________________
માણસ કોઈ દિવસ ઊંચો આવતો નથી.” આ વખતે કાંગાની ઉંમર ૮૦ વર્ષની આસપાસ હતી. આની |પરિણામ એ આવ્યું કે કાંગાએ ફક્ત ૨00 જેવી નજીવી રકમ જ આ કેસમાં લીધી હતી. આમ, મુંબઈl | હાઈકોર્ટનો કેસ પણ અમે કરકસરથી લડ્યા હતા.
(૬)
મુંબઈ હાઈકોર્ટમાં કેસ શરૂ કર્યો ત્યારે મોટા દેરાસરોના કોઈ પણ સારા ટ્રસ્ટીઓની આ કેસમાં /એફીડેવીટ રજૂ કરવાની હતી. આ માટે જીવાભાઈ વિગેરે કોઈ ટ્રસ્ટીઓ તૈયાર ન હતા. આ કેસ માંડ્યો હતો. તે દરમ્યાન હું અમદાવાદ આવ્યો. મેં એફીડેવીટ આપવા મહાવીર સ્વામીના દેરાસરના ટ્રસ્ટી ભોગીલાલ સાંકળચંદ વિગેરેનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી નહિ. છેવટે મેં કસ્તુરભાઈ શેઠ ઉપર નજર નાંખી. 'ભગુભાઈ શેઠને ત્યાંથી કસ્તુરભાઈ શેઠને ટેલિફોન કર્યો. તે સમજયા કે ભગુભાઈ શેઠ છે. મેં મળવાનું j કહ્યું. તેમણે બીજે દિવસે ચાર વાગ્યે મળવાની હા પાડી. તેઓ મ : અવાજ ઓળખી નહિ શકવાથી | ભગુભાઈ છે તેમ સમજયા હતા. મેં ભગુભાઈ શેઠને કહ્યું કે કાલે આ ટ્રસ્ટ એક્ટ અંગે હું શેઠને મળવા 1જવાનો છું. તે વખતે આત્મારામ સુતરીયાના પિતા ભોગીલાલ સુતરિયા પણ હાજર હતા. તે બંનેએ કહ્યું:
ટ્રસ્ટ એક્ટ વિરુદ્ધની તમારી પ્રવૃત્તિથી શેઠ નારાજ છે. તમારું અપમાન કરશે. શેઠને મળીને કાંઈ લાભ નહિ! ન થાય. મેં કહ્યું હું એકલો જઉં છું. કોઈને સાથે લઈ જવાનો નથી. માન કે અપમાન કરશે તો હું જાણીશ.'
ભગુભાઈ શેઠે કહ્યું, “ભલે ! જવું હોય તો જાવ. બાકી અમે જાણીએ છીએ તે મુજબ શેઠ ટ્રસ્ટ એક્ટના ખાસ 1હિમાયતી છે.”
બીજે દિવસે શેઠની સાથે વાત થયા મુજબ હું શેઠના બંગલે શાહીબાગ ગયો. એ દિવસ રવિવારનો Tહતો. તિથિ-ચર્ચા વિગેરેના પ્રસંગથી શેઠ મને ઓળખતા તો હતા જ. પણ તેમનો મારી સાથે ખાસ લાગણીનું Iભર્યો સંબધ તે વખતે ન હતો. તેમની સામે બેઠા પછી મને કહ્યું, “શું કામ છે?” મેં ટ્રસ્ટ એક્ટની વાત! | કાઢી. ધર્મસાગરજી મ.નો ટ્રસ્ટ એક્ટ પ્રત્યેના વિરોધને રજૂ કરી કહ્યું કે “આ માટે અમે દેશના પ્રસિદ્ધ! વકીલોનો અભિપ્રાય મેળવ્યો છે. આ ટ્રસ્ટ એક્ટથી શું નુકસાન થશે અને કઈ કઈ કલમો વધુ નુકસાન કર્તા
છે તેનો અભિપ્રાય મેળવ્યો છે. આપ જેમ માનો છો તેમ ટ્રસ્ટ એક્ટની પંચાવનમી, છપ્પનમી અને ત્રીસમી | ક્લમ વિગેરે વધુ ખરાબ છે તેમ તેઓનું માનવું છે. અને તે કલમોને લઈ ટ્રસ્ટ એક્ટને અસ્ટ્રાવાયર ઠરાવવાનું પ્રિયત્ન કરવો જોઈએ, તેમ આ બધા સારા સારા વકીલોની માન્યતા છે. (પહેલાં મને ખબર હતી કે શેઠI અમુક-અમુક કલમોને ખરાબ માને છે પણ ટ્રસ્ટ ઍક્ટનો વિરોધ કરવાનું ઇચ્છતા ન હતા).
આમ કહી મેં મુંબઈ, કલકત્તા અને મદ્રાસ વિગેરેના સારા-સારા વકીલો દ્વારા મેળવેલા લેખિત | અભિપ્રાયો તેમની આગળ-જૂ કર્યા. આ અભિપ્રાય વાંચી શેઠ વિચારમાં પડ્યા. મને કહ્યું “તમારે મારું શું! | કામ છે ?” કહ્યું, “મુંબઈ સરકાર સામે કેસ કરવામાં અમારે તમારી એફિડેવીટની જરૂર છે. તમે એ! એફિડેવીટમાં આપણી પ્રણાલિકા મુજબ જે માનો છો અને જે કલમો માટે આપને પણ રંજ છે તે વાત રજૂ કરો”. એમ કહી મેં આખા કેસનો હૂડો (બ્રીફ) રજૂ કર્યો. અને કહ્યું કે આપ વિચારશો અને યોગ્ય લાગે = = = = = = = = = = બૉમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ]
[૧૧૯ - - - - - - - -
I
IT
|
|