________________
વિ.સં. ૧૯૯૨માં સંવત્સરીનો મતભેદ આવ્યો. ત્યારે પ્રેમસૂરિજી મ.ના આજ્ઞાવર્તી ક્ષમાભદ્રસૂરિજી ગોડીજીમાં ચાતુર્માસ હતા. ત્યારે ગોડીજીમાં બેસનારાઓએ રામચંદ્રસૂરિજી તરફી સંવત્સરી કરવાનો ઇન્કાર કર્યો અને તે અંગે ગોડીજીમાં તોફાન થયું. ત્યારે જીવાભાઈ શેઠે પોલિસ બોલાવી ક્ષમાભદ્રસૂરિ વિગેરેમાં |મહારાજોનો બચાવ કર્યો હતો. આ ઉપરાંત પણ અમદાવાદ, ખંભાત, રાધનપુર વિગેરે ઠેકાણે યુવક સંઘની | પ્રવૃત્તિને લઈ શાસન પક્ષ સામે યુવકોનાં જ્યાં તોફાનો થયાં ત્યાં તેઓ બચાવમાં ઊભા રહેતા હતા. અર્થાત્ | જૈન સંઘમાં જીવાભાઈ શેઠ રામચંદ્રસૂરિ મ.ના અનન્ય ભક્ત ગણાતા હતા. જેને લઈ બીજા આચાર્યોનો દુર્ભાવ તેમની તરફ હતો. અને તેમનો વ્યવહાર પણ બીજા સાધુઓ પ્રત્યે ગૌણરૂપે હતો. તિથિ-ચર્ચાનાં ચુકાદા પ્રસંગમાં વૈદ્યના ચુકાદામાં ઘાલમેલમાં તેમનું નામ ગવાતું હતું.
આમ છતાં, ધર્મના રાગી હોવાથી વિજય નેમિસૂરિ પ્ર. વિગેરે આચાર્યો પાસે તેઓ જતા આવતા રહેતા. પણ આ બધાનો તેઓ વિશ્વાસ મેળવી શક્યા ન હતા.
પાછળનાં વર્ષોમાં રામચંદ્રસૂરિજી મ. ને તેમના ગુરુ પ્રેમસૂરિજી મ. સાથે ઘર્ષણ થતાં અને દરેક |પ્રસંગોમાં રામચંદ્રસૂરિજી મ.ની અણ્ડામણો જણાતાં તેઓ તેમનાથી ઉભગ્યા હતા. વ્યવહારથી તેઓ તેમનું બધું સાચવતા. છતાં અંદરથી તેમને તેમની કેટલીક પ્રવૃત્તિ ગમતી ન હતી. રામચંદ્રસૂરિજી મ. પણ તેમની આ સ્થિતિ જોઈ તેમના ઉપર અટલ વિશ્વાસ ન મૂકતા.
(૩)
આ જીવાભાઈ શેઠ મને સામા પક્ષનો માની મારાથી અળગા રહેતા હતા. મને યાદ છે તે મુજબ | |૨૦૧૪ની સાલ સુધી તો તેઓ મારી પ્રત્યે શંકાશીલ હતા. તેમને હું કટ્ટર વિરોધી લાગતો. કોઈ કોઈ વાર ધર્મસાગરજી મહારાજ કે બીજા સાધુઓની પાસે કોઈ પ્રસંગે મારો અને તેમનો મેળાપ થતો ત્યારે પણ તેઓ મારી પ્રત્યે શંકાની નજરે જોતા.
મને યાદ છે તે મુજબ એક પ્રસંગ મારી પ્રત્યેની શંકાશીલતાનો નીચે મુજબ છે. વિ.સં. ૨૦૧૪ની |આસપાસના ગાળામાં મોહનલાલ ચુનીલાલ ધામી રાજકોટવાળા કસ્તુરભાઈ શેઠની વિરુદ્ધ “જયહિન્દ’પેપરમાં લેખો લખતા હતાં. આ ગાળામાં મારો જીવાભાઈ શેઠ સાથે વધુ પડતો સંબંધ થયો. એક વખત કસ્તુરભાઈ શેઠને તેમણે કહ્યું કે ‘મોહનલાલ ચુનીલાલ ધામી, પ્રભુદાસ બેચરદાસ પંડિત અને મફતલાલ એક ટોળીના છે. આપ તેમના ઉપર બહુ વિશ્વાસ મૂકતા પહેલાં વિચાર કરજો’. શેઠે જવાબ આપ્યો, ‘મારો મફતલાલ સાથેનો સંબંધ છેલ્લા દસ વર્ષથી છે. અને મારી સમજ છે તે મુજબ મને તેમના સંબંધમાં કોઈ અસંતોષ કે શંકા થઈ નથી. અને હું દસ વર્ષમાં તેમને પારખી ન શકું તેમ બને નહિ. મને તો તે ખૂબ વિશ્વસનીય લાગ્યા [છે'. આ કહ્યું ત્યારે કેશુભાઈ શેઠ હાજર હતા. તેમણે મને તેમની ઓફિસમાં ખાનગીમાં કહ્યું કે ‘શેઠને માં તમારા ઉપર ખૂબ વિશ્વાસ છે. તમારા માટે એક આગેવાન ભાઈએ ટીકા કરી હતી પણ શેઠે તમારો બચાવ કર્યો હતો”. મેં આ વાત ખાસ લક્ષમાં ઓછી લીધી.
પરંતુ, થોડા દિવસ બાદ ઝવેરીવાડ આંબલીની પોળે શ્રીયુત રમણલાલ વજેચંદના ત્યાં એક મિટિંગ હતી. આ મિટિંગમાં રમણલાલ દલસુખભાઈ પણ હતા. હું તેમને મળવા રમણલાલ વજેચંદના ઘેર ગયો.
૧૯૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા