________________
જ્યાં હસ્તક્ષેપ થાય ત્યાં ત્યાં પહોંચી જતાં અને જેને સરકારી હસ્તક્ષેપની અસર થાય તેને ઊભા કરી સરકારી Jસામે કેસ કરાવતા હતા.
આ રીતે તેમણે કેસરીયાજી વિગેરેનો પણ કેસ કરાવ્યો. કેસરીયાજી પ્રકરણમાં એવું બનેલું કે Iકેસરીયાજીનો વહીવટ વર્ષો થયાં ઉદયપુરનો જૈન સંઘ સંભાળતો. પણ પાછળથી જૈન સંઘમાં મતભેદી
પડવાથી અને દિગમ્બરોના હસ્તક્ષેપથી તેમજ સર્વ કોમનાં યાત્રીઓ ત્યાં દર્શનાર્થે આવતા હોવાથી આ| | વહીવટ ઉદયપુરના રાણાએ સંભાળ્યો. અને ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ સરકારે તે વહીવટ લીધો. આ! વહીવટ ફરી શ્વેતાંબરોને મળે તે માટે ધર્મસાગરજી મહારાજે જોધપુરની કોર્ટમાં કેસ કર્યો. આ કેસ ચાલ્યો
ત્યારે દિગમ્બરો કે જૈનેતરો કોઈએ રસ લીધો નહિ. કેમકે તેઓ સમજતા હતા કે આમાં કશું વળવાનું નથી.' jકેમકે રાણા અને સરકાર પાસે પોણો સો વર્ષ કરતાં વધુ વર્ષથી વહીવટ છે. પરંતુ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો.j
અને જોધપુર હાઈકોર્ટે આપણા શ્વેતાંબર સંઘ તરફી ચુકાદો આપ્યો. આ ચુકાદો આવ્યા બાદ દિગમ્બરો! સળવળ્યા. તેઓ તેનો પ્રતિકાર માટે તૈયાર થયા. પણ તેઓ હાઈકોર્ટમાં પક્ષકાર ન હોવાથી કાંઈ કરી શકે! - તેમ ન હતા. સરકાર સુપ્રિમમાં ગઈ. આપણે સુપ્રિમમાં દાદા ચાંદજી સોલિસીટરને રોક્યા. આ દરમ્યાન | દિગમ્બરોએ સુપ્રિમમાં અરજી કરી કે અમને પક્ષકાર તરીકે લો. દાદા ચાંદજી વિરોધ કરી શકે તેમ હતા.'
પણ તેમને રોકેલા હોવા છતાં કાંઈ ફી નહિ આપેલી હોવાથી તેણે કાંઈ ધ્યાન આપ્યું નહિ. અને સુપ્રિમ કોર્ટે T દિગમ્બરોને પક્ષકાર તરીકે લીધા.
સરકાર જોધપુર હાઇકોર્ટના ચુકાદાની સામે અપીલમાં ગયેલી હતી. અને તે શ્વેતાંબરોની સામે વિરોધમાં હતી. દિગમ્બરો શ્વેતાબંરો સામે વિરોધમાં હતા. આમ સરકાર અને દિગમ્બરોનું ગઠબંધન થયું.
આપણા તરફથી ઉદયપુર સંઘના ભાઈઓ અને શિરોહીવાળા પોખરાજજી સિંઘવી પણ ધ્યાન આપતા હતા.j I પણ આ કેસનો આખો કાબૂ ધર્મસાગરજી મ. પાસે હતો. ધર્મસાગરજી મ.માં એક મોટી ખામી એ હતી કેT | સામા માણસને જે પૈસા આપવાના નક્કી કર્યા તે પૈસા ખૂબ પરેશાન કરીને આપે. એટલે સામો માણસ! ; તેમના કાર્યમાં દત્તચિત્ત ના રહે. આવું દાદા ચાંદજીનાં સંબંધમાં પણ બનેલું. તેને તેમણે પૈસા ન મોકલ્યા; તેના પરિણામે તેણે કશો પ્રતિકાર ન કર્યો અને દિગમ્બરો પક્ષકાર તરીકે દાખલ થયા.
આ કેસ સુપ્રિમમાં આવ્યો ત્યારે ધર્મસાગરજીએ મને કહ્યું “તમે દિલ્હી જાઓ. કોઈ પ્રાચીન! : પુરાવાની જરૂર હોય તો કામ લાગો. વધુમાં આણંદજી કલ્યાણજી પેઢી પાસે બાદશાહો વખતનાં આ તીર્થો 1 સંબંધીનાં તામ્રપત્રો છે. તે રજૂ કરવા પડે તેં રજૂ કરાય અને સુપ્રિમને જણાવાય કે મોગલ બાદશાહોનાં | વખતથી આ તીર્થ શ્વેતાંબર સંઘને સોપાયેલું છે”.
આ કેસ જોધપુર હાઈકોર્ટમાં ચાલ્યો અને સુપ્રિમમાં આવ્યો ત્યાં સુધી મેં આમાં કોઈ રસ લીધેલો નહિ તેમજ મને લાગેલું કે ધર્મસાગરજી મ.ની પ્રવૃત્તિ પાછળ ઘેલા થવામાં સાર નથી. એટલે મેં ધીમેધીમે
અળગા રહેવાનું શરૂ કર્યું. પણ જયારે આ કેસ સુપ્રિમમાં આવ્યો ત્યારે તેઓ જૈન મર્ચન્ટમાં હતાં અને મને Iકહ્યું, તમે એરોપ્લેનમા દિલ્હી જાઓ. કેસ ચાલવા ઉપર છે. અને પેઢી પાસેથી તે આપે તો તામ્રપત્ર લેતાં | જાઓ. પેઢીએ તેમનો માણસ મોકલી મને તામ્રપત્રો જરૂર પડ્યે સુપ્રિમમાં રજૂ કરવાનું કહ્યું. હું દિલ્લી! | ગયો.પોખરાજજી પણ દિલ્લી આવ્યા હતા. આપણા તરફથી મુંબઈ હાઈકોર્ટનાં નિવૃત્ત થયેલ જજ શ્રીયુત ===============================
[૧૫૫
II
( સંસ્કૃતિ રક્ષક સભા
|
-