________________
મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે લખી હતી. અને પ્રાસંગિક શેઠ કસ્તુરભાઈએ લખ્યું હતું.
આ પુસ્તકના પાછળના પાનામાં જે થોડા શ્લોકોનો અનુવાદ હતો તે ગાર્ડીને ખૂબ ગમ્યો હતો. તેમણે તે ખાસ ઊતારી લીધો હતો. આ પુસ્તકના પ્રસંગથી જ દીપચંદભાઈ ગાર્ડી સાથે સવિશેષ પરિચય અને સંબંધ થયો હતો.
(૯)
શ્ર.ભ. મહાવીર નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ સંબંધી ચર્ચા ચાલતી હતી, તે અરસામાં પર્યુષણ પર્વમાં મારે મુંબઈ જવાનું થયું. કારણ કે તે પર્યુષણમાં મારી દીકરીએ મુંબઈમાં અઠ્ઠાઈ કરી હતી. મુંબઈમાં તે વખતે રામસૂરિજી મ. ડહેલાવાળા ગોડીજીમાં ચાતુર્માસ બિરાજતા હતા. ત્યાં ગોડીજીમાં મેં સંવત્સરીનો પૌષધ કર્યો | હતો. પૌષધના પારણા પછી મેં તે વખતે પૂ.આ. રામચંદ્રસૂરિજી મ. સાંતાક્રૂઝ બિરાજતા હતા તેમનો સંપર્ક | સાધવા મેં સાંતાક્રુઝ ટેલિફોન કર્યો અને ત્યાંના તે વખતના ટ્રસ્ટી ઠાકોરભાઈ સાથે વાત કરી કે મહારાજને હું મળવા માગું છું તો તમે સમય નક્કી કરી મને જણાવો. તેમણે મને પ્રાયઃ ભાદરવા સુદ નોમનો દિવસ આપ્યો. હું સાંતાક્રુઝ ગયો. તેમને મળ્યો. ભ. મહાવીરના નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ સંબંધી વાત કરી કે, આપણી અંદરોઅંદરની લડાઈને લીધે આપણે પ્રાંતિક સરકારો જે આમાં સારા પૈસા ખર્ચવા માગે છે તેનો । લાભ લઈ શકતા નથી. દિગમ્બરો તેનો લાભ ઊઠાવે છે. તેમની સંસ્થાઓને સદ્ધર કરે છે. અને ભવિષ્યની | પેઢીને પણ તૈયાર કરી શાસ્ત્રથી અભિજ્ઞ બનાવે છે. ત્યારે આપણે લડવામાંથી ઊંચા આવતા નથી.
।
જૈન સંઘના શ્રાવકોને તો આની કોઈ પડી નથી. તમે સાધુઓ જેમ દોરો તેમ દોરવાય છે. આપ અને નંદનસૂરિ મ. એક મત થઈ જે કોઈ નિર્ણય કરો તે સમસ્ત સંઘોને કબૂલ થાય તેમ છે. તમારા બેના મતભેદને કારણે સંઘને ઘણું નુકસાન થાય છે. સરકાર પૈસા ખર્ચવા માગે છે તેને આપણે ખર્ચી શકતા નથી. | તેટલું જ નહિ, પણ સરકારમાં આપણા શ્વેતાંબર સમાજની ખરાબ છાયા પડે છે. તેના નિમિત્તમાં આપણા | સંઘ પક્ષે તમે બંને જવાબદાર બનો છો. તો સાથે બેસીને કોઈને કોઈ પણ જાતના નિર્ણયમાં એક મત થાઓ.I જવાબમાં તેમણે આ વાતને ઉડાવી દઈ તિથિ-ચર્ચાની વાત કાઢી અને કહ્યું : ‘‘કોઈને શાસ્ત્ર સમજવું નથી. પોતાનો કક્કો ખરો કરવો છે. એ કેમ બને ?’” મેં જવાબમાં કહ્યું, ‘“મહારાજ, આ તિથિની ચર્ચા । જ ખોટી ઉત્પન્ન થઈ છે. જેનો પાયો નથી તેવી ચર્ચાથી જૈન સંઘને ઘણું નુકસાન થયું છે. મેં બંને પક્ષોની Iદલીલો અને શાસ્ત્રપાઠો વાંચ્યા છે. મને આપનો આગ્રહ બરાબર લાગતો નથી'. આમ ઘણી વાતો કરી. I પણ જે વાત માટે હું ગયો હતો તે વાતને છોડીને આડીઅવળી વાતે ચડ્યા.
આ બંને આચાર્યોનો મતભેદ છેવટ સુધી રહ્યો અને તેથી આપણાં સંઘને જે લાભ થવાનો હતો તે થયો નહિ અને સરકારમાં છાયા ખોટી પડી.
(૧૦)
શ્ર. ભ. મહાવીરનાં ૨૫૦૦ વર્ષ સંબંધમાં કસ્તુરભાઈ શેઠ સારો રસ લેતા હતા. તેઓ સરકારમાં સારી લાગવગ ધરાવતા હતા. તેમ સંઘમાં પણ તેમની સુંદર છાયા હતી. આ અંગે સંઘની એક મિટિંગ કેશુભાઈ શેઠને ત્યાં રાખવામાં આવી. તેમણે અમદાવાદના આગેવાનોને બોલાવ્યા. આમાં તે વખતના ડેપ્યુટી
ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ]
[૧૩૫