________________
જિગ્યાએ એક મોટી ભમતીવાળું મંદિર ઊભું કર્યું. અને આ બધી પ્રતિમાઓ તેમાં પધરાવવાનું અને પ્રતિષ્ઠિતી કિરવાનું નક્કી કર્યું. આ કામ ઝડપભેર આરંવ્યું અને ૩-૪ વર્ષના ગાળામાં ગિરિરાજ ઉપર ભમતીવાળું, દિરાસર તૈયાર થયું. દાદાના દરબારની આસપાસ જુદાજુદા ઠેકાણે પધરાવેલી પ્રતિમાઓને ઉત્થાપિત કરી આ નવા દેરાસરમાં પધરાવવાનું નક્કી કર્યું. જે લોકોના કુટુંબીઓનાં નામ સરનામાં ન મળ્યાં, તેમની પ્રતિમાઓને
પ્રતિષ્ઠિત કઈ રીતે કરવી તે વિચાર પેઢીની મિટિંગમાં આવ્યો. આ પેઢીની મિટિંગમાં પ્રતિમાની ઊંચાઈ 1 jમુજબ અને બેઠક પ્રમાણે નકરો નક્કી કરવામાં આવ્યો. આમ તો સામાન્ય રિવાજ એવો છે કે કોઈ પણ] lભગવાનની પ્રતિષ્ઠા કરવી હોય ત્યારે ઉછામણી બોલવી જોઈએ. પણ પ્રતિમાઓ ઘણી હતી. અને ઉછામણી! Iબોલવાનો હક્ક ભારતભરના ગામેગામના સંઘને છે તે બધાને પહોંચી ન શકાય અને વ્યવસ્થા ન કરી શકાય એટલે પેઢીએ નકરો નક્કી કર્યો. અને તેના ફોર્મ કાઢી જાહેરમાં ભરાવવાનું નક્કી કર્યું. આ આવેલા ફોર્મ |
સારા દિવસે પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં જેટલી પ્રતિમાઓ હોય તેટલા ઉપાડવામાં આવે અને જેનો jનંબર લાગ્યો હોય તેને પ્રતિષ્ઠા કરવાનો હક્ક અપાય તેવું નક્કી થયું.
તે મુજબ ગામેગામથી સેંકડો ભાઈ બહેનોએ શક્તિ મુજબના નકરાને અનુસરી ફોર્મ ભર્યા અને પોતાનાં નંબર આવે તે આશાને મનમાં રાખી રાહ જોવા લાગ્યા.
(૪).
નકરાની આ પદ્ધતિ વિજય રામચંદ્રસૂરિ, ચંદ્રશેખરવિજયજી વિગેરેને અને બીજા પણ કેટલાકને ન Tગમી. તેઓને લાગ્યું કે આ પ્રતિમાઓની ઉછામણી બોલાય તો લાખ્ખો રૂપિયાની દેવદ્રવ્યની આવક થાય.'
આ નકરાની પદ્ધતિથી દેવદ્રવ્યને મોટું નુકસાન થશે અને તે દિવસે નકરાની પદ્ધતિ ઘર ઘાલી જશે.' નકરાની પદ્ધતિ ખૂબ ખોટી છે. તેમણે પેઢી સામે ખૂબ ઊહાપોહ જગાવ્યો. લોકોને નકરાની પ્રતિમાની, પ્રતિષ્ઠા ન લેવાનું સમજાવ્યું એટલું જ નહિ, પણ નકરાથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર સામે અવરોધ ઊભો ; કરવાનું નક્કી કર્યું. જાહેરમાં હેન્ડબિલ કાઢ્યાં અને જણાવ્યું કે આ રીતે દેવદ્રવ્યને નુકસાન કરનારાઓને iટી.બી. થશે, કેન્સર થશે, દેવાળું કાઢશે, કોઈ રીતે આ ભવમાં સુખી નહિ થાય અને પરભવમાં પણ સુખીT
નહિ થાય વિગેરે કહેવાનું રાખ્યું. એટલું જ નહિ, પણ પ્રતિષ્ઠા કરવા આવનારને ઉપર ન જવા દેવા માટે માર્ગમાં અવરોધ ઊભા કરવામાં આવશે તેમ પણ કહ્યું. આવું ઘણું કરવામાં આવ્યું. બોલી બોલીને પ્રતિષ્ઠા! કરવી તે વાતને સ્વીકારનારા રામચંદ્ર સૂરિ પક્ષના સાધુ હતા. ઉપરાંત એક તિથિ પક્ષના પણ કેટલાક એવું! માનતા હતા કે નકરાની પદ્ધતિ બરાબર નથી. તેથી દેવદ્રવ્યને નુકસાન થવા સંભવ છે. આમાં કૈલાસસાગરસૂરિ jપણ તે મતના હતા. પૂ.આ. વિજય નંદનસૂરિ વિગેરે તથા પૂ.મુનિ શ્રી જખ્ખવિજયજી વિગેરે એ માન્યતાનાનું lહતા કે નકરાથી પ્રતિષ્ઠા થાય તેમાં કંઈ ખોટું નથી. આમાં સામાન્ય માણસ પણ લાભ લઈ શકશે. 1
જેમ જેમ દિવસો નજીક આવતા ગયા તેમ તેમ આ સંઘર્ષ વધુ જામતો ગયો. અને એવી પણ વાતો | બહાર આવી કે જે પક્ષ નકરાથી પ્રતિષ્ઠામાં નથી માનતો તે પક્ષની સાધ્વીઓ રસ્તામાં સૂઈ જશે. લોકોને Tઉપર ચઢવા નહિ દે. તેમજ વીરસૈનિકો અવરોધો ઊભા કરશે.
શેઠ આ બધી વસ્તુથી ખૂબ ચિંતિત હતા. ૫૦ વર્ષથી પેઢીનો કારોબાર તેઓ સંભાળતા હતા. આવો વિરોધનો પ્રસંગ તેમને માટે કપરો હતો. તેમણે વિચાર્યું કે “શું કરવું?” પેઢીના કેટલાક સભ્યો શેઠને કહેતા | ================================ ૧૩૮]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-