________________
પંચાગલાને રોક્યા. તેમણે શરૂઆતમાં જ દિગમ્બરોને પક્ષકાર તરીકે લીધા તેનો વિરોધ કર્યો. પણ સુપ્રિમ કોર્ટના જિજોની બેન્ચોએ આપણાં સોલિસીટરને ત્રણ-ત્રણ વાર પૂછાવ્યા છતાં કોઈ પણ જવાબ ન મળવાથી એમનેT ! પક્ષકાર તરીકે લીધા તે જણાવ્યું. આ કેસ ચાલ્યો ત્યારે દિગમ્બર સમાજના મોટા આગેવાનો હાજર હતા.' ; જયારે આપણા તરફથી મને અને પોખરાજજી સિવાય કોઈને રસ નહોતો. આપણી પેઢીને ધર્મસાગરજી મ.ની વાતમાં રસ ન હોવાથી તે હંમેશા તેઓની ઉપેક્ષા કરતા.
સુપ્રિમમાં ચાગલાએ ઘણી દલીલો કરી. પણ સુપ્રિમના જજોનું કહેવું થયું કે જ્યારે આનો વહીવટj વરાણાના હાથમાં હતો ત્યારે તમે કશું કર્યું નથી. હવે રાષ્ટ્રીય સરકાર થઈ એટલે તમે કલ્થો લેવા નીકળ્યા છો.1 Jઆવી તો ઘણીયે મિલ્કતો જૈનોની અને હિંદુઓની મુસ્લિમોના હાથમાં છે. અને તેમાં પુરાવાઓ તે મિલકતો
જૈનોની-હિંદુઓની છે તેવા સ્પષ્ટ હોવા છતાં તમે કે હિંદુઓએ કાંઈ કર્યું નથી. દા.ત. ખંભાતની મસ્જિદ વિગેરે. આજે તમે રાષ્ટ્રીય સરકાર આવી એટલે લડવા તૈયાર થયા છો. દેશી રજવાડાઓમાં ત્યારે કાંઈ તમે, jકર્યું નહિ. કેસરીયાજીનું તીર્થ તો શ્વેતાંબર-દિગમ્બરો જ નહિ પણ સમગ્ર જૈન-જૈનેતરોનું વર્ષો થયા પૂજનીય રહ્યું છે. અને સરકાર વર્ષોથી વહીવટ કરે છે. વિગેરે વિગેરે દલીલો કરી. પરિણામે સુપ્રિમમાં જોધપુર) હાઈકોર્ટમાં જીતેલા હોવા છતાં આપણું કાંઈ વળ્યું નહિ. આની પાછળ આપણી પૈસા ખર્ચવાની ચીકાશ અનેT સમાજના ટેકાનો અભાવ મુખ્ય હતો. આપણા તરફથી કોઈએ ધર્મસાગરજીને સાથ ન આપ્યો. આ સાથમાં ! પેઢી કે સાધુઓ કોઈ ન હતા. ધર્મસાગરજી મહારાજે આ કેસને રિ-ઓપન કરવા ઘણી મહેનત કરી પણ jપરિણામ ન આવ્યું. i આ કેસમાં તેમણે જે પુરાવાઓ રજૂ કર્યા હતા તે ખૂબ જ સચોટ, સારા અને ઐતિહાસિક હતા.j Iબાદશાહોના વખતથી માંડી કેસ ચાલ્યો ત્યાં સુધી કેસરીયાજીમાં શું-શું બન્યું, તેનો વહીવટ શ્વેતાબંરો પાસેT lહતો, ભંડારની ચાવીઓ તેની પાસે હતી, વિગેરે ઘણી સામગ્રી એમણે એકઠી કરી હતી. આ બધાના ફોટાઓ! | અને સરકારી કોર્ટોમાંથી મહેનતપૂર્વક નક્કો મેળવી હતી. આ અથાગ પરિશ્રમની કોઈએ કિંમત કરી નહિ.' [ આથી કેસરીયાજીનું કામ કથળવામાં ઓછા વત્તા પ્રમાણમાં આપણે બધા જવાબદાર છીએ.
૫. ચંદ્રોદય સાગરજી મ.નો કેસ ચંદ્રોદય સાગરજી મ. મૂળ કપડવંજના વતની હતા. તેમણે તેમના પિતા વિનયસાગરજી અને કાકા! ચારિત્ર સાગરજી સાથે દીક્ષા લીધી હતી. તેમનો અભ્યાસ તો સાધારણ હતો. પણ વકતૃત્વ કળા ઘણી સારી ' હતી. તેથી તેમણે અમદાવાદ, મુંબઈ, સુરત વિગેરે ઠેકાણે સારી નામના મેળવી હતી. તેમણે સાબરમતીમાં iવરસોડાવાળી ચાલમાં જ્ઞાનમંદિર બંધાવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન કસ્તુરભાઈ શેઠના હાથે કરાવ્યું હતું. આj જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓ પોપટભાઈ મગનલાલ અને અનુભાઈ ચીમનલાલ વિગેરે છે.
ચંદ્રોદયસાગરજી મ. મુંબઈ હતા. ત્યાં તેમણે સારું જમાવ્યું હતું. પરંતુ તેમના ઉપર એક અપવાદ! આવ્યો. આ અપવાદ તે ભાયખલ્લા હતા ત્યારે એક સુરતની બાઈ વારે ઘડીયે તેમની પાસે આવતી અને 'તેને લઈ ભાયખલ્લાના ટ્રસ્ટીઓને તેમના ચારિત્ર્ય વિશે શંકા ઉપજી. આ વાત પેપરોમાં મુંબઈ સમાચારમાં) ; jછપાઈ અને જીવાભાઈ શેઠ તથા નગીનભાઈ શેઠ, ભોગીલાલ લહેરચંદ વિગેરેએ તેને સમર્થન આપ્યું. તેને | લઈ મુંબઈમાં આ વાત ખૂબ ચગડોળે ચડી.
================================ ૧૫૬].
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા – – –
– – – – – – – – –- - - - - - -
I
|