________________
(૨૦)
મને સાલની યાદ નથી પણ મુનિ શ્રી ચંદ્રશેખર વિજયજી મુંબઈ ચંદનબાલા (વાલકેશ્વર)માં હતા ત્યારે તેમનાં વ્યાખ્યાનોની મુંબઈમાં સારી રમઝટ જામેલી. તે વખતે તેમના વ્યાખ્યાનમાં જુદી જુદી પ્રશ્નોત્તરીના પ્રસંગમાં તિથિચર્ચાનો પ્રસંગ પણ નીકળ્યો અને લોકોએ કહ્યું કે આ પ્રશ્નથી સંઘમાં ઘણી અશાંતિ છે તો તે હું Iમાટે શાંતિ થાય તેવું કાંઈ થાય કે નહિ ? ત્યારે મુનિશ્રીએ કહ્યું, ‘‘જરૂર થાય. તમે બધા એક થાવ અને | પ્રયત્ન કરો તો જરૂર પરિણામ આવે”. આ માટે મુંબઈમાં એક વગદાર િિમટ નીમાઈ. આ કિમિટમાં ! પ્રાણલાલ દોશી કાર્ય કરવામાં મુખ્ય હતા. કમિટિમાં બીજા સભ્યોમાં દીપચંદભાઈ ગાર્ડી, જે. આર. શાહ, અમરચંદભાઈ વગેરે હતા. કમિટિમાં વાત થયા મુજબ મને મુંબઈ આવવા અમરચંદભાઈનો ટેલીફોન આવ્યો. હું એરોપ્લેનમાં મુંબઈ ગયો. અમરચંદભાઈ તેડવા આવ્યા અને આ માટેની મિટિંગ પ્રાણલાલભાઈને ઘેર ।મળી. આ મિટિંગમાં મુંબઈના ઉપાશ્રયના આગેવાનો ભેગા મળ્યા. મેં તિથિના પ્રશ્ન અંગે આજ સુધી પચાસ | |વર્ષમાં જે જે પ્રયત્નો થયા તેનો ટૂંકો ખ્યાલ આપ્યો અને કહ્યું કે ‘‘સાધુઓ દ્વારા જે કાંઈ મતભેદ પડે તેનો I નિકાલ આવતો જ નથી. છતાં પ્રયત્ન કરો''. અને તેની ભૂમિકા રૂપે મેં તે વખતે પણ એ જ કહેલું કે ‘‘ભા. સુ. પ ની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવી. બારપર્વ તિથિ અખંડ રાખવી, કલ્યાણક તિથિઓ અખંડ રાખવી. આ ભૂમિકા હોય તો જ સમાધાન શક્ય બને. પણ મને ખાતરી છે કે આ શક્ય બનવાનું નથી’’. ચંદ્રશેખર વિજયજી મહારાજ લાગણીવશ ગમે તેટલું કહે પણ આનો દોર તેમના હાથમાં નથી. પ્રાણલાલભાઈ |ખૂબ લાગણી પ્રધાન હતા. ધર્મમાર્ગે અને અનુષ્ઠાનમાં સારા જોડાયેલા હતા. આ મિટિંગ પછી તેઓ મારે ઘેર આવ્યા અને જ્યાં જ્યાં જવું હોય ત્યાં ત્યાં જવાની તેમણે તૈયારી બતાવી અને સમયનો તથા પૈસાનો ભોગ ! આપવો પડે તો પણ ભોગ આપવાની પૂરતી તૈયારી બતાવી.
I
I
મેં તેમને કહ્યું કે ‘‘પ્રાણલાલભાઈ ! આમાં કોઈ ફાવ્યું નથી. બધાએ આજ સુધી પ્રયત્નો કરી નિષ્ફળ નીવડ્યા છે. તમે આમાં ઊંડા ઊતરો અને કદાચ ઉભગી ન જાવ તો સારું. તમારી ઈચ્છા હોય અને પ્રયત્ન । કરવો હોય તો કરો. હું સાથ આપીશ, પણ પરિણામ કાંઈ નહિ આવે”. તેમણે કહ્યું કે ‘આપણે પ્રયત્ન ! કરીએ. શુભ બુદ્ધિથી પ્રયત્ન કરવાનો. પરિણામ શાસન દેવના હાથમાં છે”. તેમના કહેવાથી હું તેમને લઈ ચાણસ્મા બિરાજતા ભદ્રંકરસૂરિ પાસે ગયો. ભદ્રંકરસૂરિએ દિલ ખોલીને બધી વાત કરી અને ‘ઉદયની માન્યતાથી બે તિથિ પક્ષનો જે આરંભ થયો છે તે ખોટો છે. પણ અમે શું કરી શકીએ ? અમારો સમુદાય નાનો છે. સંઘની શાંતિ એ મુખ્ય છે. તિથિ પ્રશ્ન કોઈ પણ રીતે નિપટાવવો જોઈએ એમ હું માનું છું. Iરામચંદ્રસૂરિ સાથે ઘણો પત્રવ્યવહાર અને વાતચીત થઈ પણ તેમને કોઈ પણ રીતે આ ઝગડો નીપટાવવો | નથી”. આ વખતે ચંદ્રકાંત કાંતિલાલ અને કુમુદભાઈ વેલચંદ મારી સાથે ચાણસ્મામાં હતા. ત્યારબાદ ઓમકારસૂરિજી પાસે પણ પ્રાણલાલભાઈને લઈ હું ડીસા ગયો. તેમણે પણ ભદ્રંકરસૂરિજીની માફક કહ્યું. એટલું જ નહિ, પણ જમનાભાઈ શેઠના બંગલે રામચંદ્રસૂરિ સાથે થયેલી ચર્ચાની બધી વાત પણ કરી.
પ્રાણલાલભાઈ આ રીતે બે-ત્રણ વખત આવ્યા. મહેનત કરી. પણ તેમને લાગ્યું કે આમાં કાંઈ ફળ | 1આવે તેમ નથી. તેથી શાંત થયા.
બીજો એક પ્રયત્ન ઓમકારસૂરિ વાવ પાસેના એક માડકા ગામમાં હતા ત્યારે કર્યો. સાથે જમ્બુવિજયજી પણ હતા. જમ્મુવિજયજી અને ઓમકારસૂરિ બંનેએ મળી આ પ્રશ્ન માટે પ્રયત્ન કરવાનું વિચાર્યું. તેમણે
[૮૯
તિથિ ચર્ચા]