________________
સેવાભાવી હતા. તેમણે પાલિતાણામાં રહી સવા લાખ નવકારનો જાપ કર્યો હતો. ધર્મ ઉપરની આસ્થા તેમની ! Tગજબની હતી.
તેમનો કહેલો એક પ્રસંગ મને યાદ છે. તેમણે કહ્યું કે “મારો દીકરો કૉલેજમાં ભણતો હતો. તેનાં માર્ક અને રીઝલ્ટ માટે હું પ્રોફેસરના ત્યાં ગયો હતો. ત્યાંથી હું પાછો ફરતો હતો તે વખતે મારી ગાડી ભીંડી | બિજારમાંથી પસાર થઈ અને ચારે બાજુથી મુસ્લિમોનું એક ટોળું “મારો મારો' કરતું આવ્યું. ગાડીની આસપાસT તે ટોળું ઘેરાઈ વળ્યું. હું સમજી ગયો કે બચવાની આશા નથી. મેં નવકારમંત્ર ગણવા શરૂ કર્યા. મનમાં ! આગારવાળું પચ્ચકખાણ ધાર્યું. આ ટોળું મારી ગાડી ઉપર કાંઈ ઘા કરે તે પહેલાં એક બુઝર્ગ મિયાં લુંગી ; પહેરેલો આગળ આવ્યો. મને ઓળખી તે બોલ્યો, “જીવાભાઈ, તમે અહીં ક્યાંથી આવ્યા ?” ટોળાને હાક મારી તેણે કહ્યું, આઘા ખસો. ગાડીમાં એક માણસને બેસાડી મારી ગાડી હિંદુ લત્તાના નાકે મૂકી ગયો. મને | Jઆ પ્રસંગથી નવકાર ઉપર ખૂબ આસ્થા રહી. અને મેં પાલિતાણામાં ચાર માસ રહી સવા લાખ નવકારમંત્રનો! 1જા૫ કર્યો”.
આ નવકારના જાપ વખતે એવો નિયમ રાખેલો કે આ જાપ પૂરો ન થાય ત્યાં સુધી ગમે તેવો | Jપ્રસંગ આવે તો પણ પાલિતાણા છોડવું નહિ. આ નિયમની કસોટી થઈ. હું તથા મારા ભાઈના પત્ની, I
ચંદ્રશેખર વિજયજીની માતા વિગેરે તપશ્ચર્યાપૂર્વક જાપ કરતા હતા તે અરસામાં મુંબઈથી એક તાર આવ્યો.! 'આ તારમાં મારા ભાઈ કાંતિલાલની તબિયત નરમ હોવાના સમાચાર હતા. આ વખતે શત્રુંજય માહાભ્ય; વિગેરે વંચાતું હતું. આ તાર વાંચી મુંબઈ જવું-ન જવું તેનો વિચાર કરતા હતા તેવામાં બીજો તાર આવ્યો. આ તાર મારા ભાઈ કાંતિલાલ ગુજરી ગયાનો હતો”.
“અમે બધા વિચારમાં પડ્યા. તે વખતે ભાવનગરથી વિમાનની સર્વિસ ન હતી. અમદાવાદ થઈ મુંબઈ પહોંચવા માટે ગમે તેટલી મહેનત કરીએ તો પણ પહોંચી શકાય તેમ ન હતું. ખૂબ ખૂબ વિચાર પછી ; નિર્ણય કર્યો કે તેમના અગ્નિદાહ પહેલાં આપણે કોઈ રીતે પહોંચી શકીએ તેમ નથી. અગ્નિદાહ થયા પછી પહોંચવું ન પહોંચવું સરખું છે.
ચંદ્રશેખર વિજયજીની માતા પણ સવા લાખ નવકારમંત્રમાં જોડાયેલાં હતાં. તેમણે લોકાપવાદને ; iગણકાર્યા વિના નિર્ણય કર્યો કે જે થવાનું હતું તે થઈ ગયું. હવે જવાનો અર્થ નથી. લોકાપવાદ થશે પણ તું તે સવા લાખ નવકારમંત્રનો જાપ પૂર્ણ કરવામાં રોકાયાં. આ કસોટી અમારી ધર્મશ્રદ્ધાને હચમચાવે તેવી હતી. લોકો તરફથી અમારે ખૂબ સાંભળવાનું થયું. પણ આ જાપ અમે પૂર્ણ કર્યો.” 1 જીવાભાઈ શેઠે પાલિતાણાનો છરી પાળતો સંઘ કાઢ્યો હતો. ઉજમણું કર્યું હતું. પ્રતિષ્ઠા કરાવી
હતી. પાલિતાણામાં સોસાયટીમાં કાચનું દેરાસર જે આજે ભવ્ય છે તે તેમના પરિશ્રમનો પ્રતાપ છે. 'પાલિતાણામાં શ્રાવિકાશ્રમ, આયંબિલ ખાતું વિગેરે સંસ્થાઓના તે પ્રાણરૂપ હતા. મુંબઈની આયંબિલ શાળા,T
ભાયખલ્લાનું દેરાસર, લાલબાગનું દેરાસર, ઉપાશ્રય વિગેરે અનેક મુંબઈની સંસ્થાઓ અને રાધનપુરની ઘણી ! ધાર્મિક સંસ્થાઓના તે પ્રાણરૂપ હતા. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ અને સંઘ ઉપર કોઈપણ ઠેકાણે મુશ્કેલી આવે ત્યારે તેના બચાવમાં ખડે પગે તે રહેનારા હતા. મહારાષ્ટ્રમાં આવેલ જુર કૉન્ફરન્સમાં ધર્મવિરોધી 1 iઠરાવો અને મુંબઈ યુવક સંઘની ધર્મવિરોધી પ્રવૃત્તિઓનાં પ્રતિકારમાં તેમણે ઘણો રસ દાખવ્યો હતો. ગાયકવાડj = = = =
================ ( ૧૯૨]
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - -
- - - - - - - - - -
II
-
-
----
I