________________
ન હતાં. તે એમ માનતા હતા કે દિગમ્બરોથી શ્વેતાબંરોની પ્રતિમા જુદી પાડવા માટે લાંછન ઉપર જેT Jઅંચલિકાનો આકાર રાખવામાં આવે છે તે બસ છે. કંદોરાની જરૂર નથી. કંદોરાની પ્રથા પાછળથી ઘૂસી છે.'
આ વાત ટ્રસ્ટીઓને રૂચતી ન હતી. પણ ટ્રસ્ટીઓ મહારાજને વિનંતી કરવાથી આગળ વધુ કાઈ કરી શકે તેમ ન હતા. તેઓએ અર્જનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્ય જોશભેર આગળ વધાર્યું. આ પ્રસંગ; iચાલતો હતો ત્યારે રામચંદ્રસૂરિ મ. કંકુબાઈની ધર્મશાળામાં હતા. .
(૫) આગમમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ નજીક હતો. ત્યારે હું પાલિતાણા હતો. પાલિતાણામાં તે વખતે. | દર્શનવિજયજી ત્રિપુટી કોટાવાળી ધર્મશાળામાં હતા. તેમણે સાગરજી મ.ને કહ્યું કે “મહારાજ ! આપ
પ્રતિમાને કંદોરો નથી કરાવતાં, તેથી ઘણાને દુઃખ લાગે છે સગરજી મહારાજે તેમને જવાબ આપ્યો કે, | “આચારોપદેશમાં આ સંબધે વિચાર છે. તેમાં દિગમ્બર અને શ્વેતાંબરની પ્રતિમાનાં નિર્માણમાં ફેર રાખવામાં આપણે ત્યાં અંચલિકા કરાવવાનું વિધાન છે. અને તેને લઈ હું કંદોરો રાખવાને બદલે અચંલિકા કરાવું છું”.i
આ અરસામાં પૂ. આ. નેમિસૂરિ મ. પાલિતાણા પધાર્યા. તે જસરાજ મોદીના બંગલામાં ઊતર્યા. ' હતા. હું સાંજે તેમને વંદન કરવા ગયો. ત્યારે બીજી વાતો બાદ આગમમંદિરનો પ્રતિષ્ઠાના પ્રસંગની વાત jનીકળી. ત્યારે ત્યાં બેઠેલા જસરાજ મોદી અને બીજાએ પૂ.આ. નેમિસૂરિ મ.ને કહ્યું કે “તમે પરંપરાની વાત Iકરો છો, પણ સાગરજી મ. પરંપરાને તોડી આગમમંદિરની પ્રતિષ્ઠામાં અંજનશલાકા થનારી પ્રતિમાઓને,
કંદોરો કરાવવાના નથી. આમાં તમારી પરંપરા કયાં સચવાય છે? આપણે ત્યાં તો પરંપરા મુજબ દરેક 1 પ્રતિમાને કંદોરો થાય છે”. પૂ. આ. નેમિસૂરિ મહારાજે મારી તરફ આંગળી કરી કહ્યું, “આ પંડિતને વાત! 1 કરો. તે સાગરજી મ. પાસે રોજ બેસે છે. તે તેમને કહેશે અને સમજાવશે.” મેં કહ્યું, “મહારાજને મેં અને ત્રિપુટી મહારાજે કહ્યું પણ તે આચારોપદેશનો દાખલો આપી માત્ર અંચલિકાની તરફેણમાં છે. અમારી આ વાત ચાલતી હતી. તે દરમ્યાન ખુદ સાગરજી મ. ત્યાં આવ્યા અને પૂ. આ. નેમિસૂરિ સાથે બેઠા. શરૂઆતમાંj તેમણે સુખશાતા વિ. ની પૃચ્છા કરી. અને નેમિસૂરિ મ.ના શારીરિક શાતાના સમાચાર પૂછ્યા. નેમિસૂરિ. 'મહારાજે “હાથ પગ દોરડી અને પેટ ગાગરડી જેવી મારી શરીરની સ્થિતિ છે પણ કાંઈક સુકૃતના લીધે! 3 ઉદયસૂરિ, નંદનસૂરિ જેવા શિષ્યો મળ્યા છે”. સાગરજી મહારાજે કહ્યું, “આમ ન બોલો. આપ મહા 1 પુણ્યશાળી છો. શરીર તો વૃદ્ધાવસ્થા થાય એટલે એનો ધર્મ બજાવે.” થોડીવારે બધા સ્વસ્થ થયા એટલે મેં jપૂ.આ. નેમિસૂરિ મ.ને કહ્યું, “આપ મને જે વાત કરતા હતા તે વાત સાચંરજી મ.ને કહો. તે આવ્યા છે.”
નેમિસૂરિ મહારાજે મને કહ્યું, “તું ઊભો થા. અમારે શાંતિથી મળવું છે”. હું ઊભો થયો. તે બંને મહાપુરુષો] Iમળ્યા, અને વિખૂટા પડ્યા.”
આ પછી મને પન્નાલાલ બાબુની ધર્મશાળાએ આવ્યા બાદ સાગરજી મહારાજે મને પૂછ્યું, “નેમિસૂરિ jમહારાજનું શું કહેવું હતું.” મેં તેમને પ્રતિમાજી ઉપર કંદોરો કરાવવાની બધી વાત કરી. સાગરજી મહારાજે .
મને કહ્યું, “તેમણે મારી આગળ કશી વાત કાઢી નથી. મેં કહ્યું, “તેઓ ખૂબ હોશિયાર છે. પરિણામ આવે! 'તો જ વાત કાઢે તેવા છે.”
= == ૧૬૨]
======================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા |