________________ 98 ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણભાવના અંગે પરિશીલન - હે આત્મન્ ! પ્રભુને નિરંતર પ્રાર્થના કર કે - દુઃખથી ભરેલા જીવોને જોઈને મારું હૈયું આદ્ર બને અને તેમના દુઃખોને દૂર કરવાની હૈયામાં ભાવના પ્રગટે ! કે નિષ્કર્ષ-શાનીઓનો ઉપદેશઃ કરુણાભાવનાના અનુસંધાનમાં જ્ઞાનીઓ જણાવે છે કે, જેઓને દુઃખી જીવોના દુઃખો જોઈને હૈયામાં દયા-કરુણાભાવ પ્રગટે છે, તે જીવો ચરમાવર્તમાં આવ્યા છે અને વહેલામાં વહેલા દયામય વિરતિધર્મને પામીને મોક્ષે પહોંચવાના છે. “સુતેષુ યાચિન્ત” એ ચરમાવર્તના લક્ષણ તરીકે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવે છે. આથી હૈયાની ભૂમિને કોમળ બનાવવા અને તેમાં ધર્મબીજોનું વાવેતર કરવા હૈયામાં જીવો પ્રત્યે કરુણાભાવ રાખવો જોઈએ. સર્વ જીવોને આત્મતુલ્ય જોવામાં આવે અને મારી જેમ કોઈને પણ દુઃખ ગમતું નથી, એવું હૈયાથી સંવેદવામાં આવે, ત્યારે દુઃખી જીવોને જોઈને કરુણા જાગ્યા વિના રહેતી નથી. સ્વાર્થ, નિર્ધ્વસ પરિણામો, ઉપેક્ષાબુદ્ધિ અને પ્રમાદ વગેરેના કારણે જીવો પ્રત્યે કરુણા પ્રગટતી નથી. હૈયામાં કરુણાભાવનું ઉપાદાન તૈયાર થઈ ગયું હોય છતાં પણ સ્વાર્થીદિના કારણે કરુણા ન પ્રગટે એવું બની શકે છે. આથી સ્વાર્થીદિને દૂર કરી કરુણાભાવનાને આત્મસાત્ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. એનાથી પરમસુખ-શાંતિની પ્રાપ્તિ જરૂર થશે. શ્રી શાંતસુધારસમાં પણ કહ્યું છે કે, परदुःखप्रतीकारमेवं ध्यायन्ति ये हृदि / लभन्ते निर्विकारं ते सुखमायतिसुन्दरम् // 15-7 // - જે જીવો આ રીતે અન્ય જીવોનાં દુઃખોને ટાળવાના ઉપાય હૈયામાં વિચારે છે, તેઓ પરિણામે સુંદર એવા નિર્વિકાર સુખને પામે છે. છે કરુણાભાવનાથી થતા લાભો - કરુણાભાવનાથી.. હૈયામાં દયાના પરિણામો પ્રગટે છે, સ્વાર્થના પરિણામોનું વિસર્જન થાય છે અને પરોપકારભાવના પ્રગટ થાય છે.