________________
મંડળો ઊભાં થયાં છે. અને જ્ઞાતિના સભ્યોને એક યા બીજી રીતે મદદ કરવાની વૃદ્ધિથી જુદી જુદી વ્યવસ્થાઓ કરે છે. ગામડામાં જે જ્ઞાતિનાં ઘરો હતાં તે ધંધા વિગેરે વિસ્તીર્ણ થવાથી મોટા ભાગનાં અમદાવાદ, મુંબઈ,I પુના, સુરત વિગેરે ઠેકાણે વસ્યાં છે. અને કન્યાવ્યવહાર વિગેરે પણ જ્ઞાતિનાં ઘરોમાં જ્યાં સુધી સવલત હોય! ત્યાં સુધી કરે છે અને બહાર સવલત હોય તો બહાર કરે છે. તેનો કોઈ શોષ રહ્યો નથી. પહેલાં કન્યા મેળવવાની બુદ્ધિથી જે પંચની રચના હતી તે હવે નાશ પામી છે. કારણકે યોગ્ય પાત્રને જ્ઞાતિ બહારથી પણ કન્યાઓ મળી શકે છે. બીજુ શહેરોમાં વસવાના કારણે જ્ઞાતિમાં વ્યાવહારિક, સ્કૂલ કોલેજોનું જ્ઞાન, છોકરા jઅને છોકરીઓમાં ખૂબ વધ્યું છે. પહેલાં મેટ્રિક ભણેલી છોકરી ભાગ્યે જ જ્ઞાતિમાં હતી. આજે બી.કોમ.. !વિગેરે ડીગ્રીવાળી કેટલીય છોકરીઓ અને છોકરા છે. તેમજ બહારના વસવાટના કારણે વ્યાપારમાં પણ
જ્ઞાતિએ સારી સિદ્ધિ હાંસલ કરી છે. આજે અમદાવાદ વિગેરેમાં ભાગ્યે જ કોઈ એવો સભ્ય હશે કે જેને ઘરનું : ઘર ન હોય. આજે જ્ઞાતિમાં કરોડપતિઓની સંખ્યા છે અને લક્ષાધિપતિઓ તો ઘણા છે. તેમજ જુદા જુદા j વ્યાપાર ક્ષેત્રોમાં સારી નામના ધરાવતા જ્ઞાતિના વ્યાપારીઓ છે. જ્ઞાતિના સભ્યોમાં ડૉક્ટરો છે. વકીલો છે.j I આર્કિટેક્ટરો છે અને મોટા કોન્ટ્રાક્ટરો પણ છે. આમ ખરી રીતે કહીએ તો જ્ઞાતિનું ભાવિ ઉજજવળ છે.]
૩૯
જ્ઞાતિના પંચોના લાભાલાભનો વિચાર કરીએ તો તેમાં કેટલાક લાભ પણ હતા ને કેટલાક ગેરલાભ Jપણ હતા. જ્યારે આ પંચો રચાયા ત્યારે એવી પરિસ્થિતિ હતી કે પાટણવાડાના ગુજરાતનાં ગામડાંઓ તેમની! આસપાસના કાકુશી પરગણાનાં ગામોમાંથી કન્યાઓ મેળવતા અને પોતાની કન્યાઓ પાટણ વિગેરે મોટા શહેર અને ગામોમાં નાખતા. પરંતુ સમય જતાં મુશ્કેલી પડવા માંડી. જેના પરિણામે સાધારણ સ્થિતિને 1 કુટુંબોનાં છોકરાઓને ૩૫-૪૦ વર્ષ સુધી પણ કન્યાઓ નહોતી મળતી. આ બધાં પરિણામોને લઈ આસપાસનાં | ગામડાંઓએ સંગઠન કર્યું અને એ સંગઠનના પ્રતાપે દશા અને વીસી જ્ઞાતિના પંચો થયા. એક સરખો]
વ્યાપાર - વણજ અને રીતભાતને લઈને વર્ષો સુધી આ પંચો ચાલ્યા. વચ્ચે વચ્ચે કોઈ કોઈવાર હુંસાતુંસીનાT Jપ્રતાપે તડો વિગેરે પડ્યા પણ તે પાછા સંધાયા. આ કાળમાં ખાનદાનીને મહત્ત્વ અપાતું. આ ખાનદાની.
એટલે જે કુટુંબમાં કન્યાવિક્રય ન થયો હોય અગર સાટા-પાટા ન થયા હોય તે કુટુંબ ખાનદાન ગણાતું. આવા 1 કુટુંબના સભ્ય પૈસા ટકે ઓછાશવાળા હોય તો પણ તેની પૃચ્છા થતી.
== ૫૮].
================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા