________________
-
-
(૪)
સાગરજી મ. પાલિતાણા પન્નાલાલ બાબુની ધર્મશાળામાં હતા. તે વખતે એક ભાઈ રામચંદ્રસૂરિ 'મહારાજે કરાવેલી કોલ્હાપુરની પ્રતિષ્ઠામાં ભાગ લઈ પાલિતાણા આવ્યા હતા. તે કોલ્હાપુરની પ્રતિષ્ઠા અને તે પ્રસંગનો કેટલોક રામચંદ્રસૂરિ સંબધી અવર્ણવાદ કહેવા લાગ્યા. ત્યારે સાગરજી મહારાજે કહ્યું કે “મારે આવી વાતો સાંભળવી નથી. બીજી વાત કરવી હોય તો કરો”.
અર્થાત્ વિરોધીની નિંદામાં પણ રસ કે નિંદા સાંભળવાની વૃત્તિ જે સહજ હોય તે તેમનામાં ન હતી. |
પાલિતાણાના મારા પરિચય દરમ્યાન ભાવનગરના એક ભાઈ થોડા સુધારક, તે જૈન સંઘની વાત કરતા કરતાં બોલ્યા કે “સાહેબ ! સાઠે બુદ્ધિ નાઠી” એ કહેવત મુજબ સાઈઠ વર્ષના માણસમાં સાચું સમજવાની વૃત્તિ હોતી નથી. આપણા સંઘમાં જે આ બુઝર્ગ સાધુઓ છે તેને પડતા મૂકી જુવાન સાધુઓ દ્વારા 'સંઘના સંપનો પ્રયત્ન કરવો જોઈએ”. મહારાજે તેને જવાબમાં કહ્યું, “સાઠે બુદ્ધિ નાઠી” એ કહેવત સાચી ; jછે. એ કહેવતનો અર્થ એ છે કે સાઈઠ વર્ષની ઉંમરે વિષયવાસનાની બુદ્ધિ નાઠી, નહિ કે અક્કલ નાશ પામી.”] ન તેંડૂલકર કમિટીમાં કસ્તૂરભાઈ શેઠને જુબાની આપવાની હતી, અને તેમની સાથે તેમને શાસ્ત્રપાઠી 'પણ રજૂ કરવાના હતા. આ પાઠો હું જાણું છું તે મુજબ પ્રાયઃ દેવદ્રવ્યના સમર્થનના હતા. આ માટે jકસ્તૂરભાઈ શેઠે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ તેમને સંતોષ થાય તેવા પાઠો અને સામગ્રી મળી નહિ. આ પિછી અને સુબોધવિજયજીએ હાજા પટેલની પોળના પગથિયાના ઉપાશ્રયે બેસી કેટલાક પાઠો શોધ્યા. પણT 1શાસ્ત્રો સંબધી મારી અને સુબોધવિજયજીની શક્તિ પરિમિત હતી. આગમગ્રંથોના પાઠો તો સાગરજી મ. દ્વારા
જ સારા અને વધુ વિગતે થઈ શકે તેવા હતા. આ માટે સાગરજી મ.નો સંપર્ક સાધ્યો. પણ તેમની તબિયત સારી ન હતી. આથી એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે અમે આગમગ્રંથના પુસ્તકનાં પાનાં ફેરવીએ અને જયાં
આ પાઠનું સ્થળ હોય ત્યાં તે આંગળી ચીંધતા. આવી રીતે ૩૩ પાઠો તેમણે તેમની નાજુક અવસ્થામાં Tઆપ્યા હતા.
ચારૂપ તીર્થમાં ગભારાની અંદર પૂજારીએ શિવલિંગ પધરાવેલું. આની ખબર પાટણની સ્થિરતા દરમ્યાન સાગરજી મ.ને થઈ. તેમણે પાટણના આગેવાન ગૃહસ્થોને આ શિવલિંગ ખસેડવા કહ્યું. પણ પાટણમાં નાગરોનું વર્ચસ્વ હોવાથી અને તે કાળે નાગરોની ગાયકવાડ સરકારમાં ખૂબ લાગવગ કોઈ તેj 1શિવલિંગ ખસેડવા તૈયાર થયું નહિ. સાગરજી મ. ચારૂપ તીર્થે યાત્રાએ ગયા. તેમણે શિવલિંગ ખસેડ્યું. જૈન-I જૈિનેતરો વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. અને ત્યાર બાદ બંને પક્ષોએ કોટાવાળાને મધ્યસ્થી નીમ્યા. તેમણેT
આપણા દેરાસરની નજીકની જગ્યામાં જૈનો શિવમંદિર બંધાવી આપે, અને ત્યાં શિવની પ્રતિષ્ઠા કરવી, તે! 'ચુકાદો આપ્યો. તે મુજબ જૈનોએ શિવમંદિર બંધાવી આપ્યું અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. કોટાવાળા jજૈન હતા, છતાં તેમની પ્રતિષ્ઠા એવી સારી હતી કે જૈનેતરોએ પણ તેમને મધ્યસ્થી કબૂલ્યા હતા. i
તિથિચર્ચાના પ્રસંગમાં કસ્તુરભાઈ શેઠ વૈદ્યના ચુકાદાની તરફેણમાં હતા. કારણ કે વૈદ્યને લાવનારા તે હતા. આ ચુકાદાની તરફેણમાં તેમણે “સેવક” પેપરમાં સાગરજી મ. વિરુદ્ધ એક નિવેદન પ્રગટ કર્યું હતું. તે નિવેદનનો રામચંદ્રસૂરિજી જયાં ત્યાં પ્રચાર કર્યા કરતા હતા. આ સંબંધમાં સાગરજી મ.ને ઘણા ગૃહસ્થોએ કિસ્તૂરભાઈને જવાબ આપવાનું કહ્યું. પણ સાગરજી મ.નો જવાબ હતો કે “કસ્તુરભાઈ વૈદ્યના ચુકાદાની]
=============================== ૨૧૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા