________________
|
આમ વિ.સં. ૨૦૦૪ માટે પ્રેમસૂરિજી મહારાજે કરેલો સમાધાનનો પ્રયત્ન નિષ્ફળ ગયો.
1
(૧૪). | વિક્રમ સંવત ૨૦૦૪ના સંવત્સરી પ્રસંગને સર્વ સમાધાનપૂર્વક નિપટાવવા એક મિટિંગ શેઠ કેશવલાલ | લલ્લુભાઈને ત્યાં મળી. આ મિટિંગમાં અમદાવાદના મોટા ભાગના ઉપાશ્રયના વહીવટદારોને તથા ખાસ ખાસ ] Jઆગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. ભગુભાઈ શેઠે આ મિટિંગમાં આવવાનું મને કહ્યું. મેં કહ્યું હું કોઈI Iઉપાશ્રયનો ટ્રસ્ટી નથી. જો તમે જતી વખતે સાથે લઇ જવાના હો તો હું તમારી સાથે આવીશ. કેશુભાઈ !
શેઠને ત્યાં મિટિંગ મળી. આ મિટિંગમાં ઉપાશ્રયના આગેવાનો ઉપરાંત મુખ્ય મુખ્ય આચાર્યોના મુખ્ય ભક્તો ! jપણ હાજર હતા. શેઠ જીવતલાલ પ્રતાપશી, શ્રીયુત ગિરધરલાલ છોટાલાલ, શેઠ માયાભાઈ સાંકળચંદ વિગેરે !
હતા. સામાન્ય ચર્ચા થયા બાદ એમ નક્કી થયું કે આપણે બધાએ ભેગા મળી જે નક્કી કરીએ તે પ્રમાણે આ l૨૦૦૪ની સંવત્સરી એક થવી જોઇએ. આમાં સૌ સંમત થયા. અને ભગુભાઈ શેઠે એક પછી એકને નિર્દેશ
કરી પૂછ્યું કે બોલો, તમે વલ્લભસૂરિજી મહારાજ તરફથી, તમે સિદ્ધિસૂરિ મહારાજ તરફથી, તમે બુદ્ધિસાગરસૂરિ ! 'મહારાજ તરફથી. આમ એક એકને પૂછતાં બધાએ સંમતિ દેખાડી. પણ ગિરધરભાઈને પૂછતાં ગિરધરભાઈએ કહ્યું : હું તમારી સાથે છું. પણ સાગરજી મહારાજની જવાબદારી લેતો નથી. આ પછી શેઠ મયાભાઈએ એક | પ્રિપોઝલ મૂક્યો કે ‘બાર મહિનાના ૩૬૦ દિવસમાં એક સંવત્સરીનો ઉદયતિથિનો અમારો આગ્રહ કબૂલ | Jરાખો તો અમારે ૩૫૯ દિવસ તમારા જે કહો તે અમોને કબૂલ છે.” ભગુભાઈ શેઠે બધાને પૂછ્યું. બધાએ
હા હા કરી. મને પૂછતાં મેં કહ્યું, બરાબર નથી. આથી ભગુભાઈ શેઠ અને બીજાને ખોટું લાગ્યું. બધા હા પાડે છે અને પંડિત કેમ ના પાડે છે ? તેમણે મારી વાત ગણતરીમાં લીધી નહિ. મિટિંગ બરખાસ્ત થયા પછી તે jભગભાઈ શેઠ મને મળ્યા, એટલે મેં તેમને સમજાવ્યું કે મયાભાઈ શેઠની વાત આપણા કોઈ આચાર્યને કબુલ . નથી, અને તેમની વાત રામચંદ્રસૂરિજીના સમર્થનમાં છે. આ પછી બધા જેશીંગભાઈ કાલીદાસ શેરદલાલને | ત્યાં તેમની ખબર પૂછવા ગયા. ત્યાં ભગુભાઈએ કહ્યું કે આપણે ૩૫૯ દિવસ નક્કી કરીને મયાભાઈને આપવાના. માયાભાઈ કહે : એમ નહિ, અમારે પહેલાં એક દિવસ નક્કી કરવાનો. આમ વાત ઊડી ગઈ. ! | આ પછી બીજે દિવસે જીવાભાઈ શેઠ ભગુભાઈ શેઠને તેમના ઘેર ગુસાપારેખની પોળે મળ્યા. અને હું કહ્યું કે આપણે આગામી ૨૦૦૪ની સંવત્સરીની એકતા માટે સુરેન્દ્રનગરમાં બિરાજતાં પૂ. આ. નેમિસૂરિ I મહારાજને મળીએ. જો તેમને મળશું તો કાંઈક ઠેકાણું પડશે. ભગુભાઈ શેઠે કહ્યું, સારું, વિચારીએ. અને એક દિવસ આપણે બધા સુરેન્દ્રનગર જઇએ. ત્યારપછી તેમણે મને બોલાવ્યો. મેં કહ્યું, આ બરાબર નથી. ' કેમકે કાલે વિદ્યાશાળામાં મૃગાંકવિજયજી મ. સા. જે પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજની ખૂબ જ સેવા કરે છે ! તેમણે મને સમાચાર આપ્યા કે કાલે માયાભાઈ શેઠ મહારાજ પાસે આવ્યા હતા ત્યારે મહારાજે કહ્યું, “તમે | Iકાલે કેશુભાઈને ત્યાંની મિટિંગમાં એમ કેમ કહ્યું કે સિદ્ધિસૂરિજી મહારાજ તરફથી હું? આમ કંઈ સાધુઓએ ! ગૃહસ્થોને જવાબદારી સોંપી નથી કે ગૃહસ્થો કહે તેમ અમારે કરવાનું.” એટલે મને લાગે છે કે સુરેન્દ્રનગર જવાની પાછળ આ બધો ટોપલો નેમિસૂરિ મહારાજને નામે ઓઢાડવાનો, અને કંઈ ન બન્યું તેમાં નેમિસૂરિ | jમહારાજ જવાબદાર બને તે ચાલાકી લાગે છે.
મારી વાત ભગુભાઈ શેઠ સમજી ગયા. તેમણે જીવાભાઈ શેઠને કહ્યું, આપણે સુરેન્દ્રનગર જતાં !
================================ | ૮૦].
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા 6 - - - -
— — — — - - - - - - - - - - - - - - - -