________________
-
-
--
વસ્તીવાળા તેમાં દાખલ થયા હોવાથી તે પંચના એકડા ૬૫૦ થી ૭૦૦ ના રહ્યા. આ પંચનું નામ તેમણેT Iબાવીસી, તેથી પાંત્રીસી રાખ્યું. તેમાં ભાલક વિગેરે ગામોને શેઠાઈ આપી તેમાં પાંચ ગામ શેઠ તરીકે ! કહેવાયાં. આ બન્ને પંચોની જુની કાર્યવાહી તો એવી હતી કે આ બન્ને પંચો જયારે ભેગા થાય ત્યારે પાંચ સાત દિવસ જમણવાર કરે અને કોઈ ગુનેગાર હોય તેને લાગવગવાળો હોય ઓછા દંડમાં અને લાગવગ વિનાનો હોય તો તેને મોટો દંડ કરી નીચોવી નાંખે. ટૂંકમાં લાગવગશાહી ચાલતી. ન્યાય લાગવગની પડખે jરહેતો. | વિક્રમ સંવત ૧૯૮૪ની સાલ પછી આ પંચ ભેગું થતું તેમાં હું ઉનાવાના સગાવહાલાના કારણે અને પંચના કરવૈયાઓની સાથે સંબંધથી જતો. અને ત્યાં પંચની બેઠક મળતાં પહેલા જુદી જુદી ટુકડીઓ તેના પ્લાન ઘડી અને કોને દબાવવા ને કોને રાજી રાખવા તેની ચર્ચા કરતી. આ બધા પ્રપંચો હું જોતો. પણ આ સમય આ પંચોના અસ્તકાળનો હતો.
૩૮ નરોડા મુકામે આ બન્ને પંચાને ભેગા કરવાની બેઠક રાત્રે મળે તે પહેલાં અમારા મંડળના યુવાન Jસભ્યો જે બે પંચો પૈકીના હતા તેમણે નક્કી કર્યું હતું કે કોઈપણ હિસાબે આ બે પંચો ભેગા થાય તેવો આપણેT સક્રિય પ્રયત્ન કરવો તે મુજબ તે તે પંચોના વડીલોને તેમણે ખૂબ સમજાવ્યા હતા.
પંચની બેઠક મળી. મને અમદાવાદના મંડળ તરફથી કહેવામાં આવ્યું કે તમે આ વાતની રજુઆત jકરો. મેં વાતની રજુઆત કરતાં કહ્યું કે આપણા બન્ને પંચોનાં ગામો નજીક નજીકનાં છે. અને એકબીજા ધંધાનું Jવ્યવહાર અને સગા સંબંધથી ઘણી રીતે ગુંથાયેલા છે. તો બે પંચો વચ્ચેની દિવાલ જુદી કરી ભેગા થઈએ..
આ માટે પ્રારંભમાં એકેક પંચની અગિયાર અગિયાર વ્યક્તિઓ ચૂંટી બાવીસની કમિટિ બનાવીએ. તે કમિટી! બે પંચ ભેગા થયા પછીનું બંધારણ ઘડે અને વચગાળાના સમયમાં આ બન્ને પંચો વચ્ચે પરસ્પર પંચોના જુના ગુનેગારો હોય તેને તે તે પંચ છ મહિનાની મુદતમાં ચુકવે. આ બધી વિગત મેં રજૂ કરી ત્યારે તેના જવાબમાં jબાવીસી પાંત્રીસી પંચના મુખ્ય આગેવાન મોઢેરાના વતની મોહનલાલ ગાંધીએ કહ્યું, આ બરાબર નથી. 1
અમારા પંચના એકડાની સંખ્યા ૭૦૦ની લગભગ છે. જ્યારે બાવીસીના પંચની સંખ્યા ૨૫૦-૩૦૦ ની છે.) Jઆમ બન્નેના સરખે હિસ્સે ન વેચાય. ૧૦૦ એકડાની સંખ્યામાં ત્રણ સભ્યો લેવાના હોય તો અમારા ૨૧]
અને તમારા બાવીસીના પંચના ૩૦૦ના હિસાબે નવ લેવાવા જોઈએ. તમે સરખે સરખા લેવાની વાત કરો! છો ને ખોટી છે, અમને કબૂલ નથી. બીજું તમે રણુંજ ગામના વતની છે. પંચમાં શેઠાઈ ગામના વતની સિવાય કોઈ વાદ કે બોલવાનો હક્ક નથી. તમે કોઈ વાત રજૂ કરી શકતા નથી.
આના જવાબમાં શ્રીયુત ઉત્તમલાલ જગજીવનદાસ જે ઉનાવાના વતની હતા અને બીજા ભાઈઓ/ પણ જે બાવીસી પાંત્રીસીના હતા તેમણે કહ્યું : પંડિત જે વાત કરે છે તે રણુંજના વતની તરીકે નહિ, પણ અમદાવાદના બધા સભ્યોના મંડળ વતી વાત કરે છે. અને આ પંચોને અમદાવાદનાં મંડળોએ બોલાવ્યાં છે ! એટલે શેઠાઈનાં ગામોનો કોઈ પ્રશ્ન નથી.
શેઠાઈનો પ્રશ્ન ઉડી ગયો. પણ સોએ ત્રણ સભ્યોની વાત પકડી રાખી, અને મોહન ગાંધીની સાથેT
=============================== પ૬]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
|