________________
સાગરજીના પક્ષે બેસી જાઉં તો આનો કોઈ અંત ન આવે. બાકી મારી માન્યતા તો આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી કરવાની છે.”
' (૧૫). | વિ.સં. ૨૦૧૩ અને ૧૪માં પણ આ પ્રમાણે પંચાંગમાં ભા. શુ. ૫ નો ક્ષય આવ્યો. ત્યારે પણ! પડેલા પક્ષો મુજબ સહુએ પોતપોતાનું સમર્થન કર્યું. આ વખતે વિ. સં. ૨૦૧૪ની સંવત્સરી પહેલાં આના
ઉકેલ માટે અમદાવાદમાં શ્રમણ સંમેલન બોલાવવાનું નક્કી થયું અને તે માટે બધા પક્ષોના મુખ્ય માણસોની jએક કમિટિ કેશુભાઈ શેઠને ત્યાં રચાઈ. તે અંગેનો કારોબાર કેશુભાઈ શેઠે સંભાળવા માંડયો. તે વખતે Jરામચંદ્રસૂરિજી મહારાજ કલકત્તા તરફ હતા. ચંદ્રસાગરજી મહારાજ ઉજજૈન તરફ હતા. પૂ.આ. નેમિસૂરિજી| |મહારાજ ૨૦૦૫માં અને સાગરજી મહારાજ ૨૦૦૬માં કાળધર્મ અખી ગયા હતા. અમદાવાદમાં તે વખતે ! પ્રેમસૂરિજી મહારાજ ખરતરગચ્છના ઉપાશ્રયે અને ઉજમભાઈની ધર્મશાળામાં દેવેન્દ્રસાગરજી મહારાજ બિરાજતા ! હતા. નંદનસૂરિ મહારાજ પાલીતાણા હતા. બધાની ઇચ્છા તિથિ પ્રશ્ન પતી જાય તેમ હતી. આ માટે
ઉદયસૂરિજી મહારાજે અમદાવાદ તરફ વિહાર કર્યો પણ નંદનસૂરિજી મહારાજ પાલીતાણા રોકાયા. તેમણે સિાગરજી મહારાજના ભક્તોને બોલાવ્યા અને કહ્યું કે “જો તમે બધા તમારા સાગરજી મહારાજના સમુદાયનેT
એમ સમજાવી શકો કે સામો પક્ષ બાર પર્વતિથિ અખંડ રાખે, પંચાંગમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાનું! નિ રાખે અને સંવત્સરી પ્રશ્ન પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ રાખવામાં આવે તો તિથિનું સમાધાન થાય! તેમ છે. અને આ વાત તમે મહેનત કરીને કરો તો હું વિહાર કરી અમદાવાદ જાઉં.” ભક્તોએ કહ્યું અમે
અમારાથી શક્ય કરીશું. આ પછી નંદનસૂરિજી મહારાજે વિહાર કર્યો. કોઠ મુકામે તેમને રામચંદ્રસૂરિજી jતરફથી શ્રીકાંત મળ્યો. તેને પણ નંદનસૂરિજી મહારાજે વાત કરી. લાગ્યું કે બધું પતી જશે. ઉદયસૂરિજી | |મહારાજ અમદાવાદ આવ્યા અને બકુભાઈ શેઠને બંગલે ઉતર્યા. નંદનસૂરિજી મહારાજ પણ આવ્યા. તે પણT તેમની સાથે ઉતર્યા. નંદનસૂરિજી મહારાજના આવ્યાના સમાચાર જાણી રામચંદ્રસૂરિજી તથા વિક્રમસૂરિજી! મહારાજ વિગેરે બકુભાઈના બંગલે આવ્યા. નંદનસૂરિજી મહારાજ તથા રામચંદ્રસૂરિજી વિગેરે પરસ્પર મળ્યા.' નંદનસૂરિજી મહારાજે કહ્યું : “વિ. સં. ૧૯૯૦ ના મુનિ સંમેલનમાં મારા અને તમારા વડીલ હતા. આ સંમેલનમાં મારે અને તમારે મુખ્ય ભાગ ભજવવાનો છે. તો આપણે વિચાર કરીએ કે કઈ રીતે કામ લેવું?”
ત્યારે રામચંદ્રસૂરિજીએ કહ્યું : “અત્યારે વિચાર કરવાની કંઈ જરૂર નથી. સંમેલન વખતે જે આવશે તેવું Iવિચારાશે અને પડશે એવા દેવાશે.” નંદનસરિજીને લાગ્યું કે આ કામમાં આમનો જોઈએ તેવો સહકાર નથી.T Jઆ પછી શ્રીકાન્ત અને પ્રતાપસૂરિજી તેમની પાસે આવ્યા. પણ વાત અધૂરી રહી.
ત્યારબાદ પૂ. આ. નંદનસૂરિ મહારાજ બહારની વાડીએ પધાર્યા. હું તેમને મળવા ગયો, ત્યારે થોડીવાર પછી કચરાભાઈ હઠીસીંગે મને કહ્યું. મફતલાલ ! ચાલો મારી ગાડીમાં. ત્યારે મહારાજે કહ્યું, તમે જાવ. મારે મફતલાલનું કામ છે.
તેમણે મને બકુભાઈ શેઠના બંગલે બનેલી બધી વાત કહી. અને સાથે ઉમેર્યું કે “મને તો ઠીક, પણI Jઉદયસૂરિજી મહારાજને મયૂએણ વંદામિ કહેવાને બદલે “કેમ મહારાજ ઠીક છો ?” એમ કહ્યું. આથી મને. લાગે છે કે જેઓ આપણી સાથે જોડાયા છે તેને આપણે નારાજ કરીએ છીએ અને જેની સાથે આપણે કશો ; સંબંધ નથી તેને વળગતા જઈએ છીએ. આ ઠીક નથી. સમાધાનની કોઈ પૂર્વભૂમિકા દેખાતી નથી.” ! =============================== ૮૨]
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - -