________________
દિષ્ટિઓ પૈકી એકેક દષ્ટિ એકેક વિદ્યાર્થીને આપી તેનો વાર્તાલાપ કરાવતા.
ભાષણ કરવાની તેમની રીત અનોખી હતી. સ્ટેજ ઉપર તાળી પાડતા પાડતા એક છેડેથી બીજે છેડે jજતા અને વચ્ચે વચ્ચે બેઠેલા શ્રોતાઓમાથી કોઈકને પકડી પોતાના વક્તવ્યની પુષ્ટિ કરાવતા.
શિવજીભાઈ સુંદર વક્તા અને કવિ હતા. પાટણ શાકબજાર આગળ ભરાયેલી મોટી મેદનીમાં તેમણે ગાયેલી “મનમોહન બલિહાર ગાંધીજી, શૂર સૈન્ય સરદાર ગાંધીજી” ની તર્જ આજે પણ જેવી ને તેવી ; (યથાવત) યાદ છે. કોઈપણ માણસને પોતાનો બનાવી દેવાની તેમનામાં અપૂર્વ કળા હતી. | શ્રી એ. લાલન અને શિવજીભાઈ મોટે ભાગે સાથે જ આવતા. એક વખત તેઓ આવ્યા ત્યારે અમે T૫. શ્રી લાલનસાહેબને પૂછ્યું, “આપને શું ભોજન અનુકૂળ આવશે ?” તેમણે કહ્યું, “તમે પૂછો છો તો 1 કહું કે – “દૂધપાક પુરી” - ન પૂછ્યું હોત તો જે આપત તે ખાઈ લેત.” આ એમની રમૂજ હતી. ' 1 તેમણે પંચ પ્રતિક્રમણની સાથે સાત પ્રતિક્રમણ અને શત્રુંજય ઉપર પૂજા કરાવેલ તે વાત અમે | સાંભળેલ. તે બધા પ્રશ્નો પૂછેલા અને તેમણે તેના અમને નિખાલસભાવે ઉત્તર આપેલા. તે વખતે અમારી Tસ્થિતિ સાંભળવાની હતી. દલીલ કરવાની સ્થિતિમાં ન હતા.
(૮)
વઢવાણવાળા ફુલચંદભાઈ નાના ગાંધી અમારા ત્યાં આવતા ત્યારે વિદ્યાર્થીઓને તાલીમ સાથે ખોરાક લેવાની રીત રસમો બાબત સૂચનો કરતા. તેમાંનું એક સૂચન એ હતું કે અમે રોટલી કે ભાખરી ઉપર : ઘી ચોપડીએ છીએ તેને બદલે દાળ કે કઢીમાં જ ઘી લઈ લેવાની તેમની સૂચના હતી. આ ઉપરાંત અનેક jપ્રકારનાં અમને સૂચનો મળતાં.
૧૨. કેટલાક વિશિષ્ટ પ્રસંગો વિદ્યાભવનના અભ્યાસકાળ દરમ્યાનના એવા ઘણા પ્રસંગો છે કે જેનું સ્મરણ થતાં આજે પણ તેT સમયની નિખાલસતા, બુદ્ધિમત્તા, પ્રેમ અને શાસન પ્રત્યેની દાઝ તાદૃશ્ય થાય છે.
વિદ્યાર્થીને અપાતી સર્વાગી તાલીમના એક ભાગ રૂપે પર્યટન હતું. પર્યટન જતી વેળા દરેકને આપવામાં આવતા બગલથેલામાં વિદ્યાર્થી પોતાનાં કપડાં, પ્યાલો તથા ઓઢવા - પાથરવાનું તથા થોડોક Tજરૂરી સામાન રાખતો. પર્યટનમાં ચાલતાં ચાલતાં વચ્ચે આવતાં શહેર કે ગામડામાંથી પસાર થતા હોઈએ
ત્યારે રાહદારીઓ વિદ્યાર્થીઓને જોવા થંભી જાય એવી એમની ચાલમાં શિસ્ત હતી.
1 ચાણસ્મામાં શ્રી ખુશાલભાઈનો પ્રસંગ
પ્રભુદાસભાઈના મુરબ્બીપણામાં અમે એક વાર પર્યટનમાં ચાણસ્મા ગયા હતા. ચાણસ્મામાં તેનું સમયે રવચંદભાઈ વકીલ આગેવાન હતા. દેરાસર-ઉપાશ્રયની સામેની પોળમાં અમારે અને પ્રભુદાસભાઈનેT , જમવાનું હતું. બધા વિદ્યાર્થીઓ જમવા બેઠા. ભોજન પીરસાઈ ગયું. અમારી ભક્તિ (સેવા)માં શ્રી રવચંદભાઈ ; અને તે વખતના ચાણસ્માના પીઢ, ડાહ્યા, વૃદ્ધ આગેવાન ખુશાલભાઈ હાજર હતા. વિશિષ્ટ ભોજન પ્રસંગ
================================ [1]
[મારા સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
T