SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ બિરાજતા હતા. અને હું આ સંઘમાં આગેવાનીભર્યો ભાગ લેતો હતો. આથી મારે માટે શું કરવું તે કપરો | પ્રશ્ન હતો. હું ફૂલચંદભાઈની સાથે ભાવનગર ગયો અને ત્યાં સંવત્સરી પ્રતિક્રમણ વગેરે કર્યું. સંવત્સરી પછી આ પણ આક્ષેપ - પ્રતિઆક્ષેપનું યુદ્ધ તથા કોણે ભા. સુ. પના ક્ષયે ત્રીજના ક્ષયપૂર્વકની સંવત્સરી કરી તેના ! એકબીજાના આંકડા પ્રસિદ્ધ થયા. પણ એકાદ માસ ચાલ્યા પછી બધું શાંત પડ્યું. જે પેપરો એકબીજાના આક્ષેપ-પ્રતિઆક્ષેપ માટે નીકળ્યા હતા તે પણ બંધ થયા. આનું પરિણામ એટલું તો જરૂર આવ્યું કે બે તિથિ 1 jપક્ષનો મોટો ભાગ જે આજ સુધી બે આઠમ, બે ચૌદશ વિગેરે લખતો હતો તે બંધ થયો અને ઓમકારસૂરિ, I lભદ્રકરસૂરિ, કલાપૂર્ણસૂરિ, ભુવનભાનુસૂરિ વગેરે પૂર્વના બે તિથિ પક્ષના આચાર્યોએ એક તિથિ પક્ષની પંચાંગા Jપ્રકાશન કરવાની પદ્ધતિને સ્વીકારી. બે આઠમ, બે ચૌદશ લખવાનું બંધ થયું. કલ્યાણક તિથિઓ પૂર્વની પેઠે ! આરાધવાનું શરૂ થયું. પંચાંગમાં માત્ર રામચંદ્રસૂરિજીને અનુસરનારો જ વર્ગ બે તિથિવાળો રહ્યો. ટૂંકમાં પંચાંગ પ્રકાશન બધાંનું, સાગરજી મહારાજ વગેરેનું પણ એકસરખું રહ્યું. વિક્રમ સંવત ૧૯૯૨થી વિક્રમ સંવત ર૦૪રસુધી ચાલેલા વિવાદોમાં જેમાં હું થોડા-વત્તા અંશેT સંકળાયેલો હતો તેની મેં આછી નોંધ આપી છે. પણ આ ઉપરાંત ઘણા પ્રસંગો હું જેમાં ન સંકળાયેલો હોઉં! તેવા પણ બન્યા છે. જેમકે, પાલિતાણામાં એક પ્રસંગ એવો બન્યો કે | રામચંદ્રસૂરિ મહારાજ સાગરજી મહારાજને જે પ્રશ્નો પૂછે તેમનો જવાબ સાગરજી મહારાજે આપવો | Jઅને પછી રામચંદ્રસૂરિજીને પ્રશ્ન પૂછવામાં આવે. આ માટે કોટાવાળી ધર્મશાળામાં એક મિટિંગ થઈ અનેT તિમાં રામચંદ્રસૂરિજી મહારાજે પ્રશ્નો પૂછ્યા તેનો સાગરજી મહારાજે જવાબ આપ્યો. પછી સાગરજી મહારાજના ! પ્રશ્ન પૂછવાની વખતે મિટિંગ અધૂરી રહી. i (૨) વિજય વલ્લભસૂરિ મહારાજ મુંબઈ હતા ત્યારે એક વાત એવી આવી કે દેવદ્રવ્યની બાબતનો 1 આગ્રહ વલ્લભસૂરિ છોડી દે અને રામચંદ્રસૂરિજીએ નવો તિથિ-મત છોડી દેવો. આ વાત પણ ઊડી ગઈ. 1 | (૩) પાલિતાણામાં ચર્ચા ચાલતી હતી તે દરમ્યાન સાગરજી મહારાજની પાસેથી રામચંદ્રસૂરિજી | jતરફથી જુદાજુદા ગ્રંથોમાં આ પ્રસંગ ક્યાં ક્યાં આવે છે તે પૂછવામાં આવતા ત્યારે તેઓ પુસ્તક(ગ્રંથ) અને ! તે સ્થળો ચિહ્ન કરીને રામચંદ્રસૂરિને મોકલતા. આ રીત પૂજય આચાર્ય નેમિસૂરિ મહારાજે જાણી ત્યારે | સાગરજી મહારાજને તેમણે કહ્યું, “આ તમે શું કરો છો ? હું તો ઇચ્છું છું કે કશો સંબંધ જ ન રાખો”. આમ, I આવા ઘણા પ્રસંગો જેમાં હું ન હોઉં તેવા બન્યા છે. તેની નોંધ આમાં આપી નથી. ટૂંકમાં, મારું માનવું છે ! કે તિથિનો પ્રશ્ન બહુ મહત્ત્વનો નથી. કેમકે આપણું પંચાંગ હજાર વર્ષથી નષ્ટ થયેલું છે. બ્રાહ્મણોનાં પંચાગ ઉપર આ બધું ચાલે છે. તેમાં આ ચર્ચા કરી શાસનને ડહોળવાનો કશો અર્થ નથી. i સૌને શાસનદેવ સન્મતિ આપે ! (૩૦) પંડિત પ્રભુદાસભાઈ ઘણા સમયથી શાસનના પ્રશ્નોમાં રસ લેતાં આવ્યા છે. તેઓ પણ આ પ્રશ્નમાં jરસ લેતા હતા. તેમના દ્વારા જે કાંઈ પ્રસંગો બન્યા તેમાંના એક-બે પ્રસંગોની નોંધ હું આવું છું. વિક્રમ સંવત ૨૦૧૩ અને ૨૦૧૪નાં સંવત્સરીના મતભેદના પ્રસંગ દરમ્યાન અને બીજા મુનિ! સંમેલન દરમ્યાનના ગાળામાં પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજ શાહપુર હતા. પૂજ્ય નંદનસૂરિ મહારાજ શાંતિનગર ================================ મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૧૦૪]
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy