SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બિરાજતા પૂ. પન્યાસ ભક્તિ વિજ્યજી મહારાજ (પાછળથી ભદ્રસૂરિમહારાજ) તથા મુનિશ્રી ચરણવિજ્યજી | મહારાજ ચોમાસું બિરાજતા હતા તેમને ત્યાં પ્રતિક્રમણ વિગેરે હું કરવા જતો અને તળેટીએ રોજ જવાનું ! રાખતો. પૂ. મુનિ ભગવંતોના વધુ પડતા સંપર્કથી મારી સાથે વિદ્યાર્થીઓ પણ તે મુનિ ભગવંતો પાસે; આવવા લાગ્યા. આ વાત તે આશ્રમમાં બિરાજતા ખરતરગચ્છના વૃદ્ધ સાધુને અને પ્રેમકરણ મરોઠીને ગમી | નિહિ. તેમણે મને કહ્યું, આ સંસ્થા ખરતર ગચ્છની છે અને સંસ્થાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ખરતરગચ્છમાં I સંયમમાર્ગે વાળવાનો છે. માટે તમારી સાથે આવતા વિદ્યાર્થીઓને અટકાવવા જોઈએ. વિદ્યાર્થીઓને આની! જાણ કરી પણ વિદ્યાર્થીઓ અટક્યા નહિ. - આથી પ્રેમકરણ મરોડીને એમ લાગ્યું કે આ શિક્ષક વિદ્યાર્થીઓને ધીમે ધીમે તપગચ્છ તરફ દોરી | 1જશે. આ મતભેદથી મારે આ સંસ્થામાંથી છૂટા થવું પડ્યું. હું છૂટો થયો તે સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ પણ! 'મારી સાથે સંસ્થામાંથી નીકળી ગયા. આથી પ્રેમકરણ મરોઠી સાથે ઘર્ષણ થયું. નીકળી ગયેલા વિદ્યાર્થીઓ! માટે તે વખતે બાબુ બિલ્ડિંગમાં રહેવાની અને ભણવાની વ્યવસ્થા કરી. આ કાર્યમાં મને પનાલાલ બાબુની ધર્મશાળામાં બિરાજતા સાધુઓ અને બીજા સાધુઓનો ટેકો મળ્યો. તેઓએ કહ્યું, આપણે નવી સંસ્થા ઊભી | કિરીએ, તમે ગભરાવ નહિ. આ વાત ચાલતી હતી તેવામાં પાટણમાં રહેતા પંડિતશ્રી વીરચંદભાઈ મેઘજીભાઈI પાલીતાણા યાત્રાર્થે આવેલા તે મળ્યા. તે મારા પાટણના અભ્યાસકાળ દરમ્યાનના લઘુવૃત્તિ ભણાવનાર ગુરુI હતા. તેમણે કહ્યું, મફતલાલ ! તમારી નાની ઉંમર છે. સાધુઓ ગમે તે કરે. તમે આમાંથી છૂટી જાવ અને ગમે ત્યાં શિક્ષક તરીકે જોડાઈ જાવ. પાલીતાણા ધર્માદું ગામ છે. તમારી આખી જીંદગી બગડી જશે. તમારી પાસે રહેલા છોકરાઓને સમજાવીને બ્રહ્મચર્યાશ્રમમાં સોંપી દો અને કામે લાગી જાવ. નવી સંસ્થાનો કશો iવિચાર કરશો નહિ. ! આ તેમની સલાહ જો કે મને તે વખતે રૂચી નહિ. પણ મારી પાસે આવેલા વિદ્યાર્થીમાંથી ચુડાનો ! એક જયંતિલાલ નામનો વિદ્યાર્થી ઓછો થયો અને તે દર્શનસૂરિ મહારાજ સાથે ગયો છે તે સમાચાર મળતાં વીરચંદભાઈની સલાહ રૂચી. મેં મારી સાથે રહેલા ડીસા રાજપુરના વતની મણીલાલને સિહોર દર્શનસૂરિ jમહારાજ પાસે જયંતિલાલની ભાળ કરવા મોકલ્યો. ત્યારે ખબર પડી કે તે તેની માતા પાસે ચુડા ગયો છે. i મારો મોકલેલ માણસ મણિલાલ ચુડા ગયો અને યંતિલાલની માતાને કહ્યું કે “આ તમારો દીકરો તમને, સિોંપ્યો.' તે મહારાજ પાસે દીક્ષા લે કે તમારી પાસે રહે તે અમારી જવાબદારી નથી. આ પછી મણિલાલી પાલીતાણા પાછો આવ્યો અને મેં નિર્ણય કર્યો કે જે છોકરા બ્રહ્મચર્યાશ્રમમાં રહેવા માગતા હોય તેમને બ્રહ્મચર્યાશ્રમમાં સોંપી દેવા અને જે ન રહેવા માંગતા હોય તેમને મહેસાણા પાઠશાળામાં જોડી દેવા અને મારે ; આ લપમાંથી છૂટા થઈ જવું. એ મુજબ હરજીવનદાસ અને મોહનલાલ વિગેરેને મહેસાણામાં દાખલ કરાવ્યા. T આ સમય દરમ્યાન બપોરના વખતે હું યાત્રા કરી તળેટીમાં ભાતું વાપરી બાંકડા ઉપર બેઠો હતો તે વખતે અમદાવાદના શેઠ માયાભાઈ સાંકળચંદ મારી જોડે બેઠા હતા. વાતવાતમાં બ્રહ્મચર્યાશ્રમ વિગેરેની! વાત નીકળી. તેમણે કહ્યું, તમે અમદાવાદ આવી જાવ, હું તમને મારાથી બનતી મદદ કરીશ. અમદાવાદમાં ; iતમારી બધી વ્યવસ્થા થઈ જશે. મેં તેમનું સરનામું લીધું અને અમદાવાદ જવાનો વિચાર કર્યો. II II ========= પુનઃ પાલીતાણામાં || || 8 | | |
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy