________________
એટલું જ નહિ, પણ પછી તેમનો પરિવાર પણ તે અને તેના જેવા ગ્રંથોને છપાવવા માંડ્યો. આ સમયની | બિલિહારી છે.
પં. પ્રભુદાસભાઈનો કહેલો એક પ્રસંગ મને યાદ છે. જ્યારે વિ.સં. ૨૦૧૪ નું મુનિસંમેલન થયું jઅને નંદનસૂરિ મહારાજે એ મુનિ-સંમેલનની શરૂઆતમાં “જેણે સંઘની સર્વમાન્ય પ્રણાલિકા બદલી હોય
તેવા, શાસનની સાથે બહારવટું ખેડનારની સાથે ચર્ચા ન થઈ શકે; તે પહેલાં સંઘને શરણે આવે પછી જાં તિની સાથે ચર્ચા થાય”, આ વાત વિ.સં. ૧૯૯૩ થી પર્વતિથિઓની ક્ષય વૃદ્ધિ કરનાર રામચંદ્રસૂરિજીનાT પક્ષને કહી, ત્યારે તેમણે પ્રભુદાસભાઈએ નેમિસૂરિ મ.ને યાદ કર્યા કે “ખરેખર આ વચન નેમિસૂરિ મ.નું! જ ઉચ્ચારાયેલું છે. નંદનસૂરિ મહારાજે નેમિસૂરિ મ.ની ખરેખરી પ્રભા જાળવી છે”. આ ભાવ પ્રભુદાસભાઈનો ; હતો. | નેમિસૂરિ મ. તે કાળના સંઘના સર્વસ્વ હતા. શાસનના સ્તંભરૂપ હતા. તેમનાં દર્શનથી પૂર્વી Iમહર્ષિઓનાં દર્શનની ઝાંખી થતી હતી.
૨. પૂ. આગમોદ્ધારક આ. સાગરાનંદસૂરિજી મ.
પ.પૂ. આચાર્યદેવ સાગરાનંદસૂરિજી મ.ના મેં બાળપણમાં વિદ્યાભવનના અભ્યાસ દરમ્યાન પાટણમાં દર્શન કર્યા હતાં. ત્યારબાદ પાટણનાં અભ્યાસ પછી જ્યારે હું પાલિતાણા જિનદત્ત આશ્રમમાં આવ્યો ત્યારે jતેમનો મેં નજીકથી થોડો પરિચય મેળવ્યો. પણ તેમનો ઘનિષ્ઠ પરિચય તો તિથિચર્ચાના પ્રસંગમાં જ થયો,j અને તે ખૂબ ગાઢ થયો.
પૂ. આનંદસાગરસૂરિ મહારાજે વિ.સં. ૧૯૯૦માં પૂ.આ નેમિસૂરિ મ. સાથે રહી મુનિસંમેલનમાં સારો ભાગ ભજવ્યો હતો. મુનિસંમેલનની સફળતામાં તેમનો હિસ્સો ખૂબ જ મહત્વનો હતો. એ મુનિસંમેલનમાં jપૂ. નેમિસૂરિ મ.ની કુનેહ અને પૂ. સાગરજી મ.ની વિદ્વત્તાનાં દર્શન સમગ્ર શાસનને થયાં હતાં. પૂ. સાગરજી | મિ. કલકત્તા તરફથી ગુજરાતમાં આવ્યા બાદ ગુજરાતમાં ચાલેલી બાળદીક્ષા પ્રકરણ, યુવક સંઘ અને સોસાયટીની! ધમાલ વિગેરે પ્રવૃત્તિઓ, જે રામચંદ્રસૂરિજી દ્વારા શરૂ થઈ ગઈ હતી, તેમાં પ્રોત્સાહક બન્યા હતા. અને જો ! દિવસે તે એક-મેક બની ગયા હતા. આ. રામચંદ્રસૂરિ વિગેરે સાથેની એકમેકતા બહુ થોડાંક જ વર્ષ ટકી હતી. વડોદરા ગાયકવાડ સરકારનાં દીક્ષા-પ્રતિબંધક કાયદાની જુબાનીઓ વિગેરેમાં તેમણે ભાગ લીધો હતો. પણ પછીથી દીક્ષા આપવાની વય અને કાળ વિગેરેના મતભેદથી તેઓ એકબીજાથી દૂર થઈ ગયા હતા. i
શરૂશરૂમાં દેશ-વિરતિ ધર્મારાધક સમાજ, યંગમેન્સ જૈન-સોસાયટી, નવપદ આરાધક સમાજ વિગેરે-I સંસ્થાઓમાં તેઓ અને રામચંદ્રસૂરિ એક-મેક બની કામ કરતા હતા. એક-બીજાની દીક્ષાઓ પણ એક-મેક! આપતા હતા. આ બધી પ્રવૃત્તિઓ અંગે યોજાતાં સંમેલનોમાં તેઓ સાથે કામ કરતા હતા. તે અને રામચંદ્રસૂરિ વિગેરે પોતાને શાસન-પક્ષ તરીકે ઓળખાવતા હતા. પણ પછીથી દીક્ષા લેવા-આપવાના તેમજ કેટલાકj શાસ્ત્રીય મતભેદોને કારણે તેઓ અલગ પડી ગયા હતા. આ પછી તો તે સંઘર્ષ સ્વરૂપ બન્યું હતું.
૨૦૪]
================================
| મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
- - - - - - --