________________
2)
બૉમ્બે હાઇકોર્ટમાંથી બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કેસ નીકળી ગયો છતાં ધર્મસાગરજી મ. નાસીપાસ થયા ન હતા. તેમને સુપ્રિમ સુધી દિલ્લીમાં લડવાની ભાવના હતી. તેથી આ કેસ માટે દિલ્લીના દાદી ચાંદજી; નામના સોલિસિટરની કંપની સાથે સંપર્ક સાધ્યો અને તેમને આ કેસના કાગળો સોંપ્યા. તેણે દિલ્લી સુપ્રિમ Iકોર્ટમાં આ કેસ દાખલ કર્યો. અમે દિલ્લીમાં રહેતાં હિંદુ મહાસભાના પ્રમુખ એન.સી. ચેટરજી બેરિસ્ટરનેT રોક્યા. આ બૅરિસ્ટર પાસે આપણા જેવા મદ્રાસ વિગેરે સ્થળોના પણ કેસો હતા. તેમની ફી ઘણી મોટી હતી.' !પણ શ્યામપ્રસાદ મુકરજીએ અમારી વતી ભલામણ કરી ફી ઓછી કરાવી હતી.
આ કેસ નિયત દિવસે સુપ્રિમ કોર્ટમાં નીકળ્યો. આ કેસ ચલાવવા માટે પાંચ જજોની બેન્ચ હતી.i સિરકાર તરફથી મોતીલાલ સેતલવડ બૅરિસ્ટર હતા જે ભારતભરમાં પ્રસિદ્ધ ગણાતા હતા. ધર્મની વ્યાખ્યા, ટ્રિસ્ટના હેતુઓ વિગેરે ઉપર ખૂબ ચર્ચા ચાલી. મોતીલાલ સેતલવડે ૫૫, ૫૬ વિગેરે કલમોનો બચાવ કરતાં! | કહ્યું કે આપવાનો એક માણસે ગંગામાં રહેલા માછલાંઓને ખોરાક આપવા માટે ટ્રસ્ટ બનાવ્યું હોય અને તેને : અનુસરીને માછલાંઓને કણક વિગેરે ખર્ચ થતો હોય તે જ વખતે દુષ્કાળ હોય અને ગંગાના કિનારે માણસો
ભૂખે મરતા હોય તો તે ટ્રસ્ટનો હેતુ બદલી ભૂખ્યા માણસોને અનાજ આપવું વાજબી કે માછલાંઓને કણક jઆપવી વાજબી ! સરકારે પપ, પ૬ વિગેરે કલમોમાં ટ્રસ્ટે જે હેતુ માટે ટ્રસ્ટ કર્યું હોય તે હેતુ કરતાં વિશિષ્ટાં લાભદાયી હોય તો ટ્રસ્ટનો હેતુ બદલાય તેમાં શું વાંધો હોય ?” આનો જવાબ આપતાં સુપ્રિમના જજોએI જણાવ્યું કે “જે હેતુ માટે ટ્રસ્ટ બનાવ્યું હોય તે હેતુ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ટ્રસ્ટીએ! પોતાના પૈસા બચાવી જે હેતુ સફલ કરવા ટ્રસ્ટ બનાવ્યું હોય તેનો અપલાપ ન થવો જોઈએ”. બીજું, મોતીલાલ સેતલવડે જુદાજુદા દેશોની ધર્મની વ્યાખ્યા આપી હતી. તેનો જવાબ આપતાં જજોએ કહેલું કે, i“પરદેશના ધર્મની વ્યાખ્યા અને હિંદુસ્તાનની ધર્મની વ્યાખ્યા તથા રીતરસમ જુદા છે. અહીંના તો રાષ્ટ્ર પપ્રમુખ રાજેન્દ્રબાબુ નાગા બાવાની રક્ષા પોતાના માથા પર ઝીલે ને પોતાની જાતને કૃતકૃત્ય માને છે. એટલે Jપરદેશોના ધર્મની વ્યાખ્યા કે રીતરસમ સાથે હિંદુસ્તાનને જોડી શકાય નહિ”.
ખરી રીતે અમારા વકીલ એન.સી.ચેટર્જીનો કશું બોલવાનો વખત જ ન આવ્યો. જજોએ જ jમોતીલાલ સેતલવડની દલીલોનો પ્રતિકાર કર્યો. અને ટ્રસ્ટ ઍક્ટની પ૫, ૨૬, ૩૦ ની વિગેરે કલમોને
અસ્ટ્રાવાયર ઠરાવી. આ કલમો જો રહી હોત તો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વિગેરે દ્રવ્યોનો ઉપયોગ પણ સરકારનું લોકહિતોનાં કામોમાં કરાવી શકત. આ કલમો અસ્ટ્રાવાયર ઠરાવવાથી જે હેતુ માટે ટ્રસ્ટ બનાવ્યું હોય તે હેતુ! માટે જ નાણાં ખર્ચાવા જોઈએ, તે નિશ્ચિત થયું. અને તેના ઉપર સુપ્રિમ કોર્ટની મહોર છાપ મળી.
આ કેસ ચાલતો હતો ત્યારે અમે દિલ્લીમાં દેરાસરની બાજુમાં રહેલી ધર્મશાળામાં ઊતર્યા હતા.j જમવાની વ્યવસ્થા માટે અમે એક કામચલાઉ રસોઇયો રાખ્યો હતો. અમે દિલ્લીના કેસના કામમાં વ્યસ્તી Jરહેતા હતા.
- આ વખતે ઈન્દ્રસૂરિજી મ. દિલ્લીમાં હતા. હું તેમને મળતો હતો. અને કેસના અંગે કોઈ શાસ્ત્રપાઠી Iકે પુસ્તકોની જરૂર હોય તેમાં તેમની મદદ અમને મળતી હતી. મેં તેમને કહેલું કે “તમે તો દેવદ્રવ્યનો]
=============================== બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ
_[૨૧]