________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચંદ્રસાગરજી (ચંદ્રસાગરસૂરિ) બન્યા હતા.
પ્રાતઃકાળે પાંચ વાગે સ્વયંસેવકો બ્યુગલ વગાડતા અને બધા શવ્યાત્યાગ કરતા. સંઘમાં અમે જ્યારે ઊડ્યા હોઈએ ત્યારે કોઈ પાળમાં (વિભાગમાં) “સીમંધર પરમાતમ પાસે જાજો,” તો કોઈ ઠેકાણે “શ્રી ; સિદ્ધાચલ નિતુ વંદીએ,” તો કોઈ ઠેકાણે “એકેકું ડગલું ભરે” વગેરે સ્તવનોના મધુર અવાજો નીરવ શાંતિમાં
મધુર રણકાર ફેલાવતા. છ વાગે સંઘ પ્રયાણ કરતો. દૂર દૂર નજર નાંખીએ ત્યાં સુધી ૩૦૦ ત્રણસો ગાડી lહારબદ્ધ જતાં હોય અને તેની ઊડતી રજ
श्रीतीर्थपान्थारजसा विरजीभवंति,
તીર્થંજુ વંધ્રપતો ન મરે અખંતિ | ની ઉક્તિ સાર્થક કરતી જણાતી. ભક્તગણો હાથમાં માળા ફેરવતા ફેરવતા ચાલતા. કોઈ જૈનશાસનની અહો ભવ્યતાની પ્રશંસા કરતા, તો કોઈ પોતાના ગાડા અને પોતાના સગા સંબંધીઓની સાર સંભાળ રાખતા આગળ-પાછળ ચાલતા.1 | પહો ફાટતાં આચાર્યાદિ મુનિભગવંતો વિહાર કરતા. મને બરાબર યાદ છે કે આ યાત્રામાં કોઈI 'સાધુની ડોળી કરેલી નહોતી. જુવાન અભ્યાસી સાધુઓ ચાલતાં ચાલતાં પોતાના અભ્યાસની આવૃત્તિ કરતા.' કોઈ લઘુવૃત્તિ સિદ્ધહેમની તો કોઈ ચાર પ્રકરણની. તો કોઈ સરખે સરખા મુનિભગવંતો એકબીજાને પ્રશ્નો | પૂછી તે તે વિષયને પરિપક્વ કરતા. | * પૂ. આ. સુરેન્દ્રસુરીશ્વરજી મ. પૂ. આ. શાંતિસૂરીશ્વરજી મ., પૂ. મુનિશ્રી ચરણ વિજયજી મ. વગેરેT તે વખતના યુવાન સાધુઓ સંઘમાં સૌથી આગળ પહોંચી જતા અને પોતાના વડીલો - ગુરુવર્યોની શુશ્રુષા! કરતા. j ઠેર-ઠેર સંઘનાં સ્વાગત થતાં. જે ગામમાં જૈન વસતી ન હોય તે ગામ પણ ઢોલ-નગારાં-ત્રાંસા | વિગાડી સ્વાગત કરતું અને સંઘને સાષ્ટાંગ પ્રણામ કરી અભિનંદતું. આનંદ અને સંઘપ્રભાવનાથી શ્રીસંઘનું! વાતાવરણ ઉલ્લસિત થતું.
આ સંઘયાત્રામાં અમારી વિદ્યાભવન સંસ્થાને પણ આમંત્રણ હતું. પં. પ્રભુદાસભાઈ અને પં.' વીરચંદભાઈ કુટુંબ સાથે હતા. ગામે ગામ થતા અભિનંદન પત્રો અને બીજી સભા વગેરેની કાર્યવાહી ૫.] પ્રિભુદાસભાઈને સંભાળવાની હતી.
આટલા ઉત્સવપૂર્વકના સંઘમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે તેવી વ્યવસ્થા રાખેલી. પૂ. મુનિરાજ શ્રી ચાસ્ત્રિવિજ્યજી મ. (કે જે પૂ. આ. વિજ્યનેમિસૂરીશ્વરજી મ. ના ગુરુભાઈ થાય) ની પાસે હું પંચસંગ્રહની ટીકા વાંચતો. બીજું જે વિદ્યાર્થીઓ ભણવામાં પાછળ હોય તેમને ભણાવવાનું કાર્ય પણ મારે | Iભાગે આવેલું. પ્રથમ કર્મગ્રંથ, બીજો કર્મગ્રંથ અને ગણિત જે વિદ્યાર્થીઓ ભણતા તેનો અભ્યાસ કરાવવાનું
મને સોંપાયું હતું. વધુમાં સવારે પ્રયાણ કરતી વખતે બાંધેલા પાલને સંકેલવો, તેને ગાડામાં નાંખવો અનેT , બીજા મુકામે તે પાલ ઊભો કરવાનું કામ મને સોંપાયેલું. પહેલેથી મજૂરી કરવાથી ટેવાયેલો અને તેમાં રસ
હોવાથી કોઈ પણ બળતાકાતના કામમાં મારો ઉપયોગ થતો. આ સંઘમાં શ્રી વીરચંદભાઈના નાનાભાઈ | 1 અમરચંદભાઈનો પગ ઊતરી ગયેલો. હાડવૈધે ચાલવાની મનાઈ કરી. તો તેમને ઊંચકીને ગાડામાં બેસાડવા, 1 Iઉતારવા અને વડી શંકાએ લઈ જવા લાવવાની ફરજ હું બજાવતો. આ વાત અમરચંદભાઈ છેવટ સુધી!
========= ====== =============== કચ્છ - ગિરનારની મહાયાત્રા - - - - - - - - - -
|