________________
વિભાગ - જ
?
બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ
સ્વતંત્રતા મળ્યા બાદ સરકાર તરફથી જુદાજુદા ધર્મમાં હસ્તક્ષેપ કરનારા કાયદાઓનાં બિલો આવવા માંડ્યાં. આ બિલોમાં “બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ”, “ભિક્ષા પ્રતિબંધક કાયદો”, “બાલ દીક્ષા વિરોધ Iકાયદો” વિગેરે કાયદાઓ જુદા જુદા રાજ્યોમાં આવવા લાગ્યા. આ કાયદાઓનો વિરોધ આપણા સંઘો] તિરફથી છૂટક છૂટક રીતે મુંબઈ, અમદાવાદ, પાટણ વિગેરે ઠેકાણે સભાઓ દ્વારા કરવામાં આવતો. પણ તેની! | કોઈ ધારી અસર થતી ન હતી.
મુંબઈ સરકાર તરફથી “બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ”નું બિલ આવ્યું. આ ટ્રસ્ટ-એક્ટને શેઠ આણંદજી કિલ્યાણજીની પેઢીએ સમર્થન આપ્યું. કસ્તુરભાઈ શેઠ એમ માનતા હતા કે આપણા દેરાસરો-ઉપાશ્રયોના! વિહીવટોમાં, જુદા જુદા વહીવટદારો માલિકી હક્કે વર્તે છે. કેટલાક વહીવટો તો જતે દહાડે ડૂબી જાય છે.! માટે આ કાયદો જરૂરી છે. સરકાર આ કાયદો કરે તેમાં કશું ખોટું નથી.
કસ્તુરભાઈ શેઠનું જૈન સંઘમાં ખૂબ જ વર્ચસ્વ હતું. તેથી કેટલાક વહીવટદારો, સરકાર ધાર્મિકj વિહીવટમાં હસ્તક્ષેપ કરે તે સારું નથી તેમ માનવા છતાં તેની સામે સક્રિય વિરોધ કોઈ કરી શકતા ન હતા.1 lખુદ પેઢીના પ્રતિનિધિઓ (તે વખતના) શેઠ માયાભાઈ સાકળચંદ, ભગુભાઈ સુતરીયા પણ માનતા હતા કે!
સરકારના હસ્તક્ષેપને પેઢી સંમતિ આપે તે સારું નથી. છતાં કસ્તુરભાઈ શેઠની પ્રતિભા સામે તેઓ કાંઈ બોલી શકતા નહિ.
પૂ. ધર્મસાગરજી મ. આ કાયદો દેખી ખૂબ દુઃખી થયા. તેમણે આણંદજી કલ્યાણજી પેઢીને અનેT બીજાને પત્રો લખ્યા કે વહીવટી સુધારવા માટે આપણી જૈન સંઘની કમિટીઓ નીમો, પણ સરકારનો હસ્તક્ષેપ. | કોઈ રીતે વાજબી નથી. પણ તેમનું આ કહેવું કોઈએ ખાસ ગણકાર્યું નહિ. છેવટે તે એવા નિર્ણય ઉપર આવ્યા કે કોઈ કાંઈ ન કરે તો મારે સરકારના આ કાયદાની સંમતિના વિરોધમાં આમરણાંત ઉપવાસ કરવા. =============================== ૧૧૬]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | - - - - - - - - - - - - - - - - - -