________________
| વિ.સં. ૨૦૧૪ના મુનિ-સંમેલનમાં તેમણે અગ્રગણ્ય ફાળો આપ્યો હતો. અને તે મુનિ-સંમેલન બાદ | |શાસનપક્ષના જુદાજુદા મતભેદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ચોથની કે ત્રીજની ક્ષયવૃદ્ધિના હતા, તે સાથે રહી! મિટાવી શાસનપક્ષને એકત્ર કર્યો હતો. જે વર્ષો સુધી એકત્રતા ટકી રહી હતી. શ્ર.ભ. મહાવીરના ૨૫00! વર્ષની ઉજવણી પ્રસંગે તેમણે સંઘને સાચું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પાલિતાણા ગિરિરાજ ઉપરના નૂતન જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે “બોલી” અંગે થયેલા વિવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને બળપ્રેરક બની jમોટા વિરોધ વચ્ચે પણ તે કાર્ય સંપૂર્ણ સંપન્ન થાય તે માટે તેઓ આધારરૂપ બન્યા હતા.
પૂ. વિજય નંદનસૂરિ મ., જેને સમાજ વગોવતો હોય પણ જો તેનામાં કોઈ સારી વસ્તુ દેખાતી હોય તો તેનો સ્વીકાર કરવામાં અચકાતા નહિ. પંડિત બેચરદાસ, નિવિજય વિગેરે સમાજમાં વગોવાયેલા હોવા છતાં તેઓ કોઈ સારી વસ્તુના ચાહક કે ગ્રાહક હોય તો તેને અભિનંદવામાં દૂષણ માનતા ન હતા. જેને લઈ બેચરદાસ પંડિત જેવા તેમના છેલ્લા કાળમાં તેમની પ્રત્યે આદરભાવ ધરાવતા થયા હતા. ! વિ.સં. ૨૦૧૪ના મુનિસંમેલનની દરેક બેઠકમાં જતાં પહેલા તેઓ મને બોલાવતા. તે બેઠકમાં શું
શું કરવાનું છે તેનો વિચાર રજૂ કરતા. બેઠકમાંથી આવ્યા બાદ શું-શું બન્યું તે સવિશેષ જણાવી, હવે શું કરવું jજોઈએ, તેનો વિચાર વિનિમય કરતા. અર્થાત્ નાનામાં નાના માણસની સલાહ લેવામાં તે નાનમ અનુભવતા | નહિ. પૂ. નેમિસૂરિ મ. એવી માન્યતાના હતા કે જે માણસ વક્ર હોય તેની સાથે વિચાર વિનિમય પણ કરવો | નહિ. જ્યારે નંદનસૂરિ મ. વક્ર માણસ સાથે વિચાર-વિનિમય કરતા, પણ તેનાથી સાવધ રહેતા. !
નંદનસૂરિ મ.માં એક ખાસિયત એ હતી કે શાસનને ઉપયોગી માણસ કોઈ રીતે ઊભાગે નહિ તેનું , ખાસ ધ્યાન રાખતા. આ શાસનોપયોગી માણસે કદાચ કોઈ વાર ભૂલ કરી હોય તો તે વખતે તેને જતી | કિરવામાં માનતા, પણ પછીથી તેને સમજાવી તે ભૂલ સુધારવા કહેતા. શાસન ડહોળાય તેવી કોઈ પણ પ્રવૃત્તિનું Iકરવામાં તે માનતા નહિ. સાચી વાતનો સ્વીકાર એ તેમનો મુખ્ય ગુણ હતો.
પંડિત પ્રભુદાસભાઈ નેમિસૂરિ મ.ના અને નંદનસૂરિ મ.ના ખૂબ રાગી હતા. તેઓ નેમિસૂરિ મ.ને તો આ કાળના અનન્ય મહાપુરુષ માનતા. તેઓ તેમને શાસન બંધારણના પૂર્ણ રક્ષક અને દૂરંદેશી દૃષ્ટિવાળા સમજતા. તેવી જ રીતે નંદનસૂરિ મ.ને પણ શાસન હિતસ્વી અને સ્પષ્ટ શાસનું બંધારણ રજૂ કરનાર માનતા. આમ છતાં એક વાર પ્રભુદાસભાઈએ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સની સાધર્મિકોની ભક્તિની ટેલનો! Bવિરોધ કર્યો ત્યારે તેમને મારી સામે ખૂબ જ ખખડાવી નાખ્યા હતા. પ્રભુદાસભાઈનું કહેવું એવું હતું કે!
સાધર્મિકોને મદદ કરવાના નામે આપણે તેમને અપંગ અને ગૌરવહીન બનાવીએ છીએ.” જ્યારે નંદનસૂરિ મ.નું કહેવું એ હતું કે “સાધર્મિક ભક્તિનો વિરોધ એ સમ્યકત્વનું દૂષણ છે”. પ્રભુદાસભાઈને ખૂબ ઠપકો jઆપ્યા છતાં પ્રભુદાસભાઈનો તેમની પ્રત્યેનો પ્રેમ કદાપિ ઓછો થયો નથી.
નંદનસૂરિ મ.નો પરિચય મારે પાછલાં વર્ષોમાં ગાઢ હતો. હું સામાન્ય હોવા છતાં તેઓ તેમના ! વખતના શાસનનાં દરેક પ્રશ્નોમાં મને જાણ કરતા, પૂછતા, અને હું, નિર્દોષભાવે કાંઈ કહેવા જેવું લાગે તો કહું તેનો વિચાર કરતાં. તેમનો પરિચય મને મારા જીવનમાં આશીર્વાદરૂપ હતો. જુદા જુદા પ્રસંગોમાં તેમના સંબંધો સાથેની વિગતો અગાઉ આવી ગયેલી હોવાથી અહીં જણાવી નથી.
=============================== | ૨૧૮]
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા -- -- -- - - -- -- - -- - -
T