________________
|સાથે ભાનુ વિજયજી મ.ને મોકલો તો હું મહેનત કરું. તે મુજબ તેમણે બીજા દિવસે ભાનુવિજયજી મ. ને| મોકલ્યા. અમે હિમાંશુવિજયજીને ઘણું સમજાવ્યા પણ તે માન્યા નહિ અને કહ્યું કે “શેઠ મહારાજને એમ કહે કે તમારી મોઢાની વાતમાં મને વિશ્વાસ નથી. લેખિત આપો તો જ મને વિશ્વાસ બેસે. આ મને ગમ્યું નથી, તેથી હું ના પાડું છું. શેઠ ગમે તેવા મોટા માણસ હોય. પણ એમને આપણા ઉપર વિશ્વાસ ન હોય તો એમની સાથે કામ કરવાનો કોઈ અર્થ નથી”. આ પછી હું ફરી મ.ને મળ્યો. મ. ને તેમના એક ભક્ત રમણલાલ ।વજેચંદે કહ્યું કે ‘‘સાહેબ, આપની આવી મહત્ત્વની બાબતમાં પંડિતને શું કામ રાખો છો. મારે શેઠ સાથે ક્યાં |સંબંધ નથી ?'’ આ પછી તે શેઠને મળ્યા, પણ શેઠે દાદ દીધી નહિ. ત્યારબાદ શેઠ પરદેશ ગયા. ત્યાંથી આવ્યા બાદ પ્રેમસૂરિ મ.ને ચંદ્રશેખર વિજયજી અને મુકિતવિજયજી મળ્યા પછી તેમણે મને કહ્યું કે ‘‘હું લેખિત ! આપવા તૈયાર છું'. તે મુજબ મેં મ. શ્રી પાસે લખાણ કરાવ્યું. સહી લીધી. પણ તેમાં પહેલાનાં જેવો લખાણમાં જુસ્સો ન હોવાથી શેઠે મને કહ્યું, ‘‘આ બરાબર નથી, ફરી લખાણ તૈયાર કરો”. તે વખતે મહારાજ સાણંદ પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા હતા. હું સાણંદ ગયો. ઘડીક લખાણ પર સહી કરવાની હા પાડે અને ઘડીક ના પાડે. પણ છેવટે તેમની સાથેનાં સાધુઓનાં દબાણથી સહી કરી. શેઠને મેં આ બધી વાત કરી. શેઠે [કહ્યું, “આમાં પડવા જેવું નથી. જેનો સાથ લઈ આપણે પ્રયત્ન કરવા માગીએ છીએ તે નિર્બળ હોય તો ! કામ પાર પડે નહિ”.
ટૂંકમાં ત્યારબાદ તેમણે શિથિલાચારને દૂર કરવાનું કામ છોડી દીધું.
(૧૦)
કસ્તુરભાઈ સાથે આમ તો ઘણા પ્રસંગો બન્યા છે. પણ તે પ્રસંગો એક યા બીજી રીતે જુદા-જુદા બનાવોમાં આવી ગયા છે તેથી પુનરૂક્તિ થાય તેથી જણાવેલ નથી.
કસ્તુરભાઈ શેઠ આ કાળના જૈનસંધમાં સર્વમાન્ય પુરુષ હતા. તે પ્રતિભાવંત અને દીર્ઘદૃષ્ટિવાળા । હતા. તેમણે રાણકપુર, આબુ વિગેરેનાં મંદિરોનો જીર્ણોદ્ધાર એવી રીતે કરાવ્યો કે વસ્તુપાલ-તેજપાલ વિગેરેએ જે જીર્ણોદ્ધાર કરાવેલો તેવો જ પત્થર પોતાની લાગવગથી મેળવી તેવા જ શિલ્પને અનુરૂપ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. અને રાણકપુરનું દેરાસર જે ભવ્ય હતું તેની ભવ્યતા પૂરેપૂરી સચવાઈ રહે તેનું પૂરું લક્ષ્ય રાખી ભારતના અને પરદેશના શિલ્પીઓને બોલાવી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આ બે સ્થાનોને પરદેશથી ભારતમાં આવતા ।મુલાકાતીઓને ભારતીય દર્શનીય સ્થાનોમાં અજોડ સ્થાન અપાવ્યું છે. તે જ રીતે જૂનાગઢ, શંત્રુજ્ય વિગેરેનાં |મંદિરોનો જીર્ણોદ્વાર તેના જૂના શિલ્પને પ્રગટ કરવા સાથે તે સ્થાનોનો જીર્ણોદ્વાર ખૂબ સરસ રીતે કરાવ્યો | છે. પેઢી હસ્તકનાં જે કોઈ મંદિરો હતાં, તે બધાં મંદિરોને સુઘડ અને વ્યવસ્થિત બનાવ્યાં છે. તેમણે તેમના જીવનકાળ દરમ્યાન જૈનશાસનમાં સર્વતોમુખી કાર્ય કર્યું છે. પચાસ વર્ષથી વધુ સમય સુધી પેઢીના પ્રમુખપદે તે રહ્યા છે. પેઢીને સમૃદ્ધ બનાવી છે. તેનો વહીવટ વિશ્વસનીય બનાવ્યો છે. પોતાના મિલ વિગેરેના ઘણા વ્યવસાયો હોવા છતાં પેઢીનાં દરેક કામોમાં અને જૈન શાસનમાં દરેક કાર્યમાં તે સક્રિય રહ્યા છે. તેમણે કરોડોથી પણ વધુ રૂપિયાની સખાવત કરી છે. નાની ઉંમરે પોતાના માથે આવી પડેલ પોતાના પિતાનો | |વ્યવહારિક બોજો ઉઠાવી ધંધાને વિકસાવી તેમણે ભારતના ઉદ્યોગપતિઓમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. તે I જ રીતે જૈન શાસનમાં પણ તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા.
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૧૮૨]