________________
|પરિચય હોવાને લીધે જવા દીધો. મેં ત્યાં જોયું કે તેમની પુત્રી માણેકબેન વિગેરે તેમનાં પસંદ કરેલાં સ્તવનો] Tગાતાં હતાં ત્યારે બેભાન અવસ્થામાં પણ ચીમનભાઈ તે સ્તવનોની પંક્તિઓ સાથે ઝીલતા હતા. અર્થાત! | બેભાન અવસ્થામાં પણ તેમનું જીવન ધર્મમય સ્તવનોમાં જોડાયેલું હતું. થોડા દિવસ બાદ બેભાન અવસ્થામાં તે સ્વર્ગવાસી થયા.
ચીમનભાઈ પુણ્યપુરુષ હતા. જૈનસંઘનાં દરેક કામોમાં તે રસ લેતા હતા. માકુભાઈ શેઠના સંઘમાં,I ' ૧૯૯૦ના મુનિ સંમેલનમાં તેમણે સારો રસ લીધો હતો. તેમના મૃત્યુથી જૈન સંઘે એક ડાહ્યો માણસ ગુમાવ્યો! | હતો. અને તેમનાં કુટુંબે તો તેમના ગયા પછી તેમની દૂરંદેશીના અભાવે પ્રગતિ થવાને બદલે ઉત્તરોઉત્તર, ; ધંધામાં, વ્યવહારમાં, બધે જ ઓછાશ અનુભવી. તે ગયા પણ તેમની સુગંધ સંઘમાં રહી ગઈ.
શેઠ શ્રી મયાભાઈ સાંકળચંદ
હું અમદાવાદમાં આવ્યો તેમાં માયાભાઈ શેઠનો મોટો ઉપકાર છે. પાલિતાણા બ્રહ્મચર્ય આશ્રમમાં | હું હતો, અને તે બ્રહ્મચર્ય આશ્રમ છોડું તે પહેલાં પાલિતાણાની તળેટીનાં ભાતા ખાતાની બહાર તેમનો] અજાણ્યે પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પરિચય થયો. તેમની સાથે વાતચીતમાં મેં કહેલું કે મારે પાલિતાણામાં છોડવું છે અને અમદાવાદમાં કોઈ સારું સ્થાન મળે તો ત્યાં ભણાવવાની નોકરી કરવી છે. તેમણે મને તેમનું! | સરનામું આપ્યું અને હું પાલિતાણાથી અમદાવાદ આવ્યો ત્યારે તેમને મળ્યો. તેમણે શરૂઆતમાં બાલાભાઈ
કકલની પાઠશાળામાં નોકરી અપાવી. આ પછી તો મેં મારી મેળે ટ્યુશનો અને નોકરી શોધી લીધી. પણ jતેમની સાથે વધુને વધુ ગાઢ પરિચયમાં આવ્યો.
માયાભાઈ શેઠનો ધંધો રૂની દલાલીનો અને શેરબજારનો હતો. તેઓ ધાર્મિક પુરુષ હતા. સાથે તેઓ! કર્મગ્રંથ વિગેરે ગ્રંથોના અભ્યાસી હતા. તેમનો પરિવાર પણ ધાર્મિક સારો અભ્યાસ કરનારો હતો. તેમની
પુત્રી કમળા તો છ કર્મગ્રંથ ભણેલી હતી. તેઓ ખાનદાન કુટુંબના વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ હતા. તેમના jકુટુંબમાંથી શાંતિદાસ મનિયાશાએ દીક્ષા લીધી હતી. જેનો ઉલ્લેખ ઉપાધ્યાય માનવિજય કૃત ધર્મસંગ્રહ Tગ્રંથની પ્રશસ્તિમાં છે. તેઓ પગથિયાના ઉપાશ્રયના ટ્રસ્ટી હતા. ખાસ કરીને સિદ્ધિસૂરિ મ.ના અનન્ય રાગી, | હતા. ધાર્મિક અને ભણેલા પુરુષની રીતે સાધુ સાધ્વી મહારાજોમાં પણ તેમની સારી પ્રતિષ્ઠા હતી. | અમદાવાદમાં પાઠશાળા અને ટ્યુશનમાં જોડાયા બાદ રાજનગર ઇનામી પરીક્ષાની કમિટીમાં હું i સભ્ય બન્યો હોઉં તો તેમાં તેમનો પ્રયાસ હતો. તેઓ મારી સાથે શાસનમાં બનતી નાની મોટી દરેક Tઘટનાઓની ચર્ચાવિચારણા કરતા. મહિનામાં બે-ચાર વખત તો હું તેમના ત્યાં રાતના દસ-અગિયાર વાગ્યા સુધી વાતચીતમાં રોકાતો. તેમનાં પુત્ર-પુત્રીઓ બધી મારી સાથે સારો સંબધ રાખતાં.
(૨). 1 - વિ.સં. ૧૯૯૨ પછી તિથિનો મતભેદ પડ્યો. ત્યારે તેઓ બે તિથિ-પક્ષના રાગી હતા. હું એક | તિથિ પક્ષનો હતો. આમ, અમારી વચ્ચે તિથિ અંગે મતભેદ હોવા છતાં પરસ્પર ખૂબ લાગણી અને સદ્ભાવ)
====== ========== =========== ==== જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
[૧૮૭|
I
|
!