________________
થયા. એટલું જ નહિ, પણ અમારા પૈકીનો રમતમાં હોંશિયાર કોઈ વિદ્યાર્થી માંદો પડે અને રમતમાં ન આવે તો તેની ખબર અંતર પણ પૂછે અને તેમના ડોક્ટરને પણ દવા આપવા મોકલે.
રાધનપુરના નિવાસ દરમ્યાન એક પ્રસંગ પંડિતોનો ફરવાનો છે. પૂ. મહારાજ સાહેબ પાસે જે બે પંડિતો હતા તે હંમેશા ફરવા જતા. આ સમય દરમ્યાન નવાબ પણ ત્યાં થઈ પસાર થતા. નવાબે બે ચારવાર આ પંડિતો સામે ખાસ નજર કરી જોયું પણ પંડિતોએ આ નવાબ છે તેમ ન જાણવાથી સલામ વિગેરે કાંઈI કર્યું નહિ. એક દિવસ નવાબે આ પંડિતોને ઊભા રાખ્યા અને કહ્યું કે તમે કોણ છો? પંડિતોએ કહ્યું, અમે જૈન સાધુઓને ભણાવવા માટે બહારથી આવેલા છીએ. નવાબે કહ્યું, તમે પંડિત થઈ શિષ્ટાચાર પણ જાણતા નથી કે જે શહેરનો રાજા હોય તેને સલામ વિગેરે કરવી જોઈએ ? પંડિત ગિરજાશંકરને ૨૫ રૂ. નો દંડ કર્યો અને દામોદર પાંડેને સાદા કપડા હોવાથી ૧૫ રૂા. દંડ કર્યો. આ પછી, રાજાને કઈ રીતે ઓળખીએ ? તેમનીનું આગળ કોઈ રાજચિહન તો હોવું જોઈએ ને? આપ સાદા કપડામી છો, એટલે અમે આપને ઓળખ્યા નહિ.I નવાબને આ વાત ગમી અને દંડ માફ કર્યો. ઉપરાંત દરેકને ૨૫-૨૫ રૂા. બક્ષીસ આપી.
૨૧. રાજકોટમાં અને લીંચમાં આ પછી વિક્રમ સંવત ૧૯૮૫માં શરૂઆતમાં શ્રીયુત પ્રભુદાસભાઈની તબિયત નરમ હોવાથી હું ! રાજકોટ ગયો. ત્યાં તેમની પરિચર્યા સાથે રાજકોટમાં બ્રાહ્મણોનું સંસ્કૃત વિદ્યાલય હતું. ત્યાં મેં તર્કસંગ્રહ વિગેરે ભણવાનું શરૂ કર્યું. તથા રાજકોટ પરામાં મૂળશંકર શાસ્ત્રી જ્યોતિષના સારા વિદ્વાન હતા. તેમની પાસે iસંસ્કૃતનો આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. આ શાસ્ત્રીના ઘરમાં પણ તેમના બાળકો ને સ્ત્રી સુદ્ધાં સંસ્કૃતમાં Tબોલતાં. સામાન્ય વાતચીત પણ ભણેલાઓ સાથે સંસ્કૃતમાં કરતાં એટલું જ નહિ પણ અસ્મલિત સંસ્કૃત] !પદ્યમાં વાત કરતાં. મને યાદ છે તે મુજબ મેં મારા પરિચયનું પદ “સુધામધને ભુવને વસમિ, નવાયા [મિરાતોડ'િ જણાવવા કહ્યું. આ શાસ્ત્રી સાથે મારે સારો પરિચય રહ્યો.
આ ઉપરાંત રાજકોટમાં પ્રભુદાસભાઈની પરિચર્યામાં રહેવા સાથે મેં જે વિદ્યાભવનમાં દરજીનું કામ શીખવાનું શરૂ કર્યું હતું તે અહીં પ્રભુદાસભાઈની પ્રેરણાથી આગળ વધાર્યું. આ માટે છોટુભાઈ પટણીના લશ્કરી પોષાકના કોન્ટ્રાક્ટરને ત્યાં દરજીકામના જુદા જુદા પોષાકોનું કેમ વેતરકામ કરવું તે હું શીખ્યો. આમી Jત્રણ-ચાર મહિના હું ત્યાં રહ્યો હોઇશ. ત્યારબાદ મને પ્રભુદાસભાઈએ આ કામમાં વધુ નિપુણતા મેળવવા! લીંચમાં વસતા ચુનીલાલ મીઠાભાઈને ત્યાં મોકલ્યો. આ ચુનીલાલ મીઠાભાઈ, પંડિત ભગવાનદાસ મીઠાભાઈ જે મહેસાણા પાઠશાળાના મુખ્ય શિક્ષક હતા, તેમના નાનાભાઈ થાય. તે બે પગે ચાલવામાં અપંગ હતા પણ દરજીકામની આવડતથી તેમણે લીંચમાં સારું જમાવ્યું હતું.
૨૨. દરજીકામનું શિક્ષણ હું લચમાં આવ્યો ત્યારે વિક્રમ સંવત ૧૯૮પનો ફાગણ આસપાસ હશે. લીંચમાં જૈનોના વિશાશ્રીમાળી જ્ઞાતિનાં ૫૦-૬૦ ઘર હતાં. દેરાસર, ઉપાશ્રય, પાંજરાપોળ વગેરે સંસ્થાઓ હતી. ગામમાં! જૈનોનું વર્ચસ્વ હતું. હઠીભાઈ શેઠ આ સંસ્થાઓના મુખ્ય કાર્યકર હતા. ધાર્મિક પાઠશાળામાં પ્રજ્ઞાચક્ષુ
=============================== | હરી
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ––––––––––––––
,
_
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—