. હું પૈસાનો ભૂખ્યો! Iનથી, પછી મને કહ્યું : પંડિતજી, તમને પૂછું છું કે આ તમે જૈન-વાણિયાઓ આટલા બધા ધનવાન અને સુખી ! 'કેમ છો અને અમે પારસીઓ કેમ દુઃખી છીએ ? આ પૂછ્યું ત્યારે આજના પ્રસિદ્ધ બૅરિસ્ટર પાલ
તેમના હાથ નીચે કામ કરતા હતા તે હાજર હતા. મેં જવાબ આપ્યો : જૈનનો છોકરો ધર્માદું ખાતો નથી.' iદુકાનને ઓટલે પડી રહેશે, ફેરી કરશે, પણ ધર્માદાના પૈસાનો ઉપયોગ નહીં કરે. તેને લઈને જૈનો દુ:ખી
નથી. તરત જ કાંગા બોલ્યા : તારી વાત સાચી છે. અમારે પારસીઓને પારસી પંચાયત તરફથી હપ્તા બાંધી | 'આપીએ છીએ એટલે તે સાવ નિષ્ક્રિય બની જાય છે. તેમણે પાલખીવાલાને કહ્યું: “સાંભળ ! ધર્માદું ખાનારો!
==
= == ૧૧૮]
=====================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા — — — — — — — — — — — —
— — — —