________________
તિરફેણમાં હોવાથી આપણા વિરુદ્ધ નિવેદન ભલે કર્યું, પણ તે જૈન સંઘમાં ઉપયોગી અને પ્રભાવશાળી વ્યક્તિ] I હોવાથી તેમના વિરુદ્ધ પ્રચાર કરી તેમને ઊભગાવવાનું કામ આપણે કરવાનું નથી. અંબાલાલ શેઠને આપણે! | ગુમાવ્યા, તેમ કસ્તૂરભાઈ શેઠને ગુમાવવા પાલવે તેમ નથી. કોઈ ગેરસમજથી નિવેદન કર્યું હશે. પણ સાચી!
વસ્તુનો ખ્યાલ આવશે ત્યારે તે તેમની ભૂલ સુધારશે. પણ એક આપણી વિરુદ્ધનાં નિવેદનને લીધે તેમની 'છાયા ઘટે તેવુ કોઈ કામ કરવાનું નથી”.
સાગરજી મ. સૂરત ચાતુર્માસ હતા, તે દરમ્યાન હું તેમની પાસે કેટલોક વખત રહ્યો. આ ગાળામાં ; પરમેશ્વરની માન્યતા સંબંધી બધા જ દર્શનકારો અને આજના વૈજ્ઞાનિકોની માન્યતા એકઠી કરી એક સુંદર વિસ્તૃત નિબંધ તૈયાર કર્યો હતો. જેમાં પ્રાચીન શાસ્ત્રપાઠો ઉપરાંત પશ્ચિમાત્ય દેશોની માન્યતા અને મુસ્લિમ, | યહૂદી, પારસી વિગેરેની તેમના માન્ય ગ્રંથોમાં જે માન્યતા હોય તે રજૂ કરી એક સુંદર નિબંધ તૈયાર કર્યો lહતો. તે છપાયો નહિ પણ તેમની પાસે પડી રહ્યો હતો.
સાગરજી મ. મુંબઈ ચાતુર્માસ માટે અચ્છારીથી વિહાર કરી જતા હતા, તે વખતે હું તેમની સાથે [વિહારમાં રહ્યો હતો. આ વિહાર દરમ્યાન વૈદ્યના ચુકાદાના એકે-એક પદને લઈ તેઓ જે ખંડન કરે તે હાં લિખતો હતો. વિહારમાં હું સાથે હતો. તે દરમ્યાન મ. શ્રી સંજાણ પધાર્યા. વિહાર કર્યા બાદ બીજા બધાT સાધુ ગોચરી વાપરી સૂઈ ગયા. મ. શ્રી પ્રફો અને શાસ્ત્રનાં પાનાં ફેરવતા હતા. મેં મ. શ્રીને કહ્યું, “આપ! વૃદ્ધ છો. આ બધા આપની સાથેના સાધુઓ યુવાન છે. તે બધા બેફિકર બની ઊંધે છે. આપ વાપર્યું ન વાપર્યું ' અને શાસ્ત્રવચનમાં પ્રવૃત્ત છો. આપને દુઃખ થતું નથી કે આવા સાધુઓને આપે ભેગા કર્યા ?” જવાબમાં મ.શ્રીએ કહ્યું, “ગૃહસ્થને પુત્રાદિ પરિવાર અને સાધુને શિષ્યાદિ પરિવાર એ ભેગા કરવાનું પોતાના હાથમાં નથી. તે તો તેના પ્રારબ્ધ અને ભવિતવ્યતા ઉપર આધાર રાખે છે”.
પાછળના વખતમાં મ. શ્રીની તબિયત બગડી. શ્વાસનું દર્દ, કાનની બહેરાશ, અને શરીરની iઅશક્તિથી તે ખૂબ દુર્બળકાય બન્યા. તેઓ ગોધરામાં હતા, ત્યારે હું અને ચીમનલાલ મંગળદાસ તેમને વંદન
કરવા ગયા. મને વંદન બાદ મેં કહ્યું, “સાહેબ ! આપ દર્દથી ઘેરાઈ ગયા છો.” ત્યારે તેમણે ખૂબ સ્વિસ્થતાથી કહ્યું, “વૃદ્ધાવસ્થા આવે ત્યારે બધા જ રોગ શરીરમાં આવશે તેવી ધારણા રાખવી. જેટલા રોગ
ઓછા આવે તેટલા આનંદ માનવો. અને શરીર ઉપરનો મોહ ઉતારવો.” વ્યાધિ હોવા છતાં તેઓ ખૂબ સ્વસ્થ હતા.
હું સૂરત પાસે ડુમ્મસમાં ભગુભાઈ શેઠ સાથે ઉનાળાની રજાઓમાં ગયો હતો. તે વખતે સૂરતમાં! Iમ.શ્રી બિરાજતા હતા. મ શ્રી ગોપીપુરા નેમુભાઈની વાડીએ હતા. લબ્ધિસૂરિ મ. મોહનલાલજી મ.નાં! : ઉપાશ્રયે હતા. એ અરસામાં લબ્ધિસરિ મ. તત્ત્વન્યાયવિભાકર નામનો ગ્રંથ છપાવ્યો હતો. આ મ. પાસે આવ્યો. તે આ ગ્રંથ વાંચતા હતા. ત્યારે તેમાં આવેલું સૂત્ર સચવશ્રદ્ધાસંવિત્તિનછીનં રૂતિ મોક્ષ મા:" હતું. આ સૂત્ર ઉમાસ્વાતિ મે.ના તત્ત્વાર્થ સૂત્રના “
સ ર્જનજ્ઞાનવરિત્રnfણ મોક્ષમા." તેના. અનુકરણરૂપે તેમણે આપ્યું હતું. પણ તેમાં કેટલો બધો તફાવત છે તે તેમણે મને સમજાવ્યું. આ સમજાવ્યા. | બાદ હું લબ્ધિસૂરિ પાસે ગયો. તેમને આ તફાવત જણાવ્યો. તેમણે કહ્યું, “મહારાજને જણાવજો કે તે આખો ગ્રંથ વાંચી જાય અને સૂચન કરવા ઘટે તે સૂચન કરે”.
=============================== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય
I
|
T