SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Iમાગતા નથી. એમ કહે છે. પરિણામે આ બધી ગોઠવણ પડી ભાંગી. નંદનસૂરિજી મહારાજે જીવાભાઈ શેઠને | ખૂબજ સખ્ત શબ્દમાં ઠપકો આપ્યો. જીવાભાઈને પણ લાગ્યું કે રામસૂરિ મહારાજ જો એક વખત હા પાડે ! અને પછી જો ના પાડે તો તેઓને તો સાંભળવાનું ન રહે પણ અમારા જેવાઓની ખૂબ ખરાબ પરિસ્થિતિ થાય. આમ વિક્રમ સંવત ૧૯૯૩ની આ સમાધાનની ભૂમિકા પડી ભાંગી. જેનું વર્ણન પર્વતિથિ નિર્ણયમાં મેં છાપ્યું છે. ' વિક્રમ સંવત ૧૯૯૩માં બુધવાર-ગુરૂવારની એમ બે દિવસે સંઘમાં સંવત્સરી થઇ. બુધવારે રામચંદ્રસૂરિના પક્ષે સંવત્સરી કરી અને ગુરૂવારે પંરપરાગત રીતે સકળ સંઘે કરી. વિક્રમ સંવત ૧૯૯૨ કરતાં ૯૩માં કલેશ ખૂબ વધ્યો. વીરશાસન પત્ર માઝા મૂકી લખવા માંડ્યું. બંને પક્ષો તરફથી પત્રિકાઓ, પુસ્તિકાઓ, હેન્ડબીલો વિગેરે વિવિધ પ્રકારનું આક્ષેપાત્મક લખાણ છપાયું. તે એટલે સુધી કે પોતાના પક્ષની સંવત્સરી ન |કરનારને અનંત સંસારી અને ઉત્સૂત્રભાષક સુધી કહેવા માંડયું. વિક્રમ સંવત ૯૩માં આ કલેશ પરાકાષ્ઠાએ | |પહોંચ્યો. (૯) વિક્રમ સંવત ૧૯૯૩ પછી સંવત્સરી અંગેનો મતભેદ વિક્રમ સંવત ૨૦૦૪માં આવ્યો. પણ તે | દરમ્યાન ઘણું જ કલેશનું વાતાવરણ જામ્યું. સંધમાં બે બીજ, બે પાંચમ વિગેરે કહેનારા, બોલનારા બે ! તિથિવાળા કહેવાયા અને જૂની પ્રણાલિકાવાળા એક તિથિવાળા કહેવાયા. પરિણામે જ્યાં જેનો વળ હતો ત્યાં તે પ્રમાણે તે તે પક્ષમાં જોડાયા. મુંબઈ, સુરત, અમદાવાદ, કપડવંજ, પાટણ, ખંભાત વિગેરે ઠેકાણે ઉપાશ્રયોમાં અને ત્યાં ચોમાસું રાખવામાં આ મતભેદ આડો આવ્યો. અર્થાત્ એકતિથિ પક્ષવાળા અને બે તિથિપક્ષવાળા Iસંધો જુદા પડ્યા. ઉપાશ્રયો જુદા પડ્યા. એટલું જ નહિ, પણ પાલીતાણા જેવામાં સાધુઓને વહોરવવાના । રસોડા પણ જુદા પડયા. એક તિથિ પક્ષ અને બેતિથિ પક્ષના સાધુઓનો પરસ્પર મત્થેણ વંદામિ કહેવાનો ! વ્યવહાર તો દૂર રહ્યો, પણ તેમના શ્રાવકો પણ એકબીજાને વંદન કરતાં અટકવા માંડ્યા. આ કલેશે નવા યુવાન સાધુઓમાં પણ ઘર કર્યું અને એકબીજા ટકરાવા માંડ્યા. જે પહેલાં એકતિથિ પક્ષ તરફથી કોઈ ખાસ પેપર ન હતું તેને બદલે શાસન સુધાકર, જૈન વિકાસ નામના પેપરો આના કારણે ઊભા થયા. આ પેપરો jઅને વીરશાસન, પ્રવચન વિગેરે પેપરોએ માઝા મૂકી યુદ્ધા તદ્દા લખવા માંડ્યું. આ રીતે બેફામ રીત લગભગ । Iસાત આઠ વર્ષ ચાલી. આ અરસામાં પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરિ મહારાજનું ચાતુર્માસ હાજા પટેલની પોળે I શેઠશ્રી મોહનલાલ જમનાદાસ તરફથી બદલાવામાં આવ્યું તે વખતે વ્યાખ્યાનમાં તેમને તિથિસંબંધી પ્રશ્નો ! પૂછવામાં આવ્યા. આ પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું કે હું નાનો હતો ત્યારે નાગોરી શાળામાં શ્રીપૂજ્ય પરિવાર સાથે ઊતર્યા હતા. અને તે વખતથી પૂનમનાં ક્ષયે અને વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાની શરૂઆત થઈ છે, એવું મને યાદ છે. પહેલા આવું કશું હતું નહિ. આ ઉપરાંત તેમણે એકતિથિ પક્ષની વાત બરાબર | |નથી વિગેરે કહ્યું. તેને લઇ સાગરજી મહારાજના હંસસાગરજી વિગેરેને લાગ્યું કે આપણે મૌન રહેવાનો કોઈ । અર્થ નથી. અને તેમણે શાસનસુધાકર પેપર શરૂ કર્યું. આ પેપરમાં સિદ્ધિસૂરિજી મહારાજનાં કથનનો જવાબ Iઆપવા ઉપરાંત વીરશાસન વિગેરે પત્રો જે તિથિ સંબધી લખાણો લખતા હતા તેનો પ્રતિકાર કરવા માંડયો. આ પ્રતિકાર એવી ઉત્કટ ભાષામાં કરવામાં આવ્યો જેને લઈને વાતાવરણ વધારે બગડ્યું. ખરી રીતે બાપજી મહારાજે જે વાત જણાવી હતી તે તેમના સ્મરણને લઈને હતી. પણ વાસ્તવિક ન હતી. તિથિ ચર્ચા] [૬૭
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy