________________
જે કાળે શાસનની કેટલીક સુવિહિત પ્રણાલિકાઓ છિન્ન-ભિન્ન થઈ જવામાં હતી, તે વખતે તે| પ્રવાહને બદલવાનું અપૂર્વ કામ તેમણે તેમના જીવનકાળ દરમ્યાન કર્યું હતું. જેમકે, યોગોન્દ્વહન વિગેરેની | પ્રક્રિયાનો લોપ કરી પદગ્રહણ કરવાની શરૂઆત આત્મારામજી મ., વિજયધર્મસૂરિજી, બુદ્ધિસાગરસૂરિજી વિગેરેએ કરી હતી. તેને વળાંક આપી સમગ્ર શાસનને યોર્ગોદ્વહન તરફ વાળવાનું અપૂર્વ કાર્ય તેમણે કર્યું છે. સાધુ-સંસ્થામાં પઠન-પાઠનનો નાદ ગજવી, જે કાળે માત્ર ટબા અને ભાષાંતરોથી સંતોષ માનતા સાધુ | ।હતા, તે કાળે તેમણે જૈન શાસનને વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને આગમના ધુરંધર વિદ્વાનો સોંપ્યા છે.|
પૂર્વકાળના પરંપરાનુગત યતિઓ પાસે રહેલા હસ્તલિખિત ભંડારો પાણીના મૂલ્યે વેડફાતા હતા, અને કેટલાક અમૂલ્ય ગ્રંથો નાશ પામતા હતા. તે ગ્રંથોને તેમણે તેઓની પાસેથી લઈ સમૃદ્ધ જ્ઞાન-ભંડાર ઊભા કર્યા. આ કરવા પાછળ કેવળ તેમની શ્રુત-રક્ષાની બુદ્ધિ હતી. જેને લઈ જરૂરી અને બિનજરૂરી હસ્તલિખિત ભંડારો તેમણે યતિઓને બીજે વેચતા અટકાવી જૈન સંઘમાં સુરક્ષિત રાખ્યા.
તેઓની દૃષ્ટિ સદાકાળ સંઘશાંતિ માટે રહી છે. કોઈ પણ વિવાદગ્રસ્ત પ્રશ્ન પ્રસંગે શાસનમાં વિખવાદ ન થાય તે લક્ષ રાખી, પોતાની ગમે તેવી માન્યતાને ગૌણ કરતાં તે અચકાયા નથી.
સંવેગી સાધુઓની અમદાવાદ, ખંભાત ભાવનગર વિગેરે મોટા શહેરોનાં કુટુંબો ઉપર સંયમની | છાયા પ્રસરાવવાનો પ્રારંભ આ કાળમાં તેમના દ્વારા થયો છે. જેને લઈ આ કુટુંબો યતિઓના પ્રભાવથી વિરમી સાધુઓના પરિચયમાં આવ્યા અને તેને અનુસર્યા. તેમાં તેઓનો પ્રભાવ મુખ્ય કારણરૂપ છે.
(૨)
વિ.સં. ૧૯૮૭ આસપાસ હું અમદાવાદમાં આવ્યો. તે પહેલાં પૂ.આ. નેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાધુઓ પૈકી દર્શનસૂરિ મ.નો અને પૂ.આ. વિજ્ઞાનસૂરિ મ. વિગેરેનો થોડો પરિચય હતો. પૂ.આ. વિજ્ઞાનસૂરિ મ.નો સવિશેષ પરિચય અમે પાટણ ભણતા હતા ત્યારે અમને પંડિત વીરચંદભાઈ ભણાવતા હતા, અને તે તેમના શિષ્ય કસ્તુરવિજયજીને પણ ભણાવતા હતા. તેને લઈને, અને દર્શનસૂરિ મ.નો પરિચય પાલિતાણામાં જિનદત્ત બ્રહ્મચર્યાશ્રમમાંથી છૂટા થયેલા મારી પાસેનાં વિદ્યાર્થીઓ પૈકી જયંતિલાલ જે પાછળથી ।જયાનંદસૂરિ થયા તેને લઈને હતો.
હું પાલિતાણાથી અમદાવાદ આવ્યો અને શરૂઆતમાં અમદાવાદમાં સ્થિર થાઉં તે વખતે પૂ.આ. મ.ને મળ્યો. તે પહેલાં બોટાદમાં પં. ચરણવિજયના ચોમાસામાં થોડા દિવસ બોટાદ રહેલો. ત્યારે પૂ. આ. મ.ની કારકિર્દીના વખાણ બોટાદમાં સાંભળેલા. તેથી સવિશેષ પ્રભાવિત થયેલો. અમદાવાદમાં આવ્યા પછી |થોડા જ વખતમાં મુનિ-સંમેલનની તૈયારીની પ્રવૃત્તિમાં અમદાવાદ શહેરના જૈનો રસ લેતાં, તેમાં હું પણ રસ | લેતો હોવાથી આ મ.ના પરિચયમાં આવેલ.
ખરી રીતે તો વિશેષ પરિચય તિથિ-ચર્ચાના પ્રસંગમાં જ થયો, અને તેનું વર્ણન તિથિ-ચર્ચાના પ્રસંગમાં જુદા જુદા બનાવોમાં આવી ગયેલ છે.
I
તિથિ-ચર્ચાના કેસ વખતે મેં સુરત જવાનું અને ત્યાં રહેવાનું નક્કી કર્યું તે વખતે મારી પાસે પુસ્તકો હતાં, તેમાં ‘જયાનંદ કેવલી ચરિત્ર, પ્રમાણનયતત્વ લોકાલંકાર વિગેરે પુસ્તકો જે પહેલાં મેં છપાવ્યાં
પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય]
[૨૦૧