________________
૨૫. અધ્યાપન : મહેસાણામાં
ચોમાસું ઉતર્યા બાદ મહેસાણામાં મુખ્ય શિક્ષક તરીકે ભગવાનદાસ મીઠાભાઈ હતા તે દક્ષિણમાં । Iજુન્નેર ગયા અને સંસ્થામાં જગ્યા ખાલી પડી. મને મહેસાણામાં મુખ્ય શિક્ષક તરીકે રોકવામાં આવ્યો. ત્યારે I ત્યાં મેનેજર તરીકે દુર્લભદાસ કાલીદાસ હતા. અને કલાર્ક તરીકે ચીમનલાલ જેચંદ વિગેરે જેઓ હું વિદ્યાર્થી તરીકે આ સંસ્થામાં આવ્યો ત્યારે હતા તેઓ હતા. વિશેષમાં હું આ સંસ્થામાં વિદ્યાર્થી તરીકે રહેવા આવ્યો ત્યારે જે વિદ્યાર્થી હતા તેમાં હરગોવન સંપ્રીતચંદ, બુલાખીદાસ લલ્લુભાઈ વિગેરે પણ તે વખતે વિદ્યાર્થી તરીકે હતા. ભુરાલાલ કાલીદાસ, સોમચંદ ડી. શાહ વિગેરે વિદ્યાર્થીઓ મારા સમવયસ્ક હતા.
આ ભણતા વિદ્યાર્થીઓમાં કોઈ ક્ષેત્રસમાસ, કોઈ કર્મગ્રંથ, તો કોઈ સંગ્રહણીનો અભ્યાસ કરતા હતા. હું જ્યારે ધાર્મિક પાઠ વિદ્યાર્થીઓને આપું ત્યારે મારી જોડે મેનેજર દુર્લભદાસભાઈ બેસતા. આ દુર્લભદાસભાઈ છ કર્મગ્રંથના અભ્યાસી હતા. હું વિદ્યાભવનમાં કર્મગ્રંથ વિગેરે ભણેલો. પણ મેં તેની ગાથાઓ કરેલી નિહ. આથી આ પાઠમાં ખૂબ મુશ્કેલી વર્તાવા લાગી. માસ્તર ભણ્યા નથી તેવી છાપ ન પડે તે માટે જે પાઠમાં દુર્લભદાસભાઈ મારી સાથે બેસતા તે પાઠની ગાથાઓ અને વિવરણ હું કંઠસ્થ કરી લેતો | Iઅને ઇજ્જત સાચવતો.
આ બધું છતાં એક પ્રસંગ એવો બન્યો કે જેનાથી સંચાલકોને મારા ઉપરથી મન ઉતરી ગયું.
એ પ્રસંગ એ હતો કે મહેસાણામાં દર ચૌદશે છોકરાઓ પૌષધ કરતા. હું પાટણમાં મોટી તિથિએ પોષધ કરતો. પણ ટેવ ન હોવાથી સૂત્રો પણ બરાબર ઉપસ્થિત ન હતાં. ચૌદશના દિવસે વિદ્યાર્થીઓ સાથે મેં પૌષધ કર્યો. પ્રતિક્રમણમાં સૂત્રોનો આદેશ જુદા જુદા ભાઈઓએ માંગ્યો, તેમાં મોટી શાંતિ કે અજિતશાંતિનો આદેશ ગામની પાઠશાળાના માસ્તર સોમાભાઈએ માંગ્યો. પણ કિશોરભાઈ બોલ્યા કે નવા માસ્તર મફતલાલભાઈ અજિતશાંતિ કે મોટી શાંતિ બોલે. મેં આદેશ સ્વીકાર્યો. હું તે સૂત્ર બોલ્યો પણ પાંચ છ ભૂલો [પડી. કિશોરભાઈને થયું કે આ માસ્તર કામ ના આવે. જેને પ્રતિક્રમણનાં સૂત્રો પણ આવડતાં નથી તે| છોકરાઓને શું ભણાવશે ? મને બોલાવ્યો. ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. હું કંઇ ન બોલ્યો. પણ પછીની ચૌદશ | માટે સૂત્રોને પાકાં કરવા સાથે મોટા અતિચાર પણ ગોખી પાકા કર્યાં અને આદેશ માંગ્યો. કિશોરભાઈ બોલ્યા, અજિતશાંતિ-મોટીશાંતિમાં ભૂલો પડે છે તો અતિચારમાં કેટલી ભૂલો પડશે ? મેં કહ્યું ભૂલો નહિ પડે. બોલવા દો. હું અતિચાર બોલ્યો. એક પણ ભૂલ ન પડી. ગઈ ચૌદશની ભૂલ સુધરી ગઈ અને કિશોરભાઈને લાગ્યું કે ગયે વખતે માસ્તરની તબિયત બરાબર નહિ હોય.
મહિના બે મહિના ત્યાં રહ્યા બાદ મેં મહેસાણા શુકલવાડામાં ઘર ભાડે રાખ્યું, અને ઘર માંડ્યું. પાટણથી ઘરવખરી વિગેરે લાવ્યા. વિદ્યાર્થીઓએ પણ તેમાં સારી મદદ કરી આ શુકલવાડામાં ઉત્તમ પારેખ સાથે સારો સંબંધ બંધાયો. અમે રહેતા હતા તે દરમ્યાન જ ઉત્તમ પારેખના બીજી કે ત્રીજી વારના લગ્ન ।થયાં. ઉત્તમ પારેખનો સંબંધ અમદાવાદ આવ્યા ત્યાં પણ ટકી રહ્યો.
મહેસાણા પાઠશાળાના શિક્ષકકાળ દરમ્યાન મેં કર્મગ્રંથની ટીકાઓ, પંચસંગ્રહની ટીકાઓ વિગેરે ગ્રંથો વાંચ્યા. ભણાવતો હતો છતાં ભણવાની લગની હતી જેને લઈ મહેસાણામાં આવતા મુનિઓ પાસે સ્વયં વાંચેલા ગ્રંથોમાં સમજ ન પડે ત્યાં પૂછી સ્પષ્ટતા કરતો.
અધ્યાપન : મહેસાણામાં
[૩૫