________________
સાગરજી મ. કપડવંજના વતની હતા. કપડવંજ ગામ ધર્મના સંસ્કારવાળું પ્રાચીન ગામ છે. તેમના પિતા ખૂબ ધર્મિષ્ઠ હતા. ઝવેરસાગરજી મ.નો પરિચય તેમના પિતાને અને તેમના કુટુંબને પહેલેથી હતો.
સાગરજી મ.નો સ્વભાવ દૃઢનિશ્ચયી હતો. તેમનો આખો દીક્ષાનો પ્રસંગ જોઈએ તો પણ લાગશે કે તેમની i jજગ્યાએ બીજો કોઈ માણસ હોય તો તેમના જેટલો દઢનિશ્ચયી ન રહી શકે. તેમણે ઝવેરસાગરજી પાસે દીક્ષાનું
લીધી. દીક્ષા બાદ થોડા જ વર્ષમાં ગુરૂનું છત્ર ગુમાવ્યું. ખૂબ પરિશ્રમપૂર્વક કોઈના સહારા વિના તે આગળ. વિધ્યા. શાસ્ત્રાભ્યાસ કર્યો.અલ્પ ભણેલા છતાં પોતાની વાતનો આગ્રહ રાખી સમાજમાં જુદા જુદા કુતર્કોને રજૂ I કરનારાઓનો સામનો કર્યો. તેઓ ખૂબ નીડર હતા. કોઈની ધાકધમકીની તેમને અસર થતી નહિ. ખૂબ ; ભવભીરૂ મહાત્મા હતા. આડંબર રહિત હતા. જ્ઞાનમગ્ન હતા. ગ્લાન સાધુ, અલ્પ દીક્ષિત હોય તો પણ તેની સેવા કરતા અચકાતા નહિ. શરીર શુશ્રુષા કે ડાગડમારથી તેઓ દૂર રહેતા હતા. ગમે તેવો વિરોધ હોય, Iછતાં સામો માણસ નમ્ર બને તો બધો વિરોધ વીસરી જતા અને પૂર્વની કોઈ વાત યાદ કરતા નહિ. આ| કાળના ધર્મધુરંધર આચાર્યો પૈકી તેઓ એક હતા. તેમણે તેમના ગ્રંથોની પ્રસ્તાવનામાં કોઈ દિવસ પોતાના નામ આગળ વિદ્વત્તાના કોઈ ટાઈટલ દર્શાવ્યા નથી. સાધુસંમેલનના સહી પ્રસંગે તેમણે “આનંદ સાગર” | માત્ર લખ્યું છે. “સૂરિ” હોવા છતાં સહીમાં સૂરિ શબ્દ દર્શાવ્યો નથી. તેવું જ વૈદ્યનાં લખાણમાં પણ નામનો ! આ રીતે જ ઉલ્લેખ કર્યો છે. જૈન શાસનને આગમના જ્ઞાતા તરીકેની તેમની ખોટ આજે પણ એટલી જ છે. i તેમની ખોટ તેમનો શિષ્ય કે બીજુ કોઈ આજ સુધી પૂરી શક્યું નથી. તેમણે તેમના જીવનકાળ દરમ્યાન ગ્રંથ | સંશોધન, વાંચન, અધ્યયન, અધ્યાપનમાં સતત પરિશ્રમ કર્યો છે. જૈન શાસન સદા તેમનું ઋણી રહેશે. I
૩. સંઘસ્થવિર સિદ્ધિસૂરિ મહારાજ
- પૂ. સિદ્ધિસૂરિ મ. જૈન સંઘમાં બાપજી મ.ના નામથી પ્રસિદ્ધ છે. તેમનો દીક્ષા પર્યાય ઘણા દીર્ઘકાળનો | હતો. અને આ કાળમાં આગેવાન આચાર્ય ભગવંતોમાં વધુમાં વધુ દીર્ધાયુષ્ય ધરાવતા હતા. તેઓ અમદાવાદના ખાનદાન કુટુંબનાં નબીરા હતા. સ્વભાવે ખૂબ જ ભદ્રિક હતા. વર્ષો સુધી વર્ષીતપ કરનાર મહાતપસ્વી અને ! સદાય કોઈને કોઈ સ્તોત્ર સ્મરણાદિ ગણતા તે મહાત્મા હતા. હસ્તલિખિત ગ્રંથો તેમના દ્વારા આ કાળમાં ! વિધુમાં વધુ લખાયા છે. વર્ષો સુધી તેઓ લહિયાને રાખી ગ્રંથો લખાવતા રહ્યા છે. અને પોતે તે લખાયેલા ! ગ્રંથોમાં પદચ્છેદ વિગેરેનાં ચિહ્નો દ્વારા તે ગ્રંથોને સુવાચ્ય બનાવતા રહ્યા છે. તેમનો કંઠ મધુર હતો. તેમનાં !
સ્તવન અને સઝાયના શ્રવણ દ્વારા કેટલાય ભદ્રિક આત્માઓ બોધ પામ્યા હતા. ભારે તપશ્ચર્યાનું પચ્ચકખાણ 1 jતપસ્વીઓ તેમના મુખ દ્વારા જ લેવાનો આગ્રહ રાખતા. વૃદ્ધાવસ્થામાં વિહાર કરવાની અશક્તિ થતાં તેઓએ પંડોળી વિગેરેનો ઉપયોગ નહિ કરતાં સ્થિરવાસ સ્વીકાર્યો હતો. શરીર થાકે તે પહેલાં અગમચેતી વાપરી તેમણે | 1શત્રુંજય અને ગિરનારની યાત્રા પગે ચાલીને કરી હતી. ગૃહસ્થનો પૈસો નિરર્થક ન વપરાય તેની તે ખાસ ! કાળજી રાખતા. તે માનતા હતા કે આપણા નિમિત્તે કોઈ પણ સાવદ્ય કર્મ ન થવું જોઈએ. તેમનું વચન અમોઘ ! હતું. જૂની પરંપરાના અવિહડ રાગી હતા. વ્યાખ્યાનમાં આજની માફક વિવેચનપૂર્વક બોલવાનું તેમણે રાખ્યું ,
=============================== | ૨૧૨]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-