SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વિક્રમ સંવત ૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમનો સંઘમાન્ય પંચાંગમાં ક્ષય આવ્યો. ત્યારે આપણી ઉપરની પ્રણાલિકા મુજબ પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ તે મુજબ પાંચમની જોડેનું પર્વ ભાદરવા સુદ ચોથ હોવાથી, ભાદરવા સુદ ત્રીજનો ક્ષય થવો જોઈએ તે મુજબ એક પક્ષે કહ્યું. જ્યારે બીજા ।પક્ષે કહ્યું કે બાર પર્વ તિથિમાં આપણે આ કરીએ છીએ તે બરાબર છે. કારણકે તે પ્રણાલિકા આપણી વર્ષોથી | વિના મતભેદે ચાલી આવે છે. પણ ભાદરવા સુદ પાંચમના ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિની કોઈ પ્રણાલિકા | નથી. અને શાસ્ત્રમાં તો ઉદય તિથિએ તે-તે પર્વતિથિનું આરાધન કરવું જોઈએ તેવું સ્પષ્ટ છે. સંધમાન્ય પંચાંગમાં ભાદરવા સુદ ચોથ ઉદયતિથિવાળી છે. તેનો ક્ષય નથી. ભાદરવા સુદ પાંચમ કરતાં ભાદરવા સુદ ચોથ સંવત્સરીની મોટી તિથિ છે તો તે ઉદયતિથિ હોવા છતાં તેને છોડવી તે વાજબી નથી. બીજી બાજુ પર્વતિથિનો ક્ષય કરતાં નથી અને ભાદરવા સુદ પાંચમનો ક્ષય છે તો શું કરવું ? આ વિમાસણ ઊભી થઈ. હું તેમણે ચંડાશુચંડૂના કર્તા શ્રીધર શિવલાલને પૂછાવ્યું કે અમારે શું કરવું ? તેમણે જણાવ્યું કે મારવાડ તરફના | પંચાંગોમાં પાંચમનો ક્ષય છે, પણ ગુજરાત તરફના પંચાંગોમાં છઠ્ઠનો ક્ષય છે. તો તમે એ પંચાંગનો આશરો ! લઈ સંવત્સરી કરવાનું રાખો તો ચોથની ઉદયતિથિએ સચવાશે અને તમારી શાસ્રમાન્ય પ્રણાલિકા મુજબ પર્વતિથિનો ક્ષય નહિ કરવાનું પણ સચવાશે. આ વાત તે વખતના શાસનમાન્ય ધુરંધરો આત્મારામજી મહારાજ, ગંભીરવિજયજી મહારાજ વિગેરે મુનિ ભગવંતોને અને અનુપચંદભાઈ જેવા આગેવાનોને રૂચી. Iઅને તેમણે તે મુજબ ભાદરવા સુદ છઠનો ક્ષય કરી ભાદરવા સુદ ચોથે સંવત્સરી કરવાનું રાખ્યું. જો કે આ 1 નિર્ણય કરતાં પહેલાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ડહેલાનો ઉપાશ્રય, ગોડીજી સંઘની પેઢી વિગેરેના I વરસો સુધીના ચોપડા તપાસ્યા. કોઈપણ ઠેકાણે આવો પ્રસંગ આવ્યો હોય ત્યારે શું કરવામાં આવ્યું તે તપાસ્યું. પણ તેમને કોઈ જગ્યાએ આવા પ્રસંગનો ઉલ્લેખ સાંપડ્યો નહિ. તેથી ઉપર મુજબનો નિર્ણય જાહેર કર્યો. બીજી બાજુ તે વખતે પૂજ્ય આનંદસાગરજી મહારાજ ફક્ત ચારથી પાંચ જ વર્ષના દીક્ષિત હતા. તેમનું કહેવું એમ થયું કે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ ચૌદશ-પૂનમ જોડિયા હોવાથી તેરસની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ. ત્યાં આપણે ઉદયતિથિનો આગ્રહ રાખતા નથી, તો પછી ભાદરવા સુદ ચોથ અને પાંચમ જોડિયા હોવાથી ઉદયતિથિનો આગ્રહ રાખવાની જરૂર નથી. બીજું આ જે તમે ચંડાંશુચંડૂ પંચાંગ છોડી બીજું ગુજરાતનું પંચાંગ લો છો. હવે તે પંચાંગ પછી પણ ચાલુ રાખવાની તો ના પાડો છો. પછીના વર્ષે તો પાછું ચંડાંશુચંદ્ન |પંચાગ લો છો આમ જરૂર પડયે બીજું પંચાંગ લેવું અને હંમેશનું સંઘમાન્ય પંચાંગ છોડી દેવું આ રીત કોઈ વાજબી નથી. અને જો ગુજરાતનું પંચાંગ લો તો તેમાં જ્યારે ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવશે ત્યારે શું કરશો ? આ રીત વ્યવસ્થિત નથી. ઘેલીના ગવાડા જેવું છે. આ તેમની વાત અને શાસનના બુઝર્ગોની વાતમાં મતભેદ પડ્યો. અને તે વખતના સયાજીવિજય | Iઅને મુંબઈ સમાચારમાં પોતપોતાની વાતનું સમર્થન કરતાં વિવિધ લેખો પ્રગટ થયા. સંઘ ઉપર ગંભીર | વિજયજી મહારાજ, આત્મારામજી મહારાજ વિગેરેનું અને અનુપચંદભાઈનું વર્ચસ્વ હોવાથી સંધના મોટા ભાગે ભાદરવા સુદ છઠનો ક્ષય કરી ભાદરવા સુદ ચોથને ઊભી રાખી સંવત્સરી કરી. આનંદસાગરજી મહારાજે તે વખતે પેટલાદ ચોમાસું કર્યું હતું. તે વખતના સંઘના અગ્રણી શેઠ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૬૦]
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy