________________
૧૫. કચ્છ - ગિરનારની મહાયાત્રા પાલીતાણા-ગિરનાર-કચ્છ, આદિ તીર્થોના સંઘ તો અવારનવાર નીકળે છે. પણ પાટણમાંથી નીકળેલો કચ્છ-ગિરનારજીનો આ સંઘ તો તે કાળે અપૂર્વ હતો.
પ.પૂ.શ્રી ભક્તિવિજયજી મ. (રાધનપુરવાળા - પાછળથી પૂ. આ. ભદ્રસૂરીશ્વરજી મ.) વિ.સં.' ૧૯૮૧માં પાટણમાં ચાતુર્માસ હતા. શ્રી નગીનદાસ શેઠ તેમનું વ્યાખ્યાન શ્રવણ કરવા જતા. શેઠની ભાવનાનું સિંઘ કાઢવાની ખરી. આ ભાવનાને પૂ. પંન્યાસ મહારાજે સવિશેષ અંકુરિત કરી અને વિજ્યશેઠ અને વિજયા, શેઠાણીથી પવિત્ર થયેલા કચ્છ-ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢવાની સૂચના કરી.
શાસન પ્રભાવના થાય તેવો મોટો સંઘ તેમને કાઢવો હતો. તે સમયે શત્રુજ્યતીર્થની યાત્રા બંધ Jહતી. તેથી પૂ. પંન્યાસ મહારાજની સૂચના તેમને ગમી ગઈ. સંઘ-કાઢવા માટે તેમણે રૂા. (૧ લાખ) એક | લાખ ખર્ચવાની જોગવાઈપૂર્વક તૈયારી કરવા માંડી.
આ અરસામાં પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવ વિજ્યનેમિસૂરીશ્વરજી મ. પાટણમાં પધાર્યા. તેઓની ! jપાસેથી કચ્છ-ભદ્રેશ્વરનો ઇતિહાસ, સંઘની વ્યવસ્થા વગેરે શેઠ સમજતા. શત્રુંજય તીર્થયાત્રાના વિરહમાં jકચ્છથી ગિરનાર તીર્થ સુધીનો સંઘ નીકળશે તો વધારે સારું દેખાશે તેવું તેઓએ શેઠને સમજાવ્યું. આ શિંખેશ્વર, ઉપરિયાળા, ભદ્રેશ્વર, રૈવતાચલાદિ મહાતીર્થનો સંઘ કાઢવાનો નિર્ણય થયો. અને જે એક લાખT Jરૂપિયાની અવધિ વિચારી હતી તેનાથી બે ત્રણ ગણી વિચારી. 1 સંઘનું સંપૂર્ણ આયોજન રાધનપુરવાળા કમળશીભાઈ ગુલાબચંદને સોંપ્યું અને તેમની દેખરેખ નીચે jવિવિધ પેટા કમિટિઓ નીમી.
આજની માફક તે વખતે ડામરની પાકી સડકો ન હતી. પાટણથી કચ્છ-ભદ્રેશ્વર યાત્રા કરી સંઘ ! જૂનાગઢ પહોંચે તે દરમ્યાન સાત આઠ દેશી રાજયો આવતાં હતાં. કચ્છ અને માળીયા જેવા રાજ્યો સાવ અપરિચિત હતાં. શિયાળો અને ઊનાળો બે ઋતુઓ પસાર કરવાની હતી. આજના જેવી ઠેર ઠેર પાણીની સુવિધાઓ તે કાળે ન હતી. ચાંદીના દેરાસર અને ભરપૂર વૈભવ સાથે પસાર થતા સંઘને ચોર લૂંટારાના | ભિયથી પણ સાચવવાનો હતો. સંઘમાં પધારનાર તપસ્વી સાધુ સાધ્વીઓ અને છ'રી પાળતા શ્રાવક -T શ્રાવિકાઓને ઉકાળેલા પાણી અને ઉતારાની વ્યવસ્થા કરવાની હતી.
સંઘમાં પાંચ હજાર યાત્રીઓ હતા. દોઢસો સાધુ સાધ્વી મહારાજો હતા. સાડા ત્રણસો ગાડાં હતાં. આ બધાની વ્યવસ્થા માટે અગિયાર (૧૧) પેટા કમિટિઓ ઉપરાંત ૨૦૦ સ્વયંસેવકો અને ૨૦૦ પગારદાર| માણસો રોકવામાં આવ્યા હતા.
સંઘનો પડાવ થાય ત્યારે જાણે નગર વસ્યું હોય તેવો દેખાવ થતો.
વ્યવસ્થા તો એવી હતી કે સાધુ - સાધ્વી મહારાજ સવારે સંઘ સાથે પ્રયાણ કરે અને પાંચ સાત Tગાઉ સામે મુકામે પહોંચે ત્યારે તંબુ, રાવટી, ઉકાળેલા પાણીની અગાઉથી વ્યવસ્થા થઈ જાય. આટલો મોટો ! સમુદાય હોવા છતાં ધાર્મિક અનુષ્ઠાનમાં કોઈ ક્ષતિ ન હતી. રોજેરોજ સ્નાત્રપૂજા ભણાવાતી. નોકરો માટે ! પણ રાત્રિભોજન બંધ હતું. ધાર્મિક અનુષ્ઠાનનું કાર્ય શ્રી ચીમનલાલ પટવાને સોંપ્યું હતું, જે પાછળથી
=============================== | ૨૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - -