________________
| વિક્રમ સંવત ૧૯૯૦ના મુનિ સંમેલનમાં જે સાધુ-સાધ્વીજી મહારાજો પધાર્યા હતા તેમનું નામ, અભ્યાસ, દીક્ષાનો સમય ગૃહસ્થાશ્રમના નામ અને રહેઠાણ વિગેરેની વિગતો પૂર્વકનું મેં આખું લીસ્ટ તૈયારી કર્યું. આ કરવા પાછળ મારો હેતુ સમગ્ર સાધુ - સાધ્વીજી મહારાજનું વ્યવસ્થિત લીસ્ટ તૈયાર કરવાનું હતું.'
પરંતુ આ કામ અમદાવાદમાં પધારેલા મહારાજોનું લીસ્ટ થયું, પરંતુ બહારગામ રહેલ સાધુ સાધ્વીજીનું લીસ્ટ jન થયું. આ લીસ્ટ ઘણોવખત સાચવી રાખ્યું પણ છેવટે તે ગેરવલ્લે ગયું. [ આ મુનિ સંમેલનના સમય દરમ્યાન મેં તથા મંગળદાસ માસ્તરે કમ્મપયડીનું ભાષાંતર કરેલું અનેT તે ભાષાંતર મલયગિરિ ટીકા તથા યશોવિજયજી મહારાજની ટીકાને સંકલિત કરીને છાપેલું.
૩૨. જીવનની ઘટમાળમાં | વિક્રમ સંવત ૧૯૯૦ ના મુનિ સંમેલન બાદ અને પ્રેસ કાઢી નાખ્યા બાદ હું ભણાવવાના કામમાં Hવધુ તલ્લીન બન્યો. સવારે સાડા ચારે ઉઠી પાંચ વાગે ડૉ. દિનકર દલાલને છ વાગ્યા સુધી ભણાવતો અને
ત્યારબાદ છ થી સાડાસાત સુધી શ્વેતાંબર મૂર્તિપૂજક બોર્ડીંગમાં અને ત્યાંથી ચીમનલાલ નગીનદાસ બોર્ડીગમાં, ! અને વચ્ચે જૈન સોસાયટીમાં લાવણ્યશ્રીજી મહારાજને દસ વાગે ભણાવી ઘેર સાડા દશ પોણા અગિયારે . ' આવતો. અને ત્યારબાદ છ વાગ્યા સુધી સાધુ મહારાજોને ભણાવી, જમી રાત્રે સ્થાનકવાસી બોડીંગમાં ભણાવી શેઠ હીરાચંદ રતનચંદવાળા શેઠ ચીમનલાલ લાલભાઈને ત્યાં ભણાવી ઘેર દસ વાગે પહોંચતો. આમ આખો દિવસ ભણાવવાના કામમાં ગુંથાયેલ રહેતો. રવિવારના રજાના દિવસે જે ગ્રંથો છપાતા તેની પ્રેસ | Iકોપી લખવા વિગેરેનું કામ ચાલતું. આમ પરિશ્રમમય જીવન હતું. શેઠ ચીમનલાલ નગીનદાસની બોર્ડીંગમાં! Iભણાવવાનું શરૂ કર્યું ત્યારે મેં સાયકલ રાખેલી. આ સાયકલ ઉપર હરવા - ફરવાનું વિક્રમ સંવત ૨૦૦૪) સુધી રાખેલ. એકવખત સાયકલ પર ચડતા પગ ઉતરી ગયો ત્યારથી સાયકલ બંધ કરી દીધી. વિક્રમ સંવત ૨૦૦૪ પછી તો ભણાવવાનું પણ ધીમે ધીમે ઓછું કર્યું અને વિક્રમ સંવત ૨૦૦૪માં પ્રથમ નયન પ્રિન્ટિંગ | પ્રેસની શરૂઆત કરી. આ શરૂ કરવાનું મૂળ કારણ એ બન્યું કે પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ અને ! |રામચંદ્રસૂરિજી વચ્ચે તિથિચર્ચા અંગે લવાદ પી. એલ. વૈદ્યની નિમણૂક થઈ અને તેમાં શેઠ ભગુભાઈj સુતરીયા, શેઠ ગીરધરભાઈ અને ચીમનભાઈની પ્રેરણાથી મારે પાલીતાણા સાગરજી મહારાજ પાસે રહેવાનું ! નક્કી થયું. અને તે નક્કી થતાં મેં અમદાવાદની બધી નોકરીઓ છોડી દીધી. અને જે ગૃહસ્થો શ્રીયુત ! ગીરધરભાઈ અને મોહનભાઈ વિગેરેએ મને વચન આપેલું કે તમે નોકરી છોડી દો, અમે તમને મીલમાંથી સગાંસડીઓ અપાવી નોકરી કરતાં સારું કમાવી આપીશું. પણ તેમણે કંઈ ક્યું નહિ. પરંતુ સાગરજી મહારાજે મને સુરતમાં સ્થિર થવા માટે મહિને રૂ. ૩૦૦ ના પગારથી રાખી એક પાઠશાળા આનંદ પુસ્તકાલયમાં શરૂ કરી. પણ સુરતમાં મન ફાવ્યું નહિ. અને મહારાજશ્રીને કહ્યું કે આપ મારી ચિંતા કરશો નહિ. હું ભણેલો! માણસ છું એટલે મને અમદાવાદમાં નોકરી મળી જશે. સુરતમાં મને મચ્છરો વિગેરેના ત્રાસથી ફાવે તેમાં નથી. આ રીતે નોકરી છૂટી ગયા પછી અને પુસ્તકોનું કામ ચાલતું હોવાથી વિક્રમ સંવત ૨૦૦૪માં નયન, 'પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યો અને ભણાવવાનું ગૌણપણે ચાલુ રાખ્યું.
પ્રેસ શરૂ કર્યા છતાં પ્રેસમાં ધ્યાન આપવાના બદલે મારું લક્ષ વધુ પડતું તિથિચર્ચાના પ્રકરણમાં અને = = = = = = =
==== જીવનની ઘટમાળમાં
[૪૩
T
I