SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મિનિસ્ટર કાંતિલાલ ઘીયા પણ હતા. આ મિટિંગમાં બે જાતના મતભેદવાળા ભાઈઓ હતા. કેટલાક| |રામચંદ્રસૂરિજીની તરફેણવાળા તો કેટલાક નંદનસૂરિજીની તરફેણવાળા હતા. રામચંદ્રસૂરિજી ઊજવણીની વિરોધમાં હતા જ્યારે નંદનસૂરિજી મ. ઊજવણીની તરફેણમાં હતા. I આ મિટિંગ થાય તે પહેલા કસ્તુરભાઈ શેઠે મને અરવિંદ મિલમાં સવારે બોલાવ્યો અને કહ્યું કે તમે |એક સુંદર લખાણ તૈયાર કરી આપો. આ લખાણ આ મિટિંગમાં રજૂ થવું જોઈએ. મેં અરવિંદ મિલમાં તેમની Iઓફિસમાં જ બેસી એક લખાણ રોહિણિયા ચોર અને મહાવીર પરમાત્માના સંબંધના દૃષ્ટાંતને રજૂ કરીI તૈયાર કરી આપ્યું. આ સમયે ૧૧-૦૦ વાગ્યાનો હતો. મિટિંગ ૩-૦૦ વાગે મળવાની હતી. શેઠે પોતાની લાગવગથી બે કલાકમાં જ આ લખાણ છપાવ્યું અને મિટિંગમાં બેઠેલા બધાને જણાવ્યું કે ભગવાનના શબ્દો અનિચ્છાએ પણ માત્ર કાને પડવાથી રોહિણિયા ચોર જેવા પ્રતિબોધ પામ્યા. તે પરમોપકારી ભગવાનની ૨૫૦૦ વર્ષની ઊજવણીમાં તેના જ ભક્તો, શ્રાવકો વિરોધ કરે તેનાથી બીજું શું આશ્ચર્ય હોઈ શકે ? શેઠના આ શબ્દોની અસર ખૂબ સારી થઈ. અને અમદાવાદ શહેરે આ ઊજવણીનો કાર્યક્રમ વર્ષ દરમ્યાન ઘણા પ્રસંગો યોજી સારી રીતે પાર પાડ્યો. (૧૧) આ પ્રસંગને અનુરૂપ એક મોટો કાર્યક્રમ હઠીભાઈની વાડીએ રાખવામાં આવ્યો હતો. અને ત્યાં | બહારના પણ બીજા વક્તાઓને બોલાવ્યા હતા. હઠીભાઈની વાડીએ રાતના ભગવાનનાં જીવનના વિવિધ 1 પ્રસંગ-ચિત્રોનું આલેખન કર્યું હતું. તે અંગે વક્તાઓ ભાષણ કરવાના હતા. ત્યારે આની ઊજવણીનો વિરોધ કરનારા વી૨સૈનિકોએ ખૂબ તોફાન કર્યું. મરચાનો ભૂકો ઉછાળ્યો. અને આ સભામાં બોલવા આવનારાઓનાં કપડાં ખેંચ્યાં. આ વાતાવરણ શિષ્ટ અને શોભાયુક્ત નહોતું. તદ્ઉપરાંત આ ઊજવણીનાં વિરોધમાં ચંદ્રશેખર વિજયજી હતા. તેને લઈ તેમના વીર સૈનિકો પણ વિરોધમાં જોડાયા હતા. તેમણે ઊજવણી અટકે તે માટે ઉપવાસ આદર્યા. આ ઉપવાસ લાંબા ન ચાલે તે માટે I કસ્તુરભાઈ શેઠ જ્યાં મહારાજ બિરાજતા હતા, તે વિદ્યાશાળાએ ગયા. મ.ને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું અને ઉપવાસ છોડી દેવા વિનંતી કરી. મહારાજ તે વખતે ન માન્યા. શેઠ મ. પાસેથી નીકળ્યા તે વખતે વીર સૈનિકોએ શેઠની સાથે સારૂં વર્તન ન કર્યું. મ.ને આ વાતની ખબર પડી ત્યારે તેમને દુઃખ થયું. આ પછી |બે-એક દિવસ બાદ મ.ને સમજાવ્યા. તેથી તેમણે પારણું કર્યું. આ પ્રસંગે ઇન્દોરમાં એક સભા થઈ. ત્યાં કસ્તુરભાઈ શેઠ ગયા હતા ત્યારે તેમને ત્યાં પણ આ વીર સૈનિકોએ ધક્કે ચડાવ્યા હતા. ટૂંકમાં આ પ્રસંગ શ્વેતાંબર જૈન સમાજ માટે સારો ન ગણાયો. કારણ કે તેમાં કેટલાંક તોફાની ।તત્ત્વોએ ભાગ લીધો અને સંઘની છાયાને હલકી પાડી. ૧૩૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy