________________ પ્રકરણ-૪ = કરૂણાભાવના શારીરિક અને માનસિક રીતે દુઃખી જીવોને જોઈને હૈયામાં કરુણા પ્રગટે અને તેઓના દુઃખ દૂર કરવાની ભાવના ઉજાગર થાય તેને “કરુણા ભાવના” કહેવાય છે. ઉન્માર્ગે જતા જીવોને જોઈને ભાવદયા પ્રગટે તે પણ “કરુણા ભાવના' કહેવાય છે. યોગશાસ્ત્રમાં આ ભાવનાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે, "दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् / પ્રતીક્ષારંપરી વુદ્ધિ, થિમિથીયતે II4-220I" - દીન, દુઃખી, ભયભીત અને જીવનની યાચના કરનારા જીવોના દુઃખનો પ્રતિકાર કરવામાં પરાયણ બુદ્ધિને “કરુણા' કહેવાય છે. અહીં યાદ રાખવું કે, સ્વજનાદિના દુઃખોના પ્રતિકારની બુદ્ધિ એ કરુણાભાવના નથી. પરંતુ જેની સાથે કોઈ સંબંધ નથી એવા પારકા જીવોના દુઃખના પ્રતિકારની બુદ્ધિ તે કરુણાભાવના છે. વળી, અન્ય જીવોને આત્મતુલ્ય નિહાળવામાં આવે અને બીજાનું દુઃખ પોતાનું લાગે છે, ત્યારે તાત્વિક કરુણાભાવના પ્રગટે છે. - સંસારમાં જીવો કઈ રીતે દુઃખ પામે છે ? આ સંસારમાં કોઈક જીવો દીન છે, તો કોઈક જીવો દુઃખી છે, તો કોઈક જીવો ભયભીત છે, તો કોઈ જીવો જીવનની યાચના કરી રહ્યા છે - આ રીતે વિવિધ પ્રકારના દુઃખોથી જીવો ત્રસ્ત છે. - સંસારમાં આધિ-વ્યાધિ-ઉપાધિના પારાવાર દુઃખો જીવો ભોગવી રહ્યા છે અને સંસારમાં રોગ-શોક-સંતાપ-વૃદ્ધાવસ્થાના અનેક દુઃખો જીવો વેઠી રહ્યા છે. - મૈત્રીભાવનાનો વિષય જગતના સર્વ જીવો છે.