________________
-
-
-
-
-
-
હોય ત્યારે અમારે ત્યાં એવો રિવાજ-નિયમ કે “વંદે માતરમ્” બોલ્યા પછી ભોજનનો પ્રારંભ થતો. તે મુજબ અમારામાંથી એક વિદ્યાર્થીએ “વંદે માતરમ્' મધુર સ્વરે ઉચ્ચાર્યું. અમે બધાએ “વંદે માતરમ્' બોલી તેનો!
પ્રતિઘોષ કર્યો. ભોજનની શરૂઆત કરીએ ત્યાં તો રહો, ખુશાલભાઈએ કહ્યું, “એક મિનિટ ઊભા રહો, ‘વંદે - માતરમ્ બોલ્યા તે બરાબર છે પણ હવે તમે ‘વંદે ગોરા પિતરમ્' બોલો, કેમ કે ભારતની ભૂમિને તમે માતા; | માની અને ભોજનની શરૂઆત પૂર્વે તેનું સ્મરણ કર્યું તે વાજબી છે. પરંતુ આ ભારતભૂમિના શાસક અત્યારે | અંગ્રેજો છે. ગોરા છે. તો તેમને પિતા તરીકે સ્વીકારી “વંદે ગોરા પિતરમ્” બોલો. પ્રભુદાસભાઈ હસ્યા.j Tવિદ્યાર્થીઓ તો ભોજન કરતાં અટકી ગયા. શ્રી ખુશાલભાઈએ કહ્યું, “મારી વાત હસી કાઢવાની નથી. મને ! જવાબ આપો. તમે વંદે માતરમ્ સાથે વંદે ગોરા પિતરમ્ બોલવાનું રાખો. કાં તો ભોજન પૂર્વે વંદે માતરમ્' બોલવાનું બંધ કરો. પણ હું તો તમને કહું છું કે “વંદે વીરમ્” બોલો. તે બોલવામાં તમને શો વાંધો છે? તમે કદાચ એમ માનતા હો કે ભગવાન તો નિરાહારી છે. તેમને યાદ કરી આહારની પ્રવૃત્તિ ચાલુ કરવી i વાજબી નથી, તો ભોજન પહેલાં ‘વંદે માતરમ્ બોલવાનું પણ બંધ કરો.”
આનો ઉત્તર પ્રભુદાસભાઈ પાસે ન હતો. હું જાણું છું તે મુજબ ત્યાર પછી ભોજન પૂર્વે ‘વંદેT માતરમ્' બોલવાની પદ્ધતિ બંધ થઈ.
ચાણસ્મા બજારમાં શ્રી રવચંદભાઈની એક દુકાન હતી. આ દુકાનમાં તેમણે રંગરોગાન કરાવેલું. સાથે વિવિધ ચિત્રો દોરાવ્યાં હતાં. આ ચિત્રોમાં કેટલીક પરીઓનાં ચિત્રો હતાં જે સારાં ન હતાં. આ બાબત | શ્રીખુશાલભાઈને ઠીક ન લાગી. પરંતુ તેમણે ઠપકો ન આપ્યો. જયારે અમે વિદ્યાર્થીઓએ તેમને એમ પૂછ્યું Iકે “ચાણસ્મામાં જોવા જેવું શું છે ?” ત્યારે શ્રી ખુશાલદાસભાઈએ પં. પ્રભુદાસભાઈને શ્રીરવચંદભાઈના દુકાન બતાવી અને તે ચિત્રોનો નિર્દેશ કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે તે પછી થોડા જ વખતમાં તે ચિત્રો! સુધરી ગયાં.
મારા સાંભળવા મુજબ ચાણસ્મા મહાજન કે ગામમાં જ્યારે કોઈ મડાગાંઠ, ગૂંચ, સમસ્યા પેદા થાય ત્યારે આ શાણા, પીઢ અને હાજરજવાબી ખુશાલભાઈ પાસેથી તેનો ઉકેલ ખૂબ સરળતાથી મળતો. દંડકપ્રકરણના અભ્યાસનો પ્રસંગ
વિદ્યાભવનમાં ધાર્મિક, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, વ્યાયામ બધા વિષયના જુદા જુદા શિક્ષકો હતા./ ! છતાં પ્રભુદાસભાઈ પોતે ઘણી વખત ધાર્મિક, ગુજરાતી, અને સંસ્કૃતના પાઠ લેતા. આ પાઠ લેવાનો એક : પ્રસંગ યાદ આવતાં અમારી ૧૫-૧૬ વર્ષની વયે અમારું જીવન કેટલું નિર્દોષ હતું તેની સ્મૃતિ થતાં તે 1 નિર્દોષ બાલ્યકાળને અભિનંદવાનું મન થાય છે.
પ્રભુદાસભાઈ દંડકપ્રકરણનો પાઠ લેતા હતા. આ પાઠમાં ૨૪ દ્વાર પૈકી વેદદ્વારનો પ્રસંગ આવ્યો.i | આ વેદદ્વારમાં સ્ત્રી-પુરુષનાં લક્ષણોની વિગત આવી. મેં પુરુષનાં અને સ્ત્રીનાં લક્ષણોના કેટલાક પ્રશ્નો પૂછેલા! જે સાંભળી અમારા બાલસહજ નિર્દોષ જીવન ૫ર તેમને ખૂબ લાગણી થયેલી.
પરંતુ આ નિર્દોષતા સમય વીતતાં, ઉંમર વધતાં લાંબો સમય ટકી શકી નહિ. અને તેના પ્રાયશ્ચિત્ત 1 રૂપે ઘણા વિદ્યાર્થીઓએ મહિના મહિના સુધીના ઘી ત્યાગનાં પચ્ચખાણ કર્યા છે. પરંતુ એટલું ચોક્કસ કે
સંસ્થાના વાતાવરણમાં ભૂલ કબૂલ કરવાની સરળતા હતી અને પ્રાયશ્ચિત્ત લીધા પછી શુદ્ધ થયેલ કોઈપણ Tવિદ્યાર્થી માટે શંકા રાખવામાં ન આવતી.
===== ================ ==== === કેટલાક વિશિષ્ટ પ્રસંગો
[૧૭
II
-
-
-
-
-
-
-
-
|
-
-
-
-
-
-
-
-
|
-
-
-
-
-
-
-
-