________________ 81 પ્રકરણ-૩ પ્રમોદભાવના - આ જગતમાં જેઓનું મન વિકાર રહિત છે અને જેઓ પૃથ્વીતલ ઉપર વિચરીને સર્વત્ર ઉપકાર કરી રહ્યા છે, એવા સત્પરુષોના એ ઉત્તમ આચરણની હું અનુમોદના કરું છું અને એ પુરુષોને વારંવાર નમન કરું છું. (એમ કરતાં પાપોનો ક્ષય થાય છે) - હે જિહા ! સુકૃત કરનારા પુણ્યશાળી જીવોનાં સુકૃતોની અનુમોદના કરવામાં તું પ્રસન્નતા અનુભવ અને એમની અનુમોદના કરવામાં તું સરળ થા ! - હે કાન ! અન્યના સુકૃતો અને એમાંથી પ્રગટેલા એમના યશકીર્તિ આદિને શ્રવણ કરવામાં તત્પર બનો અને ખુશ થાઓ ! - હે આંખ ! અન્યના ગુણોને જોઈને આનંદ અનુભવ. આ અસાર સંસારમાં તમારી સાચી સાર્થકતા એ જ છે. 6 નિષ્કર્ષ - જ્ઞાનીઓનો ઉપદેશ : પ્રમોદભાવનામાં નિષ્કર્ષ જણાવતાં શાંતસુધારસમાં કહ્યું છે કે, “પ્રમોમાઈ મુળી: પરેષાં, ચેષ મતિર્મગતિ સાથસિન્ધી | देदीप्यते तेषु मनःप्रसादो, गुणास्तथैते विशदीभवन्ति // 7 // " - અન્ય જીવોના ગુણો વડે પ્રમોદ પામી જેમની મતિ સમતારૂપી સમુદ્રમાં મગ્ન થઈ છે, તેમનામાં મનની પ્રસન્નતા દેદીપ્યમાન બને છે - ઝળકી ઉઠે અને જેવા સદ્ગુણો જોઈ પોતે પ્રમુદિત થાય છે, તેવા નિર્મળ સદ્ગણો પોતાનામાં પ્રગટે છે. આ પ્રમોદ ભાવનાથી સમતારસની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મનની પ્રસન્નતા ઝળકી ઉઠે છે તથા આત્મા સદ્ગણોનો ભાગી બને છે. આથી શાંતસુધારસમાં આ ભાવનાના અંતે હિતશિક્ષા આપતાં ફરમાવે इति परगुणपरिभावनासारं, सफलय सततं निजमवतारं / कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् // 14-8 //