________________
-
-
જૈન શાસનમાં શાસન હિતૈષી, દીર્ઘદ્રષ્ટા, નિરીહ, વિચારક અને વિદ્વાન તરીકે તેમની પ્રસિદ્ધિ હંમેશા માટેj
Jરહી છે.
વિદ્યાભવનના વિદ્યાર્થીકાળ દરમ્યાન પં. પ્રભુદાસભાઈની જીવન ઘડતરમાં મુખ્ય દોરવણી રહી. jપણ વિદ્યાભ્યાસ કરાવવામાં વિશિષ્ટ અધ્યાપકોનો ફાળો ઓછો નથી. સંસ્કૃતમાં ભાંડારકરની બે બુક, અને Tલઘુવૃત્તિ વ. નો અભ્યાસ પં. વીરચંદભાઈ મેઘજીભાઈ પાસે કર્યો છે. તેઓ ઘણા સાધુ-સાધ્વી મહારાજોને lભણાવનાર તરીકે જાણીતા હતા. તેઓ ખૂબ વ્યવહારદક્ષ અને શાણા પુરુષ હતા. જીવનપર્યત તેમનો ઉપકાર!
મારા પર રહ્યો છે. શાસનના કેટલાક કામોમાં, પ્રશ્નોમાં તેઓ હંમેશાં પૃચ્છાયોગ્ય રહ્યા છે. 1. સાધુ જીવનમાં દાખલ થયા પછી, મોડા દાખલ થવાનો અફસોસ અને એ જીવનમાંથી જેટલું સાધી શકાય તેટલું શરીરની આળપંપાળ કર્યા વિના સાધી લેવાની મનોવૃત્તિ, ઉત્તમ સાધુમાં જોઈએ છીએ, તેવી| લાગણી મને સંસ્કૃતના અભ્યાસ વખતે થઈ. જેના પરિણામે ૫. વીરચંદભાઈ પાસે લઘુવૃત્તિનો પ્રારંભ કર્યો. અને આ લઘુવૃત્તિ જલદી પૂરી થાય તે માટે ૫,૬,૭મો અધ્યાય પાટણ સાગરના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજતા, મુનિશ્રી ક્ષમાભદ્રવિજયજી (પાછળથી ક્ષમાભદ્રસૂરિજી) પાસે કર્યો. | ધાર્મિક અભ્યાસ મેં માસ્તર શાંતિલાલ હરગોવનદાસ પાસે કર્યો. તે સ્વભાવે ઉગ્ર, છતાં ખૂબ જ| Iનિખાલસ, પ્રામાણિક અને પ્રેમાળ હતા. વર્ષો બાદ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ સાથે સુરેન્દ્રનગર છોટાલાલા જમનાદાસ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જવાનું થતાં તેઓ મળ્યા ત્યારે તેઓ ખૂબ આનંદવિભોર બની ગયા! હતા.
અમને અંગ્રેજી ભણાવવા શ્રીયુત ભટ્ટ સાહેબ, અલમૌલા સાહેબ અને નાગર બ્રાહ્મણ રંગરાયા !આવતા. તેમાં શ્રી ભટ્ટ અને રંગરાય પાટણ હાઈસ્કૂલના શિક્ષકો હતા. અલમૌલા તો એવા સમર્થ વિદ્વાની હતા કે લેટિનમાંથી કઈ રીતે ઇંગ્લીશ શબ્દો ઉતરી આવ્યા તેની ઊંડી સમજ ધરાવતા. તેમની દીકરી આજે! શારદામંદિર પાસે એક બાલમંદિર ચલાવે છે. ગુજરાતી ભાષા પ્રભુદાસભાઈ અને દ્વારકાદાસ લેતા. ' | કેશવલાલ મલ્લ કે જેઓ તે વખતે ગુજરાતમાં “સેડા”તરીકે પ્રસિદ્ધ હતા, તેઓ અમને વ્યાયામાં 1શીખવતા. આ ઉપારાંત “ઉત્તરહિંદ માં જૈન ધર્મ” પુસ્તકના લેખક શ્રી ચીમનલાલ જેચંદ અમને ઓનરરી 'શિક્ષક તરીકે ઇંગ્લીશ પુસ્તકોનો અભ્યાસ કરાવતા.
૧૧ પૂ. આચાર્ય ભગવંતો તથા વિદ્વાનોની અસર વિદ્યાભવનના અભ્યાસકાળ દરમ્યાન જીવન ઉપર કાયમી અસર મૂકી જાય તેવા ઘણા પ્રસંગો Tબનેલા છે. આ પ્રસંગોમાં પૂ. આચાર્ય મહારાજોનો સંસર્ગ, વિદ્વાનોનો સંસર્ગ, પાટણમાં ઉજવાયેલા વિશિષ્ટ મહોત્સવો, સહાધ્યાયીઓના સંસર્ગ, વિદ્યાર્થીજીવનની કેટલીક સમસ્યાઓ – આ બધા પ્રસંગોનાં સંભારણાં. કેટલાંક સુખદ તો કેટલાંક દુઃખદ અને નિર્દોષ પણ છે.
પૂ. આ. વિજ્યનેમિસૂરીશ્વરજી મ., પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મ., પૂ. આ. નીતિસૂરીશ્વરજી મ., 1 jપૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ., પૂ. આ. વલ્લભસૂરીશ્વરજી મ. - આ બધા સંતોના આશીર્વાદ પામવાનો Tઅવસર વિદ્યાભવનના કાળ દરમ્યાન મને સાંપડેલો છે.
============= ========= પૂ. આચાર્ય ભગવંતો તથા વિદ્વાનોની અસર]
[૧૩ - - --- - - - - - - - - - -
LI|
|