________________
મુનિ સંમેલનનાં આ ઠરાવો પેપરોમાં પ્રસિદ્ધ થયા. તેની પુસ્તિકાઓ બહાર પડી. ગામે ગામથી તેને ! અનુમોદન મળ્યું. રામચંદ્રસૂરિ મ. સિવાય સકલ સંઘની એકતા સધાઈ. પાંજરાપોળના ઉપાશ્રયે, વીરના ઉપાશ્રયે. ડહેલાના ઉપાશ્રયે એમ ઠેરઠેર જાહેર સભાઓ થઈ. બધા સમુદાયના આચાર્ય ભગવંતોએ સમર્થના આપ્યું. જે આજ સુધી જે એકબીજાના ઉપાશ્રયે સાધુઓ નહોતા પધારતા, તે બધા પધારતા થયા. વંદન આદિ | કરતા થયા. પરસ્પર સુખશાતા કરતા થયા. સંઘમાં વાતાવરણ ખૂબ ઉલ્લાસનું પથરાયું. પણ થોડા દિવસ | બાદ આ સંમેલનનાં મુખ્ય સૂત્રધાર અને જેની કુનેહથી આ સંમેલન પાર પડયું તે ઓમકારસૂરિ મ. અચાનક બિમાર પડ્યા. માંદગી ગંભીર બની. થોડા જ દિવસમાં કાળધર્મ પામ્યા. તેમના કાળધર્મ બાદ તેમના ગુણાનુવાદની સભાઓ અમદાવાદ, મુંબઈ, સુરત ઠેકઠેકાણે થઈ. જાણે આ મહાન કાર્ય પતાવી તેમણે તેમનાં !
જીવનને સફળ માન્યું હોય તેમ તે કાળધર્મ પામ્યા. | શ્રીઓમકારસૂરિની ધીરજ અને કુનેહ, રામસૂરિજી મહારાજની સરળતા, પ્રેમસૂરિજી મ.ની કામ કેમ ! લેવું તેની પટુતા, અને યુવાન સાધુઓનો ઉત્સાહ એ આ બધાં સંમેલનની સફળતાનાં કારણો હતાં.
આ બધુ છતાં સાગરજી મ.ના કેટલાક સાધુઓને અમારા ગુરૂ મહારાજનું પૂરું સચવાતું નથી, તે ! દુઃખ હોવાના કારણે, કેટલાકે પાછળથી પત્રિકા વિગેરે તિથિ સંબંધી ઠરાવ અંગે કાઢેલી. પણ તે સાગરજી ! મ.ના બધા સાધુઓને સમંત નથી રહી. અને વધુમાં દેવેન્દ્રસાગરજી મ.ના કાળધર્મ પછી સાગરજી મ.ના સમુદાયની જે વિશિષ્ટ પ્રતિભા હતી, તે પણ ઓછી થઈ છે. આમ, પકંજ સોસાયટીમાં થયેલા સંમેલન બાદ jથોડી કટુતા સાગરજી મ.ના સાધુઓ તરફથી થઈ છે. પણ તે ખાસ ગણનાપાત્ર નથી. એકંદરે સંઘમાં ચૌદi આની એકતા સધાઈ છે. અમે ઇચ્છીએ છીએ કે આ કટુતા પણ સમય જતાં જતી રહેશે.
હવે જે વિસંવાદ સંઘમાં રામચંદ્રસૂરિ સાથે રહ્યો છે, તે દૂર થાય, તેની આશા રાખીએ. જો કે તેમનો ! અને તેમને અનુસરતો મોટો સમુદાય તેમની માન્યતાને છોડીને સંઘની માન્યતામાં અને પંકજ સોસાયટીના iઠરાવોમાં ભળી ગયો છે. આમ, એકદરે સંઘમાં ચૌદ આની એકતા સધાઈ છે.
I
I
I
==
===== મુનિ સંમેલન
૧૧૫
, T
|
|