Page #1
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-1 મૈત્રી-પ્રમોદ-કરૂણાભાવના અંગે પરિશીલના : લેખક - સંપાદક : પૂ. મુનિરાજશ્રી સંયમકિર્તી વિજયજી મ.સા. : પ્રકાશક : શ્રી સમ્યજ્ઞાનપ્રચારક સમિતિ
Page #2
--------------------------------------------------------------------------
________________ At 6 (6) “सद्धर्मध्यानसंध्यान - हेतवः श्रीजिनेश्वरैः। मैत्रीप्रभृतयः प्रोक्ता-श्चतस्त्रो भावनाः पराः।।1।। मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत्। धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम्।।2।। (શાંતસુધારસ) - સદ્ધર્મધ્યાનનું અનુસંધાન કરવામાં કારણભૂત મૈત્રી આદિ ચાર શ્રેષ્ઠ ભાવનાઓ શ્રીજિનેશ્વર પરમાત્માઓએ કહી 8 X, - મૈત્રી-પ્રમોદ-કરણા અને માધ્યચ્ય : આ ચાર ભાવનાઓ ધર્મધ્યાન સંધાન માટે હમેશાં યોજવી (સેવવી) જોઈએ. કારણ કે, ભાવનાઓ જ તેનું (ધર્મધ્યાનનું) સાચું રસાયણ (મહા ઓષધ) છે.
Page #3
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃતમ્-I મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલના આ દિવ્યક્રપા જ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આ શુભ આશીર્વાદ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ | વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા લેખક - સંપાદક તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સમતાનિધિ પૂ. મુનિપ્રવર શ્રીદર્શનભૂષણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી વિ.દિવ્યકીર્તિસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી વિ. શ્રીપુણ્યકીર્તિસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ.મુનિરાજ શ્રીસંયમકીર્તિવિજયજી મ.સા. શ્રી પ્રકાશક શ્રી સમ્યજ્ઞાન પ્રચારક સમિતિ અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________ પુસ્તકનું નામ : ભાવનામૃત-I : મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન લેખક-સંપાદક : પૂ.મુ.શ્રી સંયમકીર્તિવિજયજી મ.સા. પ્રકાશક : શ્રીસમ્યજ્ઞાન પ્રચારક સમિતિ, અમદાવાદ, આવૃત્તિ : પ્રથમ પૃષ્ઠ : 10 + 114 = 124 પ્રકાશન : વિ.સં. 2074 મૂલ્ય : સદુપયોગ ( પ્રાપ્તિસ્થાન * -: અમદાવાદ :1. શ્રી સમ્યજ્ઞાન પ્રચારક સમિતિ | |4. રાજેન્દ્રભાઈ ડી. શાહ (પત્રવ્યવહાર) 604, મેઘમલ્હાર કો.ઓ. સોસાયટી, નૃપેનભાઈ આર. શાહ મુરાર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦. 4, સરગમ ફ્લેટ, વી.આર. શાહ સ્કુલની| મો. ૯૮ર૧૪૩૯૯૦૬ બાજુમાં, વિકાસગૃહ રોડ, પાલડી, | 5. ડૉ. કમલેશભાઈ પરીખ અમદાવાદ-૭. મો. ૯૪ર૭૪૯૦૧૨૦ બી-૪, ધનલક્ષ્મી બિલ્ડીંગ, ગોડીબાર રોડ, . ચેતનભાઈ ખરીદીયા ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૮૬. 20, મરડીયા પ્લાઝા, એસોસીયેટેડ મો.૯૩૨૪૧૪૮૧૪૦, 9029319530 પેટ્રોલ પંપ પાસે, સી.જી. રોડ, -: સુરત :અમદાવાદ, મો.૯૪ર૬૦૫૨૫૬૩ .. દીક્ષિત એન. શાહ -: મુંબઈ - 301, સુન્દરમ્ એપા., સરગમ શોપીંગ સેન્ટરની પાછળ, પાર્લે પોઈન્ટ શ્રી વિજયરામચન્દ્રસૂરિ આરાધના ભવન ચંદાવરકર લેન, બોરીવલી (વેસ્ટ), સુરત-૩૯૫૦૦૭. મો. ૮૮૬૬ર૧૭૮૦૮ 2. વિજયરામચંદ્ર સૂરિ આરાધના ભવન મુંબઈ-૪૦૦૦૦૨ (મહારાષ્ટ્ર) ગૌતમભાઈ, ફોન. ૦૨૨-૨૮૯૫ર૪૯૨ | સુભાષ ચોક, ગોપીપુરા, સુરત. વૈભવ, મો. 9723813903 2. નરેશભાઈ નવસારીવાળા -: વડોદરા :ડી.એન.આર. BC, 3022, 1. વિજયરામચંદ્રસૂરિ આરાધના ભવન Bharat Diamond, Bursh, હાઈટેન્શન રોડ, સુભાનપુરા, BKC, Bandra, (East) MUMBAI-51. વડોદરા-૨૩. ફોન. ર૨૮૦૪૭૭, Phone : 022-23693702 હસમુખભાઈ મો. ૯૯રપર૩૧૩૪૩ 3. સેવંતીલાલ વી. જેન (અજયભાઈ) -: પાલિતાણા :ડી-પર, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, [1. મયુરભાઈ દવે પહેલી પાંજરાપોળ ગલી, મુંબઈ-૪. | મહારાષ્ટ્ર ભુવન જૈન ધર્મશાળા, તળેટી ફોન. 022-22404717 રોડ, પાલીતાણા. મો. ૯૪ર૯૫૬૩૦૩
Page #5
--------------------------------------------------------------------------
________________ 3 શ્રુતભક્તિ-અનુમોદના આ પુસ્તકનો સંપૂર્ણ લાભ પરમ પૂજ્ય મુનિરાજશ્રી હર્ષશેખરવિજયજી ગણીવર્યશ્રીની પ્રેરણાથી..... અ.સૌ. પૂજા પિકેશ શાહ અ.સૌ. દિશા મિલીંદ શાહ હસ્તે પૂર્ણિમાબેન શ્રેણિકભાઈ શાહ, સુરત તરફથી પ્રાપ્ત કરાયો છે. તમારી શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના અને ભવિષ્યમાં પણ તમો આવી શ્રુતભક્તિ કરતા રહો એવી મંગલ કામના લિ. શ્રીસમ્યજ્ઞાન પ્રચારક સમિતિ
Page #6
--------------------------------------------------------------------------
________________ ચાદર અથર્પણમ્... વિક્રમની 19-20 સદીમાં.. જૈનશાસનના આધારભૂત તત્ત્વો બાલદીક્ષા તથા દેવદ્રવ્યની પ્રાણના ભોગે પણ જેઓએ રક્ષા કરી છે... એવી દેવદ્રવ્યરક્ષક-દીક્ષાયુગપ્રવર્તકસર્વજ્ઞ સિદ્ધાંત સંરક્ષક પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ. - ચરણકિંકર સંયમકીર્તિ વિ.
Page #7
--------------------------------------------------------------------------
________________ ક ક્ષણ મરણ તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છાધિપતિ, પૂ.આ.ભ. શ્રી વિ. પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા ન્યાયનિપુણ પૂ.આ.ભ.શ્રી વિ. ચન્દ્રગુણસૂરીશ્વરજી મહારાજા સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ. શ્રી.વિ.હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ. શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા - પરમોપકારી પૂ.આ.ભ.શ્રી.વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિદ્વધર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ પૂ.આ.ભ.શ્રી. વિ. શ્રીદિવ્યકીર્તિસૂરીશ્વરજી મહારાજા પરમોપકારી, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પૂ.આ.ભ. શ્રી.વિ.પુણ્યકીર્તિસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજશ્રી ખ્યાતદર્શનવિજયજી મ.સા.
Page #8
--------------------------------------------------------------------------
________________ દર વ મુનિશ્રી દ્વારા સંપાદિત લેખિત-સંકલિત પુસ્તકો ક્રમ પુસ્તકનું નામ ક્રમ પુસ્તકનું નામ 1. પદ્દર્શન સમુચ્ચય” ભાગ-૧ 20. નવતત્ત્વસંગ્રહ (ગુર્જરાનુવાદસમેત) (બૌદ્ધ-નેયાયિક-સાંખ્યદર્શન) (પૂ.આત્મારામજી મ.કૃત) 2. પ્રદર્શન સમુચ્ચય" ભાગ-૧ 21. જીવનલક્ષ્ય (જેન-વૈશેષિક-મીમાંસકદર્શન) 22. અધ્યાત્મનો અધિકારી 3. શ્રમણધર્મ, ધર્મસંગ્રહ સારોદ્ધાર, ભાગ-૨૨૩. ભાવના ભવનાશિની તિથિ અંગે સત્ય અને કુતર્કોની 24. સંઘપટ્ટક સમાલોચના 25. શુદ્ધધર્મ-I (શુદ્ધધર્મ કેમ પામશો ?) 5. તત્ત્વષિયક પ્રશ્નોત્તરી (બીજી આવૃત્તિ) ર૬. શુદ્ધધર્મ-II (બંધ-અનુબંધ) યોગદૃષ્ટિથી જીવનદૃષ્ટિ બદલીયે* 27. શુદ્ધધર્મ-II (લેશ્યાશુદ્ધિ) 7. ત્રિસ્તુતિક મત સમીક્ષા 28. સમ્યકત્વ શલ્યોદ્વાર (ગુર્જરાનુવાદ સમેત) (પ્રશ્નોત્તરી-ગુજરાતી) 29. ધર્મદ્રવ્યની શાસ્ત્રીયવ્યવસ્થા અને અશાસ્ત્રીય 8. ત્રિસ્તુતિક મતસવીક્ષા (પ્રશનોત્તરી). વ્યવસ્થા સામે લાલબત્તી 9. ચતુર્થસ્તુતિ નિર્ણય (સાનુવાદ) ભા.૧-૨ 30. ધર્મદ્રવ્યની શાસ્ત્રીયવ્યવસ્થા અને અશાસ્ત્રીય 10. યોગપૂર્વસેવા વ્યવસ્થા સામે લાલબત્તી (લઘુસંસ્કણ) 11. અહિંસા મહાન કે આજ્ઞા ? 31. પ્રભુવીરની અંતિમ દેશના : | (સંકલનકાર : નરેશભાઈ નવસારીવાળા) , કલિકાલમાં કેમ પાર ઉતરશો ? 32. અધ્યાત્મ કેમ પામશો ? (અધ્યાત્મશુદ્ધિ) 12. શુદ્ધધર્મ* 33. સમ્યગ્દર્શન-Iઃ સમ્યગ્દર્શન કેમ પામશો? 13. સમાધિ મૃત્યુ થકી સદ્ગતિ અને 34. સમ્યગ્દર્શન-૫ : સભ્યશ્રદ્ધાને સદ્ગતિ થકી ભવમુક્તિ આત્મસાત્ કરો 14. પર્શન સમુન્વય-૨ (હિન્દી ભાવાનુવાદ) 35. સમ્યગ્દર્શન-II : સમ્યગ્દર્શન અંગે (વૌ-નૈયાચિવા-સાંક્યતન) વિશેષ વાતો 15. પર્ણન સમુથ-૨ (હિન્દી ભાવાનુવાદ) 36. સમ્યગ્દર્શન-IV : સમ્યગ્દર્શનને સ્થિર (જૈન-વૈશેષિક) કેમ બનાવશો ? 16. ઉદ્દનસૂત્રસંપ્રદ પd 37. સમ્યગ્દર્શન-V : સમકિતના સડસઠ षड्दर्शनविषयककृतयः બોલ (કથા સહિત) 17. આત્માની ત્રણ અવસ્થા 38. જૈનમતવૃક્ષ (ગુર્જરાનુવાદ સમેતો અને 18. જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો (સ્યાદ્વાદ, પાહિત્ય પ્રમાણ, નય, સમભંગી, નિક્ષેપ) 39. જીવનકર્તવ્યને ઓળખીએ 19. આત્માનો વિકાસક્રમ 40. યોગસિદ્ધિનાં સોપાન (ચૌદ ગુણસ્થાનક-આઠ યોગદષ્ટિ) 41. ભાવના થકી ભવમુક્તિ નોંધ : * આ નિશાનીવાળા પુસ્તક ઉપલબ્ધ નથી.
Page #9
--------------------------------------------------------------------------
________________ ક્રમ પુસ્તકનું નામ ક્રમ પુસ્તકનું નામ 42. અધ્યાત્મ-ધ્યાનયોગ 55. તત્ત્વનિર્ણય પ્રાસાદ ભાગ-ર 43. જૈનધર્મ કા સ્વરૂપ (ગુર્જરાનુવાદ સમેત)| (વિ.સં. 2074) (પૂ.આત્મારામજી મ.કૃત) પ૬. તત્ત્વનિર્ણય પ્રાસાદ ભાગ-૩ 44. શ્રીસમ્યજ્ઞાન પ્રચારક સમિતિ : (વિ.સં.૨૦૭૪) સાહિત્ય સૂચિ-પુસ્તક પરિચય પ૭. સાધારણખાતાની પવિત્રતા 45. ધર્મને મલિન બનાવનારા દોષોને | (વિ.સં. 2074) ઓળખો 58. મિથ્યાત્વ એટલે મિથ્યાવ = હલાહલ 46. જૈનધર્મવિષયક પ્ર. અને પ્રશ્નોત્તર સંગ્રહ વિષ (વિ.સં.૨૦૭૪) (ગુજ.) 59. તિથિનિર્ણય સિદ્ધાંત કે સામાચારી ? 47. ઈસાઈ મત સમીક્ષા (વિ.સં. 2074) | (ગુર્જરાનુવાદ સમેત) 60. ભાવનામૃત-૧ : મૈત્રી-પ્રમોદ૪૮-૫૦. જૈનતજ્વાદર્શ ભાગ 1-2-3 કરુણાભાવના અંગે પરિશીલન (ગુર્જરાનુવાદ સમેત) 61. ભાવનામૃતમ્-૨ : અનુકૂળ ૫૧-પર. આત્મા કા વિકાસક્રમ ભાગ 1-2 મધ્યસ્થભાવ-પ્રતિકૂળ મધ્યસ્થભાવ (હિન્દી અનુવાદ) (વિ.સં. 2074) 53. યોગધર્મનો અધિકાર (વિ.સં. 2073) | 62. અજ્ઞાનતિમિરભાસ્કર 54. તત્ત્વનિર્ણય પ્રાસાદ ભાગ-૧ (ગુર્જરાનુવાદસમેત) (પ્રેસમાં) (વિ.સં. 2074) 63. ગુરુગુણષત્રિંશત્ પáિશિકાકુલકમ્ (ભાવાનુવાદ) (પ્રેસમાં)
Page #10
--------------------------------------------------------------------------
________________ ચંપાદકીય.... ચિત્તની શુદ્ધિ અને આધ્યાત્મિક ભાવોને પામવા માટે તથા ધર્મધ્યાનની ધારાને અખંડિત રાખવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાની અતિ અતિ અનિવાર્યતા છે એ નિર્વિવાદ હકીકત છે. જેણે પણ પોતાની મોક્ષસાધના વિશુદ્ધ રાખવી છે અને એના ફલસ્વરૂપે વિપુલ કર્મનિર્જરા સાધીને મોક્ષસુખને = શાશ્વત સુખને પામવું છે તથા વર્તમાન જીવનમાં સઘળાયે લેશોથી દૂર રહેવું છે, તેણે સમ્યક્ત સહિત પ્રજ્ઞા, મૈત્રી, પ્રમોદ, સમતા, કરૂણા અને ક્ષમા આદિ ગુણોને સેવવા-વિકસાવવા અતિ આવશ્યક છે, આવું “તત્ત્વામૃત” ગ્રંથમાં ફરમાવ્યું છે. સમ્યત્વે સહિત જ કોઈપણ ગુણ તારક બને છે, એવું જ્ઞાનીઓ ભારપૂર્વક ફરમાવે છે. સમ્યત્વની ગેરહાજરીમાં આ જીવે પ્રાયઃ અનંતીવાર ધર્મક્રિયાઓ કરી છે અને સમાદિ ગુણોનું સેવન કર્યું છે. છતાં પણ મુક્તિ થઈ નથી. કારણ કે આત્મામાં ધામા નાખીને બેઠેલું મિથ્યાત્વ, તેના કારણે પેદા થયેલી રાગ-દ્વેષની તીવ્ર પરિણતિઓ અને તેના પ્રભાવે ઉજાગર થયેલા તમામ પ્રકારના અસદ્ગોએ (અધર્મ-દોષ-સંસાર-ઉન્માર્ગ આદિના પક્ષપાતે) એ ધર્મક્રિયાઓને-ગુણોને તાત્ત્વિક બનવા દીધા નહોતા અને તાત્ત્વિક ક્રિયાગુણ વિના દોષ-પાપકર્મનું ઉન્મેલન થઈ શકતું નથી અને તે વિના આત્મા પોતાના સહજસ્વરૂપમાં પાછો ફરી શકતો નથી. આથી બધા જ ગુણોને સમ્યત્ત્વના સંશ્લેષથી તાત્વિક બનાવવા અતિ જરૂરી છે. સમ્યક્ત પામવું આમેય અતિદુર્લભ છે અને વર્તમાન વિષમકાળમાં તો વિશેષથી દુર્લભ બનતું જાય છે. આવી પરિસ્થિતિમાં અમૂલ્ય માનવભવ એના વિના એળે ન જાય તે માટે સમ્યગ્દર્શનને રોકનાર અને મિથ્યાત્વને પીઠબળ આપનારા અસદ્ગહ = ખોટા આગ્રહો = કદાગ્રહોનો ત્યાગ કરવો એટલો જ જરૂરી છે અને અસગ્રહનો નાશ કરવાનું શ્રેષ્ઠ સાધન જિનવચનો = શાસ્ત્રવચનો છે. શાસ્ત્રવચનોને યથાર્થ રીતે જાણીને તેના પરિશીલન દ્વારા 1. प्रज्ञा मुदा च मैत्री च, समता करूणा क्षमा / सम्यक्त्वसहिता सेव्याः, सिद्धिसौध-सुखप्रदाः // 27 //
Page #11
--------------------------------------------------------------------------
________________ 9 સાચા બોધ-શ્રદ્ધા-રૂચિને કેળવવામાં આવે છે, ત્યારે અસદ્ગતનો નાશ થાય છે. તેનાથી મિથ્યાત્વનો નાશ છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. હાલ અસદ્ગો અનેક વિષયમાં પ્રવર્તે છે. મૈત્રી આદિ ચાર ભાવનાઓ અંગે પણ કેટકેટલીયે ભ્રમણાઓ પ્રવર્તે છે. વિરોધાભાસો વર્તે છે. તેના કારણોમાં અત્યારે આપણે ઉતરવું નથી. પરંતુ ચારે ભાવનાઓનું સાચું સ્વરૂપ અને ઉપલકદષ્ટિએ અન્ય શાસ્ત્રવચનો સાથે દેખાતા વિરોધાભાસોનું સમાધાન તથા વર્તમાનમાં ચાલી પડેલી ખોટી ભ્રમણાઓનું ઉમૂલન કરવું જરૂરી છે. તેથી ભાવનામૃત અને ભાવનામૃત- આ બે પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. ભાવનામૃતમ્ -1: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - આ પુસ્તકમાં મૈત્રી-પ્રમોદ-કરુણા આ ત્રણ ભાવનાનું સ્વરૂપ વર્ણવ્યું છે અને તે તે ભાવનાના પરિશીલનની શૈલી બતાવવામાં આવી છે. વર્તમાનમાં પ્રવર્તમાન વિરોધાભાસો આદિની સમીક્ષા કરવામાં આવી છે. ભાવનામૃતમ્ - II : અનુકૂળ મધ્યસ્થભાવ-પ્રતિકૂળ મધ્યસ્થભાવ - આ પુસ્તકમાં મધ્યસ્થભાવનું સ્વરૂપ વર્ણવ્યું છે અને પરિશીલનની શૈલી બતાવવામાં આવી છે. અને કયો મધ્યસ્થભાવ મોક્ષસાધનામાં અનુકૂળ છે અને કયો પ્રતિકૂળ છે તેની ચર્ચા કરી છે. તથા વર્તમાનમાં પ્રવર્તમાન અનેક પ્રશ્નોના શાસ્ત્રાધારે જવાબો આપવામાં આવ્યા છે. તપાગચ્છાધિરાજશ્રીજીના સામ્રાજ્યવર્તી તપસ્વી સાધ્વીવર્યા શ્રીસુનિતયશાશ્રીજી મ.ના સુશિષ્યા વિદુષી સાધ્વીવર્યા શ્રીશાનદર્શિતાશ્રીજી મહારાજે પ્રફશુદ્ધિનું કાર્ય કરીને ઉત્તમ શ્રુતભક્તિ કરી છે. હાર્દિક અનુમોદના. સૌ આરાધકો બાર + ચાર ભાવનાના સ્વરૂપને સમજીને પોતાના અંતઃકરણને ભાવનાથી વાસિત કરીને સઘળાયે ક્લેશોથી મુક્ત બની શાશ્વત સુખને શીધ્ર પ્રાપ્ત કરે એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. લિ. મુ. સંયમકીર્તિવિ. વે. વદ-૧૧, વિ.સં. 2074 શ્રીવિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન, તા-૧૧-૫-૨૦૧૮. શુક્રવાર ગોપીપુરા, સુભાષ ચોક, સુરત
Page #12
--------------------------------------------------------------------------
________________ 10 ક્રમ | પૃષ્ઠ નં. વિષયાનુક્રમ વિષય 1) પ્રકરણ - 1 : ભાવના ઉત્તમ રસાયણ છે. ......................1 2) પ્રકરણ - ર : મૈત્રીભાવના.............. - પ્રશ્નોત્તરી...... - મૈત્રીભાવનામાં પરિશીલનની શૈલી...................... 3) પ્રકરણ - 3 : પ્રમોદભાવના ................... - અનુમોદના અંગે વિશેષ ખુલાસા ...................... 70 - પ્રમોદભાવનામાં પરિશીલનની શૈલી..................... 4) પ્રકરણ - 4 : કરુણાભાવના - કરુણાભાવનામાં પરિશીલનની શૈલી................... 5) પરિશિષ્ટ : ચારે ભાવનાની મહત્તા દર્શાવતા શાસ્ત્રકાર મહર્ષિઓના વચનામૃતો.......... 100 * સંદર્ભ ગ્રંથોની યાદી * અધ્યાત્મસાર પંચવસ્તુ પ્રકરણ યોગસાર અમિતગતિ સ્તોત્ર પંચાશક પ્રકરણ વિશેષાવશ્યક ભાષ્ય ઉપમિતિ ભવપ્રપંચા કથા પાર્શ્વનાથ ચરિત્ર વૈરાગ્ય કલ્પલતા ચઉશરણ પન્ના પુષ્પમાલા પ્રકરણ શાંત સુધારસ તત્ત્વાર્થસૂત્ર પ્રતિમાશતક શાસ્ત્રવાર્તા સમુચ્ચય દશવૈકાલિક સૂત્ર બૃહત્કલ્પભાષ્ય ષોડશક પ્રકરણ ધર્મરત્ન પ્રકરણ યોગદૃષ્ટિ સમુચ્ચય સમરાઈથ્ય કહા ધર્મસંગ્રહ યોગશાસ્ત્ર સૂયગડાંગ સૂત્ર
Page #13
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૧ : ભાવના ઉત્તમ રસાયણ છે દરેક આત્માર્થી જીવોએ જેમ અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવાની છે, તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ પણ ભાવવાની છે. મૈત્રી આદિ ભાવનાઓ ભાવવાનું પ્રયોજન જણાવતાં શ્રી “શાંતસુધારસ' ગ્રંથમાં કહ્યું છે કે, “સદ્ધર્મધ્યાનસંધ્યાન-દેતવઃ શનિને. . मैत्रीप्रभृतयः प्रोक्ता-श्चतस्रो भावनाः पराः // 1 // मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् / થર્મધ્યાનમુર્તિ તદ્ધિ તસ્ય રસાયનમ્ રા” - સદ્ધર્મધ્યાનનું અનુસંધાન કરવામાં કારણભૂત મૈત્રી આદિ ચાર શ્રેષ્ઠ ભાવનાઓ શ્રીજિનેશ્વર પરમાત્માઓએ કહી છે. - મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યશ્ય : આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનના સંધાન માટે હંમેશાં યોજવી (સેવવી) જોઈએ. કારણ કે, ભાવનાઓ જ તેનું (ધર્મધ્યાનનું) સાચું રસાયણ (મહા ઔષધ) છે. આથી ધર્મધ્યાનને પામવા માટે અને ધર્મધ્યાનની ધારાને અખંડિત રાખવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવી આવશ્યક છે. જેનું અંતઃકરણ મૈત્રી વગેરે ભાવનાઓથી વાસિત હોય, તેને આર્તધ્યાનનો સ્પર્શ થતો નથી અને તેની ધર્મધ્યાનની ધારા પણ અખંડિત રહે છે - અખ્ખલિતપણે વહ્યા કરે છે. 3 મૈત્રી આદિ ભાવનાથી ચિત્તશુદ્ધિ : સંસારના પોદ્ગલિક પદાર્થો પ્રત્યે વૈરાગ્યભાવ-નિર્મમત્વભાવ પેદા કરવા અને સ્થિર બનાવવા માટે અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવાની છે. જગતના જીવો પ્રત્યે કેવો અભિગમ રાખવામાં આવે તો ચિત્તશુદ્ધિ
Page #14
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રાપ્ત થાય ? આ પ્રશ્નના સમાધાનમાં જ્ઞાનીઓએ મૈત્રી આદિ ચાર ભાવનાઓ બતાવી છે. અનાદિ સંસારપરિભ્રમણ દરમ્યાન જીવોએ પુદ્ગલ સાથે અભેદબુદ્ધિ અને જીવો સાથે ભેદબુદ્ધિને ધારણ કરી છે. પુદ્ગલ સાથે ગાઢ સ્નેહપ્રીતિનો નાતો બાંધ્યો છે. જ્યારે જીવો સાથે સ્વાર્થગર્ભિત નાતો રાખ્યો છે - જીવોનો ગમે તે રીતે ઉપયોગ કરી લેવાની વૃત્તિ રાખી છે. જીવો ઉપયોગમાં આવતા હોય ત્યાં સુધી તે સારા લાગે છે. જે ક્ષણે ઉપયોગમાં ન આવે તે ક્ષણે ખરાબ લાગે છે. વળી, જીવો સાથેની આ ભેદબુદ્ધિને કારણે જ (જીવો પ્રત્યે) અપરાધભાવ, પૂર્વગ્રહ, દ્વેષ, મદ્રેષ, વૈર, તિરસ્કારભાવ, વક્રવર્તન, વક્ર વાણી, ઈર્ષ્યા, અસૂયા, દયારહિતતા આદિ દોષો પેદા થયા છે, તે સર્વે દોષો ચિત્તને સતત અશુદ્ધ અને સંતસ રાખે છે. ચિત્તની આ અશુદ્ધિ ધર્મધ્યાનને પામવા ન દે અને સ્થિર પણ ન થવા દે. આથી ધર્મધ્યાનને પામવા ચિત્તશુદ્ધિની અતિ આવશ્યકતા છે. ચિત્તની અશુદ્ધિ નાશ પામે તો ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય તથા જીવો સાથે ભેદબુદ્ધિ અને ભેદબુદ્ધિમાંથી જન્મેલા બ્રેષાદિ દોષો દૂર થાય તો ચિત્તની અશુદ્ધિ નાશ પામે અને ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય. ર મૈત્રી આદિના અભાવમાં સ્વ-પરનો નાશ : જે જીવોનું ચિત્ત મૈત્રી આદિ ભાવનાથી વાસિત નથી અને મોહદશાથી હણાયેલું છે, તે જીવો સ્વયં નાશ પામે છે અને બીજા જીવોનો પણ નાશ કરે છે. આથી શ્રી “યોગસાર' ગ્રંથમાં કહ્યું છે કે, મોદોપદચિત્તાતે, મૈચામિરસંસ્કૃતા: / स्वयं नष्टा जनं मुग्धं, नाशयन्ति च धिग् हहा // 2-4 // " - મોહદશાથી જેઓનું ચિત્ત હણાયેલું છે અને મૈત્રી આદિ ભાવનાઓથી જેઓનું ચિત્ત સંસ્કાર પામેલું નથી, તેઓ સ્વયં નાશ પામે છે અને બીજા મુગ્ધ જીવોને નાશ પમાડે છે - ધર્મભ્રષ્ટ કરે છે. તેવા મોહાધીન જીવોને ધિક્કાર થાઓ !
Page #15
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૧ઃ ભાવના ઉત્તમ રસાયણ છે - જેનું ચિત્ત મૈત્રી આદિથી વાસિત નથી, તેના ચિત્તમાં દ્વેષાદિ દુર્ભાવો ખદબદતા હોય છે અને તેનાથી જે ક્રિયા-પ્રતિક્રિયા થાય છે અને આઘાત-પ્રત્યાઘાત સર્જાય છે, તે સ્વ-પરનો નાશ કર્યા વિના રહેતા નથી. 5 જીવો પ્રત્યેના અભિગમો બદલો : આજપર્યન્ત જીવો પ્રત્યે ભેદબુદ્ધિ રાખી છે અર્થાત્ તે પારકા છે, મારી સાથે એમને શું ? તે મારા દ્વેષી છે, વેરી છે, તે મારા ઉત્કર્ષની ઈર્ષ્યા કરનારા છે, ઈત્યાદિ પ્રકારે ભેદબુદ્ધિ હૈયામાં જીવંત રાખી છે, હૈયાનો આ અભિગમ બદલવો પડશે. જીવો સાથે અભેદભાવ સાધવો કોઈ ભેદ નથી. મારો આત્મા જેમ અનંતગુણનો માલિક છે, તેમ જગતના તમામ જીવો પણ અનંતગુણના માલિક છે. આત્માની જે શાશ્વત સંપત્તિ છે, તે તો સર્વેની એકસમાન છે અને જે નાશવંત છે, તેમાં તરતમતા હોય એટલા માત્રથી જીવો પ્રત્યે ભેદબુદ્ધિ કેમ રખાય ? સર્વ જીવો પ્રીતિ-વાત્સલ્યને ઝંખે છે ? તો પછી મારાથી કોઈનો તિરસ્કાર કેમ કરાય ? સર્વ જીવો સ્વહિતને ઝંખે છે ? તો મારાથી કોઈનું અહિત કેમ ચિંતવાય ? મારા જીવનમાં જે દુઃખો આવે છે, તે સર્વ મારા કર્મના કારણે આવે છે, એમાં બીજાને દોષ કેમ અપાય અને બીજા પ્રત્યે દ્વેષ કેમ કરાય ? સર્વેને પોતપોતાના કર્માનુસાર સુખ-દુઃખ મળે છે. તો મારાથી કોઈનો તિરસ્કાર કે ઈર્ષ્યા કેમ કરાય ? આવા પ્રકારે ચિત્તના-હૈયાના અભિગમો બદલવાથી જીવો પ્રત્યેની ભેદબુદ્ધિ અને તજન્ય દોષો નાશ પામે છે. ચિત્ત શુદ્ધ બને છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે, આજપર્યન્ત આપણો આત્મા જગતના જીવોનો સ્વાર્થથી ઉપયોગ કરતો આવ્યો છે. સ્વાર્થ ઘવાતાં તે જીવો પ્રત્યે દ્વેષી બને છે અને અંતરાય કરનારાઓ પ્રત્યે દ્વેષ અને વૈર રાખતો આવ્યો છે. કોઈનું સારું ય જોઈ શકતો નથી અને કોઈના ઉત્કર્ષમાં
Page #16
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન એને ઈર્ષ્યા થાય છે, કોઈના ગુણોમાં દોષનો આરોપ મૂકવાની કે દોષો શોધવાની ટેવ છે, દુઃખી જીવો પ્રત્યે નિર્ધ્વસ બને છે અને નિર્ગુણી જીવો પ્રત્યે દ્વેષ-દુર્ભાવ કરે છે. જીવો પ્રત્યેના આ બધા મલિનભાવો ધર્મધ્યાનના અને અધ્યાત્મના અવરોધક છે. તેથી જીવો પ્રત્યેના અભિગમો બદલવાના છે. આપણી સામે-સાથે રહેલા કે દૂર-સુદૂર રહેલા તમામ જીવો પ્રત્યે જ્યારે જ્યારે કોઈ વિચાર આવે કે એમના અંગે કંઈપણ ચિંતન પ્રગટે, તો તે મૈત્રી આદિ ચાર ભાવનાથી વાસિત જ હોવું જોઈએ. જગતના તમામ જીવોમાં કોઈક જીવો ગુણવાન્ હોવાના, તો કોઈક જીવો શારીરિકમાનસિક રીતે દુઃખી હોવાના અને કોઈક જીવો નિર્ગુણી-દોષોથી ભરેલા પણ હોવાના. આવી સ્થિતિમાં જગતના જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવના જ સેવવાની છે. તેનાથી જ આપણું ચિત્ત શુદ્ધ રહી શકે છે. શ્રી યોગગ્રંથો પણ ફરમાવે છે કે, તમે જ્યાં આરાધના કરો છો, ત્યાં ત્રણ પ્રકારના જીવો રહેવાના. કેટલાક જીવો તમારાથી નીચેની કક્ષાના હશે. તો કેટલાક જીવો તમારી સમકક્ષ હશે અને કેટલાક જીવો તમારાથી ઉપરની કક્ષાના હશે. આવી સ્થિતિમાં સંસારરસિક જીવો જે રીતે નીચેની કક્ષાવાળા માટે તિરસ્કારભાવ કે દોષદર્શનની વૃત્તિ ધરાવે છે, મધ્યમકક્ષાવાળા સાથે પ્રતિસ્પર્ધા રાખે છે અને એને પાછળ રાખવા કે પછાડવાની વૃત્તિ ધરાવે છે તથા ઉપરની કક્ષાવાળાની ઈર્ષા રાખે છે અને એના છિદ્રો શોધે છે - તે જ રીતે તમે જો આરાધનાક્ષેત્રમાં હિનગુણવાળાનો દ્વેષ કરશો અને એના ઉપર તિરસ્કારભાવ રાખશો, મધ્યમગુણવાળા સાથે પ્રતિસ્પર્ધા કરશો અને ઉત્તમગુણવાળા જીવો પ્રત્યે ઈર્ષા રાખશો અને તેમના છિદ્રો શોધશો, તો આરાધનાજીવનથી હારી જશો, કારણ કે, આરાધના કરવા છતાં પણ ચિત્તવૃત્તિઓ તુચ્છ-મલિન હોવાના કારણે ધર્મ મલિન બનેલો છે. મલિનધર્મ દુર્ગતિઓની પરંપરા વધારે છે. તેથી ત્રણે પ્રકારના જીવો પ્રત્યેના અભિગમો બદલવા પડશે. ત્રણ પ્રકારના
Page #17
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૧ : ભાવના ઉત્તમ રસાયણ છે જીવો પ્રત્યે કેવા પ્રકારના અભિગમો રાખવામાં આવે તો ધર્મ સિદ્ધિકોટીનો બની સ્વાભિપ્રેત ફલ આપવા સમર્થ બને છે, તે જણાવતાં યોગગ્રંથોમાં કહ્યું છે કે, હનગુણવાળા જીવો પ્રત્યે કરુણા રાખવાની છે અને એમને આગળ વધારવા પરોપકાર કરવાનો છે. મધ્યમગુણવાળા જીવો પ્રત્યે ઉપકારનો ભાવ રાખવાનો છે અને ઉત્તમગુણવાળા જીવો પ્રત્યે બહુમાનભાવપ્રીતિ-વિનય-ભક્તિભાવ રાખવાના છે. ર ચારે ભાવનાનું આંશિક સ્વરૂપ : ચારે ભાવનાનું આંશિક સ્વરૂપ જણાવતાં શ્રી “શાંતસુધારસ” ગ્રંથમાં કહ્યું છે કે, "मैत्री परेषां हितचिंतनं यत्, भवेत् प्रमोदो गुणपक्षपातः / कारुण्यमार्ताऽङ्गिरुजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा // 13-3 // " - અન્ય જીવોના હિતનું ચિંતન કરવું તેને મૈત્રીભાવના કહેવાય છે. ગુણવાન પુરુષોના ગુણોનો પક્ષપાત હોવો અર્થાત્ ગુણો જોઈને આનંદ થવો તેને પ્રમોદભાવના કહેવાય છે. દુઃખી જીવોના દુઃખને દૂર કરવાની ઈચ્છા હોવી તેને કરુણાભાવના કહેવાય છે. દુષ્ટબુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા કરવી અર્થાત્ તેમના ઉપર રાગ-દ્વેષરહિતપણે વર્તવું તેને માધ્યચ્ય = ઉપેક્ષા ભાવના કહેવાય છે. કે મૈત્રી આદિ ભાવનાના વિષયો : મૈત્રી આદિ ભાવનાઓમાં કઈ કઈ ભાવનાનો વિષય કયો ક્યો છે, તે જણાવતાં શ્રી “યોગસાર' ગ્રંથમાં કહ્યું છે કે, “मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु / માધ્યચ્યવનપુ, રુIT સુદિપુ ર-દા” - સર્વ જીવો ઉપર મૈત્રીભાવના, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવના, અવિનીત (પાપી) જીવો ઉપર માધ્યચ્ય ભાવના અને દુઃખી જીવો ઉપર કરુણાભાવના જાણવી.
Page #18
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - મૈત્રી ભાવનાનો વિષય જગતના સર્વ જીવો છે. સર્વ જીવોના હિતનું ચિંતન કરવાનું છે. - પ્રમોદભાવનાનો વિષય ગુણવાન પુરુષો છે. માધ્યશ્યભાવનાનો વિષય અવિનિત-બુદ્ધિવાળા પાપી જીવો છે અને - કરુણા ભાવનાનો વિષય શારીરિક અને માનસિક રીતે દુઃખી જીવો છે. મૈત્યાદિ ભાવના ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે H દસવિધ યતિધર્મ (દસ પ્રકારનો ધર્મ) એ કલ્પવૃક્ષ છે અને મૈત્ર્યાદિ ચાર ભાવના એના મૂળ છે. શ્રી “યોગસાર' ગ્રંથમાં કહ્યું છે કે, “ધર્મદુમસ્થતા, મૂત્ન મૈચાવિભાવનાઃ | यैर्न ज्ञाता न चाभ्यस्ता, स तेषामतिदुर्लभः // 2-7 // " - મૈત્રી વગેરે ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, એમ જાણવું. જે જીવોએ આ ચાર ભાવનાઓ જાણી નથી અને આ ચાર ભાવનાઓ અભ્યસ્ત કરી નથી - જીવનમાં ઉતારી નથી, તેઓને તે કલ્પવૃક્ષ સમાન ધર્મ મળવો અતિશય દુર્લભ છે. આથી ધર્મને પરિણામ પમાડવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓને યથાર્થપણે જાણવી જોઈએ અને જીવનમાં એ ચારે ભાવનાઓને અભ્યસ્ત કરવી જોઈએ. જીવનમાં ડગલે ને પગલે અનેક વ્યક્તિઓ નજર સામે આવવાની છે અને આપણા સાથે અનેક પ્રકારે જોડાવાની છે. તેવી અવસ્થામાં આપણે આપણા ચિત્તરત્નને દૂષિત ન કરવું હોય તો ચાર ભાવનાઓ અભ્યસ્ત કરી લેવી જોઈએ. અહીં ચારે ભાવનાની આંશિક રૂપરેખા જોઈ. એનું આંશિક સ્વરૂપ અને ધર્મજીવનમાં એની આવશ્યક્તા અંગે વિચારણા કરી. હવે ચારે ભાવના અંગે ક્રમશઃ વિસ્તારથી વિચારણા કરીશું.
Page #19
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના જે હિતમતિમૈત્રી | અન્ય જીવોને વિશે હિતની મતિ રાખવી તે મૈત્રી છે. અર્થાત્ અન્ય જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખવી તેને મૈત્રી ભાવના કહેવાય છે. જગતના સર્વ જીવોનું હિત થાઓ, કોઈનું પણ અહિત ન થાઓ, આવી હૈયાની સંભાવનાને મૈત્રી ભાવના કહેવાય છે. મૈત્રીભાવનાથી વાસિત ચિત્તવાળાની સર્વજીવો પ્રત્યે હિતબુદ્ધિ કેવી હોય, તે જણાવવાની સાથે મૈત્રીભાવનાનું સાચું સ્વરૂપ જણાવતાં શ્રી યોગશાસ્ત્ર માં કહ્યું છે કે, "मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत कोऽपि दुःखितः / મુક્યતાં નવગ્રેષા, મતિમૈત્રી નિદાતે 4-228" - “જગતના કોઈપણ જીવો પાપ ન કરે, કોઈપણ જીવ દુઃખી ન થાય અને આખું ય વિશ્વ મુક્ત થાય-મોક્ષને પ્રાપ્ત કરે” - આવી બુદ્ધિને મૈત્રી કહેવાય છે. અર્થાત્ “જગતના સર્વ જીવો સુખી થાઓ, કોઈને પણ દુઃખ ન થાઓ, દુઃખના નિમિત્તભૂત પાપોથી સર્વ જીવો મુક્ત થાઓ અને એકાન્તિક તથા આત્મત્તિક સુખના ધામ એવા મોક્ષને સૌ જીવો પામો” - આવી નિર્દભ સર્વ જીવ વિષયક સદ્ભાવના હોવી એ મૈત્રીભાવના છે. જગતના સર્વે જીવો પ્રત્યેનો આ નિર્ભેળ-સ્વાર્થ વિહોણો વાત્સલ્યભાવ છે - અકૃત્રિમ સ્નેહનો પરિણામ છે. | સર્વ જીવોને આત્મતુલ્ય જોવામાં આવે અને તેમના પ્રત્યે વાત્સલ્ય પ્રગટે તો તેમના હિતની ચિંતા સ્વયમેવ પ્રગટે છે. જેનાથી મૈત્રીભાવના પ્રાપ્ત થાય છે. અહીં યાદ રાખવું કે, સર્વ જીવોનું આત્યંતિક હિત મોક્ષમાં છે. તેથી સર્વ જીવો મોક્ષમાં પહોંચે, તેમાં અંતરાય બનતા તેમના પાપકર્મો નાશ પામે અને પાપ કરવાની તેઓની વૃત્તિ નાશ પામે, આવી સંભાવના
Page #20
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન આ ભાવનામાં વારંવાર ભાવવાની છે. મૈત્રીભાવનાના ભાવકની કેવી ભવ્ય ભાવના હોય, તેને વર્ણવતાં “શાંતસુધારસ' ગ્રંથમાં કહ્યું છે કે, एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वाद्यधिगम्य सम्यक् / बोधिं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् // 13-7 // य रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः / सर्वे-ऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु // 13-8 // - (હે આત્મન્ ! તું એવી ભવ્ય ભાવના રાખ કે,) એકેન્દ્રિયાદિ જીવો પણ પંચેન્દ્રિયપણું વગેરે વિશિષ્ટ સામગ્રી પામી બોધિરત્નને સારી રીતે આરાધી ભવભ્રમણના ભયથી ક્યારે વિરામ પામશે ? મન-વચન-કાયાનો દ્રોહ કરનારા (મન-વચન-કાયાને પાપ માર્ગે લઈ જઈ જીવોને દુઃખ આપનારા) રાગ અને દ્વેષ વગેરે (જીવોના) દોષો શાંત થાઓ. સર્વ જીવો ઉદાસીનતાના-સમતાભાવના રસનું પાન કરો અને સર્વ જીવો સર્વત્ર સુખી થાઓ ! (મૈત્રીભાવનાનો ભાવક આવી ભાવના ભાવે અથવા મને આવા ભવ્ય ભાવો પ્રગટે તેવી અભિલાષા સેવે) મૈત્રીભાવનાનું વાસ્તવિક સ્વરૂપ : જગતના જીવોનું આત્યન્તિક અને એકાન્તિક હિત જેમાં હોય, તેવી વસ્તુઓની પ્રાપ્તિ તે જીવોને થાય, એવું ચિંતવન કરવું એ મૈત્રી ભાવનાનું સાચું સ્વરૂપ છે. જ્યારે જીવો પાપથી મુક્ત થાય, દુઃખોથી સર્વથા મુક્ત થાય, સંસારથી મુક્ત થાય અને મોક્ષ પ્રાપ્ત કરે, ત્યારે તેઓનું એકાન્તિક અને આત્યંતિક હિત થાય છે. અંતિમ કક્ષાનું હિત મોક્ષમાં છે. ત્યાં જ સર્વદુઃખોનો અંત આવે છે. દુઃખોનું આગમન પાપોથી થાય છે. તેથી પાપોની મુક્તિ થવી એ પ્રધાન હિત છે. પાપ નાશ પામે તો દુઃખ નાશ પામે અને સંસાર નાશ પામે તો મોક્ષ પ્રાપ્ત થાય. જ્યાં સુધી પાપ-સંસાર નાશ ન પામે ત્યાં સુધી દુઃખદ સંસાર પરિભ્રમણનો અંત આવવાનો નથી અને મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. આથી સૌથી પ્રથમ સર્વજીવો પાપોથી મુક્ત થાય તેવું ચિંતવવાનું છે.
Page #21
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના હિંસાદિ જેમ પાપો છે. તેમ ઉન્માર્ગ પણ પાપરૂપ છે અને મિથ્યાત્વ પણ પાપ છે. તેથી જીવોનું જેનાથી અહિત થાય છે, તે સર્વેથી જીવોની મુક્તિ થાય તેવી ભાવના ભાવવાની છે. અહીં ઉલ્લેખનીય છે કે, જેમ જગતના જીવોનું હિત કરવાની ભાવના ભાવવાની છે, તેમ જીવોનું શાનાથી હિત થાય છે, તે ઉપાયોને પણ યથાર્થ રીતે જાણવા જરૂરી છે. નહીંતર અનર્થ થવાની સંભાવના છે. 3 મૈત્રીભાવનાથી વૈરનો ત્યાગ કરવો : सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ! चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः / कियद्दिनस्थायिनि जीवितेऽस्मिन्, किं खिद्यते वैरधिया परस्मिन् // 13-4 // - હે આત્મન્ ! સર્વ જીવો ઉપર મૈત્રીભાવને ધારણ કર ! આ જગતમાં કોઈને શત્રુ તરીકે માન નહીં. અલ્પ દિવસ ટકી રહેનારા આ જીવનમાં અન્ય જીવો પ્રત્યે વૈરભાવ રાખી તું શા માટે ખેદને ધારણ કરે છે ? જીવન ક્ષણભંગુર છે. નાનકડા જીવનમાં કોઈપણ જીવની સાથે કર્મવશ કોઈપણ સંઘર્ષ-અણબનાવ થઈ શકે છે. જો તમે તે જીવ પ્રત્યે હૈયામાં વૈરભાવ ધારણ કરશો, તો તે વૈરભાવ તમને સતત ખિન્ન રાખશે અને પ્રતિશોધ (બદલા)ની ભાવનામાં રમતા રાખી સતત સંતપ્ત રાખશે તથા આત્મામાં એના સંસ્કારો પડતાં તે ભવાંતરમાં પણ પીડા આપશે. જીવન તો વહેલું મોડું ખતમ થઈ જશે, પરંતુ વેરભાવ રહી જશે. ધનાદિ સંપત્તિ, માન-સન્માન, યશ-કીર્તિ, સત્તા-પદ આદિ તો મૃત્યુ સમયે નાશ પામશે અને હૈયામાં વૈરભાવ રહી જશે. જેના માટે અન્ય સાથે વેર બાંધ્યું, એ તો સર્વે નાશવંત છે અને તેથી વહેલા મોડા નાશ પામશે. પરંતુ હૈયામાં રહી ગયેલું વૈર શાશ્વત આત્માને જરૂર શાશ્વતધામ (મોક્ષ) થી દૂર રાખશે. આથી હૈયામાં વેરભાવ રાખીને આભવ-પરભવ બગાડવાની જરૂર નથી. મૈત્રીભાવનાને ધારણ કરી હૈયાને શાંત કરવું એ જ આત્મહિતનો અને જીવનશાંતિનો ઉત્તમ માર્ગ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________ 10 ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તદુપરાંત, આપણે જેના પ્રત્યે વૈર રાખીશું, તેનું કશુંય બગાડી શકવાના નથી. પરંતુ આપણે તો જરૂર બગડી જવાનું છે અને અન્ય નાના થઈ જવાના નથી કે આપણું માન-સન્માન ઘટી જવાનું નથી અથવા તો આપણું સ્વમાન હણાઈ જવાનું નથી. પરંતુ મૈત્રીભાવને આત્મસાત્ કરવાથી આત્મા મહાન બની જાય છે - જીવનમાં શાંતિ પથરાય છે - અધ્યાત્મની પરિણતિઓ ઉજાગર થાય છે. જ્ઞાનીઓએ તેના અગણિત લાભો બતાવ્યા છે. મૈત્રીભાવનાના લાભો અને વેરભાવથી થતા નુકશાનો આગળ ઉપર ઉદાહરણ સહિત વિચારીશું. વળી, આપણું હૈયું વૈરરૂપી વિષને સંગ્રહ કરવાનું ભાન નથી, પરંતુ મૈત્રીરૂપી અમૃતને સંગ્રહવાનું ઉત્તમ પાત્ર છે. વેર અગ્નિ જેવો છે. જેમ અગ્નિ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં બાળે અને આજુબાજુવાળાને પણ ભસ્મીભૂત કરે, તેમ વૈર સ્વ-પર ઉભયને બાળે છે. આથી ક્ષણભંગુર આ જીવનમાં કોઈની પણ સાથે વેર રાખવાની જરૂર નથી. સર્વ પ્રત્યે મૈત્રી ધારણ કરવી જ શ્રેયસ્કર છે. ગુણસેન રાજાના આત્મા સાથે વેર બાંધનારો અગ્નિશર્મા તાપસ અનંત સંસાર વધારે છે અને સંસારમાં પારાવાર દુઃખોને વેઠવાનો છે. કારણ કે, દઢ વૈરભાવના કારણે પાપકર્મો અને પાપના અનુબંધોનું ખૂબ સિંચન એના આત્મામાં થયેલું છે. કે સર્વ જીવોને બંધુવત્ લેખવો : શ્રી શાંતસુધારસમાં કહ્યું છે કે, "सर्वेऽप्यमी बन्धूतयानुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ / जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि॥१३-५॥" હે આત્મન્ ! આ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં તે સર્વ જીવોને હજારો વાર બંધુપણે (ભાઈ તરીકે) અનુભવ્યા છે - સર્વ જીવો હજારોવાર તારા જીવનમાં ભાઈ બનીને આવ્યા છે. તેથી તે સર્વે જીવો તારા બંધુઓ છે. કોઈ પણ જીવ તારો શત્રુ નથી, એમ મનમાં નિશ્ચય કર !
Page #23
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૨ H મૈત્રીભાવના “વસુધૈવ કુટુંબકમની ભાવના ભાવો : सर्वे पितृभ्रातृपितृव्यमातृपुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् / जीवाः प्रपन्ना, बहुशस्तदेतत्, कुटुम्बमेवेति परो न कश्चित् // 13-6 // - હે આત્મન્ ! એ સર્વે જીવો (સંસારપરિભ્રમણ દરમ્યાન) તારા પિતા, ભાઈ, કાકા, માતા, પુત્ર, પુત્રી, સ્ત્રી (પત્ની), બહેન અને પુત્રવધુપણે બહુવાર પ્રાપ્ત થયેલા છે, તેથી એ સર્વે તારું કુટુંબ જ છે. કોઈ જીવ પરાયો કે દુશ્મન નથી. મૈત્રીભાવનાથી ચિત્તશુદ્ધિ : - સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-નિર્ભેળ વાત્સલ્યભાવ-અકૃત્રિમ સ્નેહ રાખવાથી, તેમના પ્રત્યે દ્વેષ-પ્રષ-વૅરના ભાવો પ્રગટતા નથી, તેમની ચઢતીમાં ઈર્ષ્યા થતી નથી, તેમના ગુણ-સારપમાં (દોષ-નબળાઈ શોધવા સ્વરૂપ) અસૂયાભાવ પેદા થતો નથી, અપરાધભાવ-પૂર્વગ્રહબુદ્ગહના પરિણામ ઉજાગર થતા નથી, કોઈને પણ પ્રતિસ્પર્ધી માની તેને પછાડવાની મલિન વૃત્તિ સેવાતી નથી અને સ્વાર્થ સાધવા અન્ય જીવો સાથે પ્રપંચો ખેલાતા નથી તથા વિશ્વાસઘાત (દ્રોહ) આદિ મહાપાપો પણ સેવાતા નથી. આ બધાના ફલસ્વરૂપે ચિત્ત શુદ્ધ બને છે. મૈત્રીભાવના ચિત્તમાં ઉભા થયેલા કે થનારા તમામ મતોને ધોઈ નાંખવાનું કામ કરે છે. $ મૈત્રીના લાભો અને વેરના નુકશાનો : - મૈત્રીભાવનાથી ચિત્ત સદ્ભાવનાઓથી ભરેલું રહે છે. તેના કારણે મન શાંત અને પવિત્ર રહે છે અને એકાગ્રપણે તારક સાધનામાં લીન બની રહે છે. - મૈત્રીભાવનાથી ઉત્પન્ન થયેલી સભાવનાઓ ચિત્તને અત્યંત ઉદાત્ત બનાવે છે અને ચિત્તની ઉદાત્તતા સાધકને અધ્યાત્મમાર્ગ ઉપર પ્રગતિ કરાવે છે. વળી ચિત્તની ઉદાત્તતાના કારણે સાધક (પોતે નહીં
Page #24
--------------------------------------------------------------------------
________________ 12 ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પણ સામેની વ્યક્તિ દુશ્મન માનતી હોય, તેવા) દુશ્મનના દુર્વ્યવહારોને સમ્યમ્ભાવે સહન કરવા તત્પર બને છે અને એની સામે કોઈ પ્રતિક્રિયા ન કરવાના કારણે દ્વેષભાવ-વૈરભાવથી બચી જાય છે. - ચિત્ત મૈત્રીભાવથી વ્યાપ્ત હોય ત્યારે કોઈનું ખરાબ કરવાનું ચિંતન હોતું નથી અને કોઈએ પોતાની ઉપર કરેલા અન્યાય કે અહિતનું પણ ચિંતન હોતું નથી. ઉલટાનું સામેની વ્યક્તિના હિતની ઝંખના હોય છે અને તે વૈરભાવથી શાંત બને એવી સદ્ભાવના હોય છે. તેના કારણે ચિત્ત સ્વસાધનામાંથી ખસીને પરમાં જતું નથી અને જાય તો પણ કષાયો ઉભા થાય તેવું ખરાબ ચિંતન હોતું નથી. તેના યોગે ધર્મધ્યાનની ધારા અખંડિત રહે છે. - મૈત્રીભાવનાથી જીવ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પણ કરે છે અને સકામ નિર્જરા પણ સાધે છે. તદુપરાંત, અધ્યાત્મની ઉચ્ચતમ ભાવનાઓનો ભાગી બને છે તથા (વૈરભાવના કારણે થનારો) પાપકર્મોનો બંધ અટકી જાય છે અને દ્વેષ-વૈરના સંસ્કારોનું સિંચન પણ થતું નથી. આ સર્વેના પરિણામે સાધકની ભાવિ મોક્ષયાત્રા સુખદ બને છે. - મૈત્રીભાવનાથી વિશ્વવત્સલ્યતાનો ગુણ પ્રાપ્ત થાય છે અને વિકસિત બને છે. તેના યોગે અધ્યાત્મગુણની વૃદ્ધિ થાય છે. - જ્યારે વૈરભાવનાના યોગે ચિત્ત દુર્ભાવનાઓથી સંતપ્ત રહે છે. વૈરીનું ખરાબ કરવાનું ચિંતન અને સતત ત્રસ્ત રાખે છે અને એ દુષ્ટચિંતનથી ક્લિષ્ટ પાપકર્મનો બંધ થાય છે અને વેરના અનુબંધોનું સિંચન થાય છે. જે ભાવિ ભવયાત્રાને અત્યંત દુઃખદ બનાવે છે અને અધ્યાત્મમાર્ગની પ્રાપ્તિ દુર્લભ બનાવે છે. - ગુણસેન રાજાએ મૈત્રીભાવનાને આત્મસાત્ કરી, તો તેઓની ભવયાત્રા સુખદ બની અને નવભવમાં સમાપ્ત પણ થઈ ગઈ અને આજે તેઓ મોક્ષમાં શાશ્વત સુખોને માણી રહ્યા છે. લાખ્ખો વર્ષના માસખમણ અને ઈશ્વરધ્યાન આદિ સાધના કરવા છતાં અગ્નીશર્મા તાપસે વૈરભાવના
Page #25
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના 13 આત્મસાત્ કરી, તો તેઓ દુર્ગતિઓમાં પરિભ્રમણ કરે છે અને અનંતકાળ સુધી સંસારમાં રખડશે. -- બે જીવોની એ સંઘર્ષકથા આપણને મૈત્રીભાવના ધારણ કરવાનો દિવ્ય સંદેશો આપે છે. નવ-નવ ભવ સુધી સંઘર્ષ થવા છતાં મૈત્રીભાવનામાં રમતા ગુણસેન રાજાના આત્માને ક્યાંય અગ્નિશર્માના જીવનું ખરાબ કરવાની ભાવના પ્રગટતી નથી અને તેના જ કારણે તેઓ કષાયોની કાલિમાથી બચી ગયા છે. જ્યારે એ સંઘર્ષ દરમ્યાન જીવનની પ્રત્યેક પળે અગ્નિશર્માના હૈયામાં ગુણસેન રાજાના આત્માનું ખરાબ કરવાનું ચિંતન ક્યારેય વિરમતું નથી. જુઓ એનું પરિણામ શું આવ્યું ! દુર્ગતિઓની રઝળપાટ અને અનંત દુઃખો સિવાય બીજું શું મળ્યું ! આથી મૈત્રીભાવનાના લાભો અને વૈરભાવનાના નુકશાનોનો વિચાર કરીને વૈરભાવને ઉપશાંત કરી મૈત્રીભાવનામાં રમતા રહેવું જોઈએ. - અહીં એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે, અગ્નિશર્મા તાપસે જીવનના અંતે મૃત્યુની પળોમાં મૈત્રીભાવના તો ભાવી છે અને જીવોને ક્ષમાપના પણ આપી છે. પરંતુ એક જીવને એમાં બાકાત રાખ્યો હતો, તેના કારણે તેમનામાં સાચી મૈત્રી પરિણમી નહીં અને એક જીવ પ્રત્યેના વૈરભાવે અનર્થની પરંપરા ઉભી કરી. જ્યારે ગુણસેન રાજાએ સર્વ જીવોની સાથે અને અગ્નિશર્માની સાથે વિશેષથી મૈત્રીભાવના દોહરાવીને વારંવાર ક્ષમા આપી. તેના ફલસ્વરૂપે તેઓ આરાધક બની ભવસાગરથી તરી ગયા છે. આ ઘટના આપણને ઘણો સંદેશો આપે છે - વૈરથી વિનિપાત સર્જાય છે અને મૈત્રીથી મહાન બની જવાય છે. મૈત્રીથી મત્સરત્યાગ : - મૈત્રીભાવનાથી અન્ય જીવો પ્રત્યેનો મત્સરભાવ નાશ પામે છે. કારણ કે, મૈત્રીભાવનાના કારણે કોઈના વિકાસ-ઉત્કર્ષની ઈર્ષ્યાઅસૂયા થતી જ નથી. એને તો કોઈનો વિકાસ જોઈને આનંદ થાય છે. કોઈ સુખી બને તો એને આનંદ થાય છે. કારણ કે, એ કોઈને
Page #26
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન દુઃખી જોવા ઈચ્છતો જ નથી અને મૈત્રીભાવનાના કારણે સાધકના હૈયામાં વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના હોય છે. તેના કારણે કોઈની પ્રગતિ જોઈને ઈર્ષ્યા થતી નથી. તે સર્વની પ્રગતિ જ ઝંખે છે. અહીં યાદ રાખવું કે, કોઈપણ જીવની પ્રગતિની ઈર્ષ્યા કરવાથી આપણને કોઈ લાભ થવાનો નથી કે એની પ્રગતિ અટકી જવાની નથી. હા, કોઈની પ્રગતિની ઈર્ષ્યા આપણા પુણ્યને અને ગુણોને જરૂર બાળી નાખશે. એના બદલે કોઈની પ્રગતિ જોઈને આનંદ અનુભવવામાં આવે તો આપણું ચિત્ત ઉદાત્ત રહે છે અને પુણ્યકર્મનો બંધ તથા સકામ નિર્જરા થાય છે. આથી જ પ્રવીણભાઈ દેસાઈ એક ગીતમાં લખે છે કે, “પ્રગતિ દેખી કોઈની ઈર્ષ્યા કરે, મોટા થવાની જે સ્પર્ધા કરે, આચારોને ચૂકે, મર્યાદાને મૂકે, એનો થાયે કદી ના ઉદ્ધાર..” કે મૈત્રીના ચાર પ્રકાર : શ્રી ષોડશક પ્રકરણમાં મૈત્રીના ચાર પ્રકાર વર્ણવતાં કહ્યું છે કે, “ઉપારિ-સ્વાનેતર સામાન્યતા ચતુર્વિથા મૈત્રી " - ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન : આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. જેને ઉપકાર કર્યો હોય, તેવા ઉપકારી પ્રત્યે મિત્રભાવ રાખવો તે પ્રથમ મૈત્રી જાણવી. માતા-પિતા આદિ સ્વજનો પ્રત્યે મિત્રભાવ રાખવો તે બીજી મૈત્રી જાણવી. જે સ્વજન નથી એવા જીવો પ્રત્યે મિત્રભાવ રાખવો તે ત્રીજી મૈત્રી જાણવી અને સર્વ સામાન્ય રીતે સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખવી તે ચોથી મૈત્રી જાણવી. (અહીં મિત્રભાવ એટલે હિતચિંતા સ્વરૂપ મૈત્રી જ જાણવાની છે.) છે ક્ષમાથી વૈરનું વિસર્જન કરો: જીવન જીવતાં કોઈ સાથે અણબનાવ થાય કે સંઘર્ષ થઈ જાય, કોઈ આપણા ઉપર કારણ વિના કોપ કરે, તો પણ કોઈ જીવ માટે હૈયામાં વૈર ધારણ કરવું નહીં. સ્વકર્મના વિપાકનું ચિંતન કરી અન્ય
Page #27
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના જીવોને ક્ષમા આપી દેવી. એમના માટે અપરાધભાવ, પૂર્વગ્રહ કે વેરભાવ રાખવો નહીં અને મૈત્રીભાવનાને કામે લગાડી એમના પણ હિતનું ચિંતન જ કરવું. એના પરિણામે સંઘર્ષ આગળ વધશે નહીં, કષાયો વધશે નહીં અને આત્મામાં પાપકર્મ ને વૈરના અનુબંધો સિંચાશે નહીં. છે મૈત્રીભાવનામાં અગત્યનો ખુલાસો : ઘણા લોકો મૈત્રીભાવનાના અનુસંધાનમાં એવું કહેતા હોય છે કે, કોઈપણ ખોટા ધર્મના અનુયાયીઓને ખોટા કહેવા નહીં, એમનાથી દૂર રહેવાનું કહેવું નહીં, સર્વ ધર્મો પ્રત્યે સમભાવ રાખવો, ગચ્છભેદ રાખવા નહીં, સિદ્ધાંતભેદને લઈને સત્ય-અસત્ય અંગે ખુલાસા કરવા નહીં, બીજાને ખોટા કહેવા નહીં, આપણે સત્ય પકડી રાખવું પણ બીજાને ખોટા ન કહેવા, સત્યનો ખૂબ આગ્રહ રાખવો નહીં- ઈત્યાદિ અનેક પ્રકારની ગલત માન્યતાઓ પ્રવર્તે છે. આ વિષયમાં એટલું જ કહેવાનું છે કે, સર્વના હિતની ચિંતા કરવી એ મૈત્રીભાવના છે. એમાં ઉન્માર્ગમાં રહેલા જીવના પણ હિતનું ચિંતન કરવાનું છે અને દુષ્ટમાં દુષ્ટ જીવના હિતની પણ ચિંતા કરવાની છે. પરંતુ એનો મતલબ એ નથી કે, સત્ય-અસત્યનો વિવેક ન કરવો અને એ વિવેક જગત સમક્ષ પ્રગટ ન કરવો. હા, કોઈને ખોટા કહેતી વખતે એને ઉતારી પાડવાની કે એનો તેજોવધ કરવાની મલિનવૃત્તિ ન હોવી જોઈએ. પરંતુ ખોટાને ખોટા કહેવા માત્રથી મૈત્રીભાવના ખંડિત થઈ જતી નથી. જગતમાં સાચા-ખોટાનો વિવેક તો હોવો જ જોઈએ. સર્વની હિતેચ્છુ વ્યક્તિ કોઈક જીવોને ઉન્માર્ગથી બચાવવા કોઈને ખોટા કહે એમાં કશું ખોટું નથી. એમાં મૈત્રીભાવનાનો ક્યાંયે વ્યાઘાત થતો નથી. ઉલટાની એ જ સાચી મૈત્રી છે. કારણ કે, મૈત્રીભાવનાનો ભાવક સર્વ જીવો સર્વપાપોથી મુક્ત રહે એવી ભાવના સેવતો હોય છે અને ઉન્માર્ગ તો સૌથી મોટું પાપ છે. કારણ કે, ઉન્માર્ગનું પ્રવર્તન અને તેને પ્રોત્સાહનસમર્થન, ઉન્માર્ગની પ્રવૃત્તિ-પ્રરૂપણા સંસારવર્ધક “મિથ્યાત્વ' નામના
Page #28
--------------------------------------------------------------------------
________________ 16 ભાવનામૃતમ્Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન મહાપાપને ટેકો આપે છે. આથી કોઈને ઉન્માર્ગથી બચાવવા પાપને પાપ તરીકે બતાવે એમાં તો જીવો પ્રત્યે પરમ મૈત્રી અને કરુણા રહેલી છે. વળી ભૂંડ પ્રત્યે પણ મૈત્રીભાવના રાખવાની છે અને મવાલીઓ પ્રત્યે પણ મૈત્રીભાવના રાખવાની છે. પરંતુ એનો મતલબ એ નથી કે ભૂંડને ઘરમાં આશરો આપવો અને મવાલીઓ સાથે દોસ્તી કરવી. અહીં યાદ રાખવાનું છે કે, જગતના સર્વ જીવો પ્રત્યે હિતભાવના રાખવી એ અલગ ચીજ છે અને તે તે જીવો સાથેના વ્યવહારનું ઔચિત્ય એ જુદી ચીજ છે. મૈત્રી સર્વજીવો પ્રત્યે હોય અને વ્યવહાર શાસ્ત્રનિર્દિષ્ટ ઔચિત્યવાળો હોવો જોઈએ. તેથી ઉન્માર્ગગામી અને કુશીલ જીવો પ્રત્યે હિતભાવના જરૂર રખાય, પરંતુ તેનો સંગ ક્યારેય ન થાય.
Page #29
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન : મૈત્રીભાવના પામવા-ટકાવવા શું કરવું જોઈએ? ઘણીવાર જીવો પ્રત્યેની હિતભાવના ટકાવવી કઠિન કેમ બને છે ? ઘણીવાર બહાર “શિવમસ્તુ સર્વજગતઃ” ની ભાવના હોય છે અને અંદર બીજાનું અહિત કરવાની ભાવના રમતી હોય છે - આવું કેમ બને છે ? તથા દૂર રહેલાઓ પ્રત્યે હિતભાવના રાખવામાં તકલીફ પડતી નથી અને નજીકમાં રહેલા જીવો પ્રત્યે જ હિતભાવના રાખવી કઠિન પડે છે તેનું કારણ શું છે ? ઉત્તર : તમારા પ્રશ્નના જવાબમાં નીચેના ચાર મુદ્દાઓ ક્રમશઃ વિચારવા જરૂરી છે. - મૈત્રીભાવનામાં સહાયક તત્ત્વો કયા અને મૈત્રીભાવનામાં અવરોધક તત્ત્વો કયા છે ? બહાર અને અંદર વિસંવાદ કેમ છે ? હિતભાવના સર્વ જીવો પ્રત્યે રાખવાની હોવા છતાં નજીકના જીવો પ્રત્યે રાખવામાં શું નડી રહ્યું છે ? - મૈત્રીભાવનાને પામવાનો વાસ્તવિક માર્ગ કયો છે ? - મૈત્રીભાવનાને પામવા- ટકાવવામાં જીવો પ્રત્યેના દ્વેષ-પ્રદ્વેષવૈર-ઈષ્ય-અસૂયા આદિ મલિનભાવો અવરોધક બને છે અને દ્વેષાદિ કાષાયિક પરિણતિઓનું ઉપશમન એ મૈત્રીભાવનાને પામવા-ટકાવવામાં સહાયક બને છે. - બહાર અને અંદરના વિસંવાદનું મૂળ કારણ ભાવમનમાં પડેલી તીવ્ર કાષાયિક પરિણતિઓ છે. કોઈક વાર સુંદર પ્રવચનના શ્રવણ કે વાંચનથી કામચલાઉ દ્વેષાદિ પરિણતિઓ ઉપશમી જાય છે, તેથી બહારથી
Page #30
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન શિવમસ્તુ જગતઃ'ની ભાવના પેદા થાય છે. પરંતુ અંદર દ્વેષાદિ પરિણતિઓ તીવ્રભાવે વિદ્યમાન હોવાથી અંદર તો અહિતભાવના રમતી જ હોય છે. જેમ કે, વ્યાખ્યાનમાં ગુણસેન-અગ્નિશર્માનું ચરિત્ર સાંભળીને ભાવો સુંદર બની જાય. પરંતુ અંદરથી કષાયભાવ મજબૂત હોવાના કારણે બીજા પ્રત્યેની દ્વેષાદિ પરિણતિઓ દૂર થયેલી હોતી નથી અને તેથી તેમના પ્રત્યે અહિતભાવના જીવંત રહે છે. - દૂર રહેલા જીવો આપણો અપરાધ કરતા નથી, પ્રતિસ્પર્ધી બનતા નથી. અંતરાય કરતા નથી, આપણી ટીકા-નિંદા કરતા નથી, આપણી ઈર્ષ્યા કરતા નથી - તેથી તેમના પ્રત્યે સારા ભાવો ટકી રહે છે. જ્યારે નજીક રહેલા જીવો તે બધા જ કામો કરે છે. તેથી તેમના માટે સારા ભાવો ટકતા નથી. - આથી બહાર સ્વાર્થી જગત છે અને અંદર અનાદિની કાષાયિક પરિણતિઓની પક્કડ છે. તે બંનેના કારણે દ્વેષાદિ ભાવો મન પર હાવી થયેલા છે, કે જે મૈત્રીભાવનાને પામવા-ટકાવવામાં ખૂબ અંતરાય કરે છે. બીજી બાજુ મૈત્રીભાવના વિના શુદ્ધધર્મ પામી શકાતો નથી અને અશુદ્ધ ધર્મનું સેવન અનંતીવાર કરવા છતાં સંસારનો અંત આવ્યો નથી. આથી ગમે તે ભોગે “મૈત્રીભાવના' પામવી અનિવાર્ય છે. તે માટે મહત્ત્વની સાધના ભાવમનની શુદ્ધિ કરવી તે છે. ભાવમનમાં જ્યાં સુધી દ્વેષાદિ પરિણતિઓ મજબૂત બનીને રહેલી છે, ત્યાં સુધી ભાવમન શુદ્ધ ન થાય અને એ વિના તાત્ત્વિક મૈત્રીભાવના પણ પામી શકાતી નથી. પ્રશ્ન : મનની (ભાવમનની) શુદ્ધિ કઈ રીતે થાય છે ? ઉત્તરઃ મનઃશુદ્ધિને પામવાનો ઉપાય લેશ્યાશુદ્ધિ છે. શ્રી યોગશાસ્ત્ર' ગ્રંથની ટીકામાં પૂ.કલિકાલસર્વજ્ઞશ્રીજી જણાવે છે કે - “एवं तावदशुद्धलेश्यात्यागेन विशुद्धलेश्यापरिग्रहेन च मनसः શુદ્ધિા ''
Page #31
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી 19 ભાવાર્થ : અશુદ્ધ લશ્યાનો ત્યાગ કરવામાં આવે અને વિશુદ્ધ લેશ્યાનો સ્વીકાર કરવામાં આવે ત્યારે મનઃશુદ્ધિ પ્રાપ્ત થાય છે. - અહીં ઉલ્લેખનીય છે કે - શુભલેશ્યાથી મન શુદ્ધ બને છે. શુદ્ધમનમાંથી જ દ્વેષાદિ મલિન ભાવો વિદાય લે છે અને તાત્વિક મૈત્રીભાવનાની પ્રાપ્તિ થાય છે. - તદુપરાંત, સમ્યગ્દર્શનાદિ સદ્ગણોના પીઠબળથી જ લેશ્યાશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના યોગે મનઃશુદ્ધિ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનાદિના અભાવમાં, જે લશ્યાની શુભતા પ્રાપ્ત થાય છે, તે માત્ર શુભ છે, પણ શુદ્ધ નથી અને તેથી ત્યાં જે મનની શુભતા પ્રાપ્ત થાય છે, તે તાત્વિક નથી. આથી જ અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કે - “સખ્યત્વ હોતે છતે જ મનઃશુદ્ધિ પરમાર્થથી પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન વિના જે મનઃશુદ્ધિ હોય છે, તે મોડગર્ભિત છે અને અનર્થના અનુબંધવાળી છે." - આથી તાત્ત્વિક અને સ્થિર મૈત્રીભાવના પામવા માટે મનઃશુદ્ધિ જરૂરી છે. મનઃશુદ્ધિ માટે વેશ્યાશુદ્ધિ જરૂરી છે અને વેશ્યાશુદ્ધિને પામવા માટે સમ્યગ્દર્શન તથા તેની સાથે બીજા ગુણોની જરૂરીયાત છે. - સમ્યગ્દર્શનને પામવા-ટકાવવા-શુદ્ધ કરવા માટે રાગદ્વેષની તીવ્ર પરિણતિઓના ભેદનની અને અસદ્ગતના ત્યાગની આવશ્યકતા છે. - લેશ્યાશુદ્ધિને પામવા માટે “સંવેગરંગશાળા' ગ્રંથમાં જે ઉપાયો બતાવ્યા છે, તે પણ જાણવા - આદરવા જેવા છે. ત્યાં જણાવ્યું છે કે - - આત્માના પરિણામોની વિશુદ્ધિથી વેશ્યાશુદ્ધિ થાય છે. - આત્માના પરિણામોની વિશુદ્ધિ કષાયની મંદતાથી થાય છે. - બાહ્યપદાર્થોના સંગથી રહિત જીવના કષાયો મંદ થાય છે. 1. मनःशुद्धिश्च सम्यक्त्वे, सत्येव परमार्थतः / तद्विना मोहगर्भा सा, प्रत्यपायानुबन्धिनी ભર-શો 2. “પરિણામવિશુદ્ધી તૈયાસુદ્ધી દારૂ નવ | પરિઇનામવિયુદ્ધી પુજા, मंदकसायस्स नायव्वा // 9387 // मंदा होंति कषाया, बाहिरदव्वेसु संगरहियस्स / पावइ ભેંસાસુદ્ધિ, તા રેહાડડફ સંકળો 388"
Page #32
--------------------------------------------------------------------------
________________ 20 ભાવનામૃતમાઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - તેથી જીવ જ્યારે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અસંગી (મમત્વ રહિત) બને છે, ત્યારે લેશ્યાશુદ્ધિ પ્રાપ્ત થાય છે. - મહત્ત્વની સાધના કષાયોને મંદ કરવાની છે. કષાયની મંદતા પણ કષાયમોહનીય કર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાનગર્ભિત જોઈએ. નિમિત્તજન્ય કે ભવપ્રત્યયિક કષાયમંદતા નહીં. અર્થાત્ સારા નિમિત્તોની વચ્ચે (લાભો પ્રાપ્ત થતા હોય, ઈચ્છાઓ પૂરી થતી હોય, માન-સન્માન મળતું હોય, વિદનકર્તાઓ ઉભા ન થયેલા હોય, સર્વોચ્ચ કક્ષા મળી હોય, બધા આગળ કરતા હોય, પ્રતિકાર કરવાની શક્તિ ન હોય, સહજતાથી ઈચ્છિત મળી જતું હોય એવા એવા શુભનિમિત્તોમાં) કષાય શાંત રહે, એ સાચી કષાયની મંદતા નથી. તદુપરાંત, યુગલિકોની જેમ તેવા પ્રકારના ભવસંબંધના કારણે કષાયો શાંત રહે તે પણ સાચી કષાયની મંદતા નથી. પરંતુ ગમે તેવા વિકટ નિમિત્તોની વચ્ચે-પ્રલોભનોની વચ્ચે પણ આત્મહિતને લક્ષમાં રાખીને, પ્રભુના વચનના અનુસંધાનપૂર્વક, ક્ષમાનમ્રતા-સરળતા અને સંતોષ-નિઃસ્પૃહતા દ્વારા ક્રોધાદિ કષાયોનું તાડન કરવામાં આવે અને ત્યારે જે કષાયની મંદતા પ્રાપ્ત થાય છે, તે સાચી છે - તાત્વિક છે - લેશ્યાશુદ્ધિનું કારણ છે. - વળી, કષાયોનો જન્મ વિષયોની-બાહ્યપદાર્થોની આસક્તિથી થાય છે. તેથી કષાયના નિગ્રહ માટે બાહ્યપદાર્થોનું મમત્વ તોડવું પણ જરૂરી છે. - આથી સાર એ છે કે - જ્ઞાનપૂર્વક ક્ષમાદિ ગુણો દ્વારા ક્રોધાદિ કષાયોના ઉદયને નિષ્ફળ બનાવવામાં આવે તો લેશ્યાશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેનાથી દ્વેષ-પ્રદ્વેષ-વેર-ઈષ્ય-અસૂયા (કે જે અશુભલેશ્યાના લક્ષણો છે, તે) મન ઉપર હાવી થતા નથી. તેના કારણે જીવો પ્રત્યેની હિતભાવના = મૈત્રીભાવના પામવી અને જીવંત રાખવી સરળ બને છે. પ્રશ્ન : મૈત્રીભાવના અને દ્વેષ સાથે રહી શકે કે નહિ ?
Page #33
--------------------------------------------------------------------------
________________ 21 પ્રશ્નોત્તરી ઉત્તર : પ્રશસ્ત દ્વેષની સાથે મૈત્રીભાવના રહી શકે. પરંતુ અપ્રશસ્ત દ્વેષની સાથે ન રહી શકે. જેના ઉપર અપ્રશસ્ત દ્વેષ છે, તેના ઉપર મૈત્રીભાવના રાખવી મુશ્કેલ છે. પ્રશ્ન : પ્રશસ્ત-અપ્રશસ્ત દ્વેષનું સ્વરૂપ શું છે ? તથા પ્રશસ્ત ષ સાથે મૈત્રીભાવના રહી શકે છે અને અપ્રશસ્ત ષ સાથે રહી શકતી નથી, તેનું કારણ શું છે ? ઉત્તર : પહેલાં પ્રશસ્ત-અપ્રશસ્ત દ્વેષનું સ્વરૂપ સમજીશું. - પ્રશસ્ત નિમિત્તથી (અર્થાત્ આત્મહિતના લક્ષ્યથી-ગુણોને પામવા-ટકાવવાના લક્ષ્યથી - તારક આલંબનોની સુરક્ષાની ખેવનાથી) પ્રશસ્ત આલંબનોની (અર્થાત્ જિન-જિનમંદિર-ગુરુ-જિનાગમ વગેરે પ્રશસ્ત આલંબનો પ્રત્યેની) નિરૂપાધિક પ્રીતિથી (અર્થાત્ કોઈ અંગત સ્વાર્થ વિના-મારા આત્મકલ્યાણના કારણ છે-એવા નિઃસ્વાર્થ-નિર્દભભાવથી પેદા થયેલી પ્રીતિથી) પ્રશસ્ત આલંબનોના વિરોધી-નાશ કરનારા-નિંદક જીવો ઉપર જે દ્વેષ (અપ્રીતિ) થાય તેને પ્રશસ્ત દ્વેષ કહેવાય છે. અપ્રશસ્ત નિમિત્તથી (અંગત રાગ-દ્વેષથી-કષાયની આધીનતાથીસ્વાર્થ વગેરે અપ્રશસ્ત નિમિત્તથી) અપ્રશસ્ત આલંબન (ઘર-સ્ત્રીપરિવાર-પૈસા વગેરેની) સોપાધિક પ્રીતિથી (સ્વાર્થજન્ય પ્રીતિથી) અપ્રશસ્ત આલંબનોને નુકશાન પહોંચાડનારા જીવો પ્રત્યે જે દ્વેષ થાય, તેને અપ્રશસ્ત દ્વેષ કહેવાય છે. - અહીં યાદ રાખવું કે, જિન-ગુરુ આદિની સોપાધિક પ્રીતિથી કે ધાર્યું કરવાની કુવૃત્તિથી જે દ્વેષ થાય તે અપ્રશસ્ત હોય. કહેવાનો સાર એ છે કે - શ્રીજિન-ગુરુ તારક છે એટલે મારા. નહીં કે કુલાચારથી મને મળ્યા છે માટે મારા છે અથવા મેં પસંદ કર્યા છે માટે મારા છે, અથવા તો મારો સંસાર એમનાથી લીલોછમ રહે છે માટે મને ગમે છે - આવા ભાવથી જે પ્રીતિ થાય તે સોપાધિક છે અને એવી સોપાધિક પ્રીતિથી જે દ્વેષ થાય તે અપ્રશસ્ત હોય. તે જ રીતે આપણું
Page #34
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ધાર્યું ન થાય અને દ્વેષ થાય તે પણ અપ્રશસ્ત જ છે. જેમકે- છોકરાને બે ત્રણ વાર કહેવા છતાં પૂજા કરવા ન જાય અને કમાન છટકે, એમાં ધાર્યું ન થવાના કારણે મન ઘવાયું છે, તેના કારણે દ્વેષ થયો છે, માટે તે અપ્રશસ્ત બને છે. - પ્રશસ્ત ષમાં વિવેક ચૂકાતો નથી. કારણ કે, એના કારણો પણ એકદમ પ્રશસ્ત છે અને વિવેક ચૂકાતો ન હોવાથી અન્યનું (જેના ઉપર દ્વેષ થયો છે તેનું) ખરાબ કરવાનું મન પણ થતું નથી. તેના કારણે પ્રશસ્તદ્વેષ અને હિતભાવના સ્વરૂપ મૈત્રીભાવના એક સાથે રહી શકે છે. - પ્રશસ્ત દ્વેષ થાય છે, તેમાં કોઈ સ્વાર્થ હોતો નથી અને અવિહડ નિરૂપાધિક પ્રીતિના કારણે પ્રશસ્ત દ્વેષ થયેલો હોય છે. તેના કારણે એ દ્વેષના આવેગો પણ તીવ્ર હોતા નથી, કે જેથી બીજાનું ખરાબ કરવાની ભાવના ઉભી થાય ! એમાં દ્વેષનો આવેગ હોતો નથી માટે પણ મૈત્રીભાવના જીવંત રહે છે. - અપ્રશસ્ત દ્વેષમાં વિવેક ચૂકાય છે. તેના કારણે બીજાનું ખરાબ કરવાની ભાવના પેદા થાય છે. તેથી તેની સાથે મૈત્રીભાવના ટકી ન શકે. પ્રશ્ન : હૈષ ક્યાં કરાય ને ક્યાં ન કરાય ? ઉત્તર : દેવ-ગુરુ-ધર્મ-ધર્મી અને ધર્મનાં સાધન ઉપર રાગ થાય. અને તે સિવાયના સંસારના વ્યક્તિઓ-સાધનો ઉપર રાગ કરવાનો નથી. જે પાંચ ઉપર રાગ કરવાનો છે, તે રાગ ન થવા દેતા હોય, એ કારણો ઉપર પણ દ્વેષ કરવાનો છે. - બીજો એક વિવેક કરવાનો છે કે - - કુદેવ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુગુરુ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુધર્મ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________ 23 પ્રશ્નોત્તરી - કુધર્મી ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુધર્મના સ્થાન ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - દેવનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ગુરુનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ધર્મનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ધર્મોનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ધર્મસ્થાનનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. પ્રશ્ન : ઘણા લોકો એવું કહે છે કે - ક્યાંયે દ્વેષ ન કરાય, બધે જ મૈત્રી-પ્રીતિ રાખવી જોઈએ ! - આ વાત યોગ્ય છે ? ઉત્તર : એ વાત યોગ્ય નથી. પૂર્વે જણાવ્યા મુજબ દેવાદિ પાંચનો નાશ કરનારા ઉપર દ્વેષ કરવાનો જ છે. તેમના ઉપર પ્રીતિ ન થાય અને મૈત્રીભાવના તો સર્વ જીવો ઉપર રાખવાની જ છે. અહીં ઉલ્લેખનીય છે કે - પ્રશસ્તિ રાગ-દ્વેષની હાજરી છઠ ગુણસ્થાનક સુધી હોય છે. જ્યાં સુધી ભાવમનમાં પડેલી કાષાયિક પરિણતિઓ અપ્રશસ્ત રાગ-દ્વેષ કરાવવાની તાકાત ધરાવે છે, ત્યાં સુધી અપ્રશસ્ત રાગ-દ્વેષને મારવા માટે (લોઢું લોઢાને કાપે એ ન્યાયે) પ્રશસ્ત રાગ-દ્વેષ કરવાના હોય છે. તેથી જ પ્રશસ્ત રાગ-દ્વેષનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી. જ્યારે સાતમે ગુણસ્થાનકે મધ્યસ્થપરિણતિની પ્રાપ્તિ થાય છે, ત્યારે પ્રશસ્ત-અપ્રશસ્ત બંને પ્રકારના રાગ-દ્વેષના વિકલ્પો ઉઠતા નથી-નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય છે. અહીં મોક્ષસાધનાનો ક્રમ ઓળખવો જરૂરી છે - સૌથી પ્રથમ સાંસારિક વ્યક્તિઓ અને પદાર્થો વગેરે પ્રત્યેની સોપાધિક પ્રીતિ તોડવાની છે અને દેવ-ગુર-ધર્મ-ધર્મી-ધર્મના સ્થાનો પ્રત્યેની નિરૂપાધિક પ્રીતિ પ્રગટાવવાની છે. એ નિરૂપાધિક પ્રીતિને જીવંત રાખીને પ્રશસ્ત રાગવૈષના માધ્યમે અપ્રશસ્ત રાગ-દ્વેષનું તાડન કરતો કરતો જીવ ભાવમનમાંથી કાષાયિક પરિણતિઓનું ઉન્મેલન કરતો જાય છે અને અનુકૂળ-પ્રતિકૂળ
Page #36
--------------------------------------------------------------------------
________________ 24 ભાવનામૃત : મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તમામ પ્રકારના નિમિત્તોથી ઉપર ઉઠી જઈને મધ્યસ્થ બને છે, ત્યારે એને નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે. આ સાતમું ગુણસ્થાનક છે. જે સાધક નિર્વિકલ્પદશાના કાળને અંતર્મુહૂર્તથી અધિક ઓળંગી જાય છે, તે સાધક ક્ષપકશ્રેણીને માંડીને ઘનઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ સાધના ક્રમ છે. પ્રશ્ન : કેટલાક લોકો એવું કહે છે કે - બધા સાથે મૈત્રી રાખવીસમતા રાખવી - બધા સાથે બધા પ્રકારના સંબંધ રાખવા, તો આ વાત યોગ્ય છે ? ઉત્તર : મૈત્રી અને મૈત્રીભાવના વચ્ચે ઘણો તફાવત છે. મૈત્રી કલ્યાણમિત્ર સાથે જ કરવાની છે. મૈત્રીભાવના સર્વજીવો ઉપર કરવાની છે. મૈત્રીમાં અન્ય સાથે સંબંધ બાંધવાનો હોય છે. મૈત્રીભાવનામાં સર્વ જીવોના હિતની ભાવના ભાવવાની હોય છે. મૈત્રીમાં બીજા સાથે આદનપ્રદાનનો વ્યવહાર હોય છે. મૈત્રીભાવનામાં બીજા જીવોના હિતની ચિંતા કરવાની હોય છે. - આથી બધા જીવો ઉપર મૈત્રીભાવના જરૂરથી રાખવાની છે. પરંતુ બધા જીવો સાથે મૈત્રી બાંધવાની નથી. જ્ઞાનીઓએ કલ્યાણમિત્રનો સંગ કરવાનો અને અકલ્યાણમિત્રનો ત્યાગ કરવાનો કહ્યો છે - જો બધા સાથે મૈત્રીસંબંધ રાખવાનો હોય અને મૈત્રીભાવનામાં એવી વાત સમાયેલી હોય તો... - પાર્થસ્થાદિ પાંચ પ્રકારના કુગુરુઓનો ત્યાગ કરવાનું કહેનારા ગ્રંથકારો ખોટા ઠરશે - ઉસૂત્રભાષી ઠરશે. - ૩ર આદિકર્મમાં અકલ્યાણમિત્રનો ત્યાગ કરવાનો કહેનારા ગ્રંથકારશ્રી ઉત્સુત્રભાષી ઠરશે. - અધ્યાત્મ-ધ્યાન-યોગની પ્રાપ્તિના 15 ઉપાયોમાં કુશીલનો સંગ છોડવાનું કહેનારા પૂ. મહોપાધ્યાયશ્રીજી પણ ખોટા ઠરશે.
Page #37
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી 25 - સમકિતની સડસઠ બોલની સઝાયમાં મિથ્યામતિના પરિચયનો ત્યાગ અને શ્રદ્ધાભ્રષ્ટ જીવોના સંસર્ગનું વર્જન કરવાનું કહેનારા પૂ. મહોપાધ્યાયશ્રીજી ખોટા ઠરશે. - શાસ્ત્રોક્ત આયતન-અનાયતનની વ્યવસ્થા અયોગ્ય ઠરશે. આથી મૈત્રીભાવના તમામ જીવો ઉપર રાખવાની છે. પરંતુ સંસર્ગ તો આપણા ધર્મની રક્ષા થાય તેવા જીવો સાથે જ રાખવાનો છે. જ્ઞાનીઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે.. ચોરની સાથે રહેનારો ચોરી ન કરવા છતાં પણ જેમ દંડાય છે, તેમ આધાર્મિક ગોચરી વાપરનારની સાથે રહેનારો જીવ (આધાર્મિક ગોચરી ન વાપરવા છતાં) દંડાય છે. આથી સંબંધ રાખવાની વાત આવે, ત્યાં આપણી ભૂમિકા અને આપણા સમ્યગ્દર્શનાદિ ગુણોની રક્ષા થાય, ત્યાં જ સંબંધ બંધાય, તે સિવાયના સ્થળે ન બંધાય. અહીં ઉલ્લેખનીય છે કે. જે રીતે મૈત્રીભાવના વ્યાપક હોવા છતાં, મૈત્રીનું ક્ષેત્ર મર્યાદિત બની જાય છે, તે જ રીતે મૈત્રીભાવના સર્વ જીવવિષયક હોવા છતાં પણ, જ્યારે ધર્મ આપવાનો અવસર આવે, પરમોત્કૃષ્ટ મૈત્રીભાવનાના ફલસ્વરૂપે તીર્થકર બને છે અને તીર્થ પ્રવર્તવાનો અવસર આવે છે ત્યારે “ભો ભો ભવ્યા” ન્યાયે અભવ્યની બાદબાકી કરે છે તથા ભવ્ય જીવોને અને તેમાં પણ યોગ્ય જીવોને જ ધર્મ આપે છે. આથી ગમે ત્યાં સંબંધ ન બંધાય અને ગમે તેને ગમે તે આપી ન દેવાય. મૈત્રીભાવનાના નામે કુશીલ-સુશીલનો મેળો ભેગો ન કરાય, ઉસૂત્રભાષીઓને આદર ન અપાય, પાર્થસ્થાદિ સાથે સંબંધો ન રખાય કે આદાન-પ્રદાનના વ્યવહાર ન થાય, મહા અકલ્યાણમિત્ર જેવા ઉન્માર્ગગામીઓનો સંગ ન થાય. શ્રી મિત્રા બત્રીસીમાં ચોખ્ખું કહ્યું છે કે - મોક્ષમાર્ગમાં પ્રવેશ્યા પછી ગુણો ટકાવવા હોય અને વધારવા હોય તો સપુરૂષોનો જ યોગ
Page #38
--------------------------------------------------------------------------
________________ 26 ભાવનામૃતઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન કરવો અને અસત્પરુષોનો દૂરથી જ ત્યાગ કરવો. નહીંતર ગુણોનો નાશ થશે અને દોષોની વૃદ્ધિ થઈ જશે. - અહીં ઉલ્લેખનીય છે કે... પૂ. મહોપાધ્યાયશ્રીજીએ અન્ય મિથ્યામતિઓના માર્ગનુસારી ગુણોની અનુમોદનાને સમકિતનું બીજ કહ્યું છે અને તે મિથ્યામતિઓના પરિચયને સમ્યત્વનું દૂષણ કહ્યું છે. દૂરથી ગુણનું અનુમોદન કરવું એ જુદી ચીજ છે અને સંગ કરવો એ જુદી ચીજ છે. સંગ કરવાથી સ્વ-પરના મિથ્યાત્વની વૃદ્ધિ થવાનો ભય છે. - શ્રી સમ્યક્તરહસ્ય પ્રકરણ ગ્રંથમાં કહ્યું છે કે - જેમ કુલવધુઓને શીલના રક્ષણ માટે વેશ્યા સાથે (એ પોતાના જેવી સ્ત્રી હોવા છતાં પણ) સંગ કરવાની ના પાડી છે. તેમ સમ્યગ્દષ્ટિને મહા દુર્લભ એવા સમ્યત્ત્વની રક્ષા માટે મિથ્યાત્વીનો સંગ કરવાની ના પાડી છે. પ્રશ્ન : આવા બધા નિષેધો કરવામાં મૈત્રીભાવના ખંડિત ન થાય? ઉત્તર : અહીં યાદ રાખવાની જરૂર છે કે - મૈત્રીભાવના માત્ર હૈયાની સદ્ભાવના છે. જેમાં જગતના જીવો સાથે સંબંધ કરવાની વાત નથી. પરંતુ હૈયાથી એમનું હિત ચિંતવવાની વાત છે અને એ બધાં નિષેધો કોઈના પ્રત્યેના દૃષ્ટિરાગ ગર્ભિત દ્વેષ-ઈર્ષાદિથી નથી કરાયા. પરંતુ ગુણોની રક્ષા માટે કરાય છે. બીજી અગત્યની વાત એ છે કે - જે શાસ્ત્રના નિષેધતંત્રને ઉલ્લંઘીને પોતાના ગુણોની રક્ષા નથી કરતો અને પોતાના હિતની ચિંતા નથી કરતો, તે જગતના જીવોના હિતની ચિંતા કઈ રીતે કરી શકવાનો છે? જે શાસ્ત્રના વિધિ-નિષેધતંત્રને તોડીને મનફાવે તેમ વર્તે છે અને મૈત્રીભાવનાની વાતો કરે છે, તે વાસ્તવમાં એક પ્રકારની ઘેલછા છે. મોહનીયનો વિકાર છે. હું તમને પ્રશ્ન કરું છું કે - શાસ્ત્રીય વિધિ-નિષેધતંત્ર સામે સવાલ કોણ ઉભો કરે ? અને એ તંત્રને ઉલ્લંઘીને કોણ પ્રવર્તે? અને આગળ વધીને એની સામે બળવો કોણ પોકારે ? તો કહેવું જ
Page #39
--------------------------------------------------------------------------
________________ ર૭ પ્રશ્નોત્તરી પડશે કે, મિથ્યાત્વનો ઉદય હોય છે. વ્યવહારમાં કહેવાય છે કે “ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય. તેમ જેને ગુણો ખતમ કરવા હોય તે શાસ્ત્રના નિષેધતંત્રને ઉલ્લંઘીને સ્વતંત્રમતિથી પ્રવર્તે. પ્રશ્નઃ પ્રભુશાસન તો વિશ્વમૈત્રીનું વાહક છે અને શ્રીસંઘ જૈનધર્મના અનુયાયી આરાધકો તો વિશ્વમેત્રીના પ્રતિનિધિ છે. તેમને તો “વસુધૈવ કુટુંબકમ્” ની ભાવનામાં રમવું જોઈએ. આવી સંકુચિત નીતિ શા માટે રાખવી જોઈએ? વિશ્વમૈત્રીના પ્રતિનિધિઓ બધાને સાથે રાખીને ચાલશે તો જગતમાં વિશ્વમૈત્રીનો સંદેશો બુલંદ બનશે અને વર્તમાનમાં ચાલી રહેલા અનેક સંઘર્ષોનો અંત આવશે અને સંઘ-વિશ્વમાં શાંતિ પથરાઈ જશે. તો ભેદભાવ રાખીને આવી વાડાબંધી શા માટે કરવી જોઈએ? વળી એકતાથી બીજા ઘણા સારા કાર્યો પણ થઈ શકશે ? ઉત્તર H જૈનશાસન વિશ્વમેત્રી = વિશ્વવત્સલ્યતાની વાત જરૂર કરે છે. એ એક “સર્વ જીવોનું ભલું થાઓ એવી સદ્ભાવના છે. આપણી ચિત્તની શુદ્ધિ અને ધર્મધ્યાનની ધારાને અખંડિત રાખવા એ જરૂરી પણ છે. સદ્ભાવના રાખવી એ જુદી ચીજ છે અને કોઈની સાથે સંબંધ રાખવો - એકતા સાધવી એ જુદી ચીજ છે. અહીં યાદ રાખવું જરૂરી છે કે - જેમ આત્માર્થી જીવે પ્રભુશાસનની આ સદ્ભાવના રાખવી આવશ્યક છે, તેમ પ્રભુશાસનના શાસ્ત્રીય વિધિ-નિષેધના તંત્રને અનુસરવું પણ આવશ્યક છે. પ્રભુશાસનમાં ક્યાંયે પ્રશ્નકારે કહેલી એકતા રાખવાની વાત કરી નથી. શાસ્ત્રકારોએ તો “આજ્ઞા સાથે સંબંધ કેળવવાની વાત કરી છે અને આજ્ઞાયુક્ત સમુહને જ સંઘ કહ્યો છે. આજ્ઞાતંત્રથી વિરુદ્ધ જનારને સંઘ માનવાની પણ ના કહી છે. - આ બાબતમાં ખુદ પ્રભુ શ્રીમહાવીરસ્વામીનું ઉદાહરણ યાદ રાખવાની જરૂર છે. પ્રભુ તો વિશ્વમૈત્રી-વિશ્વવત્સલ્યતાના મહાન સ્વામી હતા. તેઓશ્રીએ વાદ કરવા આવેલા ગૌતમસ્વામીને ગણધર પદે સ્થાપિત કર્યા હતા. શ્રી અંબડ પરિવ્રાજકને પણ સમાવી લીધા હતા. શ્રી શિવ
Page #40
--------------------------------------------------------------------------
________________ 28 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન રાજર્ષિને સમ્યગ્દર્શનની ભેટ આપીને વિપર્યય ટાળી આપ્યો હતો. તે જ પ્રભુએ ગોશાલાને ખુલ્લો પણ પાડ્યો છે. પાખંડીઓની સમાલોચના પણ કરી છે. અને સંસારી પક્ષના પોતાના જમાઈ જમાલિજી ઉન્માર્ગગામી બન્યા તો કાઢી પણ મૂક્યા છે. પ્રભુના જીવનના આ પ્રસંગો આપણા માટે નેત્રદીપક પૂરવાર થાય તેમ છે અને ભેળસેળ કરવાની કુટેવવાળા - આપણા મહાપુરુષોએ ઉન્માર્ગગામી-ઉત્સુત્રભાષી બનેલા ધુરંધર શિષ્યોને પણ સંઘમાંથી નિષ્કાસિત કર્યા છે. આ બધા ભૂતકાલિન ઘટનાચક્રો શાસ્ત્રના પાને અંકાયેલા છે. તેમાંથી એક જ સાર નીકળે છે કે. પ્રભુશાસનની મર્યાદામાં રહેવા જે તૈયાર હતા તેમને સુસ્વાગતમ્ કરવામાં આવ્યું હતું અને અંદર રહેલા પણ શાસનની મર્યાદાના ઉલ્લંઘન બન્યા તો તેમને વિદાય કરી દીધા છે. આથી યોગ્યને આવકારવો અને અયોગ્યથી દૂર રહેવું એ સંકુચિત સ્વમતિકલ્પનાથી નક્કી કરેલી ઉદારનીતિ હેજે કલ્યાણકારી નથી. કે સ્વતંત્રપતિ નહીં. આથી શાસ્ત્રનીતિ મૂકીને એકતાની વાતો ક્યારેય ન કરી શકાય. સૌથી પ્રથમ પ્રભુશાસનના સિદ્ધાંતો સર્વોપરી છે. તે સિદ્ધાંતોના અનુસરણથી જ આત્મહિત થાય છે. તે સિદ્ધાંતોને બાજુ પર મૂકીને કોઈપણ વિષયની વિચારણા કરવામાં આવે તો તે શાસ્ત્રનીતિથી વિરુદ્ધ છે. અહીં જ્યારે એકતાની વાત નિકળી જ છે, તો એમાં મને પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા.ના ઈતિહાસનું ભેદી પાનું પુસ્તકમાં આલેખાયેલા વિચારો ખૂબ ગમ્યા છે. વિશ્વમૈત્રીના પ્રતિનિધિઓએ ખાસ ખાસ એનું વારંવાર ચિંતન-મનન કરવા જેવું છે. તે પુસ્તકના અંશો અહીં પ્રસ્તુત છે -
Page #41
--------------------------------------------------------------------------
________________ 29 પ્રશ્નોત્તરી $ “સિદ્ધાંતના ભોગે એકતા કદાપિ નહિ” (પુસ્તક : ઈતિહાસનું ભેદી પાનું) જૈન ધર્મના કહેવાતા આ ચારેય આમ્નાયમાં જેમ સ્વધર્મ પરંપરાને ચુસ્ત રીતે પાળનારાઓનો એક વર્ગ છે, તેમ તે દરેક આમ્નાયમાં આવા શ્રદ્ધાભ્રષ્ટોનો પણ વર્ગ છે. એ બધાય ભેગા થઈને બુદ્ધિવાદના ઓઠા નીચે પાંચમો ફીરકો જ ઊભો કરી રહ્યા છે. આ પાંચમો ફીરકો પણ ચારેય ફીરકામાંના બુદ્ધિજીવીઓનો બનેલો હોવાથી. આ લોકોએ પોતાની એકતા કરી છે. એમની એકતા સહેલાઈથી થાય તેવી પણ છે, કેમ કે, કોઈ પણ સિદ્ધાંતનો ત્યાગ કરી દેવામાં કે કોઈ પણ અપસિદ્ધાંતનો સ્વીકાર કરવામાં જે ટોળીની વૃત્તિ જોરમાં હોય તે ટોળીને એકતા કરવામાં જરાય મુશ્કેલી ન જ પડે. આવી સિદ્ધાંતહીન એકતાનું આ જૂથ જૈન ધર્મના ચારે ય આમ્નાયો ઉપર ત્રાટકી રહ્યું છે. મુહપત્તિ, મંદિર, સંવત્સરી, મુક્તિ, તીર્થ સંબંધિત મતભેદોને દફનાવી દેવાની વાતો દ્વારા મુહપત્તિ આદિ અંગના સિદ્ધાંતોને જ દફનાવી દેવાના હેતુથી, એણે ભારે ગોકીરો મચાવ્યો છે. - સિદ્ધાંતના ભોગે મતભેદો દૂર થતા હોય કે કજિયા દૂર થતા હોય તો ય તે ખોટું છે. લેશોનું ઉન્મેલન જરૂર સુંદર છે. પરંતુ સિદ્ધાંતનો ભોગ લઈને કદાપિ નહિ. લેણદાર પાસે સો રૂપિયા લેવાના નીકળે છે અને પ્રથમ તબક્કામાં જ તેની માંડવાળ કરી નાખીને તેની સાથે ક્લેશ પતાવી દેવાનું કામ કોઈ પણ શાણો વેપારી કરતો નથી. દેશ ઉપરના આક્રમણ વખતે શત્રુની માંગણી પૂરી કરી આપીને યુદ્ધનાં બજતાં નગારાં બંધ કરી દેવાનું એલાન આપનાર સેનાપતિ નિર્માલ્યા ગણાય છે. તિજોરી લૂંટીને જતા ચોર સાથે ક્લેશના ભયથી કશો ય મુકાબલો નહિ કરનાર માણસ મર્દ ગણાતો નથી, મુડદાલ ગણાય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________ 30 ભાવનામૃતઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન એકતા કે સંગઠન અત્યંત જરૂરી છે, પણ બધાં કપડાં ઉતારી આપીને જો એકતા કે સંગઠન કરવાના હોય તો તે હરગિજ મંજૂર નથી. એમાં ય ધર્મ તો સમગ્ર વિશ્વના સર્વ જીવોના હિતની જીવાદોરી છે. એના સિદ્ધાંતોનો આડેધડ ભોગ આપી દઈને એકતાઓ કરવાનો આપણને શો અધિકાર ? એવી એકતાઓ સસ્તી કીર્તિ કમાઈ લેવા સિવાય બીજું કયું ફળ આપે છે? વળી એવી સિદ્ધાંતહીન એકતાઓનું આયુષ્ય પણ કેટલું? અંતે તો એકતાથી જ અનેકતા... યાદવાસ્થળી સર્જાય છે. નામ જ એકતાનું પણ પરિણામ લડાઈનું... વધુ દૂર જવાનું. વધુ વૈર ઉભું કરવાનું જો આટલી જ વાત બધાયને સમજાઈ જાય તો મને લાગે છે કે બુદ્ધિવાદનાં તોફાનો સામે પ્રત્યેક જૈન સખ્ત શબ્દોમાં બોલતો થઈ જાય. યાદ રાખો કે ધર્મ તો એના મૂળભૂત સ્વરૂપે જ પ્રકાશે અને વિસ્તરે. ભલે પછી તેનું ક્ષેત્ર કદાચ નાનું પણ હોય. દૂધ થોડુંક પણ જો ચોખ્યું હોય તો લોહી કરે, પાણી નાંખીને એનું પ્રમાણ વધારવાથી લાભને બદલે નુકસાન જ થાય. જૈન ધર્મ આચારથી વિસ્તરે, થોડોક કે ઘણો એ સવાલ જ અસ્થાને છે. એવી ઈચ્છા જ ખોટી છે. થોડોક પણ શુદ્ધ આચાર પાળતો એક જૈન, જૈનશાસનનો રક્ષક છે. નામ-જૈનોનાં ટોળાં ભેગાં કરવાથી તો જે દશા કોંગ્રેસની થઈ તે જ દશા જૈનોની થાય. બ્રાન્ત પુરુષોની દુનિયામાં બહુમતી છે, તેથી તેમનો ભ્રાન્ત મત વધુ ફેલાવો ધરાવે છે. અભ્રાન્ત પુરુષો થોડા છે માટે સત્ય મત ઘણા નાના વર્તુળમાં રહ્યો છે. જમાનો બહુમતીની તરફેણ કરનારો ભલે હોય પણ શ્રી જિનશાસન તો જિનમતિમાં જ માને છે. ભલે પછી તેની તરફેણમાં એક જ વ્યક્તિ હોય.
Page #43
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી લાખ ભરવાડ મણિને કાચનો કટકો કહે તેટલા માત્રથી મણિ કાચનો કટકો બની શકતો નથી. શ્રી જિનશાસન બહુમતી ઉપર કોઈ પ્રશ્નનો નિવેડો લાવતું નથી. જિનમતિ એ જ સત્ય નિર્ણય છે. ભલે પછી એની સામે બહુમતીની અશાંતિ પ્રચંડ સ્વરૂપ ધારણ કરતી હોય. શ્રી જિનશાસનમાં શાન્તિના ભોગે પણ જિનમતિ-સત્યની રક્ષા કરવાની છે. સત્યના ભોગે સહુમતી-શાન્તિની નહિ જ, એમ થાય તો શાન્તિનો વિજય થાય, સત્યનો પરાજય થાય. સત્ય કરતાં શાન્તિની કિંમત વધી જાય. સત્યનો ભોગ એટલે જિનમતિનો ભોગ ! પ્રશ્નઃ એક સ્થળે લખ્યું છે કે - “જૈનસંઘ વિશ્વમૈત્રીનો પ્રતિનિધિ છે, તેની આ સંઘર્ષ-દશા શોચનીય ગણાય. આ દશાથી તેનું ગૌરવ ઘટી રહ્યું છે. પરંતુ વિશ્વમેત્રીના સિદ્ધાંતને જ્યાં સુધી વ્યાપક સ્તરે અમલમાં નહીં મૂકવામાં આવે, ત્યાં સુધી આ શક્ય દેખાતું નથી. આથી શ્રીસંઘમાં મતભેદો ભૂલીને પારસ્પરિક વાત્સલ્ય વધે તેવો પ્રયત્ન કરવાની જરૂર છે.” - આ અંગે શાસ્ત્રકારોનો શું અભિપ્રાય છે અને સંઘર્ષ-દશાને ટાળવા શું કરવું જોઈએ? ઉત્તર : આ વિષયને અમુક તબક્કા પાડીને ક્રમસર સમજવો પડશે. - વિશ્વમૈત્રી-પરસ્પર વાત્સલ્યભાવમાં શાસ્ત્રકારોનો અભિપ્રાય શું છે તે પૂર્વે જોયેલ જ છે. પરસ્પર વાત્સલ્યભાવની જરૂરીયાત છે એમાં ના પાડી શકાય તેમ નથી અને સંઘર્ષો વધ્યા છે તે પણ સાચી વાત છે. પરંતુ પરસ્પરના વાત્સલ્યભાવમાં શું નડે છે અને સંઘર્ષોના મૂળમાં શું છે ? તે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. - એક અગત્યનો ખુલાસો કરવો જરૂરી છે કે - કોઈપણ વિષયની ચર્ચા કરતી વખતે કે વર્તમાન વિષમ પરિસ્થિતિનો ઉકેલ શોધતી વખતે
Page #44
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન કથની-કરણીમાં વિસંવાદ હશે તો આપણા દ્વારા વિશ્વમેત્રીનો સંદેશો જગતમાં વ્યાપક તો નહીં જ બને. સાથે આપણું હૈયું પણ સદ્ભાવનાથી ભીંજાશે નહીં અને એ વિના વિશ્વમૈત્રીની વાતો અરણ્યરુદન બની જશે. - પૂર્વોક્ત પ્રશ્નમાં મહત્ત્વનો મુદ્દો સંઘર્ષનો છે. બધા જ સંઘર્ષ શોચનીય નથી હોતા. સ્વાર્થની દુર્ગધથી ભરેલા સંઘર્ષો અવશ્ય શોચનીય હોય છે અને સિદ્ધાંતની રક્ષા માટે થતા સંઘર્ષો તો સમ્યગ્દર્શનની શુદ્ધિનું પરમ સાધન છે. જગતના જીવોને સન્માર્ગમાં સ્થિર કરવા એ દર્શનાચાર છે અને દર્શનાચારના પાલનને (ભલે એ સંઘર્ષપૂર્ણ હોય, તો પણ એને) શોચનીય કહેવાની ભૂલ ન કરાય. દર્શનાચારનું પાલન એ દોષરૂપ નથી. પરંતુ ગુણરૂપ છે. જો એ દોષરૂપ હોય, તો પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞશ્રી, પૂ.હરિભદ્રસૂરિજી મહારાજા, પૂ. મહોપાધ્યાયશ્રીજી મહારાજા, પૂ. આત્મારામજી મહારાજા આદિએ સિદ્ધાંતરક્ષા માટે કરેલા સંઘર્ષો દોષરૂપ માનવા પડશે અને તેઓએ ભૂલ કરી એમ કહેવું પડશે. પણ એવી ગુસ્તાખી કોણ કરે ? જેમના થકી આપણે શુદ્ધ માર્ગ પામ્યા, એમને જ માર્ગભૂલેલા કહેવા જોગી ધૃષ્ટતા તો મહામિથ્યાત્વી જ કરી શકે ને ? - વર્તમાનના મોટા ભાગના સંઘર્ષોના મૂળમાં અમાપ મહત્ત્વાકાંક્ષા અને તીવ્ર કદાગ્રહો છે. આજે સંઘે સંઘે અને ગ્રુપે ગ્રુપે તથા તમામ મંડળો આદિ સંસ્થાપનાઓમાં ભરપૂર સંઘર્ષો ચાલે છે. તેમાં ક્યાં શાસ્ત્રીય મુદ્દાઓ છે ? તેમાં માત્ર મહત્ત્વાકાંક્ષા-કદાગ્રહને કારણે ઉભા થયેલા વૈષ-પ્રદ્વેષ-વૈર-ઈર્ષ્યાદિ પરિબળો જ કામ કરી રહ્યા છે. મૈત્રીભાવનાનું સાચું હાર્દ સમજાઈ જાય અને તેની અનિવાર્યતા સંવેદાઈ જાય તો ક્ષણવારમાં સંઘર્ષો શાંત થઈ જાય તેમ છે. આ માટે આપણા પૂર્વકાલિન મહાપુરુષોની ભવ્યભાવનાઓ ઉપર દષ્ટિપાત કરવાની જરૂર છે. તેઓશ્રીઓ શાસ્ત્રીય મુદ્દાઓ માટે ભરપૂર સંઘર્ષો કરવા છતાં ક્યાયે અંગત રાગદ્વેષમાં પડ્યા નથી. માન-અપમાન સહન કરી લીધા છે... અને સર્વની કલ્યાણભાવનામાં જ ઓતપ્રોત રહ્યા છે. પર્યુષણામાં આપણે સાંભળીએ
Page #45
--------------------------------------------------------------------------
________________ 33 પ્રશ્નોત્તરી છીએ કે અમદાવાદનો સૂબો અબુલફઝલ જ્યારે પૂ. હીરસૂરીશ્વરજી મહારાજાની ભૂતકાળમાં કરેલ કનડગત માટે માફી માંગે છે, ત્યારે પૂ.આચાર્ય ભગવંત કહે છે કે, “અમને તમારા માટે એ વખતે પણ ફરિયાદ નહોતી-દુર્ભાવ નહોતો અને આજે પણ નથી.” - આનું નામ વિશ્વવત્સલ્યતા કહેવાય. - વિશ્વવત્સલ્યતામાં પ્રભુશાસનની મર્યાદાઓ ચૂક્યા વિના વિશ્વકલ્યાણની ભાવનામાં ઓતપ્રોત રહેવાનું અને યોગ્ય જીવોનું કલ્યાણ કરવાનું આવે છે. શાસનની મર્યાદાઓને રફેદફે કરવાની વાત આવતી જ નથી. - ભાવના અને પ્રવૃત્તિ વચ્ચે તફાવત છે. પરમાત્માનો આત્મા પૂર્વના ત્રીજા ભવે “સવિજીવ શાસનરસી કરું' ની ભાવના ભાવીને આવે છે અને તીર્થકર બન્યા પછી ધર્મ આપવાની વાત આવી ત્યાં યોગ્ય જીવોને જ આપે છે અને અયોગ્યની બાદબાકી કરે છે. આથી સદ્ભાવના વ્યાપક હોય. પ્રવૃત્તિ યોગ્યમાં જ હોય - વ્યાપક ન હોય. વિશ્વવત્સલ્યતા ગુણને પચાવી જાણેલા શ્રી આદિનાથ પ્રભુના શિષ્યો મરીચિ સન્માર્ગમાં હતા ત્યારે તેમની સાથે ઉચિત વ્યવહાર કરતા હતા અને જ્યારે ઉન્માર્ગે ગયા એટલે ઉચિત વ્યવહારો બંધ કર્યા હતા. સદ્ભાવના તો એની એ જ જીવંત હતી. પરંતુ પ્રભુ આજ્ઞાના તંત્રની બહાર જઈને પ્રવૃત્તિ ન થાય એ એમની સમજ હતી. જેનશાસનના તમામ વ્યવહારો શાસ્ત્રનીતિ મુજબ ચાલે. સ્વતંત્રમતિથી ન ચાલે. આથી જ ભરત મહારાજાએ શ્રી આદિનાથ પ્રભુ પાસેથી મરીચિનું ભાવિમાં તીર્થંકર થવાનું સાંભળ્યું, ત્યારે તેમના ઉપર જબરજસ્ત અહોભાવ થયો છે. પરંતુ તેઓ પરિવ્રાજક વેષમાં હોવાથી, “હું તમારા પરિવ્રાજક વેશને નથી વંદતો પરંતુ ભાવિમાં તીર્થંકર થવાના છો એટલે વંદુ છું.” - એમ ખુલાસો કરીને પ્રદક્ષિણા આપે છે. આ જૈનશાસનની મર્યાદા છે. - સંઘર્ષ દશા કઈ રીતે ટળે ?
Page #46
--------------------------------------------------------------------------
________________ 34 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન સંઘર્ષદશાનું મૂળ કારણ મહત્ત્વાકાંક્ષા અને કદાગ્રહ વગેરે છે. શાસ્ત્રીય મુદ્દાઓમાં “શાસ્ત્રના અક્ષરો જોઈને કદાગ્રહ મૂકી દેવો એ તપાગચ્છની ઉત્તમ નીતિ છે.” - આ પૂમહોપાધ્યાયશ્રીજીના (350 ગાથાના સ્તવનના સોળમી ઢાળની ૧૮મી ગાથાના) પરમપાવનીય વચનોને સામે રાખીને કદાગ્રહો છોડી શાસ્ત્રના આધારે એ મુદ્દાઓનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવે તો તમામ સંઘર્ષો ટળી જાય તેમ છે. અને મોક્ષના ચાહકને મહત્ત્વાકાંક્ષા શું રાખવાની ? આ વાતને દરેક હૈયામાં અવધારી લે તો બીજા પણ સંઘર્ષો ટળી જાય તેમ છે. કદાચ કોઈપણ કારણસર બીજાના ન ટળે, તો પણ, એ બે કારણોને ફગાવી દેવામાં આવે, તો આપણા મનમાંથી તો સંઘર્ષો ટળી જાય તેમ જ છે. - કોઈ એમ કહેતું હોય કે, સંઘર્ષો માત્ર તિથિ વગેરે શાસ્ત્રીય મુદ્દાઓને કારણે વધ્યા છે - તો તે સાચું નથી. એ સિવાયના તુચ્છ મુદ્દાઓને કારણે પણ ઘણા સંઘર્ષો ઠેરઠેર ચાલે જ છે. અહીં નોંધનીય છે કે - આપણે જિનના અનુયાયી છીએ અને જૈન હોવાનો દાવો પણ કરીએ છીએ, તો જિનની આજ્ઞા-જિનના જિનાગમો(શાસ્ત્રો)ની આજ્ઞા સાથે આપણે બંધાયેલા છીએ. એટલે કોઈપણ વિષય-વિવાદ-સંઘર્ષનો ઉકેલ શોધતી વખતે જિન અને જિનાગમને સામે રાખીને જ વિચારણા કરાય. પરંતુ એને બાજુ ઉપર મૂકીને નહીં અને તપાગચ્છની ઉત્તમ નીતિ મુજબ સંવિગ્ન ગીતાર્થ તેને કહેવાય, કે જે શાસ્ત્રના અક્ષરો દેખે એટલે (શાસ્ત્રવચનોથી વિરુદ્ધ જતા) પોતાના આગ્રહને મૂકી દે... આ વાત પૂમહોપાધ્યાશ્રીજીએ 350 ગાથા સ્તવનમાં નીચે મુજબ કરી છે. તે બાલાવબોધ સહિત અહીં પ્રસ્તુત છે “શાસ્ત્ર અનુસાર જે નવિ હઠે તાણીશું, નીતિ તપગચ્છની તે ભલી જાણીશું, જીત દાખે જિહાં સમય સારું બુધા, નામ ને ઠામ કુમતે નહીં જસ મુધા. 333 (16-18)"
Page #47
--------------------------------------------------------------------------
________________ 35 પ્રશ્નોત્તરી - બાલાવબોધઃ તે પરમાર્થે સંવિગ્ન ગીતાર્થ તેને કહિઈ જે શાસ્ત્રને અનુસારે હઠે ન તાણે, અક્ષર શાસ્ત્રના દેખે એટલે પોતાનો કદાગ્રહ મૂકી દીઈ, એવી નીતિ તપગચ્છની ભલી ક0 ઘણી ઉત્તમ છે, એટલે તપગચ્છમાં પંચાંગી પ્રકરણાદિક સુવિહિતના કર્યા ગ્રંથ તે સર્વ પ્રમાણ છે ઈમ જાણીઈ, ઈતિ ભાવઃ જિહાં ક0 જે તપગચ્છ, તેહને વિષે બધા ક0 પંડિતલોક તે સમય સારું ક0 સિદ્ધાંત પ્રમાણે જીત દાખે ક0 વર્તમાનકાલમાં જીત દેખાડે છે. જે તપાગચ્છના નામ અને ઠામ ક0 સ્થાનક તે, કુમતે ક0 કદાગ્રહે, મુધા ક0 ફોકટ, જસ ક0 જેહનાં નહીં ક0 નથી, એતલે નામઠામ સર્વ ગુણનિષ્પન્ન છે. 333 (16-18) - સારાંશઃ સંવિગ્ન ગીતાર્થ પરમાર્થથી તેને કહેવાય કે જે શાસ્ત્ર અનુસાર પોતાનો હઠાગ્રહ-મમત છોડી દે. અર્થાત્ શાસ્ત્રના અક્ષરો જુએ એટલે પોતાનો કદાગ્રહ છોડી દે. તપગચ્છની આ ઉત્તમ નીતિ છે. એટલે જ તપગચ્છમાં પંચાંગી પ્રકરણ આદિ ગ્રંથો પ્રમાણ છે. આ તપગચ્છમાં પંડિતજનો સિદ્ધાંત અનુસાર વર્તમાનકાળનો જીત = સામાચારી = આચરણ દર્શાવે છે. આ તપગચ્છનાં નામ, સ્થાનક વૃથા નથી, પણ ગુણનિષ્પન્ન છે. - શાસ્ત્રનીતિ-તપાગચ્છની નીતિના સંવહનમાં જ વિશ્વમૈત્રી છે. કારણ કે. શ્રી યોગવિંશિકા ગ્રંથની ‘ટીકામાં કહ્યું છે કે - અવિધિના નિષેધ અને વિધિના સ્થાપન વડે જ એક પણ જીવને સમ્યમ્ બોધિનો લાભ થતે છતે (તેના દ્વારા) ચૌદરાજ લોકમાં અમારિ પટાહના વાદનથી તીર્થની ઉન્નતિ થવાની છે અને અવિધિના સ્થાપનમાં તો એનાથી વિપરીત થતું હોવાથી તીર્થનો જ ઉચ્છેદ થઈ જાય છે.” - કહેવાનો સાર એ છે કે - જૈન શાસનના સિદ્ધાંતો-વિધિવિધાનો 1. एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः - विधिव्यवस्थापनेनैव होकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्वात्मकलोकेऽमारिपटहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति / (श्लो० १४-१५/टीका)
Page #48
--------------------------------------------------------------------------
________________ 36 ભાવનામૃત-1 મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - આચાર સંહિતાઓ આદિ સર્વે એના મૂળસ્વરૂપમાં રહે, એમાં જ વિશ્વનું કલ્યાણ છે. એ જ સાચી વિશ્વમૈત્રી છે. કાલના પ્રભાવે જ્યારે જ્યારે જૈનશાસનના સિદ્ધાંતાદિના મૂળસ્વરૂપને કોઈક ત્રાહિત વ્યક્તિસમુદાય - સંઘ હાનિ પહોંચાડવાનું કામ કરે છે, ત્યારે પ્રભુશાસનના સાચા અનુયાયીઓ એનો વિરોધ કર્યા વિના રહે જ નહીં અને એ જ એમનું ઉત્તરદાયિત્વ છે. જો એવા અવસરે મધ્યસ્થ બનીને મૌન રહે અને વિરોધ ન કરે તો વિરાધક બને છે અને વિરોધ કરે તો સિદ્ધાંતરક્ષાના કર્તવ્યના સેવનથી આરાધક બને છે. યાવત્ તીર્થંકરપણાની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પ્રશ્ન : તમે પૂર્વે જણાવ્યું કે, કલ્યાણમિત્રનો જ સંગ કરવો અને અકલ્યાણમિત્રનો સંગ ન કરવો. તેમાં વાસ્તવિક રીતે કલ્યાણમિત્ર કોને કહેવાય અને અકલ્યામિત્ર કોને કહેવાય ? ઉત્તર : અધ્યાત્મના અર્થી (આત્મકલ્યાણના અથ) જીવે પૂર્વે જણાવ્યા મુજબ કલ્યાણમિત્રનો જ સંગ કરવાનો છે. મૈત્રીભાવનાવિશ્વમૈત્રી-વિશ્વવાત્સલ્ય એ સદ્ભાવના છે. સંગ અને પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે શાસ્ત્રીય વચનાનુસાર વિવેકપૂર્વક વર્તવાનું હોય છે. શ્રી ઉપદેશ રહસ્ય ગ્રંથમાં (અધ્યાત્મ-ધ્યાન-યોગના પ્રથમ ઉપાયમાં) કહ્યું છે કે - संबंधो कायव्वो सद्धिं कल्लाणहेउमित्तेहिं / कल्लाणहेतुमित्रैः श्रेयोहेतुस्निग्धलोकैः सह सम्बन्धः कर्त्तव्योऽकल्याणमित्रयोगस्यानर्थहेतुत्वात्, कल्याणमित्राऽयोगे च बीजाधानाद्ययोगान्नियमोऽयम् / અર્થ : કલ્યાણના કારણ એવા મિત્રોની સાથે સંબંધ કરવો. - આપણા આત્માનું કલ્યાણ ઈચ્છતા હોય એવા (કલ્યાણના કારણભૂત) સ્નેહીજનો = મિત્રોની સાથે સંબંધ કરવો જોઈએ. કારણ કે, (અનાદિકાલીન કુવાસનાઓ-કુવૃત્તિઓ - પાપવાસનાઓને ઉત્તેજિત કરે તેવા) અકલ્યાણમિત્રનો યોગ (સંગ) અનર્થનું કારણ છે. તથા
Page #49
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી કલ્યાણમિત્રના યોગ (સંગ) વિના આત્મામાં બીજાધાનાદિ થતું નથી, એ નિયમ છે. - પૂર્વોક્ત શાસ્ત્રપાઠમાં મહત્ત્વની ત્રણ વાતો કરી છે - (1) મોક્ષાર્થી જીવે આત્મવિકાસ સાધવા માટે કલ્યાણમિત્રનો સંગ કરવો જોઈએ. (2) અકલ્યાણમિત્રનો સંગ અનર્થકારી છે અને (3) કલ્યાણમિત્રના યોગ(સંગ) વિના આત્મામાં બીજાધાનાદિ થતું નથી. - શાસ્ત્રકાર મહર્ષિએ પ્રારંભમાં જ આત્માની અનાદિકાલની અવળી ચાલને બદલવા માટે આજુબાજુનું વર્તુળ બદલવાની વાત કરી છે. કારણ કે, જીવ નિમિત્તવાસી છે. એને જેવો સંગ મળે તેવો રંગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે તથા જીવ પ્રારંભિક અવસ્થામાં એકલો રહી શકે તેમ નથી. તેથી તે કોઈને કોઈનો સંગ તો કરવાનો જ છે. એવી અવસ્થામાં જો અકલ્યાણમિત્રનો સંગ થઈ જાય, તો તેના સંગે આત્મામાં પડેલી અનાદિકાલીન કુવાસનાઓ ઉત્તેજિત થયા વિના રહેશે નહીં અને તેના કારણે જીવ કુવૃત્તિ-કુપ્રવૃત્તિના ચક્કરમાં અટવાઈ ગયા વિના રહેતો નથી. અને એને વશ બની જીવ પાપોથી ભારે બની જઈ મોક્ષમાર્ગથી દૂર-સુદૂર ચાલ્યો જાય છે. આથી ગુણોની સમૃદ્ધિને પામવા માટે (દોષોને પ્રગટાવનારા-વધારનારા) અકલ્યાણમિત્રનો સંગ છોડવો જોઈએ અને કલ્યાણમિત્રનો સંગ કરવો જોઈએ. - હવે અહીં નીચેના મુદ્દાઓની ક્રમશઃ વિચારણા કરીશું. - લ્યાણમિત્ર કોને કહેવાય ? કલ્યાણમિત્રની આવશ્યકતા. - અકલ્યામમિત્ર કોને કહેવાય ? - અકલ્યાણમિત્રના સંગથી થતા નુકશાનો. - કલ્યાણમિત્રના સંગથી થનારા લાભો. - કલ્યાણમિત્રના સંગ વિના કેમ બીજાધાનાદિ થતા નથી ?
Page #50
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - બીજાધાનાદિ એટલે શું ? બીજાધાનાદિ ક્યારે થાય છે ? કલ્યાણમિત્ર કોને કહેવાય ? પ્રશ્ન : કલ્યાણમિત્ર કોને કહેવાય? મોક્ષમાર્ગમાં તેની આવશ્યકતા કેમ છે ? ઉત્તર : કલ્ય = આત્માનું શુદ્ધ સ્વરૂપ. કલ્યાણ = આત્માના શુદ્ધસ્વરૂપ = મોક્ષને પ્રાપ્ત કરાવનારી સામગ્રી. તે સામગ્રી સુધી પહોંચાડનારને કલ્યાણમિત્ર કહેવાય છે. ટૂંકમાં સંસારમાર્ગથી ઉઠાવીને મોક્ષમાર્ગ સુધી પહોંચાડે તેને કલ્યાણમિત્ર કહેવાય છે. ન કલ્યાણમિત્રનો યોગ પુણ્યથી થાય છે અને પ્રજ્ઞાપનીયતા આદિ ગુણોના સર્ભાવમાં સમ્યમ્ પુરુષાર્થના બળે એ ફળે છે. આ દૂષમા કાળમાં ચારે તરફ અશુભ આલંબનોની ભરમાર ઊભી થયેલી છે. અને અકલ્યાણમિત્રોનો રાફડો ફાટી નીકળ્યો છે. એવા અવસરે આપણા કલ્યાણની કામના રાખનારી વ્યક્તિ મળવી અત્યંત દુર્લભ છે. એમ છતાં, જો તે મળી જાય, તો આપણો પ્રબળ પુણ્યોદય છે, એમ સમજવું. - કલ્યાણમિત્રની ભૂમિકા ઉન્માર્ગથી- ખોટા માર્ગથી-આત્મઘાતક માર્ગથી પાછા વાળીને સન્માર્ગે-સાચા માર્ગે-આત્મહિતકર માર્ગે સ્થાપિત કરવાની છે. કલ્યાણમિત્ર તો સ્વભૂમિકા ભજવવા તત્પર હોય છે. પરંતુ એની હિતશિક્ષા-પ્રેરણાને ઝીલવા માટે સામે પક્ષે-આપણા પક્ષે પ્રજ્ઞાપનીયતા-સ્વહિતકામના આદિ હોવા જરૂરી છે. એ જેનામાં હોય, તેને કલ્યાણમિત્રનો યોગ ફળે છે અને પરિણામે એના આત્માનું ઉત્થાન થાય છે. જો પ્રજ્ઞાપનીયતા (સુખેથી બોધ પામી શકાય-વાળ્યો વાળી શકાય એવી અવસ્થા) હોય, તો જ તેને સન્માર્ગ પ્રત્યે પ્રેરિત કરી શકાય છે. અને ઉન્માર્ગથી પાછો વાળી શકાય છે. આથી કલ્યાણમિત્ર પુણ્યથી મળે છે અને સ્વપુરુષાર્થથી સફળ થાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________ 39 પ્રશ્નોત્તરી છે કલ્યાણમિત્રની આવશ્યકતા : - અધ્યાત્મમાર્ગમાં પ્રવેશવા માટે કુસંસ્કારો, ખોટા અભ્યાસો (અનાદિની અવળી ચાલ), વિષય-કષાયના પ્રવાહમાં ઢળી જવાનો સ્વભાવ, દોષોની રૂચિ-પક્ષપાત, પાપની રૂચિ-પક્ષપાત, ધર્મની અરૂચિ આદિ પ્રતિબંધક બને છે અને સુસંસ્કારો, સારા અભ્યાસો, વિષયકષાયના પ્રવાહથી બચવાનો સ્વભાવ, ગુણોની રૂચિ-પક્ષપાત, ધર્મની રૂચિ-પક્ષપાત વગેરે સહાયક-અનિવાર્ય તત્ત્વો છે. ન કલ્યાણમિત્રના યોગથી.... કુસંસ્કારો નાથી શકાય છે. ખોટા અભ્યાસો ઉપર બ્રેક (રૂકાવટ) મૂકી શકાય છે. વિષય-કષાયના પ્રવાહથી બચી શકાય છે. દોષોની રૂચિ-પક્ષપાત દૂર કરી શકાય છે. પાપની રૂચિ તોડી શકાય છે. કારણ કે, કલ્યાણમિત્ર પાસેથી મળતા બોધ, પ્રેરણા અને હિતશિક્ષા દ્વારા જીવ એ બધા અસત્ તત્ત્વોના બળને તોડવા ઉત્સાહિત થાય છે. અસત્ તત્ત્વોનું બળ તો જાતે જ તોડવાનું છે. પરંતુ એ માટે જે બોધાદિની આવશ્યકતા છે, તે કલ્યાણમિત્ર પાસેથી મળે છે. આજ સુધીમાં અનંતા આત્માઓ મોક્ષમાર્ગમાં પ્રવેશીને વિકાસ સાધી પૂર્ણતાને પામ્યા છે, તેમાં મહત્ત્વની ભૂમિકા કલ્યાણમિત્રની રહી છે. - સંગ તેવો રંગ સાધના જીવનના પ્રારંભમાં તો વ્યક્તિઓનો સંગ ખૂબ અસર કરતો હોય છે. તેથી યોગમાર્ગની આદ્યભૂમિકા રૂપ મિત્રાદષ્ટિના સાધકને સપુરુષોનો સંગ કરવાનો અને ખરાબ પુરુષોનો સંગ છોડવાનું ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. શ્રી દ્વાત્રિશત્ દ્વાáિશિકા ગ્રંથની મિત્રા બત્રીસીમાં પાંચ શ્લોકમાં આ વિષય ઉપર જે પ્રકાશ પાડ્યો છે, તેને ક્રમશઃ જોઈશું. "गुणाऽऽभासस्त्वकल्याणमित्रयोगेन कश्चन / अनिवृत्ताऽऽग्रहत्वेनाऽभ्यन्तरज्वरसन्निभः // 28 // સારાંશ : મિત્રાદષ્ટિમાં (યોગની આઘભૂમિકામાં) કદાગ્રહ મૂળથી નિવૃત્ત
Page #52
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-I મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન થયેલો (ઉખડેલો) ન હોવાથી અકલ્યાણમિત્રના યોગથી આંતરિક તાવ સમાન કોઈક ગુણાભાસ પ્રવર્તે છે. તાત્વિક ગુણોના પ્રાદુર્ભાવ પછી જ યોગમાર્ગમાં વિકાસ થાય છે. મિત્રાદષ્ટિમાં એની પ્રાપ્તિ ચાલું થઈ છે. છતાં પણ મિત્રાદૃષ્ટિના સાધક પાસે અંતરંગ સ્થિરતા હોતી નથી. તેથી જેવો સંગ મળે તેવો રંગ લાગી જવાનો સંભવ છે. એવી સ્થિતિમાં જો તેને અકલ્યાણમિત્રનો યોગ થઈ જાય તો તેનામાં ગુણાભાસ પ્રવર્તે છે અને એ ગુણાભાસ આગળની પ્રગતિ કરવામાં અવરોધક બને છે. અહીં ઉલ્લેખનીય છે કે, મિત્રાદષ્ટિમાં રહેલા જીવનો કદાગ્રહ (મિથ્યા આગ્રહ) ઘટતો જતો હોય છે. છતાં પણ મિથ્યાત્વની વિદ્યમાનતાના કારણે તે સંપૂર્ણપણે દૂર થયો નથી. તેથી જો તેને અકલ્યાણમિત્રનો યોગ થાય તો ઉન્માર્ગમાં પણ સન્માર્ગની અને અધર્મમાં પણ ધર્મની બુદ્ધિ ક્યારેક થઈ જાય છે અને એ રીતની પ્રવૃત્તિ પણ થઈ જાય છે અને આ ગુણાભાસની પ્રવૃત્તિ શરીરની અંદર રહેલા અવ્યક્ત તાવ જેવી સમજવી. આવી અવસ્થામાં મિત્રાદષ્ટિના સાધકે ગંભીરપણે પ્રયત્નપૂર્વક અકલ્યાણમિત્ર કોણ અને કલ્યાણમિત્ર કોણ ? એની તપાસ કરીને જ આગળ વધવું જોઈએ. જો કલ્યાણમિત્રનો યોગ થઈ જાય, તો તેનામાં જલ્દીથી ગુણવિકાસ થાય, તેવી યોગ્યતા તો રહેલી જ છે. - શ્રી મિત્રાબત્રીસીમાં આગળ મિત્રાદષ્ટિના સાધકની અવસ્થાનું વર્ણન કરતાં કહ્યું છે કે - મુથ: દ્યો તો ઘરે મુ તોd વિપર્યયાત્ | स्फटिको तु विद्यत्ते हि शोण-श्यामसुमत्विषम् // 29 // यथौषधीषु पीपूषं द्रुमेषु स्वर्द्वमो यथा / गुणेष्वपि सतां योगस्तथा मुख्य इहेष्यते // 30 // विनैनं मतिमूढानां येषां योगोत्तमस्पृहा / तेषां हन्त विना नावमुत्तितीर्षा महोदधेः // 31 //
Page #53
--------------------------------------------------------------------------
________________ 41 પ્રશ્નોત્તરી तन्मित्रायां स्थितो दृष्टौ सद्योगेन गरीयसा / અમારી ગુણસ્થાન પરમાનન્દવુતે રા” અર્થ : જેમ સ્ફટિક પદ્મરાગ મણિના સન્નિધાનથી લાલ પ્રભાને ધારણ કરે છે અને શ્યામફલના સાન્નિધ્યથી શ્યામ કાંતિને ધારણ કરે છે. તેમ મિત્રાદષ્ટિમાં રહેલો મુગ્ધ જીવ સાધુ સમાગમથી (કલ્યાણમિત્રના યોગથી) ગુણને ધારણ કરે છે તથા કુસંગથી (અકલ્યાણમિત્રના યોગથી) દોષને ધારણ કરે છે. - જેમ ઔષધિઓમાં અમૃત મુખ્ય છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ જૈનશાસનની અંદર ગુણોમાં પણ પુરુષોનો સમાગમ (કલ્યાણ મિત્રનો સંગ) મુખ્ય મનાય છે અર્થાત્ ગુણપ્રાપ્તિ માટેની અનેક કારણસામગ્રીમાં મુખ્ય કલ્યાણમિત્રનો સંગ છે. - (તેથી જ આગળ જણાવે છે કે-) જે અતિમૂઢ થયેલા જીવોને સપુરુષોના સમાગમ વિના ઉત્તમ યોગની સ્પૃહા છે, તે જીવોને, ખરેખર ખેદની વાત છે કે, નાવ વિના જ મહાસાગરને પાર કરવાની ઈચ્છા છે. કારણ કે, ગુણપ્રાપ્તિની કારણસામગ્રીમાં મુખ્ય કારણ તરીકે ગણાતા સાધુસમાગમ વિના એને ગુણ પામવા છે, તે ખરેખર નાવ વિના સમુદ્ર તરવાની ઈચ્છા કરવા જેવી અતિમૂઢતા છે. - તેથી મિત્રાદષ્ટિમાં રહેલો સાધક સત્સમાગમથી ગુણસ્થાનક ઉપર આરૂઢ થઈને પરમાનંદને પ્રાપ્ત કરે છે. - આ રીતે સાધના જીવનમાં કલ્યાણમિત્રની અત્યંત આવશ્યકતા છે. તેની વિશેષ વાતો આગળ કલ્યાણમિત્રના સંગના લાભોમાં કરીશું. - અકલ્યાણમિત્ર કોને કહેવાય? કલ્યાણમિત્રથી વિપરીત હોય તેને અકલ્યાણમિત્ર કહેવાય છે. જે મોક્ષમાર્ગની સામગ્રીથી દૂર લઈ જાય, કુસંસ્કારોને ઉત્તેજિત કરે, પાપવાસનાને ઉત્તેજિત કરે, કુપ્રવૃત્તિઓમાં પ્રેરિત કરે, ઉન્માર્ગ તરફ ધકેલે, ગુણોથી
Page #54
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃતIઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પતિત કરી દોષોમાં નાખે, વૈચારિક અને કાયિક પતન કરી આપે, વિચારધારા બગાડે, તેને અકલ્યાણમિત્ર કહેવાય છે. 3 અકલ્યાણમિત્રના સંગથી થતા નુકશાનો... કલ્યાણમિત્રના સંગથી થતા લાભો... - અકલ્યાણમિત્રના સંગથી સૌથી પ્રથમ વૈચારિક પતન થાય છે. કારણ કે, તેની સાથેના વાર્તાલાપો આપણા વિચારોને અધોગામી બનાવે છે. તેની પાસે નબળી જ વાતો હોય છે. શાસ્ત્રદર્શિત તત્ત્વાનુસારી નહીં પણ સ્વછંદી-મનોકલ્પિત-કુસંસ્કારોથી વાસિત વિચારધારા હોય છે. એવી વિચારધારા અને તેના આધારે થતા વાર્તાલાપો અને કાર્યો આપણા વિચારોને દૂષિત કર્યા વિના રહેતા નથી અને વિચારો દૂષિત થતાં આખું વ્યક્તિત્વ દૂષિત બન્યા વિના રહેતું નથી. જ્યારે કલ્યાણમિત્રનો સંગ સૌથી પ્રથમ વૈચારિક ઉત્થાન કરી આપે છે. કારણ કે, તેના વચન અને પ્રવૃત્તિ ઉદાત્ત હોય છે તથા શાસ્ત્રદર્શિત તત્તાનુસારી હોય છે. કલ્યાણમિત્રના વાર્તાલાપો અને પ્રવૃત્તિઓ આપણા વિચારોને ઉદાત્ત બનાવે છે. જેનાથી નિયમા વૈચારિક ઉત્થાન અને કાયિક ઉત્થાન પણ થાય છે. વાર્તાલાપની એક જબરજસ્ત તાકાત હોય છે. તે અનાદિના કુસંસ્કારોને ઉત્તેજિત પણ કરી શકે છે અને કુસંસ્કારોનું આધાન પણ કરી શકે છે. આથી નબળા-શાસ્ત્રવિરુદ્ધ-સ્વછંદી-વિષયકષાયને વધારનારા વાર્તાલાપો મિથ્યાત્વાદિની કુવાસનાને ઉત્તેજિત કરે છે અને તેનાથી પ્રગટેલા ખોટા સંકલ્પ-વિકલ્પો મિથ્યાત્વજનિત-વૈષયિક-કાષાયિક વૃત્તિપ્રવૃત્તિમાં જોડવાનું કામ કરે છે. તેનાથી મિથ્યાત્વ-અવિરતિ-કષાયનું બળ વધે છે અને તેનાથી આત્મિક અધઃપતન થયા વિના રહેતું નથી. - સારા તત્ત્વગર્ભિત ધર્મપ્રેરક વાર્તાલાપોથી સુવિચારોની સમૃદ્ધિ વધે છે, સત્ત્વ ખીલે છે, ગુણોનો પક્ષપાત વધે છે. સત્રેરણા મળે છે. તેના ફલસ્વરૂપે સાધકની વૃત્તિ-પરિણતિ-પ્રવૃત્તિ ઉર્ધ્વગામી બને છે.
Page #55
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી સારા માર્ગે વળે છે. તેના યોગે સાધક કુસંસ્કારો સામે લડવા સમર્થ બને છે.. કુટેવોને ફગાવી દેવા ઉત્સાહિત બને છે. વિષય-કષાયના પ્રવાહને ખાળવા માટે ઉલ્લસિત બને છે.. ગુણસેવન અને પાપવર્જન માટે પ્રયત્નશીલ બને છે.. ખોટા રૂચિ-પક્ષપાતને તોડવા પ્રેરિત થાય છે... સન્માર્ગે જવા અને સ્થિર બનવા દઢમનવાળો બને છે.. - અકલ્યાણમિત્રના સંગથી એક યા બીજી રીતે ઉન્માર્ગે-કુટેવોના રસ્તે, વિષય-કષાયના આવેગને વશ થવાના માર્ગે જવાની અસટ્રેરણા મળે છે. એક તરફ દુનિયાનું વાતાવરણ વિષમ છે અને બીજી બાજુ આત્મામાં અનાદિકાલીન કુસંસ્કારો વિદ્યમાન છે. આ બંનેની હાજરીમાં અકલ્યાણમિત્રોનો સંગ ભળે ત્યારે પાપવાસનાઓ-મિથ્યાત્વની વાસનાઓ ભડકે બળે છે અને તેનાથી આખું ચિત્તતંત્ર-વ્યક્તિત્વ પાપવાસનાઓથી ઘેરાઈ જાય છે અને જીવ એને વશ બની કેટલાયે અનર્થોનો ભાગી બને છે. - જ્યારે કલ્યાણમિત્રનો સંગ એક યા બીજી રીતે સન્માર્ગેસુટેવોના રસ્ત-ધર્મના રસ્તે, ગુણોના માર્ગે જવાની સંભેરણા આપે છે. એ સન્ઝરણા જ સાધકને દુનિયાના વિષમ વાતાવરણ અને અનાદિકાલીન આત્મસ્થ કુસંસ્કારો સામે લડવાનું બળ આપે છે. તેનાથી તે નબળા આલંબનોથી દૂર રહે છે અને શુભ આલંબનોને સેવીને આત્મસ્થ કુસંસ્કારોનું ઉન્મેલન કરી આત્માને સુસંસ્કારથી વાસિત બનાવે છે. ગુણસેન રાજાને એક સમયે અકલ્યાણમિત્રોએ અગ્નિશર્માના ઉત્પીડનના માર્ગે ધકેલીને ખૂબ ખોટા કામો કરાવ્યા અને એનાથી ચીકણા કર્મો બંધાવ્યા. તો એ જ ભવમાં આચાર્ય શ્રી વિજયસેનસૂરિજીએ કલ્યાણમિત્રની ભૂમિકા ભજવીને અનંતા ભાવિકાળને ઉજ્વળ બનાવવાની પ્રેરણાઓનું અમૃતપાન કરાવ્યું. એ અમૃતપાન એવું થયું કે, ક્ષમા અને મૈત્રીભાવ વિકસતા જ ગયા અને પૂર્વે કરેલી ભૂલો તથા બાંધેલ કર્મો એના ઉપર
Page #56
--------------------------------------------------------------------------
________________ 44 ભાવનામૃત: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન હાવી ન થઈ શક્યા અને અંતે એના સકંજામાંથી છૂટીને તેઓ મોલે પહોંચી ગયા. . - અકલ્યાણ મિત્રો ખોટા રસ્તે-ઉન્માર્ગે ધકેલી દે છે. જ્યારે કલ્યાણમિત્રો ખોટા રસ્તેથી-ઉન્માર્ગથી પાછા વાળવાનું કામ કરી અનેક અનર્થોથી બચાવી લેવાનું કામ કરે છે. પર્યુષણાના અષ્ટાલિંકા વ્યાખ્યાનમાં કુમારનંદી અને નાગિલ શ્રાવકની વાત આવે છે. નાગિલ શ્રાવકાચારમાં અત્યંત દઢ છે. જ્યારે કુમારનંદી વિષયાનંદી છે. બંનેનો માર્ગ અલગ છે. છતાં ભવિતવ્યતાવશ બને વચ્ચે મિત્રતા છે. નાગિલશ્રાવક પોતાને કુમારનંદીનો રંગ ન લાગે તેની તકેદારી રાખે છે અને સાથે કુમારનંદીને તુચ્છક્ષણિક વિષયો પાછળ જીંદગી બરબાદ ન કરવાનું સમજાવે પણ છે. છતાં એ માનતો નથી અને અંતે હાસા-પ્રહાસા બે દેવીઓને પામવા અગ્નિમાં પડીને મરે છે અને તેમના પતિ દેવ તરીકે જન્મે છે. ત્યાં મહદ્ધિક દેવોની આગળ ઢોલ વગાડવા જેવા હલકા કામ કરવાના આવતાં વિલખો પડે છે. ત્યારે નાગિલ શ્રાવકનો દેવાત્મા એને ત્યાં પ્રતિબોધ પમાડે છે અને કર્મમળ હળવો થવાના કારણે કુમારનંદીનો આત્મા સત્રેરણા ઝીલીને માર્ગે આવે છે અને આત્મકલ્યાણ સાધે છે. એક સમયે કલ્યાણમિત્રની વાત ના માની તો અનર્થનો ભાગી બન્યો છે અને પછીથી કલ્યાણમિત્રની વાત માનવાથી એ સુખી બને છે. આથી એ વાત યાદ રાખવી કે, પુણ્યયોગે કલ્યાણમિત્ર મળ્યા પછી એની સત્વેરણાને ઝીલવામાં આવે તો જ અનર્થથી બચાય છે અને હિતના ભાગી બનાય છે. - અકલ્યાણમિત્રો જીવનમાં મુંઝવણના સમયે, આપત્તિના સમયે, કટોકટીના અવસરે ખોટું માર્ગદર્શન આપીને ઘણું મોટું નુકશાન કરી આપતા હોય છે. વિષયોને રવાડે ચઢાવીને બરબાદ કરતા હોય છે. અને કષાયની આગમાં ધકેલીને લાંબા ગાળાનું પુષ્કળ નુકશાન પહોંચાડતા હોય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી જ્યારે કલ્યાણમિત્રો મુંઝવણના સમયે, આપત્તિના કાળે, કટોકટીની પળોમાં, સાચું માર્ગદર્શન-પ્રેરણા આપીને ભવિષ્ય સુધારી આપતા હોય છે. આ વિષયમાં મહાસતી મદનરેખા આદિ અનેકના ઉદાહરણો નેત્રદીપક સમાન છે. પ્રશ્નઃ કલ્યાણમિત્ર કોણ બની શકે છે? ઉત્તર : કલ્યાણમિત્ર કોઈપણ બની શકે છે. જેની પાસે બીજાનું કલ્યાણ કરવાની સૂઝ છે અને હૈયામાં પરોપકાર ભાવ છે, એવી કોઈપણ વ્યક્તિ કલ્યાણમિત્ર બની શકે છે. - તીર્થંકર પરમાત્મા તો જગતના પરમ કલ્યાણમિત્ર છે જ. - પંચસૂત્ર ગ્રંથમાં સદ્ગુરુ ભગવંતને પરમ કલ્યાણમિત્ર કહ્યાં છે. - જે કોઈ જિનવચન અને જિનવચનાનુસારી ધર્મક્રિયાઓ સુધી પહોંચાડે, તે કલ્યાણમિત્ર કહેવાય છે. - માતા, પિતા, પુત્ર, પત્ની, સ્વજન, મિત્ર અને સ્વજન તથા તે સિવાયની અન્ય કોઈ પણ વ્યક્તિ પરસ્પર કલ્યાણમિત્ર બની શકે છે. - ચંડકૌશિક નાગ માટે શ્રીવીર પરમાત્મા કલ્યાણમિત્ર બન્યા હતા. - આર્યરક્ષિત માટે તેની માતા કલ્યાણમિત્ર બની હતી. - કાલસોરિકના પુત્ર સુલસને માટે શ્રીઅભયકુમાર મંત્રી કલ્યાણમિત્ર બન્યા હતા. - મદનરેખા પોતાના પતિ યુગબાહુની કલ્યાણમિત્ર બની હતી. - મયણા પોતાના પતિ શ્રીપાલની કલ્યાણમિત્ર બની હતી. - શ્રીઅનાથિમુનિ શ્રેણિક મહારાજાના કલ્યાણમિત્ર બન્યા હતા. - આમ જે કોઈ વ્યક્તિ કલ્યાણના માર્ગે પહોંચાડે, તે કલ્યાણમિત્ર કહેવાય છે. - ભરત મહારાજાએ પોતાને ચેતવવા માટે 10 શ્રાવકોની (કલ્યાણમિત્રોની) ગોઠવણ કરી હતી. તેઓ રાજ્યસિંહાસન ઉપર બેસે,
Page #58
--------------------------------------------------------------------------
________________ 46 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ત્યારે 10 શ્રાવકો (કલ્યાણમિત્રો) રોજ ચેતવતા કે - હે રાજન્ ! તમે વિષયકષાયથી જીતાઈ ગયા છો. આથી ભય વધે છે, તેથી હિંસા ન કરો.” [ગીતો મવાનું ! વર્થતે બીઃ | મહિન્ મહિન ] - કલ્યાણમિત્ર સદ્ગુરુનો સમાગમ કરાવે છે. સદ્ગુરુ પાસેથી જિનવચન સાંભળવા મળે છે. જિનવચનથી આત્માનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, કર્મબંધના કારણો, સંસારનું સ્વરૂપ, કર્મથી મુક્ત થવાના ઉપાયો વગેરે સમજવા મળે છે. તેનાથી આત્મામાં મોક્ષમાર્ગના બીજનું આધાન થાય છે. પ્રશ્નઃ આપણને જે વ્યક્તિનો ભેટો થયો છે, તે કલ્યાણમિત્ર છે કે અકલ્યાણમિત્ર છે, તે કેવી રીતે ઓળખવાનું? ઉત્તર : જે વ્યક્તિ અનાદિકાલીન (આત્મામાં ધરબાઈને પડેલી) કુવાસનાઓને ભડકાવે છે તે અકલ્યાણમિત્ર છે. - જે વ્યક્તિ પાપપ્રવૃત્તિઓમાં ખેંચી જાય, તે અકલ્યાણમિત્ર છે. - જે વ્યક્તિ ઉન્માર્ગને સન્માર્ગ તરીકે બતાવે અને અધર્મને ધર્મ તરીકે બતાવે, તે પણ અકલ્યાણમિત્ર જ છે. - જે વ્યક્તિના સંગથી જીવનમાં પાપો, કુટેવો, વ્યસનો પ્રવેશ કરે, તે અકલ્યાણમિત્ર છે. - જે વ્યક્તિ આપણને માત્ર સંસારમાર્ગ ઉપર જ સફળ કેવી રીતે બનાય, તેની પ્રેરણા આપતો હોય, તે પણ અકલ્યાણમિત્ર જ છે. - દ્વેષ-વૈરનો વારસો આપનારા પણ અકલ્યાણમિત્ર જ છે. - ટૂંકમાં, જેના દ્વારા આત્માનું સંસાર પરિભ્રમણ વધે, તે વ્યક્તિ અકલ્યાણમિત્ર કહેવાય. છે જે વ્યક્તિ... અનાદિકાલીન કુવાસનાઓ મારી હટાવવા સહાયક-પ્રેરક બનતી હોય. પાપપ્રવૃત્તિઓથી દૂર રાખતી હોય... સન્માર્ગ જ ચીંધતી હોય... ભગવાને બતાવેલા ધર્મને જ બતાવતી હોય... કુટેવ
Page #59
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી વ્યસનોથી દૂર લઈ જતી હોય.. મોક્ષમાર્ગ ઉપર આગળ કેવી રીતે વધાય તેની પ્રેરણા કરતી હોય...સંસાર પરિભ્રમણ નાશ પામે-ઘટે તેવા ઉપાયો બતાવતી હોય... આત્મકલ્યાણ થાય તેવા સ્થાનોમાં જ લઈ જતી હોય... સમસ્યાઓનો સાચો ઉકેલ બતાવતી હોય.. દ્વેષ-વૈરનો નહીં પણ ક્ષમામૈત્રીનો વારસો આપતી હોય.. આપણી ભૂલોની પરંપરાને સુધારી આપતી હોય... મોહની નહીં પણ હિતની લાગણી ધરાવતી હોય, તે વ્યક્તિ કલ્યાણમિત્ર કહેવાય છે. કલ્યાણમિત્રના સંગથી સદ્ગુરુનો ભેટો થાય છે. સદ્ગુરુ પાસેથી કલ્યાણમાર્ગ-મોક્ષમાર્ગ સમજવા મળે છે. સમયાંતરે મોક્ષમાર્ગની સાધના કરવાની ભાવના જાગે છે. 3 કલ્યાણમિત્રના યોગથી બીજાધાનાદિ : પૂર્વે જણાવ્યા મુજબ અકલ્યાણમિત્રનો ત્યાગ કરી કલ્યાણમિત્રનો સંગ કરવામાં આવે તો જ આત્મામાં બીજાધાનાદિ થાય છે. કારણ કે, બીજાધાનાદિ માટે જે જ્ઞાન, પ્રેરણા, મનોરથ, સદુપદેશ જોઈએ છે, તે કલ્યાણમિત્ર પાસેથી જ મળે છે. અકલ્યાણમિત્ર પાસેથી નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, બીજાદિ ક્રમથી જ આત્માનો મોક્ષમાર્ગ ઉપર વિકાસ થતો હોય છે. બીજાદિ ક્રમથી જ શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધધર્મથી જ સંસારનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન : વિશ્વમૈત્રીમાં તો કુશીલ-સુશીલ આવો ભેદ પાડવાનો ન હોય ને? તો પછી તમે કુશીલનો ત્યાગ કરવાનું શા માટે પૂર્વે કહ્યું હતું? ઉત્તર : વિશ્વમૈત્રીમાં કુશીલ-સુશીલ તમામ જીવોના હિતની સદ્ભાવના છે. પરંતુ સુશીલની જેમ કુશીલનો પણ સંગ કરવાની વાત નથી. વિશ્વમૈત્રીનું વિધાન તમામ જીવોના હિતની સદ્ભાવના રાખવાનું કહે છે અને ઉપદેશ રહસ્ય આદિ ગ્રંથો કુશીલના સંગનો ત્યાગ કરવાનું વિધાન કરે છે. કારણ કે... કુશીલ પરમ અકલ્યાણમિત્ર છે. અહીં યાદ રાખવું
Page #60
--------------------------------------------------------------------------
________________ 48 ભાવનામૃતમાઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન કે - ધર્મના ક્ષેત્રમાં પણ કર્મથી પીડિત અને કુસંસ્કારોથી દૂષિત બનેલા કુશીલો હોઈ શકે છે. આપણી ગુણસંપદાની રક્ષા કરવા માટે એવા કુશીલોનો ત્યાગ કરવાનો છે. કુશીલો પ્રત્યે દ્વેષ નથી કરવાનો પણ તેનો પરિહાર કરવાનું શાસ્ત્રનું વિધાન છે. માટે તેનો ત્યાગ કરવાનો છે. - નદી નાળાને મળે તો નુકસાન નદીને થાય છે. તેનું પાણી બગડી જાય છે. નાળાને કોઈ નુકસાન નથી. તેમ ગુણવાનું વ્યક્તિ કુશીલનો સંગ કરે તો ગુણવાનને ગુણો ગુમાવવાનો વારો આવે છે. કુશીલને કોઈ નુકસાન નથી. - આત્મા નિમિત્તવાસી છે. દુરાચારીનો સંગ થાય તો જીવનમાં દુરાચાર પ્રવેશે છે અને પોષાય છે. તેથી દુરાચારીનો સંગ છોડવો જોઈએ. - સંતના વોષમુOT: | - ગુણ અને દોષ સંસર્ગથી ઉત્પન્ન થાય છે ? ગુણ અને દોષ, આ બંને ધર્મો સંસર્ગથી ઉત્પન્ન થાય છે. ગુણ આત્માનો નિર્મલ ધર્મ છે અને દોષ મલિન ધર્મ છે. મલિન ધર્મના (દોષના) સંશ્લેષથી અધ્યાત્મસાધના મલિન બને છે અને નિર્મલધર્મ (ગુણ) ના સંશ્લેષથી અધ્યાત્મસાધના નિર્મલ બને છે. આ ગુણ અને દોષ સંસર્ગથી ઉત્પન્ન થનારા ધર્મો છે. કુશીલનો (ખરાબ વિચાર-આચારવાળાનો) સંગ કરવાથી દોષો પેદા થાય છે અને સુશીલનો (સારા વિચાર-આચારવાળાનો) સંગ કરવાથી ગુણો પ્રાપ્ત થાય છે. આથી અધ્યાત્મસાધનાને નિર્મલ રાખવા માટે દોષોનો પરિહાર કરવો અને ગુણોનો સ્વીકાર કરવો જરૂરી છે. તે માટે કુશીલના સંગનો ત્યાગ અને સુશીલના સંગનો સ્વીકાર કરવો જોઈએ. - સંગજન્ય અસરને જણાવતું ઉદાહરણ : શ્રીઉપદેશમાલા ગ્રંથની ટીકામાં પૂજ્યપાદ શ્રીસિદ્ધર્ષિગણિવર્યે બે
Page #61
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી 49 પોપટનું ઉદાહરણ આપીને સંગ જન્ય અસરો ઉપર પ્રકાશ પાથર્યો છે. કાદબંરી અટવી છે. ત્યાં એક વિશાળ વડલો છે. એની બખોલમાં બે પોપટ રહેતા હોય છે. બંને એક જ માની કૂખે જન્મેલા છે. તે બંનેમાંથી એક પોપટને મ્લેચ્છ લોકો પોતાના ઘરે લઈ જાય છે અને પર્વતની નજીકમાં રહેલી પલ્લીમાં એ રહે છે અને મોટો થાય છે અને એનું “ગિરિશુક' નામ પડે છે. મ્લેચ્છોના સંગને કારણે તેમની જેમજ એ ક્રૂર અધ્યવસાયવાળો થાય છે. બીજો પોપટ પુષ્પોથી સમૃદ્ધ તાપસના આશ્રમમાં રહે છે. અને મોટો થાય છે અને એનું નામ “પુષ્પશુક’ પડે છે. તે તાપસીના સંગના કારણે ધર્મમાં પરાયણ બને છે. એકવાર વસંતપુર નગરનો કનકકેતુ રાજા વિપરીત શિક્ષાવાળા અશ્વને કારણે બ્લેચ્છોની પલ્લીની પાસે આવી જાય છે. તે વખતે ત્યાં વૃક્ષ ઉપર બેઠેલા પ્લેચ્છોના સંગથી ક્રૂર બનેલા “ગિરિશુક' પોપટને એ રાજા દૃષ્ટિપથમાં આવે છે, ત્યારે પોપટ જોરજોરથી બોલવા લાગે છે કે, હે મ્લેચ્છો ! આ રાજા આવ્યો છે, તેને તમે ગ્રહણ કરી લોપકડી લો અને બંધનગ્રસ્ત બનાવો. આ સાંભળીને રાજા વિચારે છે કે, આ પક્ષી પણ મ્લેચ્છોના જેવું જ ક્રૂર છે. આથી આ પ્રદેશને તુરંત છોડી દેવો જોઈએ. એમ વિચારીને તે ત્યાંથી તુરંત નીકળી જાય છે અને તાપસના આશ્રમમાં જાય છે. ત્યારે આશ્રમમાં રહેલો “પુષ્પશુક' પોપટ રાજાને આવેલા જોઈને તાપસકુમારોને ઉદ્દેશીને બોલે છે કે, હે તાપસકુમારો ! આપણા આશ્રમમાં થાકેલા અતિથિ આવેલા છે અને તે ચારે આશ્રમના ગુરુ એવા રાજા છે. તમે તેને શીધ્ર આસન આપો અને અતિથિધર્મને સેવો. આ રીતે તાપસકુમારોને એ અતિથિધર્મનું પાલન કરવા પ્રોત્સાહિત કરે છે. અને પ્રોત્સાહિત થયેલા કુમારો પણ અતિથિનું સન્માન આદિ કરે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________ 5O ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ત્યારબાદ ભોજનાદિથી નિવૃત્ત થયેલો અને સ્વસ્થ બનેલો રાજા તાપસકુમારોને ગિરિશુક અને પુષ્પશુકના વૃત્તાંતને જણાવે છે અને તાપસકુમારોને પ્રશ્ન કરે છે કે, એક જ જાતિમાં અને એક જ માતાની કુખે જન્મેલા આ બે પોપટની ભાષા-વૃત્તિમાં આટલું અંતર કેમ પડે છે? ત્યારે તાપસકુમારો ઉત્તર વાળતાં કહે છે કે, હે રાજન્ ! “આ બધો પ્રભાવ સંસર્ગનો છે. સંસર્ગથી જ ગુણ-દોષ પ્રગટે છે. તે બે પક્ષિના માતા અને પિતા એક જ છે. પરંતુ એક પોપટને અમે અહીં લાવ્યા અને એ અમારા સંસર્ગમાં રહ્યો. તેથી તેનામાં સુજનતા પ્રગટી અને બીજા પોપટને મ્લેચ્છો લઈ ગયા અને એ એમના સંગમાં રહ્યો, તેથી તેનામાં દુર્જનતા-કૂરતા પ્રગટી છે. આથી હે રાજન્ ! સંસર્ગથી જ ગુણ-દોષ પ્રગટે છે, એ અનુભવસિદ્ધ વાત છે. તેથી આત્મહિત સાધવું હોય તેણે દુરશીલનો સંગ છોડીને સુશીલ સાથે સંબંધ બાંધવો જોઈએ. સુશીલના સંવાસમાં જ રહેવું જોઈએ. પ્રશ્ન : મૈત્રીભાવના (અને બાકીની ત્રણ ભાવના પણ) ક્યાં સુધી ભાવવાની છે ? ઉત્તર : મૈત્રીભાવના છઠા ગુણસ્થાનક સુધી ભાવવાની છે. તે એક પ્રકારનો પ્રશસ્ત રાગ જ છે. સાતમા ગુણસ્થાનકે મૈત્રી આદિ ચારે ભાવનાઓ બોધસ્વરૂપે હોય છે, એમ બત્રીસી ગ્રંથમાં પૂ. મહોપાધ્યાયશ્રીજીએ કહ્યું છે. જ્યાં સુધી જીવોનું અહિત કરવાની ભાવના ઉભી થવાની શક્યતા હોય છે, ત્યાં સુધી તે અહિતકારી ભાવનાને અટકાવવા સર્વ જીવોના હિતની ભાવના ભાવવાની છે. બીજા જીવોનું અહિત કરવાની ભાવના, ગુણવાન જીવો પ્રત્યે ઈર્ષ્યા-અસૂયા, દુઃખી જીવો પ્રત્યે ઉપેક્ષા અને ક્રૂર-દુર્ગણી જીવો પ્રત્યે દુર્ભાવ - આ બધા મલિન ભાવો ધર્મધ્યાનને ખતમ કરી નાખે છે અને અધ્યાત્મની પરિણતિઓનો નાશ કરે છે. તેથી જ્યાં સુધી એવા મલિન ભાવો પેદા કરનારા કર્મો-કુસંસ્કારો
Page #63
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી 51 આત્મામાં વિદ્યમાન છે, ત્યાં સુધી તેના પ્રવાહને અટકાવવા મેત્રીપ્રમોદ-કરુણા અને મધ્યસ્થભાવના ભાવવાની છે. સાતમા ગુણસ્થાનકે નિર્વિકલ્પ દશા હોય છે. તેથી જીવો પ્રત્યે આ અનુકૂળ અને આ પ્રતિકૂળ, આ સારો અને આ ખરાબ, આ ગુણવાન અને આ નિર્ગુણ વગેરે કોઈ વિકલ્પો જ ઉભા થતા નથી અને તેથી પૂર્વનિર્દિષ્ટ દુર્ભાવનાઓ પણ પેદા થતી નથી. માત્ર તે સાધક જગતના જીવોને જુએ છે અને જાણે છે. તેમના માટે પૂર્વનિર્દિષ્ટ કોઈ વિકલ્પધારા ઉભી થતી જ નથી. તેથી સાતમા ગુણસ્થાનકે મૈત્રી આદિ ભાવનાઓ બોધ સ્વરૂપે હોય છે. પરંતુ હિતભાવના આદિ સ્વરૂપે હોતી નથી. પ્રશ્ન : તમે પૂર્વે જણાવેલ કે, પ્રશસ્ત દ્વેષ અને મૈત્રી-કરૂણા ભાવના આદિ સાથે રહી શકે છે, તો એના કોઈ ઉદાહરણો આપશો ? ઉત્તર શાસ્ત્રમાં પૂ.શ્રી વિષ્ણુમુનિવરનું દૃષ્ટાંત આવે છે. તેઓશ્રીએ સાધુઓના દ્વેષી નમુચિ મંત્રીને સજા કરી હતી. તેઓશ્રી કરૂણાના સાગર હતા. પરંતુ નમુચિના કરતૂતો જાણીને એમને પ્રશસ્ત દ્વેષ પેદા થયો હતો અને તેમને સજા કરી હતી. બીજું ઉદાહરણ પૂ.કાલિકાલસૂરિ મ.નું છે. તેમને સાધ્વીનું અપહરણ કરનાર ગર્ભભિલ રાજા ઉપર પ્રશસ્ત દ્વેષ ઉત્પન્ન થયો હતો. અને રાજાને સજા કરી હતી તથા સાધ્વીજીની રક્ષા કરી હતી. ત્રીજું શ્રીવાલમુનિનું ઉદાહરણ છે જે આગળ આવશે. વિવેકી આત્માઓ શાસનના સિદ્ધાંતો અને શાસનના તારક અંગોની સુરક્ષા માટે પ્રશસ્ત દ્વેષનો આશરો લે છે. છતાં પણ તેઓ અંદરથી તો સમરસમાં જ ઝીલતા હોય છે. કોઈને પણ માટે હૈયામાં નબળી ભાવના હોતી નથી. આથી જેમાં વિવેક ચૂકાય નહીં અને હૈયામાંનો સમરસ નંદવાય નહીં, તે જ ઠેષ પ્રશસ્તની કોટીમાં આવે છે. વિવેક ચૂકાઈ જાય અને અંગત રાગ-દ્વેષને આધીન બનીને હૈયાનો સમરસ નંદવાઈ જાય, તે દ્વેષ અપ્રશસ્તની કોટીમાં આવે છે - તે યાદ રાખવું.
Page #64
--------------------------------------------------------------------------
________________ પર ભાવનામૃતઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રશ્ન : જગતના જીવોમાં તમે ઘણા વિભાગો પાડ્યા. ગમે તેનો સંગ કરવાની ના પાડી. યોગબિંદુ ગ્રંથમાં તો યોગસાધનાના ફલસ્વરૂપે સાધકને જગતના તમામ જીવો ઉપર અકૃત્રિમ સ્નેહ પ્રગટે છે, એમ જણાવ્યું છે. તો અમારે તમારી વાત અને યોગબિંદુ ગ્રંથની વાતને કઈ રીતે સંગત કરવાની ? ઉત્તર : યોગસાધનાના ફલસ્વરૂપે જગતના જીવો પ્રત્યે અકૃત્રિમ (નિર્વાજ-નિઃસ્વાર્થ અને નિર્દભ) સ્નેહ પ્રગટે છે, તે વાત સાચી છે. છતાં પણ તે પણ એક પ્રકારની સદ્ભાવના જ છે. દરેક જીવો પ્રત્યે નિર્વાજ-અકૃત્રિમ-સ્વાભાવિક સ્નેહ = વાત્સલ્ય જરૂર હોય છે. પરંતુ જીવો સાથેનો વ્યવહાર તો શાસ્ત્રનિર્દિષ્ટ ઔચિત્યવાળો જ હોય છે. તે અવસ્થામાં સર્વ જીવોને આત્મતુલ્ય અને સત્તાની અપેક્ષાએ જ્ઞાનાદિથી સંપૂર્ણ તરીકે જોવાની દૃષ્ટિ વિકસેલી હોય છે. તેના કારણે જીવોની વર્તમાનની વિષમ-વિકૃત દશા યોગીઓની દૃષ્ટિમાંથી ઓઝલ થઈ ગયેલી હોય છે. તે આત્મતુલ્ય દૃષ્ટિથી જ જગતના જીવો ઉપર અકૃત્રિમ સ્નેહ વહેતો હોય છે. બીજી વાત, તે યોગીઓ તો અંતર્મુખી હોય છે. તેમને સ્નેહનું સંપાદન કરવાની પ્રવૃત્તિ મોટા ભાગે હોતી નથી અને હોય તો પણ સહજરૂપે હોય છે. એક અગત્યનો ખુલાસો કરી લઈએ કે - શાસનના ધૂરી આચાર્ય ભગવંતો શિષ્ય પ્રત્યે સારણાદિ કરે છે, તેમાં પણ અકૃત્રિમ સ્નેહ કાર્યરત હોય છે. ભલે ને ચોયણા-પડિચોયણાની ભૂમિકામાં કડક શબ્દોનો પ્રયોગ થતો હોય કે તાડન થતું હોય ! તદુપરાંત, પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીએ શ્રીવીતરાગસ્તોત્રમાં “પ્રભુના દ્વેષીઓ બહેરા-મુંગા થાય તો સારું એવું જે કહ્યું છે, તે પણ હૈયાની કરૂણાભાવનાથી જ કહેવાયું છે. પ્રશસ્ત દ્વેષના કારણે જ એવા શબ્દપ્રયોગો 1. अनेडमूका भूयासु-स्ते येषां त्वयि मत्सरः / शुभोदकार्य वैकल्य-मपि पापेषु कर्मसु // 15-6 // "
Page #65
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી 53 થયા છે. અંગત રાગ-દ્વેષથી નહીં. (આમાં પણ એ જ હિતબુદ્ધિ રહેલી છે કે, પાપો ઓછા બાંધે. જેના ફલસ્વરૂપે દુઃખને ન પામે !) પ્રશ્ન : કોઈક જીવ આત્મકલ્યાણની ભાવનાથી બીજાને ઉન્માર્ગ બતાવી દે, તો તે મૈત્રીભાવનામાં આવે કે નહીં ? કારણ કે, અન્યનું કલ્યાણ = હિત કરવાની સદ્ભાવના તો છે જ ને ? ઉત્તર : આત્મકલ્યાણ સન્માર્ગથી જ થાય છે. ઉન્માર્ગથી ક્યારેય આત્મકલ્યાણ ન થઈ શકે. એટલે સદ્ભાવના સારી હોવા માત્રથી ન ચાલે. સભાવના સારી હોવાની સાથે માર્ગ પણ સાચો જ બતાવવો જોઈએ. ખોટો માર્ગ બતાવવામાં આવે તો સામેના જીવનું અકલ્યાણ થાય છે. તેથી તે સદ્ભાવના પણ પરમાર્થથી દુર્ભાવના બની જાય છે. એટલે બીજા પ્રત્યેની સભાવના અને પ્રવૃત્તિમાં વિવેક રાખવો ખૂબ જરૂરી છે. તે માટે મૈત્રીભાવનાનું સાચું સ્વરૂપ સમજી લેવા જેવું છે. કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ ચાર ભાવના પૈકીની મૈત્રીભાવનાનું સ્વરૂપ બતાવતાં શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે.... मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत्कोऽपि दुःखितः / मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते // 4-118 // - કોઈપણ પાપો ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ, આખું જગત પણ મુક્તિને પામે, આ પ્રકારની મતિને મૈત્રી ભાવના કહેવાય છે. જેણે પણ દુઃખથી મુક્ત થવું હોય, તેણે પાપોથી મુક્ત થવું જ પડે. જેણે કાયમ માટે દુઃખથી મુક્ત થવું હોય, તેણે મોક્ષમાં જવું પડે. મોક્ષમાં જવા પાપોનો અને પાપોના રસનો નાશ કરવો પડે. સુવિહિત ધર્માનુષ્ઠાન દ્વારા આત્માને ભાવિત કરવો પડે. ભવનિર્વેદનો પરિણામ પેદા કરવો પડે. સંપ્રાપ્ત બુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગને સમજવો પડે. જગતમાં ચાલતા મોક્ષમાર્ગથી દૂર લઈ જનારા કુતર્કોને ઓળખવા પડે. સાચા મોક્ષમાર્ગની આરાધના દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરવો પડે. તેના યોગે ધબકતું બનેલું ચૈતન્ય જગતના સમસ્ત જીવોને સત્તાગત
Page #66
--------------------------------------------------------------------------
________________ 54 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ગુણોની દૃષ્ટિએ સ્વતુલ્ય જુએ અને તેમાંથી એક અનાહત નાદ નીકળે કે. શિવમસ્તુ સર્વજ્ઞાતિઃ | સર્વ જીવોનું કલ્યાણ થાઓ. સ્વ-પરનું કલ્યાણ સન્માર્ગની આરાધનામાં છે. તેથી જ કલ્યાણના અર્થીએ સન્માર્ગ સમજવો જોઈએ. તે સાચી મૈત્રીભાવના છે. બીજાનું કલ્યાણ કરવાની ભાવનાવાળાએ પણ બીજાને સન્માર્ગ જ બતાવવો જોઈએ, નહિ કે ઉન્માર્ગ. બીજાને ઉન્માર્ગ તરફ લઈ જવો, તે મૈત્રીભાવના નથી, શત્રુભાવના છે. કારણ કે ઉન્માર્ગ સ્વયં પાપરૂપ છે, જેનાથી આત્મા દુઃખની પરંપરાનું સર્જન કરે છે. પ્રશ્ન : મૈત્રીભાવના અને મધ્યસ્થભાવના સાથે કઈ રીતે રહે? ઉત્તર : મૈત્રીભાવનાનો વિષય સર્વ જીવો છે. માધ્યશ્મભાવનાનો વિષય ક્રૂર-અવિનયી-દુષ્ટ-ઉન્માર્ગગામી-ઉત્સુત્ર પ્રરૂપકો આદિ છે. મૈત્રીભાવનામાં સર્વ જીવોના હિતની સદ્ભાવના છે અને મધ્યસ્થભાવનામાં અવિનયી-દુષ્ટ જીવોની ઉપેક્ષા છે. જે જીવો ઉપેક્ષાને યોગ્ય છે, તેમનું પણ હિત થાય-તેઓ ખોટા કાર્યોથી દૂર રહે-ગુણોને પામે-માર્ગ પામે- મોક્ષ પામે એવી સંભાવના તો ભાવવાની જ છે. તેથી બંને સાથે રહી શકે છે. પ્રશ્ન : શાસનના વૈરીઓને દંડ કરીએ, ઉસૂત્રભાષીઓને ખુલ્લા પાડીએ, કુશીલોથી દૂર રહેવાનું કહીએ, અકલ્યાણમિત્રોનો સંગ છોડવાનું કહીએ- તેમાં તે તે જીવોને દુઃખ પીડા થવાની જ. તો બીજાને પીડા થાય એવું કહેવામાં–કરવામાં મૈત્રીભાવના ટકે ખરી ? ઉત્તર : તે બધી પ્રવૃત્તિઓમાં દુઃખ પહોંચાડવાની વૃત્તિ હોતી જ નથી. માત્ર જગતના જીવો ઉન્માર્ગમાં ન ધકેલાઈ જાય અને પોતાના ગુણો લુંટાવી ન દે, એવી સંભાવનાથી જ એ પ્રકારે કહેવાતું હોય છે. તેમાં પણ તે જીવોના હિતની સંભાવના જીવંત જ હોય છે. તેથી એવી પ્રવૃત્તિમાં મૈત્રીભાવના ટકી રહેવામાં કોઈ બાધ નથી. હા, એ પ્રકારની પ્રરૂપણાની પ્રવૃત્તિ પાછળ બીજાને હલકો ચીતરવાની, તેજોવધ કરવાની, પ્રભાવ ઘટાડવાની, પછાડવાની આદિ કુવૃત્તિઓ હોય
Page #67
--------------------------------------------------------------------------
________________ 55 પ્રશ્નોત્તરી તો મૈત્રીભાવના ટકી શકતી નથી. બાકી આપણા કર્તવ્યના એક ભાગરૂપે જીવો પ્રત્યેની ભાવ કરૂણાથી પ્રેરાઈને વિવેક-ઔચિત્યપૂર્વક એવા પ્રકારની પ્રરૂપણાદિ કરવામાં મૈત્રીભાવનાને ક્યાંયે આંચ આવતી નથી. વાસ્તવમાં એ જ સાચી મૈત્રીભાવના છે. પ્રશ્ન : “ચેતન્ય ઉપર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્મભાવને છોડીને બીજો ભાવ ધારણ કરવો એ અપરાધ છે.” આવું કહેવું યોગ્ય છે કે અયોગ્ય છે ? ઉત્તર : સામાન્યથી કહી શકાય, પરંતુ એકાંતે ન કહી શકાય. કારણ કે.. પૂર્વે જણાવ્યા મુજબ પ્રશસ્ત દ્વેષ કરવો પણ વિહિત છે.. નિગ્રહ કરવો પણ ઉચિત જ છે. હા, અકલ્યાણની ભાવના આદિ ધારણ કરવા એ દોષરૂપ છે. પ્રશસ્ત દ્વેષ અને ચાર ભાવના સાથે રહી શકે છે. એ આપણે પૂર્વે જોયું જ છે. તેથી એકાંતે એવું ન કહેવાય. પ્રશ્ન : શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કુલ યોગીના લક્ષણ “સર્વત્રાવિ:” = તે સર્વ સ્થળે અદ્વેષી હોય, એવું જણાવ્યું છે અને તમે પ્રશસ્ત દ્વેષને વિહિત બતાવો છો. આ કઈ રીતે સંગત થાય ? ઉત્તર : શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના ર૧૦ મા શ્લોકની ટીકામાં લખ્યું છે કે - કુલયોગીને તેવા પ્રકારનો આગ્રહ ન હોવાથી સર્વસ્થળે તે અષી હોય છે. સ્વપક્ષના આગ્રહ, સ્વદોષના આગ્રહ અને સ્વમતના આગ્રહથી વિપક્ષ (સામેવાળા) માટે દ્વેષ થાય છે તે દ્વેષ દૃષ્ટિરાગ ગર્ભિત-અસૂયા ગર્ભિત હોય છે. પોતાનામાં સંમત ન થનારા પ્રત્યે દ્વેષ થવો અને શાસન-શાસનના અંગો-સિદ્ધાંતોનો વિરોધ-નાશ કરનારાઓ ઉપર દ્વેષ થવો - એ બંને અલગ પ્રકારના દ્વેષ છે. પહેલો અપ્રશસ્ત છે અને 1. सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः। दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः // 210 // સર્વત્ર અદ્વેષી, ગુરુ-દેવ-સાધર્મિકનો પ્રેમી, દયાયુક્ત, વિનીત, નિર્મલ બોધવાળો અને જીતેન્દ્રિય : આ છ લક્ષણવાળો જીવ કુલયોગી કહેવાય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન બીજો પ્રશસ્ત છે. કુલયોગીને અપ્રશસ્ત દ્વેષો ન હોય. પરંતુ પ્રશસ્ત ષો તો હોય જ છે. - સ્વપક્ષના આંધળા આગ્રહથી ગર્ભિત બીજા પ્રત્યેનો દ્વેષ, એ અપ્રશસ્ત છે. સ્વદોષના આગ્રહથી ગર્ભિત દ્વેષ એ અપ્રશસ્ત છે. સ્વમતના આંધળા આગ્રહથી પેદા થયેલો દ્વેષ, એ અપ્રશસ્ત છે. આવા અપ્રશસ્ત દ્વેષો કુલયોગીને ન હોય. તદુપરાંત, કુલયોગી દુન્યવી સામગ્રી અને ભૌતિક સત્તા આદિના અધિકારો માટે પણ આગ્રહ સેવતો નથી. તેથી તેને ક્યાંયે દ્વેષ થતો નથી. આમ છતાં કુલયોગીને પૂર્વનિર્દિષ્ટ દેવાદિ પાંચ ઉપરના પ્રશસ્ત રાગના કારણે તે પાંચનો નાશ કરનારા ઉપર પ્રશસ્ત ષ તો અવશ્ય થાય જ છે. કુલયોગીપણું ગુણસંપન્ન પ્રથમ ગુણસ્થાનકથી છઠા ગુણસ્થાનક સુધી હોય છે તે યાદ રાખવું. પ્રશ્ન : શ્રી સુયગડાંગ સૂત્ર, અધ્યયન-૧, ગાથા નં.૩ ની ટીકામાં ‘ગાયતુષે પથાણું' - પ્રજાને (છકાયના જીવોને) સ્વ = આત્મતુલ્ય જુએ, એવું કહ્યું છે, તેનું રહસ્ય શું છે ? અને પ્રશસ્ત દ્વેષની સાથે એ દર્શન જીવંત રહી શકે ખરું ? તથા આત્મતુલ્ય દર્શન અને મૈત્રીભાવના વચ્ચે કોઈ સંબંધ ખરો કે નહીં ? ઉત્તર : ભાવસાધુ સર્વ જીવોને આત્મતુલ્ય જુએ છે. કારણ કે, ભાવસાધુને જીવોની વર્તમાનની વિષમ દશા-વિસંવાદી દશાથી ઉપર ઉઠીને સત્તાની અપેક્ષાએ તેમના આત્મામાં રહેલા અનંતગુણો-શુદ્ધસ્વરૂપને નિહાળવાની દૃષ્ટિ પ્રાપ્ત થયેલી હોય છે. અર્થાત્ જગતના જીવો વર્તમાનમાં ભલે દોષબહુલ હોય અને કુચેષ્ટામાં પડ્યા હોય. પરંતુ તેમના આત્મામાં અનંતગુણ રહેલા જ છે. આજે કર્મથી તે આવરાયેલા હોવાથી દેખાતા 1. एवंविधो भावसाधुः सर्वजीवेषु आत्मतुलां कलयति / (सूयगडांग सूत्र अ.१, નાથા-૩ ટhi)
Page #69
--------------------------------------------------------------------------
________________ પ૭ પ્રશ્નોત્તરી નથી. આથી હું અને સર્વજીવો સત્તાની અપેક્ષાએ સમાન છીએ. આ તમામ જીવો પ્રત્યેની તુલ્યદૃષ્ટિથી અકૃત્રિમ સ્નેહ પણ પ્રગટે છે અને સર્વ જીવો વિષમદશામાંથી બહાર આવી સમદશા પામીને શુદ્ધદશાને વરે એવી મૈત્રીભાવના પણ પ્રગટે છે. જ્યાં સુધી મારા-તારાનો ભેદ પાડવાના સંસ્કારો જીવંત છે, પક્ષદષ્ટિ વિદ્યમાન છે અને તેના કારણે મતિ કદાગ્રહથી ગ્રસ્ત છે તથા સ્વપક્ષનો આંધળો રાગ અને પરપક્ષનો આંધળો દ્વેષ વિદ્યમાન છે, સ્વદોષનો આગ્રહ છે, બીજાના ઉત્કર્ષ પ્રત્યે ઈર્ષાભાવ છે, બીજાના સુખમાં ઈર્ષ્યા અને દુઃખમાં સંતોષ થાય છે અને અપરાધીઓ માટે ટ્રેષ-પ્રષ-વૈરની લાગણીઓ ઉભી થાય છે, ત્યાં સુધી મૈત્રીભાવનાથી અંતઃકરણને ભાવિત કરવું સહેલું નથી. અને મૈત્રીભાવનાથી અંતઃકરણ ભીંજાયું ન હોય, ત્યાં સુધી શિવમસ્તુ સર્વજ્ઞાતિઃ' ના નારા લગાડવા માત્રથી વિશ્વમૈત્રીના પ્રતિનિધિ કે વાહક બની શકાતું નથી. આથી ‘મિત્તે પે સેલ્વમૂર્ણ, વૈરું મટ્ટ ને 3 - મારે સર્વ જીવો સાથે મૈત્રી છે અને કોઈની સાથે પણ વૈર નથી- આ મૈત્રીભાવનાના ઘરનો અનાહત નાદ હૈયામાં જેણે પણ જાગતો રાખવો હોય, તેણે પૂર્વનિર્દિષ્ટ સંસ્કારો-લાગણીઓ-દોષોનો નાશ કરવો જરૂરી છે. અન્ય પ્રત્યે હૈયામાં ડંખ રાખી બહારથી સારો વ્યવહાર કરવો એ દંભ છે. અંદરથી વૈરવૃત્તિને જીવંત રાખી મૈત્રીની વાતો કરવી એ પણ દંભ છે. અન્યના તેજોવધની મલિન ભાવના સાથે વિશ્વશાંતિ-સંઘશાંતિની વાતો કરવી એ પણ દંભ છે. પ્રશ્ન : જો પ્રશસ્ત દ્વેષ વિહિત હોય, તો પછી યોગદષ્ટિ ગ્રંથમાં પ્રથમદૃષ્ટિમાં “અદ્વેષ' રાખવાનું કહ્યું છે તે કઈ રીત સંગત થાય? પ્રશસ્ત દ્વેષ અને અષ સાથે કઈ રીતે રહી શકે ? ઉત્તર : યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જે અદ્વેષ રાખવાની વાત છે
Page #70
--------------------------------------------------------------------------
________________ 58 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તેમાં અસૂયાગર્ભિત દ્વેષ કે દૃષ્ટિરાગ ગર્ભિત દ્વેષનો ત્યાગ કરવાનું સૂચન થયેલું છે. દ્વેષની યોનિ રાગ છે. દૃષ્ટિરાગ પોતાનામાં સંમત ન થનારા વિપક્ષ માટે દ્વેષ કરાવે છે અને એ દ્વેષ મોક્ષમાર્ગની સાધનામાં ખૂબ અવરોધક બને છે. તેથી જ સાધનાના પ્રથમ તબક્કે એનો ત્યાગ કરવાનું સૂચન કર્યું છે. - સાધનાની શરૂઆત અન્ય પ્રત્યેની કરુણા, હનગુણવાળા પ્રત્યેની કરુણા અને પરમતસહિષ્ણુતાથી થાય છે. દૃષ્ટિરાગ ગર્ભિત દ્વેષમાં કરુણા ટકતી નથી અને કરુણા ન હોય તો સાધનાની શરૂઆત થતી જ નથી. તેથી યોગદષ્ટિમાં કહ્યું છે કે - મિત્રાદષ્ટિના સાધકને અન્ય પ્રત્યે દ્વેષ હોતો નથી. તે અન્યની ચિંતા કરતો જ નથી. કદાચ તે અન્યની ચિંતા કરે ત્યારે પણ (તેના આત્મામાં તેના પ્રત્યે દ્વેષ થાય એવા બીજો વિદ્યમાન હોવા છતાં પણ) તેને હૈયામાં કંઈક કરુણા પ્રગટે છે. પરંતુ દ્વેષ થતો નથી. તે તત્ત્વને જાણે છે, માટે હૈયામાં દ્વેષનિમિત્તક બીજો હોવા છતાં તેને જાગ્રત થવા દેતો નથી અને કરુણાને વહેતી રાખે છે. - અહીં ઉલ્લેખનીય છે કે.. પ્રશસ્ત વૈષમાં પણ જ્યારે શાસનના વૈરીઓ, તારક આલંબનોના વિધ્વંસકો આદિ પ્રત્યે અપ્રીતિ હોય છે, ત્યારે હૈયાના એક ખુણામાં એમના માટે કરુણા હાજર જ હોય છે. અહીં ખાસ યાદ રાખવું કે, એ જીવો પ્રત્યેની મૈત્રી-કરુણા જીવંત રહે તો જ તે દ્વેષ પ્રશસ્ત કોટીનો બને છે અને મૈત્રી-કરુણા ન હોય તો તે ષ અપ્રશસ્ત કોટીનો બની જાય છે. - આ પ્રશસ્ત દ્વેષ અને અદ્વેષ અંગેનો વિવેક છે. એટલે “અદ્વેષ' ને આગળ કરીને “કોઈનોય દ્વેષ ન કરવો” આવું વિધાન કરવાની ઉતાવળ ન કરાય. કારણ કે, પ્રશસ્ત દ્વેષ પણ જરૂરી છે. આપણે જે ખરાબ તત્ત્વોથી નિવૃત્તિ કરવાની છે, તે દ્વેષથી જ શક્ય બનવાની છે. જ્ઞાનીઓએ મિથ્યામતિનો પરિચય” અને “કુશીલનો સંગ’ કરવાની ના પાડી છે, એનો અમલ કરવો હશે, તો મિથ્યામતિ અને કુશીલ માટે પ્રશસ્ત દ્વેષ
Page #71
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી 59 ઉભો કરવો જ પડશે. એ ન કરવામાં આવે તો પ્રભુની આજ્ઞા પાળી શકાશે નહીં અને આજ્ઞાનો અનાદર કરી એમનો પરિચય-સંગ કરવાથી વિનિપાત સર્જાયા વિના રહેશે નહીં. સમ્યગ્દર્શનની રક્ષા કરવા શંકાદિ પાંચ દોષોનો ત્યાગ કરવાનું કહ્યું છે, તેમાં મિથ્યામતિના પરિચયનો ત્યાગ કરવાનું કહ્યું છે. આથી ભવ્યાત્માઓને ખાસ ભલામણ છે કે ખોટી ભ્રમણાઓમાં પડવું નહીં. પ્રશ્ન: શ્રી યોગબિંદુગ્રંથમાં કહ્યું છે કે - શાંતતા-ઉદારતા આદિ ગુણોવાળો અપુનબંધક જીવ જ યોગધર્મનો અધિકારી બને છે. તો પછી દ્વેષની હાજરીમાં એ ગુણો હોય ખરા? અને એ ગુણો વિના યોગધર્મના અધિકાર બની શકાય ? ઉત્તર : પ્રશસ્ત દ્વેષ જ વિહિત છે. અપ્રશસ્ત દ્વેષ વિહિત નથી. પ્રશસ્ત દ્વેષની હાજરીમાં પણ વિવેકી જીવનું હૈયું (પૂર્વે જણાવ્યા મુજબ) શમરસથી પરિપ્લાવિત જ હોય છે. તેના કારણે તે ક્રોધાદિ કષાયોના વિકારને ટાળી શકે છે અને યોગધર્મનો અધિકારી બની શકે છે. પ્રશ્ન : મૈત્રીભાવના અને અહિંસા વચ્ચે શું સંબંધ છે ? ઉત્તર : મૈત્રીભાવના અને ભાવ અહિંસા વચ્ચે ગાઢ સંબંધ છે. મૈત્રીભાવના કારણ છે અને અહિંસા એનું કાર્ય છે. મૈત્રીભાવનાથી બીજા જીવો પ્રત્યેના વૈરાદિ દુર્ભાવો નાશ પામે છે. તેનાથી સ્વની અહિંસા સ્વરૂપ ભાવ અહિંસા પ્રાપ્ત થાય છે. (આપણા ગુણોની (ભાવપ્રાણોની) રક્ષા કરવી એ ભાવ અહિંસા છે.) આથી જેણે પણ અહિંસાની પરિણતિ આત્મસાત્ કરવી છે તેણે મૈત્રીભાવના આત્મસાત્ કરવી ખૂબ જરૂરી છે. પ્રશ્ન : મૈત્રી ભાવના અને ધર્મ-સત્ય-સિદ્ધાંત માટેના સંઘર્ષો સાથે રહી શકે? સંઘર્ષોમાં ક્યારે મૈત્રીભાવના રહી શકે અને ક્યારે ન રહી શકે? ઉત્તર : ધર્મ-સત્ય-સિદ્ધાંત માટેના સંઘર્ષોના મૂળમાં એકમાત્ર જૈનશાસનનું અને જૈનધર્મના અનુયાયીઓનું હિત સમાયેલું હોય ત્યારે મૈત્રીભાવના તેની સાથે રહી શકે છે. જ્યાં સુધી હિતબુદ્ધિ જીવંત રહે
Page #72
--------------------------------------------------------------------------
________________ 60. ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ત્યાં સુધી મૈત્રીભાવના ટકી રહે છે. જ્યારે અપ્રશસ્ત કષાયને આધીન બનીને અંગત રાગ-દ્વેષમાં, બીજાને હલકો પાડવાની પ્રવૃત્તિમાં, તેજોવધ કરવાની ભાવનામાં ખેંચાઈ જવાય છે, ત્યારે મૈત્રીભાવના ટકી શકતી નથી. પ્રશ્ન : મૈત્રીભાવના સર્વ જીવો ઉપર કરવાની છે કે કોઈક જીવની એમાંથી બાદબાકી કરીએ તો ચાલે? ઉત્તર : કોઈની બાદબાકી કરી ન શકાય. બધા જ જીવો ઉપર મૈત્રીભાવના જોઈએ. આગળ જણાવેલા અગ્નિશર્મા તાપસ અને ગુણસેન રાજાના દૃષ્ટાંતમાં આ વાતને સ્પષ્ટ કરી જ છે. પ્રશ્ન : આ મૈત્રીભાવના નિરંતર ભાવનાની છે, તો તેની શૈલી કેવી હોય ? ઉત્તર : અહીં તેની શૈલીના થોડા મુદ્દા આપીએ છીએ. તેનાથી તે કઈ રીતે ભાવનાની છે તેનો અંદાજ આવી જશે. 6 મૈત્રીભાવનામાં પરિશીલનની શૈલી હે આત્મન ! કર્મની વિચિત્રતાથી વિવિધ ગતિને પામનારા ત્રણે જગતના સમસ્ત પ્રાણીગણ ઉપર તું મૈત્રીભાવ ધારણ કર ! - હે આત્મન્ ! જગતના સર્વે જીવો તારા પ્રિય બાંધવો છે, એમાં તારું કોઈ દુશ્મન નથી. કારણ કે, સંસાર પરિભ્રમણ દરમ્યાન સર્વે જીવોને બદ્વાર તે ભાઈપણે અનુભવેલા છે. આથી સર્વ પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરીને પુણ્યનો લોપ કરનારા ક્લેશથી મનને કલુષિત કરીશ નહીં. - હે આત્મન્ ! “સર્વ જીવો દુઃખોથી મુક્ત થાય, પાપોથી મુક્ત થાય અને મોક્ષને પામે” એવી સદ્ભાવના તારા હૈયામાં ધારણ કર. - હે આત્મન્ ! જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરવાથી તારું મન શાંત-પ્રશાંત રહેશે અને વૈરભાવ ધારણ કરવાથી તારું મન લેશોથી ભરાઈ જશે.
Page #73
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નોત્તરી -- હે આત્મન્ ! આ જગતમાં કોઈપણ જીવ બીજા જીવોને સુખદુઃખ આપતો નથી. પરંતુ દરેક જીવોને પોતપોતાના શુભાશુભ કર્મના કારણે સુખ-દુઃખ મળે છે. આથી જીવનમાં દુઃખો આવે ત્યારે અન્ય જીવને એમાં કારણ માની એના પ્રત્યે દ્વેષ કે વૈરભાવ ન રાખ. પરંતુ એ જીવ ઉપર પણ મૈત્રીભાવ ધારણ કર. હે આત્મન્ ! ક્ષમાથી વૈરનું વિસર્જન કર. ક્ષમા ધર્મનો પ્રાણ છે. કારણ કે, ક્ષમા વિના દયાના પરિણામો પ્રાપ્ત થતા નથી અને ટકતા પણ નથી અને દયાના પરિણામો વિના ધર્મ ધર્મરૂપ બની શકતો નથી. - હે આત્મન્ ! તું એવી ભવ્ય ભાવના રાખ કે, એકેન્દ્રિયાદિ જીવો પણ પંચેન્દ્રિયપણું, આર્યકુળ, જૈનશાસન આદિ પામીને વહેલા મોક્ષસુખને પામે ! હે આત્મન્ ! મૈત્રીનું પ્રદાન કરવામાં અને ક્ષમા આપવામાં જગતના એકપણ જીવની બાદબાકી ન રાખતો. તો જ તું આરાધક બની શકીશ-રહી શકીશ. - હે આત્મન્ ! સર્વજીવો માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન, પત્ની-પુત્રવધુપણે બહુવાર પ્રાપ્ત થયેલા છે. આથી સર્વજીવો તારું કુટુંબ જ છે. આથી તું “વસુધૈવ કુટુંબકમ્ - આખી પૃથ્વી એ મારું કુટુંબ છે- એવી ભાવના રાખ. - હે આત્મન્ ! મૈત્રીભાવનાથી ચિત્તશુદ્ધિ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે અને સકામનિર્જરા થાય છે. વૈરથી ચિત્ત અશુદ્ધ બને છે અને પાપકર્મનો બંધ થાય છે. આથી મોક્ષમાર્ગના વિકાસ માટે તું વૈરનો ત્યાગ કર અને મૈત્રીભાવને ધારણ કર ! - હે આત્મન્ ! વૈરથી ભવપરંપરા વધે છે. આથી મૈત્રીભાવને આત્મસાત્ કરી વેરભાવનું વિસર્જન કરી દે. - હે આત્મન્ ! થોડા દિવસ ટકી રહેનારા આ જીવનમાં કોઈના
Page #74
--------------------------------------------------------------------------
________________ ૬ર ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રત્યે વૈરભાવ રાખી તું શા માટે ખેદને પામે છે ? - હે આત્મન્ ! કદાચ કોઈ બીજો માણસ સ્વકર્મવશપણે કોપ કરે, તો પણ તું હૃદયમાં ક્રોધને અવકાશ શા માટે આપે છે ? આપણે તો ક્રોધને વશ થવાનું નથી પણ ક્રોધને વશમાં લેવાનો છે અને ક્ષમાભાવને આત્મસાત્ કરી હૃદયને શાંત-પ્રશાંત રાખવાનું છે. - હે આત્મન્ ! જગતમાં સપુરુષો કલહથી દૂર જ રહે છે, તેમને ક્લેશ પ્રિય હોતો નથી, એમ જાણીને તું વિવેકકળાનું સેવન કર ! અર્થાત્ તું વિવેકી હંસ જેવો બનીને અપરાધીઓ પ્રત્યે પણ સદ્ભાવનાઓ રાખ ! - હે આત્મન્ ! તું એવી ભાવના નિરંતર સેવ કે, સમસ્ત શત્રુજનો મત્સરભાવ ત્યજી દઈને સુખી થાઓ ! તથા તેઓ મોક્ષપદને પામવા માટે પણ પુરુષાર્થ કરે. - હે આત્મન્ ! જો જીવો સાચા ભાવપૂર્વક લેશમાત્ર પણ સમતારસને એકવાર આસ્વાદે, તો તે રસનો અનુભવ કર્યા પછી તેઓને તેમાં જ સ્વતઃ પ્રીતિ ઉપજશે. - હે આત્મન્ ! જગતના પ્રાણીઓ શા માટે કુમતરૂપ મદિરાપાનથી મૂચ્છિત થઈને નરક વગેરે દુર્ગતિઓમાં પડે છે તે સમજાતું નથી ! તેઓ શા માટે જિનવચનરૂપી અમૃતનું પ્રેમથી પાન કરતા નથી તે પણ સમજાવું નથી. - હે આત્મન્ ! આથી તું એવો નિરંતર વિચાર કર કે, નિર્મલ આશયવાળા જીવોના મન હંમેશાં પરમાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન રહે! તથા જગતના જીવો વિનયસહિત ઉપશમરૂપી અમૃતનું પાન કરે અને જલ્દી સુખી થાય ! 6 નિષ્કર્ષ-જ્ઞાનીઓનો ઉપદેશ : મૈત્રીભાવનાના અનુસંધાનમાં એ જ અંતિમ નિષ્કર્ષ છે કે, સર્વજીવો
Page #75
--------------------------------------------------------------------------
________________ 63 પ્રશ્નોત્તરી સંબંધી હિતચિંતા સ્વરૂપ મૈત્રીભાવના નિરંતર સેવવી જોઈએ. તે જ એકાંતે આત્માને હિતકારક છે. જીવો પ્રત્યેનો દ્વેષભાવ કે વેરભાવ તો આત્માને અત્યંત અનર્થકારી છે. આથી શાંતસુધારકારની હિતશિક્ષાને પુનઃ યાદ કરી લઈએ કે, "सर्वत्र मैत्रीमुपकल्पयात्मन्, चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः / શિદિનચ્છનિ નીવિડમિન, જિં વિદ્યારે વૈથિયા પમિન શરૂ-જા” - - હે આત્મન્ ! સર્વ જીવો ઉપર મૈત્રીભાવ ધારણ કર ! આ જગતમાં કોઈપણ જીવને શત્રુ ન માન ! થોડાક દિવસ ટકી રહેનારા આ જીવનમાં અન્ય જીવો ઉપર વૈરભાવ રાખીને શા માટે ખેદને ધારણ કરે છે ? 5 મૈત્રીભાવનાથી થતા લાભ H - મૈત્રીભાવનાથી.. ચિત્તવૃત્તિ ઉદાત્ત-ઉજ્વળ બને છે. - હૈયામાં વિશ્વવત્સલતાનો ભાવ પ્રાદુર્ભાવ પામે છે. - હૈયાની સંકુચિતતા નાશ પામે છે. હૈયું ઉદાર બને છે. - દ્વેષ-ઈર્ષ્યાદિ દુર્ભાવો મનમાંથી વિદાય લે છે. - કોઈની સાથે વૈરભાવ બંધાતો નથી. - ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે અને તે અખંડિત બને છે. - અધ્યાત્મમાર્ગમાં ખૂબ વિકાસ થાય છે. - મનમાં અન્ય જીવો માટે ચાલતા ખોટા ચિંતનો બંધ થાય છે અને તેથી મલિન ભાવો ઉત્પન્ન થતા નથી. - “વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના ચિત્તમાં પુષ્ટ થાય છે. જેનાથી સ્વ-પર ઉભયને શાંતિ મળે છે. હવે પ્રમોદભાવના અંગે વિચારીશું.
Page #76
--------------------------------------------------------------------------
________________ 64 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રકરણ-૩ પ્રમોદભાવના ગુણવાન જીવોના ગુણો જોઈને આનંદ થાય, હૈયુ હર્ષથી ભરાઈ જાય અને ગુણવાન જીવો પ્રત્યે બહુમાનભાવ પ્રગટે, એ પ્રમોદભાવના છે. પ્રમોદભાવનાનું સ્વરૂપ જણાવતાં “યોગશાસ્ત્ર' ગ્રંથમાં કહ્યું છે કે, “અપસ્તાશેષોષાપ, વસ્તુતત્ત્વવત્નોવિનામ્ | મુળપુ પક્ષપાતો ય, સ પ્રમોઃ પ્રકાર્તિતઃ ૪-શા” - સર્વ દોષોને દૂર કરનારા અને સઘળાયે પદાર્થોના સ્વરૂપને જોનારા ગુણવાન પુરુષોના ગુણોનો પક્ષપાત કરવો, તેને પ્રમોદ ભાવના કહેવાય છે. મારા-પારકાનો પક્ષપાત રાખ્યા વિના જગતના તમામ જીવોના ગુણોની અનુમોદના કરવી જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્માઓ, શ્રીસિદ્ધ પરમાત્માઓ, શ્રીઆચાર્યભગવંતો, શ્રીસાધુભગવંતો-સાધ્વીજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, સમ્યગ્દષ્ટિજીવો અને માર્ગાનુસારી જીવો તથા અન્યદર્શનના જીવોના માર્ગાનુસારી ગુણોની અનુમોદના આ પ્રમોદભાવનામાં કરવાની છે. આ જગતમાં શ્રી તીર્થકરોના આત્માઓ જેવા બીજા કોઈ સર્વોત્તમ ગુણવાન આત્મા નથી. તેમનો મહાન ગુણ છે, માર્ગદશકપણું. તેઓ જગતને સાચો માર્ગ બતાવનારા છે. અપૂર્વ દેશના દ્વારા જગતને સાચો હિતનો માર્ગ તેઓ બતાવે છે. તે ગુણની વારંવાર અનુમોદના કરવાની છે. અનંત કરુણા અને નિર્વ્યાજ પરોપકારભાવનાથી તેઓશ્રી તીર્થંકરનામકર્મનો બંધ કરે છે અને તેના સહારે તીર્થની સ્થાપના કરે છે. 9 શ્રી તીર્થંકરો પ્રત્યે પ્રમોદભાવના : તેઓશ્રીની અનુમોદના કરતાં શ્રી “શાંતસુધારસ' માં કહ્યું છે કે, धन्यास्ते वीतरागाः, क्षपकपथगति-क्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः, सहजसमुदितज्ञानजाग्रद्विरागाः /
Page #77
--------------------------------------------------------------------------
________________ 65 પ્રકરણ-૩ઃ પ્રમોદભાવના अध्यारुह्यात्मशुद्ध्या, सकलशशिकलानिर्मलध्यानधाराમારભુ: પ્રપન્ના, કૃતસુત-તોપાર્જિતાઈજ્યનક્ષ્મીમ્ II તેષાં કર્મક્ષયવૈ-રતનુ-ગુIૌ-નિર્મનાભસ્વમાવૈ, र्गायं गायं पुनीमः, स्तवनपरिणतै-रष्टवर्णास्पदानि / धन्यां मन्ये रसज्ञां, जगति भगवतः, स्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां, वितथजनकथा-कार्यमौखर्यमग्नाम् // 2 // - તે વીતરાગ પરમાત્માઓને ધન્ય છે, કે જેઓએ ક્ષપકશ્રેણીના માર્ગે ગતિ કરીને કર્મોનો ઉપરાગ દૂર કર્યો છે, જેઓ ત્રણ જગતમાં ગંધહસ્તિ સમાન છે. જેમનામાં સહજભાવે પ્રગટેલા જ્ઞાનથી વિરાગભાવ જાગ્રત થયેલો છે. જેઓ પૂર્ણિમાના પૂર્ણચંદ્રની કળા જેવા નિર્મલ ધ્યાનની ધારાએ પોતાની આત્મવિશુદ્ધિથી આરોહણ કરીને તેમજ સેંકડો સુકૃત્યો કરીને, અરિહંતપદની સર્વ વિભૂતિઓ ઉપાર્જન કરીને મોક્ષ પામ્યા છે. તે તીર્થંકર પરમાત્માના કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા અને તેમની સ્તુતિ કરવામાં પરિણત પામેલા તેઓશ્રીના નિર્મલ આત્મસ્વભાવ દ્વારા વારંવાર ગુણગાન કરીને અમે આઠે ઉચ્ચાર સ્થાનોને પવિત્ર કરીએ છીએ. પ્રભુના ગુણોનું ગાન કરનારી જીભ જ રસને જાણનાર હોઈ ધન્ય છે. બાકી નકામી લોકકથાના કાર્યમાં વાચાળતાને સેવનારી જીભને તો કેવળ જડ (રસની અજાણ) માનું . અમૃતવેલની સઝાયમાં શ્રી તીર્થંકર પરમાત્માના સુકૃતોની અનુમોદના કરતાં કહ્યું છે કે, “વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે, તેલ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય-અનુબંધ શુભયોગરે. 2. (16)" - સિદ્ધભગવંતો આદિ પ્રત્યે પ્રમોદભાવ : અમૃતવેલની સક્ઝાયમાં સિદ્ધપરમાત્મા, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુભગવંતો, શ્રાવકો અને સમ્યગ્દષ્ટિના ગુણોની અનુમોદના કરતાં કહ્યું છે કે,
Page #78
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહા રે, જેઠ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે, ચે. (17) જેહ વિક્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સક્ઝાય પરિણામ રે, સાધુની જે વળી સાધૂતા, મૂલ ઉત્તર ગુણ-ધામ રે, ચે. (18) જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચાર રે, સમકિત દષ્ટિ સુરનર તણો, તે અનુમોદીએ સાર રે. 2. (19)" - શ્રીસિદ્ધભગવંતોનો “અવિનાશીપણું ગુણ અનુમોદવાનો છે. તેઓને અનંતગુણોની પ્રાપ્તિ થઈ છે તથા આઠકર્મના ક્ષયથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અક્ષયસ્થિતિ, અગુરુલઘુપણું, અરૂપીપણું અને અવ્યાબાધપણું આ આઠ ગુણો ઉત્પન્ન થયા છે. આચાર્ય ભગવંતોના પંચાચારનું પાલન અને ઉપદેશ તથા ભવભીરુતા, ગીતાર્થતા, સંવિગ્રતા આદિ ગુણની અનુમોદના કરવાની છે. ઉપાધ્યાય ભગવંતોના સૂત્રપ્રદાન અને વિનય વગેરે ગુણોની અનુમોદના કરવાની છે. સાધુ ભગવંતોની મૂળ-ઉત્તરગુણની સાધના વગેરેની અનુમોદના કરવાની છે.. શ્રાવક-શ્રાવિકાના દાન-શીલ-તપ-ભાવધર્મ, અણુવ્રતોનું પાલન, તીર્થયાત્રા આદિ સુકૃતોની અનુમોદના કરવાની છે.. સમ્યગ્દષ્ટિ જીવોના સદાચારો તથા ધર્મશ્રદ્ધા-ધર્મરાગ આદિ ગુણોની અનુમોદના કરવાની છે. માર્ગાનુસારી જીવોના જિનવચનાનુસારી દયા-પરોપકારાદિ ગુણોની અનુમોદના કરવાની છે. - અન્યદર્શનના જીવોના ગુણોની અનુમોદના અન્યદર્શનના જીવોના જિનવચનાનુસારી પરોપકાર-દયા આદિ ગુણોની ચિત્તમાં અનુમોદના કરવાની છે. અમૃતવેલની સક્ઝાયમાં કહ્યું છે કે, “અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિન-વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત-બીજ-નિરધાર રે.ચે. (20)" અહીં ઉલ્લેખનીય છે કે, જિનમતના અનુયાયી વર્ગના ગુણોની જેમ
Page #79
--------------------------------------------------------------------------
________________ 67. પ્રકરણ-૩ પ્રમોદભાવના ચિત્તમાં અનુમોદના કરવાની છે, તેમ જાહેરમાં પ્રશંસારૂપે પણ અનુમોદના કરવાની છે. પરંતુ અન્યમતના અનુયાયીઓના ગુણોની અનુમોદના માત્ર ચિત્તમાં કરવાની છે. પરંતુ એની જાહેરમાં પ્રશંસા કરવાની નથી. કારણ કે, જાહેરમાં પ્રશંસા કરવાથી ગુણની સાથે રહેલું મિથ્યાત્વ કે ગુણાભાસ કે મિથ્યા આચારની પણ અનુમોદના થઈ જવાના કારણે મોટો અનર્થ થાય છે અને અજ્ઞાની જીવો ગુણ અને ગુણાભાસની ભેદરેખા જાણતા ન હોવાના કારણે ગુણાભાસની પણ અનુમોદના કરીને અનર્થના ભાગી બને છે. - ગુણ-ગુણાભાસને ઓળખો : પ્રમોદભાવનામાં અન્ય જીવોના ગુણોની અનુમોદના કરતા પહેલાં ગુણ અને ગુણાભાસની ઓળખાણ કરી લેવી ખાસ જરૂરી છે. અનુમોદનીય ગુણ જ છે. ગુણાભાસ નહીં. ગુણના બદલે ગુણાભાસની અનુમોદના કરવામાં આવે તો લાભના બદલે નુકશાન થાય છે. ' નિરૂપાધિક ગુણો જ ગુણરૂપ છે. ભૌતિક સ્વાર્થથી રહિત, પ્રભઆજ્ઞાથી સાપેક્ષ અને આત્માના શુદ્ધસ્વરૂપને અનુકૂળ ગુણો જ નિરૂપાધિક ગુણો છે. સોપાધિક ગુણો ગુણરૂપ નથી પણ ગુણાભાસ સ્વરૂપ છે. ભૌતિકસ્વાર્થમૂલક, પ્રભુની આજ્ઞાથી નિરપેક્ષ અને આત્માના શુદ્ધસ્વરૂપને પ્રતિકૂળ એવા ગુણો સોપાધિક છે. આવા ગુણાભાસોની અનુમોદના કરવાની નથી. જેનશાસનમાં દરેક કાર્યમાં વિવેકની પ્રધાનતા હોય છે. અવિવેકસહિતનો ગુણ કે અનુષ્ઠાન લાભને બદલે નુકશાન કરે છે, તે વાત ખાસ યાદ રાખવાની છે. - અનુમોદકના ગુણો H પ્રશ્ન : બીજાના ગુણોની અનુમોદના કરનાર પાસે ક્યા પ્રકારની યોગ્યતા જોઈએ છે ? ઉત્તર : જેનામાં ગુણોનું અર્થીપણું હોય, ગુણદૃષ્ટિ હોય-ગુણદર્શનની ટેવ હોય, દોષદર્શનની કુટેવ ન હોય, ગુણોનો પક્ષપાતી હોય, ગુણપ્રાપ્તિની
Page #80
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન દુર્લભતાનું જ્ઞાન હોય અને ચિત્ત ઉદાત્ત બન્યું હોય, તેવી વ્યક્તિ અન્ય જીવોના ગુણોની અનુમોદના કરી શકે છે. તે માટે યોગ્ય છે. જેને અન્ય જીવો પ્રત્યે ઈર્ષ્યા હોય, ગુણમાં પણ દોષારોપણ કરવાની (અસૂયાભાવની) કુટેવ હોય, દોષદર્શનની ટેવ હોય, ગુણદૃષ્ટિ પ્રગટી ન હોય, ગુણોની આવશ્યકતા ન હોય અને ચિત્ત તુચ્છ હોય, તેવા જીવો અન્ય જીવોના ગુણોની અનુમોદના કરી શકતા નથી. - ઈર્ષ્યા સર્વનો નાશ કરે છે ઈર્ષાળું જીવો કોઈની પણ સારાઈને જોઈ શકતા નથી, કોઈની ભૌતિક કે આધ્યાત્મિક પ્રગતિને સહન કરી શકતા નથી. આવા જીવોને પ્રમોદભાવના દુર્લભ છે. શાસ્ત્રના પાને એવા ઘણા ઉદાહરણો જોવા મળે છે કે, પ્રમોદભાવનાના અભાવે અને ઈર્ષા દોષના કારણે મોટા મોટા સાધકો પણ વિરાધભાવને પામ્યા છે અને દુર્ગતિમાં ગયા છે. શાસ્ત્રમાં આ.નયશીલસૂરિજીની વાત આવે છે. તેઓ સારા આરાધક છે અને ઘણો શિષ્યવર્ગ ધરાવે છે. તેમના શિષ્યવર્ગમાં એક શિષ્ય શક્તિસંપન્ન-પ્રભાવસંપન્ન હોય છે. જૈન-શાસનની પ્રભાવના કરવાની શક્તિ અને ભાવના બંને ઉત્તમ કોટીની તેમને પ્રાપ્ત થઈ હોય છે. તેઓની શક્તિથી પ્રભાવિત થયેલા આચાર્યશ્રી પોતાના એ શિષ્યને વ્યાખ્યાન વગેરેની જવાબદારી સોંપે છે. શિષ્ય પણ વિનયપૂર્વક તેનો સ્વીકાર કરે છે અને નિરાશસભાવે તથા ગુરુ પ્રત્યેના પૂર્ણ ઔચિત્યપૂર્વક જવાબદારીને નિભાવે છે. તેમની ઉત્તમ કરણી અને અપૂર્વ વ્યાખ્યાન શક્તિ આદિની લોકો ખૂબ પ્રશંસા કરે છે અને લોકોમાં એમનો પ્રભાવ વધે છે. આચાર્યશ્રી શિષ્યના આ ઉમદા કાર્યને અને એમના યશ-કીર્તિને સહન કરી શકતા નથી. તેના કારણે શિષ્યના ગુણો-શક્તિઓ માટે પ્રમોદભાવના થવાને બદલે ઈર્ષ્યા થાય છે. દિન-પ્રતિદિન ઈર્ષ્યા વધતી જાય છે. જો કે, આ ઈર્ષાની બળતરા અંદર છે. બહાર એની કોઈ વિક્રિયા જીવનભર આચાર્યશ્રીએ દેખાવા દીધી નથી. શિષ્યના પ્રભાવનાદિના કાર્યમાં ક્યાંયે
Page #81
--------------------------------------------------------------------------
________________ 69 પ્રકરણ-૩ પ્રમોદભાવના અંતરાય પણ કર્યો નથી. છતાં પણ પ્રમોદભાવના બદલે ઈર્ષ્યા કરવાના કારણે તેઓ વિરાધક બન્યા છે અને મૃત્યુ પામી સર્પયોનિમાં જન્મ થયો છે. કાળક્રમે ઉજ્વળભાવોમાં રમતા શિષ્યને અવધિજ્ઞાન પણ થાય છે. એકદા જે અટવીમાં આચાર્યશ્રીનો આત્મા સર્પ તરીકે ઉત્પન્ન થયો છે, ત્યાંથી આચાર્યશ્રીના શિષ્યવર્ગને પસાર થવાનું થાય છે. સર્પને તે મુનિ દૃષ્ટિપથમાં આવે છે. પૂર્વભવના સંસ્કારો જાગ્રત થાય છે અને સર્પ એ મુનિવર સામે ફંફાળા મારે છે. બીજા મુનિવરો એને પકડીને દૂર મૂકી આવે છે. છતાં વારંવાર નજીક આવીને તે ફંફાડા મારે છે. એમ કરતાં અટવી પૂર્ણ થવાની તૈયારી હતી, ત્યાં અન્ય શિષ્યોએ અવધિજ્ઞાની મુનિવરને પૂછ્યું કે, ભગવંત ! આપની સામે આ સર્પ કેમ ફંફાડા મારે છે. ત્યારે અવધિજ્ઞાની મુનિ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને સર્પનો ભૂતકાળ જુએ છે અને એ જોતાની સાથે જ એમના મુખમાંથી નિઃસાસો નીકળે છે અને તેઓ ખુલાસો કરે છે કે, આપણા જ ગુરુવર્ય ઈર્ષાના કારણે વિરાધક બની અહીં જન્મ્યા છે અને પૂર્વભવના મારા પ્રત્યેના અણગમાને આ રીતે વ્યક્ત કરી રહ્યા છે. આ સાંભળીને શિષ્યો પણ દુઃખી થાય છે. તેઓએ અવધિજ્ઞાની મુનિવરને વિનંતી કરી કે, તમે આપણા ગુરુવર્યના આત્માને પ્રતિબોધ પમાડી ભવાટવીમાંથી બહાર કાઢો. ત્યારે તેઓ પુનઃ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે અને તેઓની દુર્લભબોધિતા જાણીને અત્યંત ખિન્ન બની જાય છે. કારણ કે, અત્યારે સર્પના જીવમાં પ્રતિબોધ પામવાની યોગ્યતા પણ રહી નહોતી! આ જાણીને સર્વમુનિવરો ખૂબ દુઃખી થાય છે અને સંસારથી અત્યંત વિરક્ત બને છે. કષાયની આધીનતા જીવને ક્યાં સુધી લઈ જાય છે, તેનો વિચાર કરતાં તેમનો વિરાગભાવ કેઈ ગણો વધી જાય છે. આ ઘટનાનો સાર એક જ છે કે - ઈર્ષાના કટુરિપાકોને જાણીને અને સ્મૃતિપથમાં રાખીને કોઈની પણ સારાઈની ઈર્ષ્યા કરશો નહીં અને ગુણોની અનુમોદના કર્યા વિના રહેશો નહીં.
Page #82
--------------------------------------------------------------------------
________________ ની આ રિલા દાશિનુમોદના ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - અનુમોદના અંગે વિશેષ વિમર્શ: થાર્યો રાણો મુનિવેડપિ કોઈના નાના પણ ગુણની અનુમોદના કરવીઃ આ અધ્યાત્મરામિ-શુદ્ધિનો આઠમો ઉપાય છે. કોઈપણ જીવમાં રહેલા દાક્ષિણ્યતા, ઉદારતા, વિનય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણોની અનુમોદના કરવી જોઈએ. ગુણના પ્રગટીકરણની શરૂઆત ધીમી જ હોય છે અને પ્રગટ થયેલો ગુણ નાનો જ હોય છે. છતાં પણ મોહની પક્કડ ઢીલી પડ્યા વિના ગુણોનું પ્રગટીકરણ થઈ શકતું નથી. ગુણ નાનો હોવા છતાં મોહનાશક આંતરિક સાધનાનું એ પરિણામ છે. તેથી તે અનુમોદનીય છે. મોહની પક્કડ અને એના કારણે ઊભી થયેલી દોષોની આધીનતાના કારણે ઉત્પન્ન થયેલું આત્માનું ભાવદારિદ્રય જેને સમજાય છે, તેને તેની પીડા અનુભવાય છે અને એમાંથી બહાર નીકળવાની તાલાવેલી જાગે છે. તે વ્યક્તિને કોઈનામાં પણ નાનો ગુણ દેખાય તો આનંદ થાય છે. તે વ્યક્તિએ કરેલા અત્યંતર પુરુષાર્થ પ્રત્યે અહોભાવ થાય છે. જેને આત્મહિતનું લક્ષ્ય બંધાયું ન હોય, તેને દોષો ખટકે નહિ, દોષોને દૂર કરવાનું ધ્યેય બંધાય નહિ, દોષોનો નાશ કરવાનું આંતરિક પુરુષાર્થનું મહત્ત્વ સમજાય નહિ. તેના કારણે અન્યએ જે નાનકડી છતાં પણ દુર્લભ ગુણપ્રાપ્તિની સિદ્ધિ કરી છે, તેને તે મીઠી નજરે જોઈ શકતો નથી. જેને પણ આત્મિકલક્ષ્ય બંધાયું હોય, સ્વદોષો પ્રત્યે તિરસ્કારભાવ પેદા થયો હોય, દોષનાશનું ધ્યેય બંધાયું હોય, તેવી વ્યક્તિને દોષનાશક આંતરિક પુરુષાર્થની કઠીનતા-દુર્લભતા ખૂબ સારી રીતે સમજાય છે. જે દોષો અનાદિકાળથી ઘર કરી ગયા છે, તેને કાઢવા કેટલા મુશ્કેલ છે, તે વાત સાધનાની શરૂઆતમાં જ સમજાઈ ગયેલી હોય છે. તેથી કોઈના પણ ગુણો જોઈને તેના મનમાં સહજ અનુમોદનભાવ પેદા થાય છે. અહીં કોઈના “નાના પણ ગુણની અનુમોદના કરવાનું જણાવી એક સ્પષ્ટતા કરી છે કે, કોઈના નાના પણ ગુણની ઉપેક્ષા કરવાની નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________ 71 પ્રકરણ-૩ઃ પ્રમોદભાવના જ્ઞાનીઓને જીવના અનાદિકાલીન કુટિલ સ્વભાવનો પૂરેપૂરો અંદાજ છે. જીવ પોતાનામાં કાંઈ ન હોય તો પણ બીજાનામાં મોટું જ શોધવાનો અને જોવાનો પ્રયત્ન કરતો હોય છે. બીજામાં મોટું દેખાય તો તેનું અનુમોદન કરવાનું એને મન થાય છે, પણ નાનું દેખાય તો એની ઉપેક્ષા કરે છે. આથી આવા કુટિલ સ્વભાવને પ્રોત્સાહન ન મળે તે માટે કોઈના નાના પણ ગુણની અનુમોદના કરવાની જણાવી છે. કોઈનું લાખો રૂપિયાનું દાન હોય અને કોઈનું એક રૂપિયાનું દાન હોય, બંનેના દાનગુણ પ્રત્યે અનુમોદનભાવ પેદા થવો જોઈએ. કારણ કે, નાનો પણ ગુણ છે. મોટા દાન પ્રત્યે અહોભાવ વધુ હોય એનો વાંધો નથી. પણ નાના દાનની ઉપેક્ષા ન જોઈએ. કહેવાનો સાર એ જ છે કે, જેણે પણ દોષ કાઢવાની દિશામાં પુરુષાર્થ ચાલું કર્યો છે અને એના પરિણામે નાનો પણ ગુણ પ્રગટ થયો હોય, તો તેની અનુમોદના જરૂર કરવાની છે. અધ્યાત્મની શુદ્ધિ માટે અનેક ગુણોની આવશ્યકતા છે. ગુણો પણ સ્થિર અને દઢ જોઈએ. દોષોદ્ભાવનના નિમિત્તોમાં પણ સ્થિર રહી ગુણોનો નાશ ન થવા દે તેવા મજબૂત ગુણોની આવશ્યકતા છે. ગુણોને આવવાનું અને આવેલા ગુણોને સ્થિર રાખવાનું પ્રબળ આલંબન ગુણાનુરાગ છે. જ્ઞાનીઓએ “ગુણાનુરાગ” ની પ્રાપ્તિથી જ અધ્યાત્મમાર્ગની શરૂઆત બતાવી છે તથા ગુણાનુરાગને ભાથા” ની ઉપમા પણ આપી છે. મુસાફરીમાં નીકળેલા મુસાફરોને ભાથું પરમ આધાર છે, તેમ મોક્ષમાર્ગમાં પ્રગતિ સાધવા માટે સાધકને ગુણાનુરાગ ભાથા તરીકે કામ કરે છે. અધ્યાત્મસારમાં જણાવ્યું છે કે નિંદાનો ત્યાગ અને પૂજ્યોની પૂજા, આ બે ગુણોના સેવનથી સાધકને ગુણદષ્ટિ પ્રાપ્ત થાય છે. તેનાથી ગુણ ગુણરૂપે દેખાતા થાય છે અને બીજાના દોષ દોષરૂપે દેખાવા છતાં પણ એને જોવાની દરકાર નથી. આથી હૈયામાં ગુણાનુરાગ પ્રગટે છે. જ્યાં સુધી અન્યના દોષો જોવાની પ્રવૃત્તિ ચાલું છે અને હૈયામાં તેવી
Page #84
--------------------------------------------------------------------------
________________ રીએ તો પણ તેના તો એના માટે સારું કામ તો ભવિષ્ટ ૭ર ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તુચ્છવૃત્તિઓ ઉઠે છે, ત્યાં સુધી ગુણાનુરાગ પ્રાપ્ત કરવો સરળ નથી. જેને મોક્ષમાર્ગમાં ગુણમામિનું મહત્ત્વ સમજાય છે અને એની પ્રાપ્તિ અને સ્થિરતાની દુર્લભતા સમજાય છે, તેને કોઈનામાં રહેલા નાના ગુણ પ્રત્યે અહોભાવ થાય છે. ગુણના પ્રતિપક્ષ એવા દોષનો નાશ કે લાસ કર્યા વિના ગુણ પ્રગટ થતો નથી. તેથી જેની પાસે નાનો પણ ગુણ પ્રાપ્ત થયો છે, તેને દોષનાશની દિશામાં પ્રગતિ કરી છે, જે અનુમોદનીય છે. આપણા નાના પણ ગુણને બીજાની આગળ ગાવાની અને અન્યના મોટા ગુણની પણ ઉપેક્ષા કરવાની ખરાબ કુટેવ આપણને ભવોભવથી લાગું પડેલી છે. કદાચ કોઈકવાર કોઈના સદ્ભુત ગુણની અનુમોદના કરીએ તો પણ તેના ગુણ પ્રત્યે અહોભાવ હોતો નથી, પરંતુ વ્યક્તિ મોટી અને પ્રતિષ્ઠિત હોય તો એના માટે સારું બોલ્યા વિના છુટકો નથી હોતો માટે સારું બોલીએ છીએ. સારું ન બોલીએ તો ભવિષ્યમાં ખરાબ પરિણામ આવવાનો ભય છે, તેથી સારું બોલાય છે. તથા બીજા નંબરે જીવનો અનાદિનો કુટિલ સ્વભાવ એ છે કે પોતાના મેરુ જેટલા પણ દોષને ઢાંકવાનો પ્રયત્ન કરે છે અને બીજાના મેરુ જેટલા ગુણમાંથી છિદ્રો શોધવાનું કામ કરે છે. તદુપરાંત, બીજા જીવોના મેરુ જેટલા ગુણને સરસવ જેટલો અને સરસવ જેટલા દોષને મેરુ જેટલો બતાવવાની તથા પોતાના સરસવ જેટલા ગુણને મેરુ જેટલો અને મેરુ જેટલા દોષને સરસવ જેટલો બતાવવાની અનાદિની આદત છે. આ બધી કુટેવો ખૂબ ભયંકર છે. કારણ કે, તેનાથી ગુણાનુરાગનો નાશ થાય છે, પોતાના દોષો પોષાય છે, અન્યનો અપયશ થાય છે અને એ કરવાથી પોતાને પાપ કર્મનો બંધ થાય છે, અનાદિની તુચ્છતા પુષ્ટ થાય છે, દોષદષ્ટિ કેળવાય છે અને પુષ્ટ થાય છે, શિષ્ટ પુરુષોને સંમત થવાતું નથી, ચિત્તવૃત્તિઓ અત્યંત મલિન બને છે. આ બધાનો સરવાળો થતાં આત્મા ગુણનું ભાજન બની શકતો નથી. ગુણસમૃદ્ધિ વિના અધ્યાત્મમાર્ગ મળે પણ ક્યાંથી ?
Page #85
--------------------------------------------------------------------------
________________ 73 પ્રકરણ-૩ પ્રમોદભાવના આથી જ પૂમહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજાએ અમૃતવેલની સક્ઝાયમાં આપણા અનાદિના કુટીલ સ્વભાવને નાથવા માટે એક સુંદર હિતશિક્ષા આપતાં જણાવ્યું છે કે, “થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજ આત્મા જાણ રે. (22)" અહીં ઉલ્લેખનીય છે કે, અન્યના નાના પણ ગુણના અનુમોદનથી ગુણપ્રાપ્તિના દ્વાર ઉઘડી જશે અને સ્વદોષ પ્રત્યે તિરસ્કાર કરવાથી દોષોનો નાશ કરવાનો અંતરંગ પુરુષાર્થ ઉલ્લસિત થશે. દૃષ્ટિપથમાં જે વસ્તુ વારંવાર આવે તેની હૈયામાં ધારી અસર થાય છે અને સમયાંતરે તે વસ્તુ પોતાના હૈયામાં સ્થાપિત થતી હોય છે. જે અન્યમાં હતી તે આપણામાં આવી જાય છે. આ આપણા સૌનો અનુભવ છે. (જો કે, અનુભવને પણ પિછાણવા માટે જ્ઞાનદષ્ટિ અને આત્મજાગૃતિ જોઈએ છે. બાકી તો જીવોને અનુભવો તો ઘણા થતા હોય છે. પણ એમાંથી સારભૂત તત્ત્વ વિરલ જીવો જ પામી શકતા હોય છે.) આથી દષ્ટિપથમાં જો બીજાના દોષો આવે તો સમયાંતરે તે જ દોષો આપણા આત્મામાં આવીને ઉભા રહે છે. ગુણોને જોવામાં આવે તો ગુણો આત્મામાં આવશે. આથી જ ગુણપ્રાપ્તિના સરળ અને અનન્ય ઉપાય તરીકે ગુણાનુરાગને જ્ઞાનીઓએ બતાવ્યો છે. દષ્ટિ બદલાય તો એ સરળ છે, નહીંતર અતિકઠિન છે. આ ઉપાયના સેવનમાં કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નથી કે કોઈ કષ્ટ વેઠવાનું નથી, તો પણ આપણા જીવને આ ઉપાયનું સેવન કેમ ફાવતું નથી, તે મહા આશ્ચર્ય છે ! શું આપણે ભારેકર્મી તો નથી ને ? - ગુણાનુરાગનો મહિમા અપરંપરા છે. “ઉપદેશ રહસ્ય' ગ્રંથમાં જણાવ્યું છે કે, कुतोऽपि वैगुण्यात् स्वयं गुणानुष्ठानाऽसामर्थ्येऽपि हि निबिडगुणानुरागवशात्तदनुष्ठानफलवन्तो भवन्ति जन्तव इति /
Page #86
--------------------------------------------------------------------------
________________ 74 ભાવનામૃત : મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - કોઈપણ કારણસર (સામગ્રી-સંયોગના અભાવના કારણે) સ્વયં પોતે ગુણોની આરાધના કરવામાં અસમર્થ હોવા છતાં પણ ગાઢ (સુદઢ) ગુણાનુરાગના પ્રભાવથી (અર્થાત્ મારા-તારાનો ભેદ પાડ્યા વિના ગુણના અર્થીપણાને કારણે જેને ગુણાનુરાગ પ્રગટ્યો હોય તેવા સુદઢ ગુણાનુરાગના પ્રભાવથી) તે તે ગુણોની આરાધનાનું (આરાધના કરવા જેટલું) ફળ જીવોને પ્રાપ્ત થાય છે અર્થાત્ ગુણાનુરાગથી ગુણોની આરાધના જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. ગુણાનુરાગનો મહિમા વર્ણવતાં શાસ્ત્રો નોંધે છે કે, સુપાત્ર એવા ચારિત્રધર મુનિ અને સુપાત્રદાન કરતા સદગૃહસ્થની અનુમોદના કરતાં કરતાં (તિર્યંચ જેવી ગતિમાં રહેલું) હરણીયું પણ સદ્ગતિને પામે છે અને મોક્ષમાર્ગની પગથાર ઉપર ચઢી જાય છે. * હરણીયાનું દૃષ્ટાંત H જાદવોની ચઢતી પડતીને જોઈ ચૂકેલા, ત્રણ ખંડના અધિપતિ શ્રીકૃષ્ણની જાહોજલાલી અને અંત સમયે પાણીના બુંદ માટેના તરફડાટને નજરે નિહાળનારા, પ્રિય ભાઈની વિદાયથી અત્યંત શોકમગ્ન બનેલા અને અંતે પરાકાષ્ઠાના વિવેકને વરેલા શ્રી બલદેવજી સર્વસંગનો ત્યાગ કરી શ્રી નેમિનાથપ્રભુના માર્ગે સંચરી ગયા છે. પુણ્યયોગે વિશિષ્ટ રૂપ સંપદા સાંપડી છે. દીક્ષા પછી એ રૂપ સંપદા વધુ ખીલી ઉઠે છે. મુગ્ધ સ્ત્રીઓ તેમના રૂપ ઉપર આકર્ષિત થઈ જાય છે. અનર્થથી બચવા મુનિવર જંગલને સાધના ક્ષેત્ર બનાવે છે. ગામ-નગરમાં આવવાનું બંધ કરે છે. કોઈ વટેમાર્ગુ આવી જાય તો તેની પાસેથી ગોચરી પ્રાપ્ત કરી સંયમનિર્વાહ કરતા હોય છે. તેમની સુંદર આરાધના જોઈને એક હરણીયું તેમનું ભક્ત બની જાય છે. અને તેના હૈયામાં મુનિની સાધના પ્રત્યે. અહોભાવ પેદા થાય છે. તેથી તે મુનિશ્રીને ચારિત્રમાં સહાયક બનવાનો પ્રયત્ન કરે છે. જે કોઈ વટેમાર્ગ જોવા મળે તેની પાસે મુનિશ્રીને લઈ જાય છે. તે રીતે મુનિશ્રી પોતાનો સંયમ નિર્વાહ કરતા હોય છે.
Page #87
--------------------------------------------------------------------------
________________ 75 પ્રકરણ-૩ પ્રમોદભાવના એક દિવસ તે હરણીયું એક મુસાફરને મુનિ પાસે લઈ જાય છે. મુસાફર સુપાત્ર દાનનો અવસર મળતાં આનંદિત થાય છે અને ભાવપૂર્વક મુનિશ્રીને પોતાના ભાથામાંથી ગોચરી વહોરાવતો હોય છે. તે વેળાએ હરણીયું મુનિશ્રીના ચારિત્રધર્મની અને મુસાફરના દાનધર્મની અનુમોદના કરે છે. તે જ વખતે અચાનક જે વૃક્ષ નીચે ત્રણે ઉભા છે, તે વૃક્ષની શાખા પડે છે. ત્રણેનું મૃત્યુ થાય છે. ચારિત્રની આરાધના કરતા મુનિશ્રી અને એમાં દાન દ્વારા સહાયક બનવા તત્પર મુસાફરની જેમ હરણીયું પણ (અનુમોદનાના પ્રભાવે) દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્રણેની ગતિ એક જ થાય છે. સાથે હરણીયું આરાધકભાવ લઈને જાય છે અને પોતાના ભાવિકાળને ઉજ્વળ બનાવે છે. આ રીતે ગુણાનુરાગથી ગુણની આરાધના જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. હા, ફળમાં મુખ્ય આધાર અંતરંગભાવ છે. કરનાર અને કરાવનાર કરતાં અનુમોદનારનો અંતરંગભાવ વધુ ઉત્તમ હોય તો તે બંને કરતાં અનુમોદનારને વધુ લાભ થઈ શકે છે. છતાં પણ મુખ્યતાથી તો કરનારને જ વધુ લાભ થાય છે. અહીં એ પણ ખાસ નોંધી લેવું કે, જેને કરવાકરાવવાની ભાવના (દાનતો નથી, તેને અનુમોદના કરવાનો કોઈ અધિકાર પણ નથી અને લુખ્ખી અનુમોદનાનું કોઈ ફળ પણ નથી. ધર્મ ગમ્યો હોય, સેવવાની ઉત્કંઠા હોય, યથાશક્તિ સેવવાનો પ્રયત્ન જારી હોય, સામગ્રી-સંયોગના અભાવે યથાશક્તિ પણ આરાધના થતી ન હોય તેનો ડંખ હોય અને અન્યના ધર્મસેવનમાં સહાયક બનવાની વૃત્તિ હોય, ત્યારે જ અનુમોદના શુદ્ધ-સાચી બને છે. અહીં ઉલ્લેખનીય છે કે - ગુણ અને ગુણાભાસની પરીક્ષા કરીને જ ગુણનું અનુમોદન કરવાનું છે. ગુણાભાસની અનુમોદના ક્યારેય ન થઈ જાય તેની કાળજી રાખવાની છે. ગુણનું અનુમોદન જ લાભદાયી બને છે. ગુણાભાસનું અનુમોદન તો નુકસાન કરે છે. ગુણ-ગુણાભાસ (અવગુણ) બંનેને સાચા-સારા માનનારા પણ અધ્યાત્મ પામી શકતા નથી.
Page #88
--------------------------------------------------------------------------
________________ 76 ભાવનામૃત-1 મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન બહારથી સારી દેખાતી ક્રિયામાં કે કોઈપણ ગુણમાં તાત્વિકતા હોય, જિનાજ્ઞાનુસારિતા હોય, સન્માર્ગ સ્થિત વ્યક્તિ દ્વારા લેવાતી હોય, ત્યારે જ તેની અનુમોદના કરવી વિડિત છે. જે ક્રિયા કે ગુણ તાત્વિક નથી, જિનાજ્ઞાથી વિરુદ્ધ છે અને સેવનાર વ્યક્તિ સન્માર્ગસ્થિત નથી, તો તેવી ક્રિયા કે ગુણની જાહેરમાં અનુમોદના કરવાની ભગવાને ના પાડી છે. પ્રશ્નઃ ગુણ કે ક્રિયા તાત્વિક છે કે નહિ, તે કઈ રીતે ખબર પડે? ગુણ અને ગુણાભાસ વચ્ચેનો ભેદ શું છે? ઉત્તર : જે ગુણ કે ક્રિયા તાત્ત્વિક હોય, તે ગુણરૂપ છે અને જે તાત્ત્વિક ન હોય તે ગુણાભાસરૂપ છે. જેમાં જિનાજ્ઞાનું અનુસરણ હોય, જે દોષને દૂર કરવાના ઉદ્દેશથી આરાધાતું હોય, સંપૂર્ણ ગુણપ્રાપ્તિનું લક્ષ્ય હોય, અધ્યવસાયો પ્રશસ્ત હોય, વૃત્તિઓ નિર્મલ હોય, ઔચિત્યપૂર્ણ હોય અને પરપીડનનો અભાવ હોય, તે ગુણસેવન કે ક્રિયાસેવન તાત્વિક છે. આવા તાત્વિક ગુણ-ક્રિયાની અનુમોદના કરાય અને એની જાહેરમાં પ્રશંસા પણ કરાય. જે ગુણસેવન-ક્રિયાસેવન જિનાજ્ઞાથી વિરુદ્ધ હોય અને ભૌતિક આશંસાવાળું હોય તો તે તાત્ત્વિક નથી. પણ ગુણાભાસરૂપ છે. તેની અનુમોદના ક્યારેય ન કરાય. પ્રશ્ન : કોઈના દોષો જોવાનું મન કેમ થાય છે? ઉત્તર : હૈયાની તુચ્છતાના કારણે સારાઈ પચે નહિ ત્યારે અન્યના દોષો જોવાનું મન થાય છે. હૈયાની તુચ્છતા પોતાના લાખ દૂષણોને જોવા દેતી નથી અને અન્યના એક નાનકડા પણ દૂષણને જોવાનું અને ચુંથવાનું કામ કરે છે. પ્રશ્ન H અન્યના દોષ જોવાનું મન થાય ત્યારે શું કરવાનું? ઉત્તર : અન્યના દોષ જોતાં પહેલાં પોતાની જાત જોવી. જો આપણામાં દોષો ભરેલા હોય અને એનો સાચો અંદાજ આવી જાય તો દોષદર્શનની પ્રવૃત્તિ બંધ થયા વિના રહેશે નહિ. દવાખાને ગયેલો
Page #89
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૩ પ્રમોદભાવના 77 રોગી પોતાના રોગને દૂર કરવા જાય છે, અન્યના રોગને જોવા જતો નથી. તેમ ભાવરોગી એવા આપણે પણ આપણો ભાવરોગ કાઢવા જિનમંદિરઉપાશ્રયમાં જવાનું છે, બીજાના દોષો જોવા નહિ. અન્યના દોષો જોવા નથી, પણ જોવાઈ જાય તો કર્મસ્થિતિનો વિચાર કરવાનો છે. કર્મ જીવોને કેવા કેવા પ્રકારે ક્યારે ક્યારે પડે છે, તેની વિચારણા કરવાની છે. વ્યક્તિ ખરાબ હોતી જ નથી. અશુભ કર્મનો ઉદય એને ખરાબ બનાવે છે. આથી કર્મના કારણે ઉભા થતા વિષય-કષાયના બંધનો અને એના કારણે પેદા થતી વિક્રિયાઓનો વિચાર કરી કોઈના પણ દોષ જોવા નહિ કે કોઈના પણ પ્રત્યે તિરસ્કાર કરવો નહિ. પ્રશ્ન : ગુણદષ્ટિ કેળવવા માટે શું કરવું જોઈએ? ઉત્તર : ગુણનું અર્થીપણું જાગે અને ગુણનો પક્ષપાત પેદા થાય ત્યારે જ ગુણદૃષ્ટિ કેળવાય છે. દર્શનમોહનીય કર્મની મંદતા વિના ગુણનું અર્થીપણું પેદા ન થાય. મોહનીય મંદ પડતાં આત્મચેતનાનું પ્રાગટ્ય થાય છે, ત્યારે ગુણની રમણીયતાનો સ્પર્શ થાય છે. એમાંથી ગુણનું અર્થીપણું પ્રગટ થાય છે. જે આંશિક ગુણો પ્રાપ્ત થયા હોય તેમાં શાંતિવિશ્રાંતિનો અનુભવ થાય અને અનાદિના દોષોની પીડાનો અનુભવ થાય ત્યારે ગુણનો પક્ષપાત પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : ગુણનો પક્ષપાત વૃદ્ધિવંત ક્યારે બને ? ઉત્તરઃ અનાદિના રાગાદિ દોષોના કારણે જ આત્માની દુર્ગતિઓમાં રખડપટ્ટી થઈ છે, તેનું ભાન થાય, ત્યારે તે દોષો ખટકે છે અને તેનું ઉમૂલન કરવાનો પરિણામ પેદા થાય છે તથા ગુણો વિના આત્માની જે દુર્દશા થઈ છે, તેનો ચિતાર નજર સામે આવે ત્યારે ગુણોનું અર્થીપણું પેદા થાય છે અને એમાંથી ગુણનો પક્ષપાત પેદા થાય છે. વળી જિનવચનના સહારે, ધનાદિ સંપત્તિ આત્માની પોતાની નથી અને એનાથી આત્માને કોઈ લાભ પણ નથી, એવું તાત્ત્વિક જ્ઞાન પ્રાપ્ત
Page #90
--------------------------------------------------------------------------
________________ 78 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન થાય તથા જ્ઞાનાદિ સંપત્તિ જ આત્માની સ્વકીય સંપત્તિ છે અને એની સાથે બંધાયેલો નાતો જ આત્મા માટે લાભદાયી છે, આ તાત્ત્વિક સમજણ જીવનમાં આવે છે, ત્યારે આપોઆપ ગુણનો પક્ષપાત પેદા થાય છે અને વૃદ્ધિવંત બને છે. પ્રશ્ન : આ ભાવનાના પરિભાવનની શૈલી શું છે ? ઉત્તર : નીચે મુજબ આ ભાવનાનું પરિશીલન કરી શકાય છે. પ્રમોદભાવનામાં પરિશીલનની શૈલી : - એ તીર્થંકર પરમાત્માઓને ધન્ય છે કે, જેઓ “સવિજીવ શાસનરસીની ભાવના ભાવીને, તીર્થંકર પદવી પ્રાપ્ત કરી, જગત ઉપર ધર્મદેશના દ્વારા મહાન ઉપકાર કરે છે. - એ તીર્થંકર પરમાત્માઓને ધન્ય છે કે, જેઓનો “માર્ગદર્શક ગુણ સૌ જીવોની માર્ગપ્રાપ્તિનું કારણ બને છે. તેઓની અનંત કરુણા અને પરાર્થવ્યસનીપણાને પણ ધન્ય છે. - એ તીર્થકરોને ધન્ય છે કે, જેઓનું જીવનકવન અનેક જીવોના તથાભવ્યત્વનો પરિપાક કરવાનું કારણ બને છે. - એ સિદ્ધભગવંતોને ધન્ય છે કે, જેઓએ અનંતગુણોની પ્રાપ્તિ કરી છે અને અવિનાશી સંપદા પ્રાપ્ત કરી છે. - એ આચાર્ય ભગવંતોને ધન્ય છે કે, જેઓ પંચાચારનું સુંદર પાલન કરે છે અને જગતને એનો ઉપદેશ આપે છે તથા શિષ્યવર્ગનો યોગક્ષેમ કરે છે, જૈનશાસનની અપૂર્વ પ્રભાવના અને રક્ષા કરે છે. - એ આચાર્ય ભગવંતોને ધન્ય છે કે, જેઓ પોતાના દ્વેષીઓઈર્ષાળુઓ પ્રત્યે પણ ક્ષમાભાવ ધારણ કરે છે. - એ ઉપાધ્યાય ભગવંતોને ધન્ય છે કે, જેઓ ગચ્છમાં રહેલા સાધુઓને આગમસૂત્રોનું પ્રદાન કરી એમના મોહ અંધકારનો નાશ કરે છે અને પરમ વિનયી બનાવે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૩ પ્રમોદભાવના 79 - એ સાધુ ભગવંતોને ધન્ય છે કે, જેઓ પંચ મહાવ્રતોનો ભાર વહન કરે છે, પરિષદો અને ઉપસર્ગો આનંદથી સહન કરે છે, અનેક પ્રકારની તપશ્ચર્યા કરે છે અને બધાને મોક્ષમાર્ગમાં સહાય કરે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ ગિરિકંદરામાં, સ્મશાનમાં, શૂન્યગૃહોમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ દસવિધ યતિધર્મનું યથોચિત સેવન કરે છે અને ઉપશમભાવમાં લીન રહે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે, મલિન ગાત્ર રાખે છે, તપથી કાયાનો કસ કાઢે છે અને અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરી તિતિક્ષાભાવનાને કેળવે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ ઉપસર્ગ કરનારને પણ ક્ષમા આપે છે અને ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કરે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ સ્વાધ્યાયાદિ યોગોમાં રત રહે છે અને નિરંતર પરોપકાર કરવા તત્પર રહે છે." - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ દાન-શીલ-તપભાવધર્મનું નિરંતર સેવન કરે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ નિરંતર પ્રભુના મહોત્સવો રચે છે અને સદ્ગુરુની ભક્તિ કરે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ શીલ-સદાચારનું પાલન કરે છે અને અણુવ્રતો-નિયમો-અભિગ્રહોને પાળે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ શ્રાવક જીવનની પ્રતિક્રમણાદિ કરણીઓને ભાવપૂર્વક આરાધે છે અને પૌષધાદિ વ્રતોનું સેવન કરે છે. - એ સમ્યગ્દષ્ટિઓને ધન્ય છે કે, જેઓ દેવ-ગુરુની ઉત્તમ વૈયાવચ્ચ કરે છે અને હૈયામાં ધર્મનો રાગ ધારણ કરે છે. 1. અહીં શ્રીમુનિવરોની સાથે સાધ્વીજી ભગવંતોને પણ ગ્રહણ કરવાના છે.
Page #92
--------------------------------------------------------------------------
________________ 8O ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - એ સમ્યગ્દષ્ટિઓને ધન્ય છે કે, જેઓ સંસારમાં રહેવા છતાં પણ સંસારમાં રમતા નથી અને સંયમપ્રાપ્તિની અભિલાષામાં રમે છે. - એ સમ્યગ્દષ્ટિઓને ધન્ય છે કે, જેઓ સંસારમાં નિર્વેદભાવે ન છૂટકે રહે છે અને સંવેગના પરિણામોમાં રમે છે. - એ માર્ગાનુસારી જીવોને ધન્ય છે કે, જેઓ જિનવચનાનુસારી દયા-પરોપકાર વગેરે ગુણોનું સેવન કરે છે. - એ દેવ-દેવીને ધન્ય છે કે, જેઓ પ્રભુના કલ્યાણકોની ઉલ્લાસભેર ઉજવણી કરી પોતાના સમ્યગ્દર્શનને નિર્મલ બનાવે છે અને શાશ્વત જિનાલયોની યાત્રા કરી બોધિને નિર્મલ બનાવે છે. - હે આત્મન્ ! મિથ્યાષ્ટિ લોકોના પણ પરોપકાર પ્રધાન સંતોષસત્યાદિ ગુણસમુહ તેમજ દાનેશ્વરીપણું અને વિનયવૃત્તિ વગેરે માર્ગાનુસારી ગુણોની અનુમોદના કર ! - હે આત્મન્ ! તું અન્યના ગુણોને જોઈને સંતુષ્ટ થા અને એની વારંવાર અનુમોદના કર ! - હે આત્મન્ ! અન્યના ગુણોની અનુમોદના કરીને એ ગુણો પોતાનામાં પણ પ્રગટે એવી ભાવના રાખ ! - હે આત્મન્ ! ગુણ વડે પરિતોષ-સંતોષ-અત્યાનંદ પામવાનો હૈયામાં નિર્ણય કર ! અને સ્વ-સ્વ સુકૃતોના યોગે અન્ય જીવોને જે શ્રેષ્ઠ ગુણ આદિ પ્રાપ્ત થયા હોય, તે જોઈને તે પુણ્યશાળી જીવો ઉપર દ્વેષભાવ ન રાખ ! મત્સરદોષ તું દૂર કર ! - હે આત્મન્ ! અન્ય જીવો સુકૃતો કરે છે અને એના બદલામાં તેઓ માન-સન્માન કે યશ-કીર્તિ પામે છે, તેમાં તું એવું વિચાર કે, આ બહુ સારું થાય છે, આવા વિચારના પ્રભાવે તને પણ સુકૃતનો ભાગ પ્રાપ્ત થશે. કારણ કે, જૈનશાસનમાં કરણ-કરાવણ અને અનુમોદનાના એકસમાન ફળ કહ્યા છે. અનુમોદનાના પ્રભાવે જ શ્રી બલદેવ મુનિના સાંનિધ્યને પામેલું હરણીયું આરાધક બની દેવલોકમાં જાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________ 81 પ્રકરણ-૩ પ્રમોદભાવના - આ જગતમાં જેઓનું મન વિકાર રહિત છે અને જેઓ પૃથ્વીતલ ઉપર વિચરીને સર્વત્ર ઉપકાર કરી રહ્યા છે, એવા સત્પરુષોના એ ઉત્તમ આચરણની હું અનુમોદના કરું છું અને એ પુરુષોને વારંવાર નમન કરું છું. (એમ કરતાં પાપોનો ક્ષય થાય છે) - હે જિહા ! સુકૃત કરનારા પુણ્યશાળી જીવોનાં સુકૃતોની અનુમોદના કરવામાં તું પ્રસન્નતા અનુભવ અને એમની અનુમોદના કરવામાં તું સરળ થા ! - હે કાન ! અન્યના સુકૃતો અને એમાંથી પ્રગટેલા એમના યશકીર્તિ આદિને શ્રવણ કરવામાં તત્પર બનો અને ખુશ થાઓ ! - હે આંખ ! અન્યના ગુણોને જોઈને આનંદ અનુભવ. આ અસાર સંસારમાં તમારી સાચી સાર્થકતા એ જ છે. 6 નિષ્કર્ષ - જ્ઞાનીઓનો ઉપદેશ : પ્રમોદભાવનામાં નિષ્કર્ષ જણાવતાં શાંતસુધારસમાં કહ્યું છે કે, “પ્રમોમાઈ મુળી: પરેષાં, ચેષ મતિર્મગતિ સાથસિન્ધી | देदीप्यते तेषु मनःप्रसादो, गुणास्तथैते विशदीभवन्ति // 7 // " - અન્ય જીવોના ગુણો વડે પ્રમોદ પામી જેમની મતિ સમતારૂપી સમુદ્રમાં મગ્ન થઈ છે, તેમનામાં મનની પ્રસન્નતા દેદીપ્યમાન બને છે - ઝળકી ઉઠે અને જેવા સદ્ગુણો જોઈ પોતે પ્રમુદિત થાય છે, તેવા નિર્મળ સદ્ગણો પોતાનામાં પ્રગટે છે. આ પ્રમોદ ભાવનાથી સમતારસની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મનની પ્રસન્નતા ઝળકી ઉઠે છે તથા આત્મા સદ્ગણોનો ભાગી બને છે. આથી શાંતસુધારસમાં આ ભાવનાના અંતે હિતશિક્ષા આપતાં ફરમાવે इति परगुणपरिभावनासारं, सफलय सततं निजमवतारं / कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् // 14-8 //
Page #94
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણભાવના અંગે પરિશીલન આ પ્રમાણે અન્યના સદ્ગણોની અનુમોદના કરવી એ જ મનુષ્યભવનો સાર છે. આવા મનુષ્યજન્મને તું અન્યના સદ્ગણોની અનુમોદના કરીને સફળ બનાવ. સુવિહિત પુરુષોના સારી રીતે સ્થિર બનેલા ગુણના ભંડારનું તું ગુણગાન કર ! અને રાગ-દ્વેષાદિ વિકાર રહિત નિરામય શાંતસુધારસનું પાન કર ! પરિશીલનથી થતા લાભો : પ્રમોદ ભાવનાથી.. - અન્યના ગુણોની અનુમોદના થાય છે અને તેનાથી અન્યના ગુણો આપણને પ્રાપ્ત થાય છે. - ગુણોના અનુમોદનથી સમતારસની પ્રાપ્તિ થાય છે અને એનાથી ચિત્તપ્રસન્નતા ઝળકી ઉઠે છે. - અનુમોદનાથી ગુણોનો પક્ષપાત અને ગુણોનું અર્થીપણું વધે છે. - ગુણાનુરાગની પુષ્ટિ થાય છે. જે અધ્યાત્મમાર્ગમાં આગળ વધારે છે. - ચિત્ત નિર્મલ રહે છે અને ઈષ્ય-અસૂયાદિ દોષોથી બચી જવાય છે. - આ બધાના પ્રભાવે આપણો આત્મા ગુણસમૃદ્ધ બને છે અને શાંતસુધારસને પામે છે. અંતે મોક્ષસુખને પામે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૪ = કરૂણાભાવના શારીરિક અને માનસિક રીતે દુઃખી જીવોને જોઈને હૈયામાં કરુણા પ્રગટે અને તેઓના દુઃખ દૂર કરવાની ભાવના ઉજાગર થાય તેને “કરુણા ભાવના” કહેવાય છે. ઉન્માર્ગે જતા જીવોને જોઈને ભાવદયા પ્રગટે તે પણ “કરુણા ભાવના' કહેવાય છે. યોગશાસ્ત્રમાં આ ભાવનાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે, "दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् / પ્રતીક્ષારંપરી વુદ્ધિ, થિમિથીયતે II4-220I" - દીન, દુઃખી, ભયભીત અને જીવનની યાચના કરનારા જીવોના દુઃખનો પ્રતિકાર કરવામાં પરાયણ બુદ્ધિને “કરુણા' કહેવાય છે. અહીં યાદ રાખવું કે, સ્વજનાદિના દુઃખોના પ્રતિકારની બુદ્ધિ એ કરુણાભાવના નથી. પરંતુ જેની સાથે કોઈ સંબંધ નથી એવા પારકા જીવોના દુઃખના પ્રતિકારની બુદ્ધિ તે કરુણાભાવના છે. વળી, અન્ય જીવોને આત્મતુલ્ય નિહાળવામાં આવે અને બીજાનું દુઃખ પોતાનું લાગે છે, ત્યારે તાત્વિક કરુણાભાવના પ્રગટે છે. - સંસારમાં જીવો કઈ રીતે દુઃખ પામે છે ? આ સંસારમાં કોઈક જીવો દીન છે, તો કોઈક જીવો દુઃખી છે, તો કોઈક જીવો ભયભીત છે, તો કોઈ જીવો જીવનની યાચના કરી રહ્યા છે - આ રીતે વિવિધ પ્રકારના દુઃખોથી જીવો ત્રસ્ત છે. - સંસારમાં આધિ-વ્યાધિ-ઉપાધિના પારાવાર દુઃખો જીવો ભોગવી રહ્યા છે અને સંસારમાં રોગ-શોક-સંતાપ-વૃદ્ધાવસ્થાના અનેક દુઃખો જીવો વેઠી રહ્યા છે. - મૈત્રીભાવનાનો વિષય જગતના સર્વ જીવો છે.
Page #96
--------------------------------------------------------------------------
________________ જ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - પ્રમોદભાવનાનો વિષય ગુણવાન પુરુષો છે. - માધ્યશ્યભાવનાનો વિષય ક્રૂર-અવિનયી-દુષ્ટ સ્વભાવવાળા જીવો છે. - કરૂણાભાવનાનો વિષય દીન, આર્ત (દુઃખી-પીડિત), ભયભીત અને જીવનની યાચના કરનારા જીવો છે. - દીન આદિ જીવોનું સ્વરૂપ સમજાવતાં યોગશાસ્ત્રની ટીકામાં જણાવ્યું છે કે - દીન = મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાનના બળથી પ્રવર્તાવેલાં કુશાસ્ત્રોથી જેઓ સ્વયં નષ્ટ થયા હોય અને અન્યનો પણ નાશ કરતા હોય, આ જ કારણે દયાનું ભોજન બનેલા હોય, તે દીન કહેવાય. આર્ત = નવા નવા વિષયોને મેળવવા અને પહેલાં મેળવેલા વિષયોનો પરિભોગ કરવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણાથી જેઓ બળી ઝળી રહ્યા હોય, હિતકર પ્રવૃત્તિનો સ્વીકાર અને અહિતકર પ્રવૃત્તિનો બહિષ્કાર કરવાને બદલે ઉધું જ વર્તન કરતા હોય તથા ધન વગેરેનું અર્જન, રક્ષણ અને નાશના દુઃખથી દુઃખી હોય, તે આર્ત કહેવાય છે. આ 1. टीकाः- दीनेषु मति-श्रुताज्ञान-विभङ्गबलेन प्रवर्तितकुशास्त्रेषु स्वयं नष्टेषु परानपि नाशयत्सु अत एव दयास्पदत्वाद्दीनेषु / तथाऽऽर्तेषु नवनवविषयार्जनपूर्वार्जितपरिभोगजनिततृष्णाग्निना दन्दह्यमानेषु, हिताहितप्राप्तिपरिहारविपरीतवृत्तिषु સર્વનરક્ષUવ્યથનાશ પડાવસ્ 2 | x x xI. तेषु दीनादिषु 'अहो कुशास्त्रप्रणेतारः तपस्विनो यदि कुमार्गप्रणयनान्मोच्येरन्, भगवानपि हि भुवनगुरुः उन्मार्गदेशनात् सागरोपमकोटिकोटिं यावद् भवे भ्रान्तः, तत् काऽन्येषां स्वपापप्रतीकारं कर्तुमशक्नुवतां गतिः ? तथा 'धिगमी विषयार्जनभोगतरलहृदया अनन्तभवानुभूतेष्वपि विषयेष्वसंतृप्तमनसः कथं नाम प्रशमामृतતૃતિયાં વીતરા/દ્વિશાં નેતું શક્યા ? x x x I. इत्येवं प्रतीकारपरा या बुद्धिः, न तु साक्षात् प्रतिकार एव, तस्य सर्वेष्वशक्यक्रियत्वात्, सा कारुण्यमभिधीयते // 120 // - योगशास्त्र-प्रकाश ४-श्लोक-१२० //
Page #97
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૪ : કરૂણાભાવના 85 દીન વગેરે જીવો અંગેની નીચે મુજબની વિચારણાને પણ કરુણા ભાવના કહેવાય છે - - ખરેખર કુશાસ્ત્રોનું પ્રણયન કરનારા આ બિચારાઓને જો કુમાર્ગ પ્રવર્તાવવાની પ્રવૃત્તિથી છોડાવવામાં નહિ આવે તો “જો ભુવનગુરુ ભગવાન પણ ઉન્માર્ગ-દેશનાથી કોટાકોટિ સાગરોપમ જેટલો કાળ સંસારમાં ભટક્યા તો બિચારા બીજા જીવો કે - જેઓ પોતાના પાપકર્મનો પ્રતિકાર કરવા અસમર્થ છે તેઓની શી દશા થશે ? - ખરેખર ! વિષયોને મેળવવા અને ભોગવવામાં જ જેઓનું હૃદય ઓતપ્રોત બન્યું છે, તેઓ ધિક્કારને = પરમદયાને પાત્ર છે. અનંત ભવોમાં અનુભવેલા વિષયોમાં પણ જેઓનું મન અસંતૃપ્ત છે, તેઓને પ્રશમામૃતથી તૃપ્તિ કરાવી વીતરાગ દશા સુધી કઈ રીતે પહોંચાડી શકાય? આ રીતે તેઓની આ દશાનો પ્રતિકાર કરવાની ભાવના માત્રને પણ કરુણા ભાવના કહી શકાય. કારણ કે - દરેકને આ સ્થિતિમાંથી ઉગારવાનું શક્ય બનતું નથી, આથી પ્રતિકારની ભાવનાને પણ કરુણા કહેવાય.” આ વાતને જો સ્વીકારવામાં ન આવે તો શાસનના પ્રત્યેનીકોને શિક્ષા કરનારા આચાર્યોને આરાધક ન માનતાં વિરાધક માનવા પડે, પરંતુ આ રીતે શાસનના પ્રત્યેનીકોને શિક્ષા કરનાર આત્માઓને તત્ત્વજ્ઞા શાસ્ત્રકાર મહર્ષિઓએ મહાઆરાધક અને શાસનસંરક્ષક કહીને બિરદાવ્યા છે, એટલું જ નહિ પણ આગળ વધીને એમ પણ કહ્યું છે કે - જેઓ શક્તિ હોવા છતાં શાસનના પ્રત્યેનીકોની ઉપેક્ષા કરે છે, કે - માધ્યશ્યભાવની વાતો કરીને મૌન રહે છે, તેઓ વીતરાગની આજ્ઞાના વિરાધક થાય છે. એમનો માધ્યચ્યભાવ એ તો વાસ્તવમાં એમની નબળાઈ છે.એક પ્રકારનો દંભ છે, યા તો અજ્ઞાનતાનું જ રૂપાંતર છે. આથી જ એવા માધ્યશ્મભાવના નામે મૌન રહેનાર આત્માનાં મહાવ્રતો પણ ખંડિત થાય છે, એમ જણાવ્યું છે. (આ વાત આગળ આવવાની જ છે.) - આથી જ અનંતજ્ઞાની શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે -
Page #98
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃતમ્: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તીવ્રત્યાગ, કઠોરતા અને ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરનાર આત્મા પણ જો છતી શક્તિએ સન્માર્ગનો લોપ થતો જોયા કરે અને તેની રક્ષાનો પ્રયત્ન ન કરે, તો તે આત્મા આરાધક બની શકતો નથી, પરંતુ વિરાધક બને છે. શક્તિ છતાં તીર્થની ઉપેક્ષા કરનાર, સન્માર્ગની ઉપેક્ષા કરનાર અને સંઘ ઉપરની આપત્તિનું નિવારણ નહીં કરનાર આત્માનાં તપ, ત્યાગ, વ્રતપાલન વગેરે પણ એ આત્માનો આ સંસાર સાગરથી ઉદ્ધાર કરવા સમર્થ બની શકતાં નથી. આથી જ શ્રી યોગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું કે : ધર્મનો ધ્વંસ થતો હોય, ક્રિયાનો લોપ થતો હોય, સ્વસિદ્ધાંત અને તેના અર્થનો વિનાશ થતો હોય, ત્યારે શક્તિશાળી આત્માએ કોઈએ ન પૂછ્યું હોય, તો પણ તેનો નિષેધ કરવા માટે બોલવું જોઈએ.” તે સમયે તેનો નિષેધ કરવામાં ન આવે અને સમભાવ કે વ્રતપાલન આદિની વાતોને આગળ કરીને મૌન રહેવામાં આવે, તો તેવું કરનાર આત્મા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો ભંજક બને છે, તેને તે પ્રકારની મિથ્યાપ્રવૃત્તિની અનુમોદનાનો દોષ લાગે છે અને તેના વ્રતોનો પણ ભંગ થાય છે. આ વાતને જણાવતાં યોગમાર્ગ રહસ્યવિદ્ આચાર્યવર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી “સંબોધ પ્રકરણ' નામના ગ્રંથરત્નના કુગુરુ-સ્વરૂપાધિકારની એકસો અત્યાસીમી ગાથામાં લખ્યું છે કે - શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનો ભંગ થતો જોવા છતાં જે કોઈ મધ્યસ્થભાવને આગળ કરીને મૌન રહે છે, તેમનાં વ્રતોનો અવિધિની અનુમોદના થવાના કારણે લોપ થાય છે.” 1. धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे / अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तन्निषेधितुम् // 4 // - શ્રી યોગશાસ્ત્ર, પ્રાણ-૨, 64 માન્તરો : I 2. સામાં દું મસ્થાનું ઢવંત્તિ ને તુસિTI - સંવોથપ્રકર, ર-ગુરુસ્વરૂપથાર: |
Page #99
--------------------------------------------------------------------------
________________ 87. પ્રકરણ-૪ઃ કરૂણાભાવના - આ વાતને સમજવા માટે શ્રી વાલી મુનિનું દૃષ્ટાંત સમજવું અત્યંત આવશ્યક છે. શ્રી વાલીમુનિ જ્યારે અષ્ટાપદ પર્વત ઉપર ધ્યાન કરી રહ્યા હતા, તે સમયે રાવણ પોતાના પુષ્પક નામના વિમાનમાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેમનું વિમાન અટકી પડતાં તપાસ કરી, અને અષ્ટાપદ પર્વત ઉપર વાલમુનિને ધ્યાન કરતા જોયા અને પૂર્વનો વૈરભાવ જાગૃત થયો, ક્રોધને વશ થયેલો રાવણ તીર્થ તથા મુનિ પ્રત્યેના કર્તવ્યને ભૂલીને વાલી મુનિનો નાશ કરવા અષ્ટાપદ પર્વત સાથે વાલિમુનિને સમુદ્રમાં ફેંકવા તૈયાર થયા. તીર્થનો નાશ અને અનેક જીવોનો સંહાર થતો જોઈ, તે સમયે વાલી મુનિ જે સ્થિતિમાં હતા, તે સ્થિતિમાં તેઓ જે વિચારણા કરી રહ્યા હતા, તે પ્રત્યે જો યોગ્ય રીતે લક્ષ્ય આપવામાં આવે, તો સમજી શકાય તેમ છે કે, તીર્થ-શાસન આદિની આપત્તિ કે નાશના સમયે માત્ર તપ, ત્યાગ, વ્રતપાલન અને સમતાની વાત કરવી; તે કેટલી અયોગ્ય, અહિતકર અને આત્મઘતક છે. - શ્રી વાલી મુનિની તે સમયની સ્થિતિ તથા વિચારણા રજુ કરતાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ત્રિષષ્ટિના સાતમા પર્વમાં નીચે મુજબની નોંધ કરી છે. અરે ! આ દુર્મતિ રાવણ મારા પ્રત્યેના માત્સર્યથી આજે પણ અકાળે અનેક પ્રાણીઓનો સંહાર કેમ કરી રહ્યો છે ?" ભરતેશ્વર દ્વારા નિર્મિત થયેલ ચૈત્યનો નાશ કરીને અત્યારે આ રાવણ ભરતક્ષેત્રના અલંકાર સમા આ તીર્થનો નાશ કરવાનો યત્ન કરે છે !!!" 1. વર્થ નથિ માર્યાયમરિ તુર્મતિઃ | अनेकप्राणिसंहारमकाण्डे तनुतेतराम् // 249 / / 2. ભરતેશ્વરચૈત્ય ર, બંધિત્વેષ અતિ यतते तीर्थमुच्छेत्तुं भरतक्षेत्रभूषणम् // 250 // - ત્રિષષ્ટિશનાલાપુરુષવરિત્ર પર્વ-૭, સ-૨
Page #100
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-1 મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન હું સર્વસંગનો ત્યાગી છું, નિજના દેહમાં પણ નિઃસ્પૃહ છું, રાગ-દ્વેષથી વિમુક્ત છું અને સમતાના શીતળ જળમાં મગ્નતા અનુભવું “તો પણ ચૈત્યને બચાવવા માટે તથા પ્રાણીઓની રક્ષા કાજે રાગ-દ્વેષ વિના જ આને કંઈક શિક્ષા કરું !" આટલી વિચારણા બાદ વાલી મુનિએ રાવણને યોગ્ય શિક્ષા કરી અને તે શિક્ષાના પ્રતાપે સમ્યબોધને પામેલા રાવણે પણ વાલી મુનિ પાસે ક્ષમાપના યાચી. અને પોતાના દુષ્કતનો પશ્ચાતાપ કર્યો. વધુમાં આ પ્રકારના દુષ્કતથી બચાવી લેવા બદલ તેઓ પ્રત્યે પોતાનો નમ્રભક્તિ ભાવ પણ વ્યક્ત કર્યો અને તે પ્રસંગમાં સાક્ષી રહેલા દેવતાઓએ પણ અત્યંત ખુશ થઈને વાલી મુનિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. - શાંતસુધારસ ગ્રંથમાં જીવોના દુઃખોનું વર્ણન કરતાં કહ્યું છે કે. પ્રથમ તો જીવો ખાવા-પીવાની સગવડોને પ્રાપ્ત કરવાની વાંછાથી સતત વ્યાકુળ હોય છે. તે પછી વસ્ત્ર, ઘર અને અલંકાર આદિમાં વ્યગ્ર ચિત્તવાળા હોય છે.. ત્યારપછી વિવાહ કરવાના અને પુત્ર-પુત્રી વગેરેને પ્રાપ્ત કરવાની અભિલાષામાં વ્યગ્ર ચિત્તવાળા હોય છે. ઈન્દ્રિયોને અનુકૂળ વિષયોની સદા અભિલાષાવાળા હોય છે. આથી તે જીવો બિચારા સ્વસ્થતા કેવી રીતે પામી શકે ? - તદુપરાંત, લાખો ઉપાયો દ્વારા મહાકષ્ટથી (ધન) લક્ષ્મી મેળવે છે અને તે કાયમ રહેવાની છે એવી કલ્પનામાં રાચતા હોય છે અને પૂર્વભવના અભ્યાસને કારણે એમાં મુંઝાયા કરે છે. એટલામાં તો 1. માં 2 ચસો , સ્વારીરેડપિ નિ:સ્પૃહઃ राग-द्वेषविनिर्मुक्तो, निमग्नः साम्यवारिणि // 251 // 2. તથાપિ ચૈત્યત્રા, પ્રળિનાં રક્ષTય ચ | राग-द्वेषौ विनैवैनं, शिक्षयामि मनागहम् // 252 // - ત્રિષષ્ટિશનવાપુરુષત્રિ પર્વ-૭, સર્જ-૨ |
Page #101
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૪ઃ કરૂણાભાવના 89 કૂરહદયવાળા શત્રુઓ રોગ, ભય, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ આવીને એમાં ધૂળ નાંખે છે, અર્થાત્ એના કાલ્પનિક સુખમાં વિદન નાંખે છે. - વળી, આ સંસારમાં કેટલાક જીવો પરસ્પર સ્પર્ધામાં ઉતરે છે અને સતત ઉચાટ-અજંપામાં રહે છે. કેટલાક જીવો ક્રોધથી દગ્ધ થઈ હૈયામાં એકબીજાના ઈષ્ય-અદેખાઈ ધારણ કરે છે અને સતત સંતપ્ત રહે છે - બળતરાનો અનુભવ કરે છે. કેટલાક જીવો ધનયુવતિ-પશુ, ક્ષેત્ર કે ગામને નિમિત્તે પરસ્પર યુદ્ધ કરે છે અને એકબીજાને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે... કેટલાક જીવો લોભને વશ બની દૂર દેશાંતરમાં રખડે છે અને ડગલે ને પગલે વિપત્તિઓનો ભોગ બને છે તથા ક્લેશો અનુભવે છે. આ રીતે સેંકડો પ્રકારે અરતિ-ઉદ્વેગ વડે આ સમગ્ર વિશ્વ આકુળ-વ્યાકુળ બનેલું જોવા મળે છે. - સંસારમાં જીવો પોતાના હાથે ખાડો ખોદીને તેની અંદર એવી રીતે પડે છે કે, તેમાંથી બહાર નીકળવાની વાત તો દૂર રહી, પણ તેઓ નીચે ને નીચે ઉતરી રહ્યા છે અને ક્યાંય અટકતા નથી. - આ સંસારમાં પ્રાણીઓ નાસ્તિક વગેરે વાદોની કલ્પના-રચના કરીને પ્રમત્તભાવનું પોષણ કરે છે અને દોષોથી બળેલા-દાઝેલા-ઝળેલા રહીને નિગોદ-નરક વગેરેમાં ઉતરી જઈને અપરંપાર દુઃખોને સહન કરે છે. અર્થાત્ સ્વકપોલકલ્પિત ઉન્માર્ગને સ્વચ્છંદપણે સ્થાપનારા મલિન આશયવાળા વાદી લોકો રાગ-દ્વેષાદિ દુષ્ટ વિકારોને સેવવાના કારણે નીચે ગતિમાં ઉતરીને બહુ દુઃખી થાય છે. આ સંસારમાં એવા પણ લોકો છે કે, જેઓ હિતોપદેશને સાંભળતા જ નથી અને લેશમાત્ર ધર્મને મનમાં વસવા દેતા નથી. તેમના અત્યંતર આ રોગ દુઃખની તો શી વાત કરવી ? તે રોગ તો કઈ રીતે દૂર થાય ! તેમના માટે તો આ એક જ ઉપાય છે, (અર્થાત્ તે જીવો પ્રત્યે કરૂણા ભાવના રાખવી એ જ એકમાત્ર ઉપાય છે.)
Page #102
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - આ રીતે પૂર્વનિર્દિષ્ટ દુઃખોથી પીડિત જીવોના દુઃખોને દૂર કરવાની ભાવનાને કરુણા કહેવાય છે. હ કરુણાના અનેક પ્રકાર દુઃખી જીવોનું દુઃખ દૂર થાઓ- બધા જ જીવો આત્મતુલ્ય હોવાથી બીજાનું દુઃખ તે મારું છે - ઈત્યાદિ ભાવના તે કરુણાભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય છે. અનુ = પછી અર્થાત્ બીજાનું દુઃખ જોયા પછી “કંપ' એટલે તે દુઃખ દૂર કરવાની હૃદયમાં થતી લાગણી, તેને અનુકંપા કહેવાય છે. દુઃખી જીવોને જોઈને કરુણાવંત પુરુષોને હૃદયમાં કંપ ઉત્પન્ન થાય છે. અને એ દુઃખોને દૂર કરવાની હૈયામાં તાલાવેલી જાગે છે. તેને જ કરુણા કે અનુકંપા કહેવાય છે. તથા બીજાને દુઃખ ન પહોંચે એ રીતે વર્તવું તે દયા છે. - માર્ગાનુસારી જીવોમાં આ કરુણા ઉત્પન્ન થાય છે. - આ કરુણાના અપેક્ષાએ આઠ પ્રકાર પાડી શકાય છે. (1) દ્રવ્ય કરુણા : દુઃખી જીવોને જોઈને તેનાં દુઃખ દૂર થાય એ માટે તેને અન્ન-વસ્ત્રાદિ આપવા તે દ્રવ્ય કરુણા છે. (2) ભાવ કરુણા : દુઃખી જીવોને જે દુઃખ છે, તે દુઃખનું મૂળ અધર્મ-પાપ-ઉન્માર્ગમાં પ્રવર્તન છે. તે અધર્મ-પાપ-ઉન્માર્ગથી જીવોને ધર્મ-સન્માર્ગમાં લાવવા ઉપદેશાદિ આપવા એ ભાવકરુણા છે. (3) સંવેગ જન્ય કરુણાઃ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે દુઃખી જીવો ઉપર જે કરુણા હોય તે સંવેગજન્ય કરુણા છે. (સાતમા ગુણસ્થાનકથી કરુણાભાવના બોધ સ્વરૂપે હોય છે. દુઃખી જીવોના દુઃખોને દૂર કરવાની ઈચ્છા-પ્રવૃત્તિરૂપે હોતી નથી. આ ચારે ભાવના માટે સમજવું. તે પૂર્વે મૈત્રીભાવનાની પ્રશ્નોત્તરીમાં જણાવેલ છે.) (4) પરવિષયક કરુણા: બીજાના દ્રવ્ય અને ભાવ એમ ઉભય
Page #103
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૪ઃ કરૂણાભાવના દુઃખોને દૂર કરવા માટે સમ્યગુ ઉપાયોનું સેવન કરવું એ પરવિષયક કરુણા કહેવાય છે. (5) સ્વવિષયક કરુણા : પોતાના ભૌતિક (દ્રવ્ય) દુઃખોમાં સહનશીલતાદિ વધે અને આધ્યાત્મિક (ભાવ) દુઃખો (રાગાદિ દોષોની પીડા) નિવૃત્ત થાય એના માટે જે સમ્યગૂ ઉપાયોનું સેવન કરવું, એ સ્વવિષયક કરુણા છે. (6) સ્વભાવ જન્ય કરુણા : સાતમા ગુણસ્થાનકથી સ્વભાવ જન્ય કરુણા હોય છે. (7) વ્યવહારિક કરુણા : દુઃખી જીવોને અન્ન-જળ-વસ્ત્ર-સ્થાનઆસન આદિ બાહ્ય સામગ્રી આપવી તે વ્યવહારિક કરુણા છે. (8) નૈશ્ચયિક કરુણા : આત્માનો શુભ અધ્યવસાય એ નૈક્ષયિક કરુણા છે. - વ્યવહારિક અને શૈક્ષયિક કરુણા પરસ્પર પૂરક છે. ક્યારેક શુભ અધ્યવસાયો પહેલાં પેદા થાય છે અને પછી કરુણાની પ્રવૃત્તિ થાય છે. ક્યારેક અન્નાદિ પ્રદાનની પ્રવૃત્તિ પહેલી થાય છે અને પછી શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે અથવા વૃદ્ધિ થાય છે. - “મારા જ દુઃખો નાશ પામો” આવી વૃત્તિના બદલે “સર્વ જીવોના દુઃખો નાશ પામો આવી ભાવના એ કરુણાનું હાર્દ છે. “સર્વ જીવોના દુઃખો નાશ પામો’ આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે બીજાનો અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ આપોઆપ ચાલી જાય છે. જેનાથી આધ્યાત્મિક પરિણતિઓની પ્રાપ્તિ અને સુરક્ષા સરળ બને છે. - કરુણારસની પ્રચંડતાના કારણે જ શ્રીતીર્થકર દેવોના આત્માઓ પૂર્વના ભવમાં તીર્થકર નામકર્મનો બંધ-નિકાચના કરે છે. - સર્વે ધર્મો દયારૂપી નદીના કાંઠે જ વિકસે છે અને “દયા' ને આત્મસાત્ કરવા માટે અનેક ઉપાયોમાં કરુણા અગ્રિમ સ્થાને રહેલી છે.
Page #104
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત- મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન હે કરુણાભાવનાનું ફળઃ જે જગતના જીવોના દ્રવ્ય અને ભાવ દુઃખોનો-વ્યાધિઓનો અભ્યાસ કરે છે અને એ દુઃખો-વ્યાધિઓને દૂર કરવાના ઉપાયોનું ચિંતવન કરે છે, તેને શું ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવતાં શ્રી “શાંતસુધારસ' ગ્રંથમાં કહ્યું છે કે, परदुःखप्रतीकारमेवं ध्यायन्ति ते हृदि / लभन्ते निर्विकारं ते सुखमायतिसुन्दरम् // 15-7 // - જેઓ આ રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે) અન્ય જીવોના દુઃખ ટાળવાના ઉપાયો હૃદયમાં વિચારે છે, તેઓ પરિણામે સુંદર એવું નિર્વિકાર સુખ પામે છે. (કારણ કે, આ કરુણાભાવનાથી ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય છે અને હૈયામાં દયાના પરિણામો પુષ્ટ થાય છે. જે હિતની પરંપરા સજીને અંતે મોક્ષસુખને આપે છે.) 9 કરુણાભાવનાનું સામર્થ્યઃ - કરુણાભાવનાથી સાધકમાં પાપ-અકરણનો નિયમ પ્રગટે છે. કારણ કે, હૈયામાં રહેલા કરૂણારસથી જ પાપોથી દૂર રહેવા પુરુષાર્થ કરે છે. એના હૈયામાં “સર્વ જીવોના દુઃખો નાશ પામો' - આવી કરૂણા વિદ્યમાન હોવાથી તે સર્વ પ્રકારના પાપોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. - કરુણાભાવનાથી જે જીવો ઉપર કરુણા પ્રગટે છે, તે જીવોના ચિત્તની મલિનતા દૂર થાય છે. જેમ કે, મહાવીર પ્રભુની કરુણાએ ચંડકૌશિક સર્પના અપરાધભાવની નિવૃત્તિ કરી હતી. તે જ રીતે કરુણા ભાવના શત્રુ-મિત્ર આદિ તમામ જીવોના અપરાધભાવને દૂર કરી આપે છે. આથી જ ઉત્કૃષ્ટ કરુણાવંત યોગીઓના નિકટમાં આવેલા જાતિવેરી જીવો (ઉંદર-બીલાડા વગેરે) પણ વૈર ભૂલીને શાંત થઈ જાય છે. કરુણાભાવનાના બીજા લાભો આગળ પણ જણાવ્યા છે. 9 ઉન્માર્ગનું પ્રકાશન પણ કરુણાભાવના છે ? જગતમાં ચાલતા ઉન્માર્ગો, મિથ્યા વિકલ્પો અને કુવાદોને ખુલ્લા
Page #105
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૪ : કરૂણાભાવના 93 પાડીને, જગતના જીવોને એનાથી બચાવી લેવા એ મોટામાં મોટી ભાવકરુણા છે. તે જ રીતે ઉન્માર્ગના પ્રવર્તકોને ખુલ્લા પાડી જીવોને તેમનાથી દૂર કરવા એ પણ ભાવકરુણા છે. આથી જ શ્રી શાંતસુધારસમાં અવિવેકી ગુરુનો ત્યાગ કરવાનું કહ્યું છે. સંસારના અન્ય દુઃખો તો જીવોને તે ભવ પૂરતા પીડાદાયક બને છે, પરંતુ ઉન્માર્ગનું સેવન અને કુગુરુનો સંગ તો એમને ભવોભવ માટે અનર્થકારી બનવાના છે. તેથી જીવોને ઉન્માર્ગથી પાછા ફેરવવાની ભાવદયા રાખવી એ મોટામાં મોટી કરુણા છે. 5 અવિવેકી ગુરુનો ત્યાગ કરવો : અનર્થકારી એવા અવિવેકી ગુરુનો ત્યાગ કરવાનું જણાવતાં શ્રી શાંતસુધારસમાં કહ્યું છે કે, परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् / सुगुरुवचः सकृदपि परिपीतं, प्रथयति परमानन्दं रे // 15-3 // कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानम् / दधिबुद्ध्या नर ! जलमन्थन्यां, किमु निदधत मन्थानं रे // 15-4 // - હે આત્મન્ ! જે મતિમંદ-મુગ્ધ જીવોને સંસારમાં રઝળાવે છે - ભ્રમમાં નાંખે છે, તેવા હિતાહિતને ન સમજનારા અવિવેકી ગુરુનો પરિહાર જ કરવો જોઈએ અને સદ્ગુરુ મહાત્માનું વચન એક વાર પણ પીધું હોય તો તે પરમ આનંદને વિસ્તારે છે. વળી આત્મન્ ! કુમત રૂપી અંધકારના સમૂહથી જેના નેત્રો અંજાઈ ગયા છે, તેવા અંધ કુગુરુઓને માર્ગ (હિતાહિતનો માર્ગ) શા માટે પૂછો છો ? હે આત્મન્ ! પાણીથી ભરેલી દોણીમાં (માટલામાં) તમે દહીંની બુદ્ધિથી મંથાન (રવૈયો) શા માટે ફેરવો છો ? એમાંથી તમને કશું નહીં મળે, આથી કુગુરુનો ત્યાગ કરવો જોઈએ. કારણકે, જેમ પાણીમાંથી માખણ નથી મળતું, તેમ કુગુરુથી લાભ થતો નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________ ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન 4 પૂ. મહોપાધ્યાયશ્રીજીની કરુણાભાવના આ વિષમ પંચમકાળમાં પ્રભુના શાસનમાં જ્યારે કુગુરુઓની જ બોલબાલા હતી અને શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓએ માઝા મૂકી હતી તથા સદ્ગુરુઓનો દુકાળ પ્રવર્તતો હતો અને વિદ્યમાન સદ્ગુરુઓની ઉપેક્ષા થતી હતી તથા કુગુરુઓ દ્વારા સદ્ગુરુઓને કનડગત થતી હતી, ત્યારે ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ અવિવેકી કુગુરુઓ દ્વારા જગતની કેવી દુર્દશા થઈ છે અને કુગુરુના ફંદામાં ફસાયેલા ગૃહસ્થોની કેવી દુર્દશા થઈ છે, તે વેદનાને કરુણાભાવથી પ્રેરાઈને, શ્રી સીમંધર સ્વામી ભગવાનને પ્રાર્થના સ્વરૂપે પ્રગટ કરી છે, તે શબ્દો - તે વેદના - તે કરુણા વર્તમાનમાં પણ પ્રસ્તુત હોવાથી અહીં રજુ કરાય છે... “કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે, તેને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે. સ્વામી સીમંધરા ! વિનંતી...(૨)” - કુલાચારોના નામે સન્માર્ગને દૂર મૂકનારા કુગુરુઓએ મોક્ષમાર્ગની શી દશા કરી હતી, તે વર્ણવતાં આગળ જણાવ્યું છે કે, “જ્ઞાનદર્શનચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે, ઉંટિયા તેણે જગદેખતાં, કિહાં કરે લોક પોકાર રે ? સ્વામી.(૩)” - કુગુરુના ફંદામાં ફસાયેલા જીવોની દુર્દશા કેવી થાય છે, તે વર્ણવતાં આગળ જણાવ્યું છે કે, “જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પર તેહ રે ? ઈમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે. સ્વામી. (4)" - કુગુરુઓએ દોરા-ધાગા-મંત્ર-કામકુંભ-કામધેનુ આદિનું પ્રવર્તન કરીને ધર્મના ઉચ્ચતમ મૂલ્યોનો વાસ કર્યો છે, તે દર્શાવતાં જણાવ્યું છે કે,
Page #107
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૪ઃ કરણાભાવના “કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે, દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ સૂલ રે ? સ્વામી.”(૫) - ઉન્માર્ગની દેશના આપતા કુગુરુઓએ સન્માર્ગને જે હાનિ પહોંચાડી છે, તે બતાવતાં આગળ જણાવ્યું છે કે, અર્થની દેશના જે દિયે, ઓળવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પ્રગટ ચોર છે, તેથી કિમ વડે પંથે રે ? સ્વામી (6)" - કુગુરુઓએ જ્ઞાનમાર્ગને બાજુમાં મૂકીને જે ધૂમધામે ધમાધમ ચલાવી છે, તે વર્ણવતાં આગળ જણાવ્યું છે કે, વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુમદપુર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. સ્વામી (7)" - કુગુરુઓ કદાગ્રહને વશ બની જિનવચનથી વિપરીત દેશના આપી ઉન્માર્ગનું પ્રવર્તન કરી રહ્યા છે, તે વાતનું પ્રતિપાદન કરતાં આગળ જણાવ્યું છે કે, કલાહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે, જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલરે. સ્વામી (8)" - કગુરૂઓ પોતાના દોષોને ઢાંકવા ધર્મની દેશનાને પલટાવી નાખી કુમાર્ગનું સ્થાપન કઈ રીતે કરે છે, તે દર્શાવતાં જણાવ્યું છે કે, કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ મતકંદ રે, ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહીં મંદ રે. સ્વામી (9)" - પૂ. મહોપાધ્યાયશ્રીજીએ અવિવેકી કુગુરુઓનો ત્યાગ કરવાનું ભારપૂર્વક જણાવવા માટે આગળ કહ્યું છે કે, “જાતિ અંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ, મિથ્યાષ્ટિ તેહથી આકરો, માને અર્થ અનર્થ. શ્રી (14) આપ પ્રશંસે રે પરગુણ ઓળવે, ન ધરે ગુણનો રે લેશ, તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિયે મિથ્યા ઉપદેશ. (15)"
Page #108
--------------------------------------------------------------------------
________________ 96 ભાવનામૃતા મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - અવિવેકી ગુરુઓ જીવોને ઉન્માર્ગ તરફ ધકેલીને હિતના બદલે અહિત કરે છે, તે અહિત પણ એક ભવનું નહીં, પણ ભવોભવનું હોય છે. આથી કુગુરુઓના ફંદામાંથી જગતના જીવોને છોડાવવા એ પણ પરમ કરુણાભાવના છે. $ દુઃખના કાયમી ઉકેલની ભાવના જ શ્રેયસ્કરી છેઃ કરુણાભાવનાના પરિપ્રેક્ષ્યમાં એક અગત્યનો ખુલાસો એ છે કે, જગતના જીવોના દુઃખનો કાયમી ઉકેલ આવે એવી ઉચ્ચતમ કરુણા ભાવના જ શ્રેયસ્કરી છે અને દુઃખોનો કાયમી ઉકેલ એકમાત્ર મોક્ષમાં આવે છે અને મોક્ષની પ્રાપ્તિ સન્માર્ગની = મોક્ષમાર્ગની આરાધનાથી થાય છે. આથી જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય અને જીવો વહેલામાં વહેલા મોક્ષને પામે એવી સદ્ભાવના એ ઊંચામાં ઊંચી કરુણા ભાવના છે. તારક તીર્થકરો પૂર્વના ત્રીજા ભવે આવી જ ભાવના ભાવે છે. હવે આ ભાવનામાં જે રીતે પરિશીલન કરવાનું છે તેની શૈલી જોઈશું. કરુણાભાવનામાં પરિશીલનની શૈલી : - સજ્જનો! શરણાગત જીવો ઉપર નિષ્કારણ કરુણા કરનાર ભગવંતને તમે આનંદથી ભજો ! જેથી તમારા તમામ દુઃખોનો અંત આવે અને મોક્ષની પ્રાપ્તિ થાય. સજ્જનો ! તમે ક્ષણવાર મનને સ્થિર કરીને જિનાગમરૂપી અમૃતનું પાન કરો અને ઉન્માર્ગની રચનાથી વિકૃત વિચારવાળા અસાર આગમો (કુશાસ્ત્રો) નો પરિહાર કરો ! જેથી તમને સન્માર્ગની પ્રાપ્તિ થાય અને તમે ઉન્માર્ગના ફંદામાં ફસાઈ ન જાવ ! - હે સજ્જનો ! જે મતિમંદ-મુગ્ધ જીવોને સંસારમાં રઝળાવે છે-ભ્રમમાં નાખે છે, તેવા હિતાહિતને ન સમજનારા અવિવેકી ગુરુનો પરિહાર જ કરવો જોઈએ અને સદ્ગુરુ મહાત્માના વચનોનું નિરંતર પાન કરવું જોઈએ. એનાથી પરમ આનંદની પ્રાપ્તિ થશે.
Page #109
--------------------------------------------------------------------------
________________ 97 આથી તમે અહિત મન અતિ મન વિલિ પ્રકરણ-૪ કરૂણાભાવના - હે જીવો ! કુમતરૂપી અંધકારના સમૂહથી જેમના નેત્રો અંજાઈ ગયા છે અને જેઓ સન્માર્ગને જોઈ-સમજી શકતા નથી, તેવા અંધ કુગુરુઓને માર્ગ (હિતાહિતનો માર્ગ) શા માટે પૂછો છો ? શું પાણીના માટલામાં દહીંની બુદ્ધિથી રવૈયો ફેરવવાથી માખણ મળી શકે છે ? ના જ મળે. તેમ કુગુરુથી સાચો માર્ગ ન જ મળે. - હે જીવો ! અનિવૃહિત મન વિવિધ ઉપાધિઓને પેદા કરે છે અને તે જ નિગૃહિત મન-સમાધિમાં સ્થિર થયેલું મન સુખ આપે છે, આથી તમે દુઃખને ન ઈચ્છતા હોવ તો જિનવચનના પરિશીલન દ્વારા મનને નિગૃહિત કરો. - હે જીવો ! અનાદિકાળથી મિત્રની જેમ આત્માની કેડે વળગેલા આશ્રવ, વિકથા, ગારવ અને કામવિકારોનો તમે ત્યાગ કરો અને સંવરરૂપ સાચા હિતકર મિત્રનો સંગ કરો ! જેથી તમારા આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોનો અને એ દુઃખોના મૂળ કર્મોનો નાશ થાય. - હે જીવોઆ ભવાટવીમાં અપાર રોગ સમુદાયને તમે શા માટે સહન કરો છો ? સમસ્ત જગતનો ઉપકાર કરવા દઢ સંકલ્પપ્રતિજ્ઞાવંત શ્રીજિનેશ્વર પરમાત્મારૂપી મહા ભાવવૈદ્યને જ તમે અનુસરો ! જેથી તમારા સમસ્ત દ્રવ્ય-ભાવ રોગો ઉપશમે અને તમને અપૂર્વ શાંતિની પ્રાપ્તિ થાય ! - હે જીવો ! તમે આ હિતકારી વચનોને હૃદયમાં અવધારીને સેંકડો સુખો-સુકૃતોના ભાગી બનાવનારા શાંતસુધારસનું પાન કરો ! - હે આત્મન્ ! તારા હૃદયમાં સર્વ જીવો પ્રત્યે કરુણાભાવ ધારણ કર ! તું નિરંતર ચિંતન કર કે, જગતના સર્વ જીવો સર્વ પ્રકારના દુઃખોથી કેમ કરીને મુક્ત થાય? આવી ભાવનાથી તને અપૂર્વ શાંતિની પ્રાપ્તિ થશે. - હે આત્મન્ ! તું નિરંતર ભાવના ભાવ કે, ઉન્માર્ગમાં ગયેલા જીવો પણ વહેલામાં વહેલા સન્માર્ગને પામે અને સન્માર્ગની આરાધના કરીને મોક્ષસુખને પામે !
Page #110
--------------------------------------------------------------------------
________________ 98 ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણભાવના અંગે પરિશીલન - હે આત્મન્ ! પ્રભુને નિરંતર પ્રાર્થના કર કે - દુઃખથી ભરેલા જીવોને જોઈને મારું હૈયું આદ્ર બને અને તેમના દુઃખોને દૂર કરવાની હૈયામાં ભાવના પ્રગટે ! કે નિષ્કર્ષ-શાનીઓનો ઉપદેશઃ કરુણાભાવનાના અનુસંધાનમાં જ્ઞાનીઓ જણાવે છે કે, જેઓને દુઃખી જીવોના દુઃખો જોઈને હૈયામાં દયા-કરુણાભાવ પ્રગટે છે, તે જીવો ચરમાવર્તમાં આવ્યા છે અને વહેલામાં વહેલા દયામય વિરતિધર્મને પામીને મોક્ષે પહોંચવાના છે. “સુતેષુ યાચિન્ત” એ ચરમાવર્તના લક્ષણ તરીકે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવે છે. આથી હૈયાની ભૂમિને કોમળ બનાવવા અને તેમાં ધર્મબીજોનું વાવેતર કરવા હૈયામાં જીવો પ્રત્યે કરુણાભાવ રાખવો જોઈએ. સર્વ જીવોને આત્મતુલ્ય જોવામાં આવે અને મારી જેમ કોઈને પણ દુઃખ ગમતું નથી, એવું હૈયાથી સંવેદવામાં આવે, ત્યારે દુઃખી જીવોને જોઈને કરુણા જાગ્યા વિના રહેતી નથી. સ્વાર્થ, નિર્ધ્વસ પરિણામો, ઉપેક્ષાબુદ્ધિ અને પ્રમાદ વગેરેના કારણે જીવો પ્રત્યે કરુણા પ્રગટતી નથી. હૈયામાં કરુણાભાવનું ઉપાદાન તૈયાર થઈ ગયું હોય છતાં પણ સ્વાર્થીદિના કારણે કરુણા ન પ્રગટે એવું બની શકે છે. આથી સ્વાર્થીદિને દૂર કરી કરુણાભાવનાને આત્મસાત્ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. એનાથી પરમસુખ-શાંતિની પ્રાપ્તિ જરૂર થશે. શ્રી શાંતસુધારસમાં પણ કહ્યું છે કે, परदुःखप्रतीकारमेवं ध्यायन्ति ये हृदि / लभन्ते निर्विकारं ते सुखमायतिसुन्दरम् // 15-7 // - જે જીવો આ રીતે અન્ય જીવોનાં દુઃખોને ટાળવાના ઉપાય હૈયામાં વિચારે છે, તેઓ પરિણામે સુંદર એવા નિર્વિકાર સુખને પામે છે. છે કરુણાભાવનાથી થતા લાભો - કરુણાભાવનાથી.. હૈયામાં દયાના પરિણામો પ્રગટે છે, સ્વાર્થના પરિણામોનું વિસર્જન થાય છે અને પરોપકારભાવના પ્રગટ થાય છે.
Page #111
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ-૪ઃ કરૂણાભાવના હૈયાની ભૂમિ કોમળ બને છે. તેનાથી ધર્મના બીજનું આધાન થાય છે. - સમાધિભાવને સાધવાના બીજો (કારણો) આત્મસાત્ થાય છે. અન્યની શાતાનો વિચાર સમાધિપ્રાપ્તિમાં ખૂબ સહાયક બને છે. - અન્ય જીવો આત્મતુલ્ય લાગે છે. તેનાથી આસ્તિકતા અને અનુકંપા ગુણ વિકસે છે. - પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, પુણ્યનો સંચય થાય છે, ચિત્ત નિર્મલ બને છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. નોંધ : ચોથી માધ્યશ્મભાવના - ઉપેક્ષાભાવનાનું વર્ણન “ભાવનામૃત-II: અનુકૂળ મધ્યસ્થભાવ-પ્રતિકૂળ મધ્યસ્થભાવ' પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
Page #112
--------------------------------------------------------------------------
________________ ચારે ભાવનાની મહત્તા દર્શાવતા શાસ્ત્રકાર મહર્ષિઓના વચનામૃતો (1) ક્ષાન્તરિ તથા થર્મ: સર્વશિરોમળિ: सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् // 37 // ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ એ સર્વધર્મમાં શિરોમણી છે. તે ધર્મ મૈત્ર્યાદિથી વાસિત ચિત્તવાળા સમતાધારીને જ હોઈ શકે. (શ્રી યોગસાર પ્ર-૨) (2) शौचं शुचित्वम्, तद्विविधं बाह्यमाभ्यन्तरं च / तत्र बाहां मृजलादिभिः कायप्रक्षालनम्, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तप्रक्षालनम् / (द्वात्रिंशत् द्वात्रिंशिका રર, o ર ટીવા) શૌચ એટલે પવિત્રતા, તે બે પ્રકારની છે. બાહ્ય અને અત્યંતર. તેમાં માટી, જલ વગેરેથી શરીરનું પ્રક્ષાલન કરવું તે બાહ્ય શૌચ છે અને મૈત્યાદિ ભાવનાઓ વડે ચિત્તનું પ્રક્ષાલન કરવું તે અત્યંતર શૌચ છે. (3) શમસંવેનિર્વેલપાડતિવચૈથુત નનમ્ | मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यैश्च करोत्ययम् // 1353 // સમ્યગ્દર્શન નામનો પરિપાલક જીવને શમાદિથી અને મૈત્યાદિથી યુક્ત કરે છે. (શ્રી વૈરાગ્ય કલ્પલતા, સ્તબક-૫) (4) શ્રી સૂયગડાંગ સૂત્ર અધ્યયન...૧ ગાથા નં.૩ ની ટીકામાં કહ્યું છે કે.. યહુદ્દે પથાણું અહીં પ્રજા એટલે પર્કાયવર્તી જીવો. તેઓને સ્વ-આત્મતુલ્ય જુએ. ‘एवंविधो भावसाधुः सर्वजीवेषु आत्मतुलां कलयति' / એ પ્રમાણે ભાવસાધુ સર્વ જીવો વિષે આત્મતુલ્યતાનો ભાવ કરે. (6) = રૂછસિ ગપ્પUIો, તેં છ પર વિ ચ | जं च ण इच्छसि अप्पणत्तो तं न इच्छ परस्स वि; एत्तियगं जिणसासणयं // જે તું તારા માટે ઈચ્છે છે, તે બીજા માટે ઈચ્છ. જે તું તારા માટે નથી ઈચ્છતો, તે બીજા માટે પણ ન ઈચ્છ.
Page #113
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ 101 (7) ‘મતિમવત્ પરમપિ પશ્ય રૂત્યર્થ: ' સમગ્ર જૈનશાસનનો સાર આત્મૌપમ્ય ભાવ છે. (શ્રી બૃહત્કલ્પભાખ્ય ભાગ-૪, ગા-૪૫૮૪) (8) ‘તેન કુદાનંવUTો, પરિમ-વિશુદ્ધિછિયા | निच्चं कजा जिणाइपूआ, भव्वाणं बोहणत्थं च // 3294 // આ ગાથામાં જિનપૂજા કરવામાં બે હેતુ બતાવ્યા છે. એક તો શુભાલંભનથી પરિણામની વિશુદ્ધિ અને બીજો ભવ્યજીવોને બોધ. (શ્રી વિશેષાવશ્યક ભાષ્ય) અહીં આ બીજો હેતુ પરાર્થરૂપે મૈત્રીભાવને જણાવે છે. પોતાના હિતની જેમ અન્ય ભવ્યજીવોનું પણ હિત કરવાની બુદ્ધિ એ પરહિતચિંતારૂપ હોવાથી મૈત્રીભાવથી ભિન્ન નથી અને તે જિનાદિની પૂજારૂપ સમકિતની કરણી દ્વારા કરવાનું વિધાન છે. એટલે સમકિતીને પણ તે હોય એ સિદ્ધ થાય છે. (9) पूजापूजकपूज्यसंगतगुण-ध्यानावधान-क्षणे, मैत्रीसत्त्वगणेष्वनेन विधिना भव्यः सुखी स्यादिति / वैरव्याधि-विरोधमत्सर-मद-क्रोधैश्च नोपप्लवस्तत्को नाम गुणो न दोषदलनो द्रव्यस्तवोपक्रमे // 33 // પૂજા, પૂજક અને પૂજ્યમાં રહેલા ગુણના ધ્યાનના ઉપયોગ સમયે, વિધિપૂર્વક કરેલી પૂજા દ્વારા, ભવ્ય જીવો સુખી થાઓ, એવી પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ઉત્પન્ન થાય છે અને વૈર-વ્યાધિ-મત્સર-મદ-ક્રોધ વડે ઉપદ્રવ થતો નથી. એ રીતે સર્વ દોષને દૂર કરનાર દ્રવ્યપૂજાનો મહાન લાભ છે. (શ્રી પ્રતિમાશતક) (10) “કીત્રથમં સવ્વનીકુ નિરીદમાવેજી મૈત્તરVાં ' શીલધર્મની અહીં તાત્ત્વિકી વ્યાખ્યા છે. જ્યાં સુધી સર્વ જીવો પ્રત્યે નિરીદતાપૂર્વકનો મૈત્રીભાવ એટલે સ્નેહપરિણામ-હિતચિન્તા, દુઃખપ્રહાણેચ્છા વગેરે ન જાગે, ત્યાં સુધી શીલ કે જે સદાચરણ રૂપ છે તે યથાર્થ ન બને. (શ્રી પુષ્પમાલા પ્રકરણ) (11) વિનિદ૬ 2 મ હિયર્થમિ, ગો નો તરૂ મસિમ્પસ | परिभवकावुप्पाओ, तवइ अकजं कयं पच्छा // 1 // एण्हिं पुण पडिवन्नो, मेत्ती सव्वेसु चैव जीवेसु / तिण वयणाओ अहयं, विसेसओ अग्गिसम्मंमि // 2 // (શ્રી સમગ્ર વહી પ્રત પૃ.૭૦, સ્ટોક 22-20)
Page #114
--------------------------------------------------------------------------
________________ 102 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન અગ્નિશર્માને મેં પરિભવ કરવા દ્વારા ક્રોધિત કર્યો તે મારા હૃદયમાં ખટકે છે. કહેવાય છે કે, કરેલું અકાર્ય પાછળથી તપે છે. હવે હું સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને સ્વીકારું છું અને તે કારણે અગ્નિશર્મા વિશે વિશેષથી મૈત્રીભાવને સ્વીકારું છું. | (કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુણસેન રાજાને દેવલોકમાં ગયેલ અગ્નિશર્મા તાપસનો જીવ ઉપદ્રવ કરે છે. તે વખતની ગુણસેન રાજાની ભાવના, તેના ઉપર મૈત્રીભાવના વાળી રહે છે અને તેથી સમતાપૂર્વક ઉપસર્ગ સહન કરવાનું બળ મળે છે.) (12) પ્રમોર્વ મુuધપુ-પ્રમોદ્દો નામ વિનયપ્રયોગ: | वन्दनस्तुतिवर्णवादवैयावृत्यकरणादिभिः सम्यक्त्व-ज्ञान-चारित्र-तपोऽधिकेषु साधुषु परात्मोभयकृतपूजाजनितः सर्वेन्द्रियाभिव्यक्तो मनःप्रहर्ष इति। (श्री તત્વાર્થસૂત્ર ., સૂ.૬ માગ) ગુણાધિકમાં પ્રમોદ એટલે વડીલો પ્રત્યે વિનયનો પ્રયોગ. સમ્યક્ત-જ્ઞાનવેયાવચ્ચ-ચારિત્ર-તપ આદિ ગુણો દ્વારા અધિક એવા સાધુઓને વિશે વંદનસ્તુતિ-ગુણાનુવાદ વગેરે સ્વ-પર વડે કરવા, કરાવવા દ્વારા સર્વ ઈન્દ્રિયોમાં અભિવ્યક્ત થતો મનનો હર્ષ એનું નામ પ્રમોદ. (13) તરં દિં પુરવાર્ય, સે ચ સર્વે મુસાફિર | स हि सच्चेण संपन्ने, मित्ती भूएसु कप्पए // 1 // ભાવાર્થ: તે તે શ્રુતમાં કહેવું છે કે, તે સત્ય અને સુસમાહિતમાં, તે સત્યથી યુક્ત ત્યારે જ કહેવાય, કે જ્યારે તે પ્રાણીઓને વિશે મૈત્રી કરે છે. (શ્રી સૂત્રકૃતાંગ અ.૧૫, ઉધે. 3, ગા.૬) (14) રોય પયપુત્તવ, અત્તમે માઇઝ છMID | पंच य फासे महव्वयाइं, पंचासव संवरए जे स भिक्खु // 10-5 // (શ્રી શāાત્નિસૂત્ર) મહાવીરસ્વામીના વચનોમાં રૂચિ કરીને છ એ જીવનિકાયને આત્મ સમાન માને અને પાંચ ઈન્દ્રિયો અને પાંચ આશ્રવનો સંવર કરે, પાંચ મહાવ્રતને પાળે તે સાધુ કહેવાય. सव्व-भूअप्प-भूअस्स, सम्मं भूयाई पासओ / पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ // 4-9 // સર્વ ભૂતને વિશે આત્મભૂત બનીને સર્વ પ્રાણીઓને જોતો, ઈન્દ્રિયોનું દમન
Page #115
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ 103 કરતો અને આશ્રવને રોકતો જીવ પાપ કર્મને બાંધતો નથી. (શ્રી દશવૈકાલિકસૂત્ર) (15) સવ્વસ્થ મહિલ્દી, મેટ્રિ-ગુપિયા ાિયમેળ | सत्ताइसु होति दढं, इय आययमग्ग तल्लिच्छा // 42 // સાધુઓ સર્વત્ર અપ્રતિબદ્ધ હોય છે અને પ્રાણીઓને વિશે દૃઢ મૈત્યાદિ ભાવવાળા હોય છે તથા આત્મમાર્ગના ઈચ્છુક હોય છે. (શ્રી પંચાશક) (16) મેત્તાઃિ સત્તારૂકું, નિવયોગ તદય રૂશ્વત્થ, ભાવે તિબૂમાવો, પરમં સવેડામવાળો ૬૬૭રૂા. શ્રી જિનેશ્વર ભગવંતના વચન દ્વારા પરમ સંવેગને પામેલો, અત્યંત તીવ્ર ભાવના યુક્ત બનીને સત્ત્વ-ગુણાધિક આદિને વિષે મૈત્રી પ્રમોદ આદિ ભાવોને ભાવે છે. (શ્રી પંચવસ્તુ) (17) રૂતિ વેણાવત: વૈવિશુદ્ધભાવી સદ: ક્ષિપ્રમ્ | मैत्रीकरुणामुदितोपेक्षाः किलसिद्धिमुपयान्ति // 13-7 // આ પ્રમાણે ક્રિયા કરતાં, વિશુદ્ધ ભાવવાળા સાચા સાધુને મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષા આદિ શુભ ભાવો જલ્દી સિદ્ધ થાય છે. (શ્રી ષોડશક પ્રકરણ) (18) તે પાપવિIRા ન પ્રભવન્યસ્થ થીમત: સતતં . धर्मामृत-प्रभावात् भवन्ति मैत्र्यादयश्च गुणाः // 4-4 // વિષયતૃષ્ણા વગેરે પાપ વિકારો, બુદ્ધિમાન્ આત્માને નિરંતર પેદા થતા નથી અને ધર્મરૂપી અમૃતના પ્રભાવથી મૈત્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે. (શ્રી ષોડશક પ્રકરણ) (19) સર્વે મૈત્રી વુિ પ્રમોર્વ, વિષ્ટપુ નીવે પાપરત્વમ્ | माध्यस्थ्यभावं विपरीतवृत्तौ सदा ममात्मा विदधातु देवः // 1 // અહીં પ્રભુને પ્રાર્થના કરી છે કે- હે દેવ ! મારો આત્મા હંમેશા પ્રાણીઓને વિષે મૈત્રી, ગુણીપુરુષોને વિષે પ્રમોદ, દુઃખી જીવોને વિષે દયાળુતા અને વિપરીત વૃત્તિવાળા જીવો ઉપર મધ્યસ્થભાવને ધારણ કરે..! (શ્રી અમિતગતિ સ્તોત્ર) (20) પ્રવૃત્તિરથીષi (સ્થિરવિષ્ટિમ) પરાર્થો (ષ્ટિ.) શુદ્ધ-વોથમાન विनिवृत्ताग्रहतया, मैत्र्यादि पारतन्त्र्येण गंभीरोदाराशयत्वात् // (श्री योगदृष्टि સમુત્રય. સ્ટો.૨૪ ટીકા) શુદ્ધ બોધ, આગ્રહ રહિતતા, મૈત્યાદિની આધીનતા તથા ગંભીર આશય યુક્તતા હોવાના કારણે સ્થિરાદિ દૃષ્ટિમાં રહેલા જીવની દૃષ્ટિ પરોપકાર પરાયણ હોય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________ 104 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન 1. प्रभादृष्टिमतां योगिनां परानुग्रहकर्तृता / પ્રભાષ્ટિમાં રહેલા યોગીઓને પરોપકાર સહજ હોય છે. 2. परादृष्टिमतां योगिनां परोपकारित्वम् / પરાષ્ટિમાં રહેલા યોગીઓ પરોપકારી હોય છે. (શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્લો નં.૧૫ ની ટીકા) (21) ઉન્ને; 3 નવેસુ, પિત્તવરુપભાડુ ગોયયે | परियावणाइ दुःखं, इण्हीं गरिहामि तं पावं // 53 // મેત્રી-કરુણાદિના વિષયભૂત સર્વ જીવોને વિશે જે કોઈ પરિતાપનાદિ દુઃખ ઉપજાવ્યું હોય, તે પાપની હું ગર્તા કરું છું. (શ્રી ચઉશરણ પયા) (22) તથા સર્વાતિપુ મૈચાવિયોગ રૂત્તિ . (શ્રી ધર્મવિં, ગ.રૂ, સૂ.૧૩) જીવ, ગુણી, દુઃખી અને અવિનયી ઉપર ક્રમશઃ મૈત્રી-પ્રમોદ-કરૂણાઉપેક્ષાનો યોગ હોવો જોઈએ. (23) ધર્મધ્યાનનો ધ્યાતા : तथाहि-लेश्याविशुद्धया, भावनाहेतुक-साम्यहेतुक-रागद्वेषजयेन वा कृतમન:શુદ્ધિ, મૈત્રી-પ્રમોદ્ર-વાથ-માધ્યશ્ય-પવિત્રિત-ચિત્તો, ભાવિતાત્મા, पर्वतगुहा-जीर्णोद्यान-शून्यागारादौ मनुष्यापातविकलेऽवकाशे मनोविक्षेपनिमित्तशून्ये सत्त्वोपघातरहित उचिते शिलातलादौ यथा समाधानं विहित-पर्यंकाद्यासनः मन्दप्राणापानसंचारः निरुद्धलोचनादिकरण-प्रचारो हृदि ललाटे मस्तकेऽन्यत्र वा यथा परिचयं मनोवृत्तिं प्रणिधाय प्रसन्नवदनः पूर्वाभिमुखः उदङ्मुखो ध्यायति धर्म्यम् // (श्री शास्त्रवार्ता समुच्चय बृहट्टीका) લેશ્યાની વિશુદ્ધિપૂર્વક, ભાવના અને સમતામાં હેતુભૂત રાગદ્વેષનો જય કરીને, મનઃશુદ્ધિવાળો, મૈત્રી-પ્રમોદ-કરૂણા-માધ્યશ્મથી પવિત્ર ચિત્તવાળો, ભાવિતાત્મા, પર્વત-ગુફા-જીર્ણોદ્યાન-શુન્યધર આદિ જે સ્થાનકે, જ્યાં મનુષ્યોની અવર જવર ઓછી હોય, મનનો વિક્ષેપ ન થતો હોય, વિરાધના આદિનો સંભવ ન હોય, એવા ઉચિત શીલા-તલાદિ ઉપર મનની સમાધિ રહે તે રીતે પદ્માસને બેસીને, શ્વાસોશ્વાસ મંદ કરીને, ઈન્દ્રિયોને અંતર્મુખ કરીને, હૃદય-લલાટ-મસ્તક અથવા અન્ય પરિચિત સ્થાનમાં મનને સ્થિર કરીને પ્રસન્ન મુખમુદ્રાપૂર્વક પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે ધર્મધ્યાન કરે.
Page #117
--------------------------------------------------------------------------
________________ 105 પરિશિષ્ટ (24) તત્ત્વ થર્મ0 સુસ્પષ્ટ મૈત્રીભાવવિલાસનમ્ | परोपकार-निर्माणं शमवृत्तेरुपासनम् // મૈત્રીભાવનો વિકાસ, પરોપકાર કરણ, સમતાની સાધના એ ધર્મનું સ્પષ્ટ તત્ત્વ છે. आत्मवत् सर्वभूतेषु दृष्टिः सर्वोन्नतिकारिता / भावशान्ति-प्रकाशार्थं देया भक्तिपरायणैः // સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૃષ્ટિ, સર્વની ઉન્નતિ કરનારી છે. તેથી ભક્તિપરાયણ જીવોએ ભાવની શાન્તિને પ્રકાશિત કરવા માટે તે દૃષ્ટિને સર્વત્ર સ્થાપવી જોઈએ. (શ્રી યોગશાસ્ત્ર) (25) મૈત્રી પદિ ચિત્તા, પાર્તિઓથીઃ પી | मुदिता सद्गुणे तुष्टि-र्माध्यस्थ्यं पाप्युपेक्षणात् // 68 // પરના હિત વિશે ચિંતા એ મૈત્રી, પરના દુઃખને દૂર કરવાની બુદ્ધિ તે કરૂણા, વિદ્યમાન ગુણમાં આનંદ તે પ્રમોદ, પાપી જીવની ઉપેક્ષા તે માથથ્ય. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्याख्या महागुणाः / युक्तस्तै र्लभते मुक्तिं, जीवोऽनन्तचतुष्टयम् // 69 // મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યચ્ય નામના મહાન ગુણોથી યુક્ત જીવ (શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ધર્મારાધન શિક્ષા) (26) યાનિ તે થતાચત્ર, સર તત્ત્વનિ ઉત્પરે ! દૃઢનિશમેતેપુ, મવરपराङमुखम् // 204 // शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यविराजितम् / मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यैर्भावितात्मकम् // 205 // सदा प्रयाणकारूढं, निवृत्तौ गमनेच्छया / करोत्येष जनं वत्स ! सम्यग्दर्शन-नामकः // 206 // જે મેં આ ધર્મનગરની અંદર સાત તત્ત્વ (જીવ-અજીવ આદિ) ની વાત કરી, તે તત્ત્વોમાં (સમ્યગ્દર્શનના પ્રતાપે જીવને) દૃઢ નિશ્ચય હોય છે અને તે જીવ) ભવચક્રથી પરાડમુખ હોય છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિષ્પથી શોભિત હોય છે. મૈત્રી, પ્રમોદ, કરૂણ્ય અને માધ્યચ્યથી ભાવિત હોય છે. એવા જીવને સમ્યગ્દર્શન એ મોક્ષમાં જવાની ઈચ્છાપૂર્વક સતત પ્રયાણમાં આરૂઢ રાખે છે. (શ્રી ઉપમિતિભવપ્રપંચાકથા પૃ.૨૮૭)
Page #118
--------------------------------------------------------------------------
________________ 106 ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (ર૭) સાધુવા સવા વિચા, મૈત્રી સર્વેનુ માવતઃ | आत्मीयग्रहमोक्षश्च, धर्महेतुप्रसाधनम् // 6 // નિરંતર ભક્તિપૂર્વક જ્ઞાનવૃદ્ધ સાધુ પુરૂષોની સેવા, ભાવપૂર્વક પ્રાણીમાત્રના હિતની ચિંતા અને આગ્રહવૃત્તિનો ત્યાગ એ ધર્મના હેતુભૂત અહિંસા આદિના સાધન છે. (શ્રી શાસ્ત્રવાર્તા સમુચ્ચય) (28) ગુજૂનવારો મૈત્રી, મરીવત્સના વI | सदाऽऽनंददायिनी मुदिता, सर्वोद्वेगविघातिनी उपेक्षेति // તે જીવને મૈત્રી અનુકૂલ આચરણવાળી છે, કરૂણા અકારણવાત્સલ્યવાળી છે, મુદિતા સદા આનંદને આપનારી છે અને ઉપેક્ષા સર્વ ઉદ્વેગને નાશ કરનારી છે. (બુદ્ધિસૂરિ દેશના ઉપમિતિ પૃ.૫૧૭). (29) (અહીં વૈરાનુબન્ધનો મૂળથી ઉચ્છેદ કરવા માટે શેષ ઉપાયની અસારતા બતાવીને) સમસ્ત સત્ત્વ વિષયક સ્નેહ પરિણામરૂપી મૈત્રી ભાવનાને જ સમર્થ ઉપાય તરીકે બતાવી છે. मित्रं-मिद्यतीति मित्रं, स्निह्यतीत्यर्थः / तस्य भावःसमस्त सत्त्वविषयः स्नेहपरिणामो मैत्रीः / येऽपि कृतापकारकराः प्राणिनः प्रमादादन्यथा वा तेष्वपि मित्रतां चेतसि सनिवेश्य मित्रमहमेतेषां, एते च मे मित्राणि, इति तत्कथमहं मित्रद्रोहतां प्रतिपत्स्ये, दौर्जन्याश्रयं हि मित्रद्रोहित्वं अतः क्षमेऽहं सर्वसत्त्वानामिति क्षमां भावयेत् / सम्यक् मनोवाक्कायैः सहेऽहं सर्वसत्त्वानाम् / एवं हि मित्रता यथार्थत्वमासादयति / येषां च मया अपकारः कृतः तानपि सत्त्वान् क्षमयेऽहं मित्रत्वात् / क्षमये इति क्षमां ग्राहयामि सर्वान् प्राणिनः प्रशस्तेन चेतसा / स्वचेतसश्च कालुष्यमपनेयमित्येवमुपनयस्तन्त्रे / परस्तु क्षमेत वा नवेत्येतदेव स्पष्टतरं विवृणोति मैत्री मे सर्वसत्त्वेषु वैरं मम न केनचिदिति / (तत्त्वार्थ अध्याय-७, सूत्र-६ श्री सिद्धसेनीय टीका) મિત્ર એટલે સ્નેહ કરે છે. તેનો ભાવ એટલે સમસ્ત સત્ત્વવિષયક સ્નેહ પરિણામ તેનું નામ મંત્રી છે. પ્રમાદથી અથવા બીજા કારણે અપકાર કરનારા પ્રાણીઓને વિષે પણ ચિત્તમાં મિત્રતા ધારણ કરીને આ બધાનો હું મિત્ર છું, તેઓ બધા મારા મિત્ર છે માટે હું કેવી રીતે મિત્ર-દ્રોહ કરું ?' દુર્જનતાનો આશ્રય કરવો એ મિત્રદ્રોહ છે. માટે સર્વ પ્રાણીઓને હું ક્ષમા આપું છું. મનવચન-કાયાથી સર્વ પ્રાણીઓની ભૂલને સમ્યક્ઝકારે સહન કરું . આ પ્રમાણે
Page #119
--------------------------------------------------------------------------
________________ 107 નના2 """""" પરિશિષ્ટ કરવાથી જ મિત્રતા યથાર્થ બને છે. જેનો મેં અપકાર કર્યો છે તે પ્રાણીઓની પણ હું મિત્ર તરીકે ક્ષમા માંગુ છું. એ રીતે મારા ચિત્તની કલુષિતતાને દૂર કરું છું. એ આગમનો સાર છે. બીજો ક્ષમા કરે કે ન કરે પણ મારે તો સર્વ પ્રાણીઓ વિષે મૈત્રી છે, કોઈની સાથે વેર નથી. (30) સર્વભૂતાવિનામૂર્તિ, વં પશ્યન્ સર્વલા મુનઃ | मैत्राद्यमृतसंमग्नः, क्व क्लेशांसमपि स्पृशेत् // સર્વ પ્રાણીઓની સાથે અવિનાભૂત એવા પોતાના આત્માને સર્વદા જોતો એવો મુનિ, મૈત્રી આદિ અમૃતમાં મગ્ન બનીને જોશના અંશને પણ સ્પર્શતો નથી. साम्यं समस्तधर्माणां, सारं ज्ञात्वा ततो बुधाः / बाह्यं दृष्टिग्रहं मुक्त्वा, चित्तं कुरुत निर्मलम् // સમસ્ત ધર્મોનો સાર સમતા છે, એ જાણીને બાહ્યદર્શનનો આગ્રહ છોડીને, ચિત્તને નિર્મળ કરવું જોઈએ. श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे / तथाऽपि तत्त्वतस्तस्माजनोऽयं प्लवते बहिः // જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ યોગોનો વિસ્તાર સમતા માટે છે. તો પણ લોકો હકીક્તમાં તેનાથી દૂર જ રહે છે. सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः / / सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्त-शोधनम् // (श्री योगसार) મલને ધારણ કરવો, દુઃખે તપી શકાય તેવો તપ તપવો, ઈન્દ્રિયોનો નિરોધ કરવો તે સહજ છે, પણ ચિત્તને શોધવું = શુદ્ધ કરવું દુષ્કર છે. (31) ઐી સર્વેષ સન્વેષ, પ્રમોન ગુfથ माध्यस्थ्येनाविनीतेषु, कृपया दुःखितेषु च // 1 // सततं वासितं स्वान्तं, कस्यचित्पुण्यशालिनः / वितनुते शुभं कर्म, द्विचत्वारिंशदात्मकम् // 2 // | (શ્રી ધર્મસંપ્રદ મા-૨, કાશવમવિના) કોઈક પુણ્યશાળી અંતઃકરણને, સર્વ પ્રાણીઓ પર મૈત્રી, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, અવિનીત પ્રત્યે માધ્યથ્ય અને દુઃખી પ્રત્યે કરૂણા વડે નિરંતર વાસિત કરીને બેંતાલીસ પ્રકારનું શુભકર્મ બાંધે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________ 108 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (32) મૈત્રી મમ વ રૂવ સર્વસત્ત્વપુ, માસ્તાં ક્ષિતિસ્વર્વત્રિવેક્ષને 2 | धर्मोऽर्जितो वैभववन्मया यः तं प्रीतचेता अनुमोदयामि // 150 // . वृन्दं द्रुमाणामिव पुष्पकालात्, यस्मादृतेऽन्यद्विफलं व्रतादि / शुभः स भावोऽस्तु ममापवर्ग-मार्गानुलग्नांगभृतां सहायः // 151 // ત્રણે લોકનાં સર્વ પ્રાણીઓમાં મને પોતાની જેમ મૈત્રી હતો. અને એ મૈત્રી દ્વારા મેં જે ધર્મ પ્રાપ્ત કર્યો તેની પ્રસન્નચિત્તથી અનુમોદના કરું છું. પુષ્પ પ્રાપ્તિના કાલ વિના વૃક્ષોનો સમૂહ જેમ નિષ્ફળ છે, તેમ મૈત્રી વિનાના વ્રતાદિ નિષ્ફળ છે. મોક્ષમાર્ગમાં ચાલનારા પ્રાણીઓને સહાયભૂત થાઉં) એવો શુભ ભાવ મને પ્રાપ્ત થાય. (શ્રી હીર-સૌભાગ્યકાવ્ય સર્ગ-૧૭) (33) તદ્રહિતં તુ તથા, તન્વાખ્યાતાત્પરર્થક્ષાર્થેવ सद्बोधमात्रमेव हि, चित्तं निष्पन्नयोगानाम् // 1 // છે. (તેમ છતાં) તત્ત્વના અભ્યાસના કારણે પરોપકારમય હોય છે. (34) મન્સપ્પાવાળ, વિસવિવે કો મુળ વિંતિ ! जत्तो हु धम्मवाओ ण सुक्कवाओ विवाओ व // टि०- अध्यात्माबाधेन स्वपरमतमैत्र्यादिसमन्वितं, शुभाशयाऽविच्छेदेन विषयविवेकं कर्तव्यम् / साधूनां माध्यस्थ्यप्रधानत्वात्, शुभानुबन्धित्वाच्च साधूनां प्रयत्नस्य / - उ.श्री यशोविजयजी महाराजा-धर्मपरीक्षा અધ્યાત્મની બાધા ન આવે એટલે કે, સ્વમત-પરમત વિષે મૈત્ર્યાદિથી યુક્ત ચિત્ત દ્વારા શુભ-આશયનો છેદ ન થાય તે રીતે વિષયનો વિવેક કરવો જોઈએ અને તે જ ધર્મવાદ કહેવાય. બાકીના શુષ્ક વાદ-વિવાદ છે. કેમકે સાધુઓ માધ્યય્યપ્રધાન હોય છે અને તેમનો પ્રયત્ન શુભાનુબંધી હોય છે. (35) મૈત્રી-TI-મુદ્રિતાપેક્ષા સુ પુષ્પાપુવિષયા મવિનાશિત્તप्रसादनम् // - શ્રી પતિંગનયોતિર્શન -રૂર સુખી, દુઃખી, પુન્યશાળી અને પાપી જીવો વિષે અનુક્રમે મૈત્રી-કરુણાપ્રમોદ અને ઉપેક્ષા ભાવનાથી ચિત્તથી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. (36) તથા હનુમન્તરફ મન્ત:પુરં યતિત્તેષાં મવિતા સંતોષતાનિ તિસુરી, चित्तप्रसादहेतुः श्रद्धा, आह्लादकारिणी सुखासिका, निर्वाणकारणं विविदिषा,
Page #121
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ 109 प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमोदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करूणा, सदानन्ददायिनी मुदिता, सर्वोद्वेगविघातिनी उपेक्षा इति - - શ્રી ૩પતિ ભવપ્રપંચ કથા-પૃ.૧૬-૧૭ સાધુપુરુષોનું અંતરંગ અંતઃપુર અત્યંત અનુરક્ત હોય છે. તેમને શ્રુતિ સુંદરી સંતોષ આપે છે. શ્રદ્ધા ચિત્તની પ્રસન્નતા આપે છે. સુખાસિકા આલ્હાદ આપે છે. વિવિદિષા નિર્વાણનું (શાંતિનું) કારણ બને છે. જ્ઞપ્તિ (જ્ઞાન)એ પ્રમોદ આપે છે. બુદ્ધિ બોધ કરાવે છે અને અનુપ્રેક્ષા અત્યંત આનંદને ઉત્પન્ન કરે છે. મૈત્રી અનુકૂળ ચાલે છે. કરુણા સ્વાર્થ વિના વાત્સલ્યવંત રહે છે. મુદિતા સદા આનંદને આપનારી બને છે અને ઉપેક્ષા સર્વ ઉદ્વેગનો નાશ કરે છે. (37) તા સત્તનુવં, ગળુપાણvi થi ___ अणुचिट्ठियव्वमेयं, इत्तोच्चिय सेसगुणसिद्धि // दानविंशिका-गाथा-२०॥ ભવ્ય જીવે શક્તિ અનુસાર અનુકંપા સહિત દાનધર્મનું પાલન કરવું જોઈએ. એનાથી જ શેષગુણોની પ્રાપ્તિ થાય છે. (38) विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतो भजसि मानसमैत्रीम् / तत्सुखं परममत्रपरत्राप्यनुषे न यदभूत्तव जातु // 5 // જો ક્ષણવાર પણ વિશ્વના જંતુઓ પ્રત્યે સમતાથી મૈત્રીભાવનું સેવન થાય, તો ભવચક્રમાં કદી પણ પ્રાપ્ત ન થયું હોય, તેવા પરમસુખનો અનુભવ થાય છે. भजस्व मैत्री जगदङ्गिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः / भवार्त्तिदीनेषु कृपारसं सदाऽप्युदासवृत्तिं खलु निर्गुणेष्वपि // 10 // હે જીવ! જગતના પ્રાણીમાત્રમાં મૈત્રીને ભજ, ગુણવાળા દરેક જીવોમાં પ્રમોદને ધારણ કર, ભવના દુઃખથી દીન (જીવ)માં સદા કરુણારસને અને નિર્ગુણમાં ઉદાસવૃત્તિને ધારણ કર. मैत्री परस्मिन् हितधीः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः / कृपा भवार्ते पतिकर्तुमीहो-पेक्षा च माध्यस्थ्यमवार्यदोषे // 11 // - શ્રી અધ્યાત્મન્યુમો . 9-20-22 મૈત્યાદિનું સ્વરૂપ આ પ્રમાણે છે - બીજા જીવના હિતનો વિચાર તે મૈત્રી, ગુણપક્ષપાત તે પ્રમોદ, સંસારમાં દુઃખી જીવોના દુઃખને દૂર કરવાની ઈચ્છા તે કરુણા અને જેના દોષ દૂર થઈ શકે તેમ નથી તેવા જીવોની ઉપેક્ષા તે માધ્યશ્ય.
Page #122
--------------------------------------------------------------------------
________________ 110 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (39) હત્યાના સવા સેવ્યા, સર્વમહિનyવા | सेविताऽसौ करोत्याशु, मानसं करूणामयम् // 26 // ઈચ્છિત ફળને આપનારી દયારૂપી સ્ત્રીની સદા સેવા કરવી જોઈએ અને તેની સેવાથી મન કરુણામય બને છે. मैत्र्यङ्गना सदोपास्या, हृदयानन्दकारिणी / या विधत्ते कृतोपास्ति-श्चित्तं विद्वेषवर्जितम् // 262 // હૃદયને આનંદ કરનારી મૈત્રીરૂપી સ્ત્રીની સદા સેવા કરવામાં આવે તો તે ચિત્તના વિદ્વેષને દૂર કરે છે. सर्वे सत्त्वे दया मैत्री, यः करोति सुमानसः / जयत्यसावरीन् सर्वान्, बाह्याभ्यन्तरं संस्थितान् // 263 // જે સુજ્ઞ માણસ સર્વ પ્રાણીઓમાં દયા અને મૈત્રીને કરે છે, તે પોતાના બાહ્ય અને અભ્યન્તર સર્વ શત્રને જીતી લે છે. प्रज्ञा मुदा च मैत्री च, समता करूणा क्षमा / सम्यक्त्वसहिताः सेव्याः, सिद्धिसौध-सुखप्रदाः // 270 // - श्री तत्त्वामृत સમ્યકત્વ સહિત સેવવામાં આવેલી પ્રજ્ઞા, પ્રમોદ, મૈત્રી, સમતા, કરુણા, ક્ષમા આદિ ગુણો સિદ્ધિમહેલના સુખને આપે છે. (40) વથત્યે યથા મૂઢ ! નનનનિત્સિતે મનઃ | मैत्र्यादिषु तथा धेहि विधेहि हितमात्मनः // 78 // मैत्र्यादि-वासनामोद-सुरभीकृत-दिङ्गमुखम् / पुमांसं ध्रुवमायाति, सिद्धिभृगांगना स्वयम् // 18 // - श्री विजयसिंहसूरि विरचितसाम्यशतक હે મૂઢ ! તું સ્ત્રીની ચેષ્ટાઓમાં મનને સ્થિર કરે છે, તેને બદલે મૈત્યાદિમાં મનને સ્થિર કરીને આત્માનું હિત કર. મૈત્યાદિની વાસનાઓની સુગંધથી દિશાઓને સુગંધિત કરનાર પુરુષની પાસે સિદ્ધિરૂપી ભમરી સામેથી આવે છે. (41) મૈત્રીનાથમાધ્યશ્ય-પ્રમોવામબાવનમ્ | यदा मोक्षेकतानं तत्, तदा ते परमं सुखम् // 564 // - ૩૫મિત પ્રસ્તાવ-૭ પૃ.૬૬૬ મૈત્રી-કરુણા-માધ્યથ્ય અને પ્રમોદની અત્યંત ભાવનાથી યુક્ત બનીને ચિત્ત જ્યારે મોક્ષમાં એકતાન બનશે ત્યારે તને પરમસુખ થશે.
Page #123
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ 111 (42) રૂત તત્ર યાતચ, તવ વત્સ ! ભવિષ્યતિ | પત્નિતાણ રનર્સ, परिपूर्णं फलं ध्रुवम् // 606 // सर्वाधारा पुनस्तेषां, चित्तवृत्ति-महाटवी। पश्चिमे तामतिक्रम्य, भागे पुर्यस्ति निवृत्तिः // 607 // तस्यां च प्रेप्सुना सेव्य-स्त्वयौदासीन्य दिभिस्ते व्रजतः सतः / आदावेवाध्यवसायाभिधानोऽस्ति महाह्रदः // 609 // पुष्णाति स महामोहसैन्यं पंकेन कश्मलः / प्रसादितस्तु चारित्रधर्मसैन्यं स्वभावतः // 610 // ततश्च कार्यं यो यत्र, कुशलस्तत्र तं सुधीः / नियुञ्जीतेति भवता, तं प्रसादयितुं ह्रदम् / / 911 // चतस्रोऽपि महादेव्यो, नियोज्यास्तत्र कर्मठाः / उपेक्षा करुणा मैत्री, મુદિતાથી નરોત્તમ ! દશેરા - શ્રી ૩૫મિતિ-થા-સારોદ્ધાર-પૃ.૨૨, .-6 આ બાજુ ત્યાં જવાથી હે વત્સ ! તને પાલન કરેલા રાજ્યનું પરિપૂર્ણ ફલ મળશે. તે સર્વના આધારરૂપ ચિત્તવૃત્તિ મહાટવી છે. તેના પશ્ચિમ ભાગે નિવૃત્તિ નગરી છે. તે નગરીમાં જવાની ઈચ્છાવાળાએ, બરોબર દૃષ્ટિ રાખીને ઉદાસીનભાવની સેવા કરવી અને તેનો મુખ્ય માર્ગ સમતાયોગની નાલ છે. નામનો મોટો હદ = સરોવર આવે છે. તે સરોવર જો કાદવથી ડોહળાઈ જાય તો મહામોહના સૈન્યને પોષે છે અને પ્રસન્ન બનેલું સરોવર સ્વભાવથી ચારિત્રધર્મના સૈન્યને પોષે છે. તેથી આ હદને પ્રસન્ન કરવા માટે, બુદ્ધિમાન-કુશલ પુરુષોએ તે સરોવરની અંદર શાંતિ લાવવા માટે મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતા નામની કાર્યકુશળ દેવીઓને નિમવી જોઈએ. (43) તીર્થકર ભગવંતના જીવોની કરુણાદિ ભાવના અને પરાર્થ વ્યસનીપણાદિનું વર્ણન - मोहान्धकारगहने, संसारे दुःखिता बत / सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन् वरबोधिसमन्वितः // 286 // करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा / तथैव चेप्टते घीमान्, वर्धमानमहोदयः // 287 // तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः / तीर्थकृत्त्वमवाप्नोति, परं सत्त्वार्थसाधनम् // 288 // - श्री योगबिन्दु ग्रन्थ. “મોહના અંધકારથી ગહન બનેલા સંસારમાં દુઃખી એવા પ્રાણીઓ ધર્મરૂપી
Page #124
--------------------------------------------------------------------------
________________ 112 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તેજની હાજરી હોવા છતાં પણ ભમે છે. માટે હું આ જીવોને આ દુઃખમાંથી તે-તે જીવોની યોગ્યતા મુજબ તારૂં.” એ ભાવનાથી વરબોધિથી યુક્ત, કરુણાદિ ગુણોથી સંપન્ન, સદા પરાર્થવ્યસની એવા તે બુદ્ધિમાન જીવ, વધતા ઉદયપૂર્વક તે પ્રમાણે ચેષ્ટા કરે છે. અને તે તે રીતે બીજાનું કલ્યાણ કરવા દ્વારા શ્રેષ્ઠ પરોપકારનું સાધન, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. (44) સર્વ જીવોની સાથે મૈત્રી એ પ્રતિક્રમણ આવશ્યકનું એક પરમ અંગ છે એમ અહીં કહ્યું છે. खमोमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे। मित्ती मे सव्वभूएसु, वे मज्झ न केणइ // - હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો મને ખમાવે. મને કોઈના માટે પણ વૈર નથી. પરંતુ સર્વ જીવો ઉપર મૈત્રી છે. टि०- सर्वसत्त्वेषु मैत्रीभावं-परहितचिन्ता-लक्षणामुत्पादयति, ततो मैत्रीभावमुपगतश्चापि जीवः भावविशुद्धिः, रागद्वेषविगमरूपां कृत्वा निर्भयः इह लोकादिभयविकलो भवति अशेषभयहेत्वभावात् शेषं च कर्म क्षपयति // - શ્રી ૩ત્તરાધ્યયનવૃત્તિઃ પૃ.૬૮૬ પરહિત ચિંતાસ્વરૂપ સર્વ પ્રાણીઓમાં મૈત્રીભાવ ઉત્પન્ન કરે છે અને મૈત્રીભાવને પામેલો જીવ, રાગદ્વેષનાં વિગમ-સ્વરૂપ, ભાવવિશુદ્ધિને પામીને આ લોક અને પરલોકના ભયથી રહિત બનીને નિર્ભય બને છે. ત્યારબાદ સંપૂર્ણભયનો અભાવ થવાથી બાકીના કર્મો પણ ખપાવી દે છે. (45) भावसामम्- आओवम्मेण सव्वसत्ताणं दुःखस्स अकरणं, अकरणं नाम परिहरणं, सामेण ताव जिन्हाइ-मधुरेणेत्यर्थः / अतः सव्वसत्तेसु महुरभावत्तणं भावसामं / - श्री आवश्यकचूर्णि-सामायिक व्याख्या पृ.६०६ ભાવસામ્ય એટલે મધુર પરિણામ વડે આત્મસમાન સર્વ સત્ત્વોને દુઃખ ન પમાડવું. અર્થાત્ દુઃખનો નાશ કરવો. (46) अनुकंपाप्रवणचित्तो जीवा सामायिकं लभते, शुभपरिणामयुक्तत्वात् / - श्री आवश्यक-मलयगिरिवृत्ति-पृ.४६० અનુકંપાથી યુક્ત ચિત્તવાળો જીવ, શુભપરિણામવાળો થવાથી સામાયિકને પામે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ 113 (47) खमावयणाए पल्हायणभावं जणेइ पल्हायणभावमुवगए य, सव्पाणभूअजीवसत्तेसु मित्तीभावं उप्पाएइ, मित्तोभावमुवगए य जीवे भावविसोहिं काउण निब्भए भवइ / - श्री उत्तराध्ययनसूत्र 28/17 पृ. 524 ક્ષમાપનાથી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. પ્રસન્નતાથી સર્વ પ્રાણ-ભૂત-જીવ અને સત્ત્વમાં મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે. મૈત્રીભાવને પ્રાપ્ત થયેલો જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભયતાને પામે છે. जो समो सव्वभूएसु, तसेसु थावरेसु अ / तस्स सामाइअं होइ, इइ केवलिभासि // 798 // - श्री हारिभद्रीय आवश्यकवृत्ति पृ.३२९ જે ત્રસ અને સ્થાવર આદિ સર્વ પ્રાણીઓમાં સમાન છે, તેને સામાયિક પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે કેવળજ્ઞાનીઓ કહે છે. यः समः मध्यस्थः आत्मानमिव परं पश्यतीत्यर्थः / . सम मेटले मध्यस्थ, आत्मानी ठेभ ५२ने 4o. जो समो सव्वभूएसु / यः समः सर्वत्र मैत्रीभावात् तुल्यः / ___- श्री अनुयोगद्वार मल्लधारीय टीका पृ.२३६ જે સર્વ પ્રાણીઓમાં સમાન હોય અર્થાત્ સર્વ પ્રાણીઓને વિષે મૈત્રીભાવથી યુક્ત હોય. (48) सुखिष्वील् दुःखितोपेक्षां पुण्यद्वेषमधर्मिषु / रागद्वेषौ त्यजन्नता लब्ध्वाऽध्यात्म समाश्रयः // 7 // સુખી પ્રત્યે ઈર્ષા, દુઃખી પ્રત્યે ઉપેક્ષા, પુન્યશાળી પ્રત્યે દ્વેષ અને અધર્મી પ્રત્યે રાગદ્વેષ છોડીને આ મૈત્ર્યાદિને પ્રાપ્ત કરવા દ્વારા અધ્યાત્મને પ્રાપ્ત કરે છે. (योगमे त्रीसी) (48) वचनाद् यदनुष्ठानमविरुद्धाद्यथोदितं / मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीर्त्यते // - श्री धर्मबिन्दु वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितम् / मैत्र्यादिभावसंमिश्रं, तद्धर्म इति कीर्त्यते // - श्री धर्मसंग्रह पृ.१ श्लो.३ વચનાનુસારી, અવિરૂદ્ધ અને મૈત્ર્યાદિભાવ સંયુક્ત જે અનુષ્ઠાન તે ધર્મ डेवाय छे.
Page #126
--------------------------------------------------------------------------
________________ 114 ભાવનામૃત: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (50) ચિત્રાવૃત્તયુશ્ય વચનાત્તત્ત્વચિનનમ્ मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः // - શ્રી યોગિન્દુ (અધ્યાત્મયોગનું સ્વરૂપ) - વ્રતધારી જીવ ઔચિત્યપૂર્વક મૈત્રી આદિ ભાવનાથી ગર્ભિત આગમાનુસારી જે તત્ત્વચિંતન કરે છે, તેને અધ્યાત્મ કહેવાય છે, એમ અધ્યાત્મવિદો કહે છે. (51) ચર્થનિપુણસ્વાદુત્તિ મૈચાવિવણિતમ્ ! अध्यात्म निर्मलं बाह्यव्यवहारोपबृंहितम् // 1-3 // - श्री अध्यात्मोपनिषद् રૂઢિ પ્રમાણે અર્થ કરવામાં કુશળ વિદ્વાનો મૈત્રી આદિ ચાર ભાવનાથી વાસિત, બાહ્ય વ્યવહારથી પુષ્ટ એવા નિર્મલ ચિત્તને અધ્યાત્મ કહે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________ मोहोपहतचित्तास्ते, मैत्र्यादिभिरसंस्कृताः। સ્વયં નટા નન મુઘં, નાશક્તિ ધિ હૃહil2-All | (યોગસાર) - મોહદશાથી જેઓનું ચિત્ત હણાયેલું છે અને મૈત્રી આદિ ભાવનાઓથી જેઓનું ચિત્ત સંસ્કાર પામેલું નથી, તેઓ સ્વયં નાશ પામે છે અને બીજા જીવોને નાશ પમાડે છે-ધર્મભ્રષ્ટ કરે છે. તેવા મોહાધીન જીવોને ધિક્કાર થાઓ! धर्मकल्पद्रुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः। વૈર્ન જ્ઞાતા ન રાખ્યસ્તા, સ તેષામતિતુર્નમ:II2–7. | (યોગસાર) - મૈત્રી વગેરે ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, એમ : જાણવું. જે જીવો વડે આ ચાર ભાવનાઓ જણાઈ નથી અને આ; (7 ચાર ભાવનાઓ અભ્યસ્ત કરાઈ નથી-જીવનમાં ઉતારાઈ નથી, તેઓને તે કલ્પવૃક્ષ સમાન ધર્મ મળવો અતિશય દુર્લભ છે.
Page #128
--------------------------------------------------------------------------
________________ मैत्री परेषां हितचिंतनं यत्, भवेत् प्रमोदो गुणपक्षपातः। कारुण्यमार्ताऽङ्गिरुजां जिहीर्ष-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा॥13॥ - અન્ય જીવોના હિતનું ચિંતન કરવું તેને મૈત્રીભાવના કહેવાય છે. ગુણવાન પુરષોના ગુણોનો પક્ષપાત હોવો અર્થાત્ ગુણો જોઈને આનંદ થવો તેને પ્રમોદભાવના કહેવાય છે. દુ:ખી જીવોના દુ:ખને દૂર કરવાની ઈચ્છા હોવી તેને કરુણાભાવના કહેવાય છે. દુષ્ટબુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા કરવી અર્થાત્ તેમના ઉપર રાગ-દ્વેષરહિતપણે વર્તવું તેને માધ્યચ્ય =ઉપેક્ષા ભાવના કહેવાય છે. - શાંતસુધારસ मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु / માધ્યચ્યવનપુ, રુબા દુઃgિ 12-6I - સર્વ જીવો ઉપર મૈત્રીભાવના, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવના, અવિનીત (પાપી) જીવો ઉપર માધ્યશ્ય ભાવના અને દુખી જીવો ઉપર કરુણાભાવના જાણવી. અર્થાત્ મૈત્રી ભાવનાનો વિષય જગતના સર્વ જીવો છે. સર્વ જીવોના હિતનું ચિંતન કરવાનું છે. પ્રમોદભાવનાનો વિષય ગુણવાન પુરુષો છે. માધ્યશ્મભાવનાનો વિષય અવિનીત-દુર્બદ્ધિવાળા પાપી જીવો છે. અને કરુણા ભાવનાનો વિષય શારીરિક અને માનસિક રીતે દુ:ખી જીવો છે. - યોગસાર શ્રી સમ્યજ્ઞાની પ્રચાસ્ક સમિતિ, Msmta Creation#7738408740