________________
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
સૌથી મોટા રામસૂરિજી હતા અને તે આ બધા ભેગા થાય તેમાં મુખ્ય સ્થાને હતા. રામસૂરિજી તથા પ્રેમી સૂરિજી તરફથી કહેવામાં આવ્યું કે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું પણ ૨૦૪રના પટ્ટક સંબંધી કે તિથિ સંબંધી! ચર્ચા નહિ કરીએ. ઓમકાર સૂરિજીએ તેમની વાત કબૂલ રાખી, અમે ચર્ચા નહિ કરીએ, પણ તમે સંમત થાઓ. અને તમે તે ચર્ચા કરો તો અમે વાંધો નહિ લઈએ. આ બધું નક્કી થયા પછી પંકજ સોસાયટીમાં
આ મુનિ સંમેલન ભરાયું. આ મુનિ સંમેલનની વિશેષતા એ હતી કે આ મુનિ સંમેલન સાધુઓ દ્વારા ઊભું થિયું હતું. આમાં કોઈ ગૃહસ્થ સંચાલક ન હતા. ચૈત્ર સુદ ૧૦ના દિવસે સામૈયાપૂર્વક પંકજ સોસાયટીમાં | Iબંધાયેલા વિશાળ મંડપમાં તેનો પ્રારંભ થયો. સાધુ ભગવંતોએ સાથે બેસી શાસ્ત્રો, આજની પરિસ્થિતિ આ. Iબધાનો વિચાર તથા ચર્ચા કરી ઠરાવો કર્યા. આ બધાય ઠરાવો સર્વ સંમતિથી કર્યા. આ સંમેલનમાં અહીં બિરાજતા, રામચંદ્રસૂરિજીના આજ્ઞાવર્તી સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે પણ ચર્ચામાં ભાગ
લીધો. વાતાવરણ એટલું સરસ જાગ્યું કે જાણે બધા એક જ સમુદાયના સાધુઓ હોય એમ ખુલ્લા દિલથી ચર્ચા jકરી. અને બધા ઠરાવો સર્વાનુમતે સાધુ ભગવંતોએ નક્કી કર્યા. આ પછી પૂ.આ. પ્રેમસૂરિ અને રામસૂરિ
મને લાગ્યું કે તિથિનો પ્રશ્ન આપણે સર્વસંમતિથી ઉકેલીએ. ઓમકારસૂરિજી તો પહેલેથી બંધાયેલા હતા! Iકે અમારે આ વાત ન કાઢવી, પણ તમે કાઢો તો અમે વાંધો નહિ લઈએ. તે મુજબ વિ.સં. ૨૦૪રના ! Jપટ્ટકમાં જે વિસંવાદ ઊભો થયો હતો તે દૂર કરી આ બધાએ નક્કી કર્યું કે “ભા.સુ. પાંચમના ક્ષયે ભાદરવા
સુદ છઠ્ઠનો ક્ષય કરવો, અને ભા.સુ. પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી”. આ મુસદ્દામાં પ્રેમસૂરિજી, રામસૂરિજી અને સાગરજી મ. તથા વિ.સં. ૨૦૪૨ના પટ્ટકને સ્વીકારનારા બધાંજ સંમત થયા. અને આ Iબધા ઠરાવો સર્વાનુમતે નક્કી થયા. પૂ.આ. રામસૂરિ મહારાજે રામચંદ્રસૂરિજી મ.ને મુંબઈ જણાવ્યું કે અમે વિચાર વિનિમય અને શાસ્ત્રીય ચર્ચા કરી આ બધા ઠરાવો કર્યા છે તેમાં આપ પણ સમંત થાઓ. પણ તેમાં તેમનો સહકાર ન મળ્યો.
(૬)
ચર્ચા - વિચારણાના અંતે સાધુ ભંગવતોએ કરેલા બધા ઠરાવો સંઘ સમક્ષ (રાજનગરના) રજૂi કિરવાનો નિર્ણય કર્યો. નગરશેઠ અરવિંદભાઈ વિમળભાઈ તરફથી અમદાવાદનો ચતુર્વિધ સંઘ બોલાવવામાં આવ્યો. આ બેઠક પંકજ સોસાયટીમાં યોજાઈ. સેંકડો સાધુ-સાધ્વી ભગવંતો, હજારો શ્રાવક-શ્રાવિકા સમક્ષI આ ઠરાવો રજૂ થયા. તેની પૂર્વ-ભૂમિકા સાથે ઓમકારસૂરિ મહારાજે સુવિસ્તૃત વિવેચન કર્યું અને તેને પૂ.આ.રામસૂરિજી, પ્રેમસૂરિજી, ચંદ્રોદયસૂરિજી, કલાપૂર્ણસૂરિજી, નરેન્દ્રસાગરજી, ભાનુસૂરિજી વિગેરે સર્વ સમુદાયના સાધુ ભગવંતોએ ઉમળકાભેર સમર્થન આપ્યું. | નગરશેઠ વતી શ્રીયુત શ્રેણિકભાઈ શેઠે સમર્થન આપવા સાથે આનંદ વ્યક્ત કરતાં કહ્યું: “આજનો! |દિવસ શાસન માટે ધન્યતમ છે. મને એટલી બધી ખુશી ઉત્પન્ન થાય છે કે હું તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો ! નથી”. આ પ્રસંગે રામચંદ્રસૂરિજી તરફના કંઈક ભક્તો તરફથી હાઈકોર્ટ દ્વારા જે મનાઈહુકમ લાવવામાં ; આવ્યો હતો તે પણ શ્રેણિકભાઈએ વાંચી સંભળાવ્યો હતો. આમ છતાં સંઘમાં ખૂબ ખૂબ આનંદ હતો. આવો jપ્રસંગ અમદાવાદ ૧૯૯૦ પછી પહેલો જ નિહાળ્યો હતો.
I|
8 ||
૧૧૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - -
|
|