________________ ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણભાવના અંગે પરિશીલન આ પ્રમાણે અન્યના સદ્ગણોની અનુમોદના કરવી એ જ મનુષ્યભવનો સાર છે. આવા મનુષ્યજન્મને તું અન્યના સદ્ગણોની અનુમોદના કરીને સફળ બનાવ. સુવિહિત પુરુષોના સારી રીતે સ્થિર બનેલા ગુણના ભંડારનું તું ગુણગાન કર ! અને રાગ-દ્વેષાદિ વિકાર રહિત નિરામય શાંતસુધારસનું પાન કર ! પરિશીલનથી થતા લાભો : પ્રમોદ ભાવનાથી.. - અન્યના ગુણોની અનુમોદના થાય છે અને તેનાથી અન્યના ગુણો આપણને પ્રાપ્ત થાય છે. - ગુણોના અનુમોદનથી સમતારસની પ્રાપ્તિ થાય છે અને એનાથી ચિત્તપ્રસન્નતા ઝળકી ઉઠે છે. - અનુમોદનાથી ગુણોનો પક્ષપાત અને ગુણોનું અર્થીપણું વધે છે. - ગુણાનુરાગની પુષ્ટિ થાય છે. જે અધ્યાત્મમાર્ગમાં આગળ વધારે છે. - ચિત્ત નિર્મલ રહે છે અને ઈષ્ય-અસૂયાદિ દોષોથી બચી જવાય છે. - આ બધાના પ્રભાવે આપણો આત્મા ગુણસમૃદ્ધ બને છે અને શાંતસુધારસને પામે છે. અંતે મોક્ષસુખને પામે છે.