________________
ભદ્રંકરસૂરિજીને પણ બતાવ્યા. આ ત્રણેયનો અભિપ્રાય બરાબરનો આવ્યો. ત્યારબાદ શેઠની સંમતિથી અજંટા, Iઓફસેટને છાપવાનું કામ સોંપ્યું. આની પચાસ હજાર કોપીઓ છપાવવામાં આવી. આ છપાઈ, બંધાઈ. મુ બહાર પડે તે પહેલાં એક પ્રસંગ બન્યો.
IYી.
આ પ્રસંગ એ હતો કે અજંટા ઑસેટમાં એક ભાઈ હાજા પટેલની પોળના છાપકામ માટે અવારવનારાં આવતા હતા. તેમણે અજંટા ઓફસેટના માલિકને પૂછી એક ચોપડી લીધી. અને કહ્યું કે આ તો અમારા જૈન. Tધર્મની છે. બાળકોને વાંચવા જેવી છે. હું લઈ જાઉં છું. એમ કહી અજંટા ઓફસેટના માલિક મોતીભાઈl | પાસેથી લઈ ગયા. તેણે આ ચોપડી હાજાપટેલની પોળના ઉપાશ્રયે બિરાજતા રામચંદ્રસૂરિ મ.ના સમુદાયના | સાધુ હેમચંદ્રવિજયજીને આપી. તેમણે તે ચોપડી રામચંદ્રસૂરિજીને મોકલી. તે જોયા બાદ કાંતિલાલ ચુનીલાલ, i દ્વારા શેઠને કાગળ લખાવ્યો કે “તમારા દ્વારા શ્ર.ભ. મહાવીરની એક પુસ્તિકા છપાય છે. તે મેં જોઈ છે.
આ ચોપડી બરાબર નથી. તે જૈન શાસનની અવહેલના કરનારી છે. માટે પ્રકાશિત ન કરવી જોઈએ”. તેનું Iઉપરાંત જામનગર તરફનાં ભા.જ.પ.ના કેટલાક ધારાસભ્યો દ્વારા પણ આ ચોપડીનો વિરોધ શરૂ કરાવ્યો.!
શેઠે મને બોલાવ્યો અને કહ્યું કે “મફતલાલ ચોપડી બહાર પડી નથી. અને તેની વિરુદ્ધના કાગળો! તો મારી પર આવે છે. આ ચોપડી સામા પક્ષ પાસે ગઈ કેવી રીતે? તમે શું ધ્યાન રાખ્યું? તમે છાપવા jઆપેલ પ્રેસવાળો તમને પૂછ્યા સિવાય કેમ આપે? અને તેના આપ્યા સિવાય સામાવાળાને ખબર શી રીતે Jપડે? તમે તપાસ કરો.”
હું અજંટા ઓફસેટના માલિકને મળ્યો અને શેઠે મને કહ્યું હતું તે બધું કહ્યું. તેણે કહ્યું મેં બીજા! ; કોઈને આપી નથી. પણ એક હાજા પટેલની પોળવાળા ભાઈને આપી છે. તેણે કદાચ માને પહોંચાડી હશે.' ' મેં કહ્યું. “આ બધું ખોટું થયું છે. શેઠ તરફથી મને ખૂબ ઠપકો મળ્યો છે. અને સામાવાળા પક્ષે શેઠ ઉપરાંત, 1 ધારાસભ્યોને પણ જણાવી આનો વિરોધ કર્યો છે. કદાચ પરિણામ એ પણ આવે કે ચોપડી કેન્સલ થાય. અને 1 તમારી ભૂલે આ પચાસ હજાર ચોપડીનું બિલ અટકી પડે. એથી મને મોટું નુકસાન થાય. તે વિમાસણમાં |પડ્યા. જે ભાઈને ચોપડી આપી હતી તેમને મળ્યા. તેણે કહ્યું, ““મેં તો માત્ર મને જોવા આપી હતી. પણI આવું પરિણામ આવશે તેની મને ખબર ન હતી”.
શેઠે મને કહ્યું : “રાજય સરકાર તરફથી તમને પૈસા આપવાના છે આ થયું એટલે કદાચ તમારા jપૈસા અટકે. અને તમારી સાથે કદાચ મારું નામ પણ વગોવાય. તેમણે મને અમદાવાદના પ્રસિદ્ધ ગણાતા ફોજદારી વકીલ પાસે મોકલ્યો અને કહ્યું કે પ્રેસવાળા સામે પગલાં લો”. હું વકીલ પાસે ગયો. તેમને બધી વાત કરી. તેમણે કહ્યું, “આ કેસમાં કામ તમને સોપેલું હોવાથી તમારી સામે અને તમારી સાથે તમારામાં મળતિયા તરીકે પ્રેસવાળા સામે પગલાં લેવાય. એકલા પ્રેસવાળા સામે ન લેવાય”. વકીલે શેઠને પણ વાત, કરી. શેઠ વિચારમાં પડ્યા.
(પ)
- થોડા દિવસ બાદ શેઠે મને બોલાવ્યો અને કહ્યું : “અજંટા પ્રેસમાં જે ચોપડીઓ છપાવી છે તે | બંધાવી લો અને બંધાવ્યા પછી મારે ત્યાં મોકલી આપો”. મેં પચાસ હજાર ચોપડીઓ બંધાવી શેઠને ત્યાં
=============================== ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ
[૧૩૩/