________________
૪. સંસ્કૃતિ રક્ષક સભા સંસ્કૃતિ રક્ષક સભાની સ્થાપના ધર્મસાગરજી મહારાજે કરી હતી. આ સભા મુખ્યત્વે તો સરકારી તરફથી થતા ધર્મવિરોધી કાયદાઓના પ્રતિકાર માટે અને એ કાયદાઓનો સમાજમાં વિરોધનો પ્રચાર કરવા! માટે સ્થપાયેલી હતી. શરૂઆતમાં તેની સેક્રેટરી તરીકે શ્રીયુત ચીમનલાલ કડિયા હતા. પણ આ કડિયા બે તિથિ પક્ષના ચુસ્ત રાગી અને આગેવાન હોવાથી કેટલીક વાર તેમની અને ધર્મસાગરજી વચ્ચે ઘર્ષણ જાગતું.' iધર્મસાગરજી કહે તે કરતાં તેઓ પોતાને ઠીક લાગે છે અને બે તિથિ પક્ષના સાધુઓને રૂચે તે જ પ્રવૃત્તિમાં સિવિશેષ રસ લેતા.
એક પ્રસંગ એવો બન્યો કે ધર્મસાગરજી મહારાજે સરકાર તરફથી થતા વિરોધી કાયદાઓનો! પ્રતિકાર કરવા માટે શંખેશ્વરમાં સંમેલન બોલાવેલું. આ સંમેલનના મુખ્ય મહેમાન તરીકે પ્રભુદાસભાઈના 1 કહેવાથી રાજકોટના જસાણીને નિમંત્રેલા, આ બધી વાત ધર્મસાગરજીએ કડિયાને અજાણ રાખી કરેલી Tહોવાથી કડિયાએ તેનો વિરોધ કર્યો, અને ધર્મસાગરજી મહારાજે બોલાવેલું સંમેલન થાય જ નહિ તેવો પ્રયત્નો કિર્યો. તેણે કોઈ જાતનો પ્રચાર કર્યો નહિ અને સંમેલન નથી તેવું જ વાતાવરણ ઊભું કર્યું. ધર્મસાગરજી મ.ની! મૂંઝવણ વધી. તેમણે બોલાવેલ જસાણી વિગેરે આગળ શું કરવું તે મૂંઝવણમાં પડ્યા. મને તેમણે ચાણસ્મા! બોલાવ્યો. કહ્યું કે કોઈ પણ રીતે સંમેલન થવું જોઈએ. તમે આચાર્ય ભગવંતોના આ સંમેલનને સંદેશા મળે; તેવી વ્યવસ્થા કરો. અને કડિયાનો વિરોધ છતાં માણસો ભેગા થાય તેવું કાંઈક કરો.
હું પૂ.આ. સિદ્ધિસૂરિ મ., રિદ્ધિસાગરસૂરિ મ. જે અમદાવાદમાં હતા તેમને મળ્યો. સિદ્ધિસૂરિ 'મહારાજે તો મને કહ્યું કે, “તારે જેવો સંદેશો જોઈએ તેવો મારા નામથી લખી . કડિયાની વાતને મારો! ટેકો હોય જ નહિ.” આ રીતે તે વખતે તેઓ કડિયાથી ખૂબ નાખુશ હતા.
સંમેલનનાં ટાઈમ અગાઉ એક દિવસ પહેલાં હું શંખેશ્વર ગયો. સંમેલનની કોઈ તૈયારી ન હતી.T કડિયાએ સંમેલન નથી તેવો પ્રચાર કરેલો. જસાણી, પ્રભુદાસભાઈ વિગેરે આવ્યા. મેં તે વખતે ધર્મસાગરજી 'મને કહ્યું, “થાળી વગડાવી લોકોને ભેગા કરી સભા ભરો. કોઈ વાંધો નહિ આવે. કારણ કે અત્યારે અહીં!
જે યાત્રાળુઓ છે તેનો મોટો ભાગ આપણા સર્કલનાં ગામડાંઓનો છે. બધાં આવશે. સભામાં માણસ થશે.' થાળી વગાડી લોકોને ભેગા કર્યા. સભા બોલાવી. જસાણી પ્રભુદાસભાઈનાં ભાષણો થયાં. ઠરાવો કર્યા. આ Jવખતે કડિયાએ વિરોધ કર્યો પણ સભામાં અમારા પક્ષના માણસો વધુ હોવાથી તેનું કાંઈ ચાલ્યું નહિ. સેક્રેટરી તરીકે તેમને રદ કરી રાધનપુરવાળા લક્ષ્મીચંદ પ્રેમચંદ સેક્રેટરી બનાવ્યા અને આખી સંસ્કૃતિ રક્ષક સભાનું માળખું ધર્મસાગરજી તરફ બનાવ્યું.
આ પછી લક્ષ્મીચંદ પ્રેમચંદ ઘણો વખત આ સભાના સેક્રેટરી તરીકે રહ્યા. અને હું પણ આ સભાના |સક્રિય કાયકર્તા તરીકે રહ્યો. વડોદરાવાળા સુંદરલાલ કાપડિયા પણ ધર્મના રાગને લઈ આ સભામાં સક્રિય| રહ્યા.
ધર્મસાગરજી મહારાજે આ સભા દ્વારા, જયારે જયારે જરૂર પડી ત્યારે સરકાર સામે કેસો કરાવ્યા. jજ્યાં જયાં સરકાર દ્વારા ધર્મનો હસ્તક્ષેપ લાગ્યો ત્યાં ત્યાં બધે આ સંસ્કૃતિ રક્ષક સભા દ્વારા અદાલતી; j કાર્યવાહી શરૂ કરી. ધર્મસાગરજી મહારાજ એક જ એવા સાધુ સમાજનાં વ્યક્તિ હતા કે સરકાર દ્વારા જ્યાં
================================ ૧૫૪].
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા